(3)
(બચપણ ની યાદોમાં)
રેમોનું બાઈક સડસડાટ રોડ પર ચાલી રહ્યું હતું, ચાલુ બાઈકે વારંવાર તે અર્જુન સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો પણ, અર્જુન બસ ખાલી હા કે ના થી જવાબ આપતો હતો, જાણે કોઈ વિચારોમાં ખોવાયો હોય તેમ.
અવિરત વેહતી ઠંડી હવાની લેહરોમાં અર્જુન પાછો વિચારોમાં ગરકાવ થઇ ગયો. અને વિચારો માં તેને એ નાનકડું ગામ આવે છે, જ્યાં તેનું બચપણ વીત્યું હતું. તેની આંખ સામે અમસ્તાંજ ગામ આખું તરવા લાગે છે.
છેક બનાસકાંઠાના છેવાડે આવેલું ભીલડી નામનું નાનું ગામ તેની નઝર સામે દેખાવા લાગે છે. અર્જુન ફક્ત ૩-૪ વરસ નો હતો ત્યારે તેના પિતાજીની સરકારી નોકરી ની બદલી થઇ હતી. અને ગામની જુજ સરકારી ઈમારતો માની એક એવી હવેલી તેમને રેહવા મળી હતી. જ્યાં અર્જુને પા-પા પગલી માંડી હતી.
ઇ.સ.૧૯૮૬ ની એ સાલ હતી અને ટેલીફોન ક્રાંતિની શરૂઆત થઇ હતી. અને નાના ગામડાઓમાં અમુક સરકારી કચેરીઓ સિવાય ક્યાય ટેલીફોન આવ્યા નહતા. એટલે અર્જુનના ઘરે તાર કે ટેલીફોન ના કામે આખા ગામ લોકો ની આવન-જાવન રેહતી. અને જે કોઈ આવે તે અર્જુનને જરૂર બોલાવે અને રમાડે અને હસાવે પણ ખરા. આ યાદો ની સાથે અર્જુન પણ મંદ મંદ હસવા લાગે છે.!
પણ અચાનક બાઈક ની બ્રેકે અર્જુન ને તંદ્રા માંથી જગાડયો.
‘શું ? વિચાર માં પડી ગયો છે અર્જુન? ચલ ઉતર હવે તારૂં ઘર આવી ગયું’
‘કઈ નહિ, રેમો, ચલ ઘરે આવને.!’ અર્જુન સ્વસ્થ થતા બોલ્યો.
‘ના, ભાઈ મારી મમ્મી પણ રાહ જોતી હશે, પછી આવીશ કહી’ રેમો એ બાઈક ભગાડી મુક્યું.
ધીમે પગે અર્જુન ઘર માં પ્રવેશ્યો કે તરતજ મમ્મી એ પૂછ્યું કેમ આજે વેહલા આવી ગયા? તમે તો પીકનીક ની તૈયારીમાં જવાના હતા ને?
‘સીટ, પીકનીક આ વરસે પણ કેન્સલ થયું.’ અર્જુને પગ પછાડતા કહ્યું.
ખભા પરથી બેગ ઉતારી સોફા પર નાખી, ‘હું કપડા બદલી હમણાજ આવું છું’
કહી અર્જુન રૂમ માં ગુસી ગયો. જેવા કપડા બદલતો હતો ત્યાંજ એની નજર આરીસા પર પડી અને કંઈક વિચિત્ર લાગ્યું એટલે ડોક ફેરવીને જેવું ફરી થી આરીસા તરફ જોયું કે તેને નવો જ અર્જુન દેખાયો.
વાંસને વાળી પરોવી ને બનાવેલ મુગુટ, હાથમાં બાણ, બાજુબંધ, ગળામાં રૂદ્રાક્સ ની માળા, કેસરી ખેસ અને સફેદ દૂધ જેવી ધોતી.
‘અરે ! આતો ખરેખર અર્જુન છે કે હું?’ મન માં બબડયો.
ત્યાંજ બારણું ખુલ્યું.
‘કોણ?’
‘મમ્મી છું બેટા, ચલ જમવાનુ તૈયાર છે.’
‘મમ્મી કપડા બદલું છું.’
‘જલ્દી કપડા બદલીને આવી જા, તારા માટે ગરમા-ગરમ બટાકા પૌવા બનાવ્યા છે.’
‘ઓ કે, મમ્મી, હમણાજ આવ્યો.’
‘આજે ગુરૂવાર છે, પપ્પા દર ગુરૂવારની જેમ આજે પણ ઓવર ટાઇમ કરવાના છે કે શું?’ કપડા બદલી રૂમમાંથી બહાર આવતા-આવતા અર્જુન પૂછે છે.
‘હા, બેટા આજે પણ તારા પપ્પા લેટ આવવાના છે, લાગભગ રાત્રે ૧.૩૦ વાગી જશે, કેમ તારે કઈ કામ હતું પપ્પા નું?’
‘ના, કઈ કામ નથી, પણ મારે એ વાર વખત ભીલડી જોવા જઉં છે એટલે.’
‘ભીલડી?, તને યાદ છે એ ગામ?’
‘કેમ? યાદ તો હોય ને..!!’
‘પણ તું તો સાવ નાનો હતો’
‘તો શું થયું મને હજુ એ હવેલી યાદ છે.’
‘હા, બેટા પણ હવે તો ત્યાં આપને કોઈ ઓળખે પણ નહિ, અને આપનું ત્યાં કઈ છે પણ નહિ હવે ત્યાં જઈને કરવું શું?’
‘મમ્મી, આમ તો તારી વાત સાચી છે, આતો અમાસ્તુ મને મારૂં બચપણ યાદ આવી ગયું એટલે, મને ત્યાં જવાની ઈચ્છા થઇ ગયી, પણ ત્યાં હવે જઈને શું ફાયદો.’ અર્જુને વાત પૂરી કરી.
‘મને પાણી આપજે મમ્મી’
‘અરે, હજુ તો તે જમવાની સરૂઆત કરી છે..! એટલા માં પાણી?’
‘બસ મમ્મી, મને ભૂખ નથી આજે, પાણી આપી દે એટલે હું રૂમ માં હોમવર્ક કરવા બેસી જાઉં.’
‘લે આ બોટલ હું ગ્લાસ લાવું છું’
‘મમ્મી, ગ્લાસ્ રેહવા દે, હું બોટલથી જ પી લઈશ’
જટપટ પાણી પી અને બોટલ સાથે લઇ, અર્જુન તેના રૂમ તરફ જાય છે.
‘ગુડ નાઈટ મમ્મી’
‘જય શ્રી ક્રિષ્ના..!!, અર્જુન’. મમ્મી એ ડાયીનીંગ ટેબલ સાફ કરતા કરતા જવાબ આપ્યો.
(અર્જુનનું હોમવર્ક)
કોમ્પુટર ટેબલ પર લાઈટ ની સ્વીચ ચાલુ બંધ ચાલુ બંધ કરતા-કરતા અર્જુન ક્યારનોય એના હોમવર્ક ના વિષય પર ધ્યાન આપવા મથી રહ્યો છે, પણ કઈ સુજતુ નથી.
‘અરે, યાર મને ક્લાસમાં શું ચાલે છે એ પણ બરાબર યાદ રેહતું નથી, હવે આજે હોમવર્ક શું છે એજ ખબર નથી. ચલ, રેમો ને પૂછી લઉં મન માં અર્જુન બોલ્યો.
મોબાઈલ લઇને કોલ કરવા જાય છે ત્યાંજ ખબર પડી કે મોબાઈલની બેટરી ડીસ્ચાર્જ થઇ ગયી છે, એટલે ટેબલ પરથી ઉભો થઇ ચાર્જેર શોધી ફોનને ચાર્જ કરવા લગાડે છે. એટલામાં તેની નજર બુક સેલ્ફ પર ચોપડીઓ અને ડાયરીઓની વચ્ચે મુકેલા ફોટો આલ્બમ પર પડે છે,
‘લાવ, આ ફોટા તો જોઉં ગણા દિવસથી આ આલ્બમ ખોલ્યા પણ નથી.’
‘ઓહો, આતો બહુજ જુનો આલ્બમ છે’ રોમાંચિત થઇ એક જુનો અને કવર પણ જરા ફાટી ગયું છે તેવો આલ્બમ કાઢતા-કાઢતા અર્જુન બોલ્યો.
‘અરે, આ તો મારા બચપણ ના ફોટા છે જયારે અમે ભીલડી હતા’
આલ્બમ માંથી ફોટા જોતા જોતા બોલ્યો અને પલંગ પર બેસી જોવા લાગ્યો.
‘વાહ, કેટલો સુપર લાગુ છું હું આ ફોટા માં.’ પોતાના વખાણ પોતેજ કરવા લાગ્યો અર્જુન.
પણ જેમ જેમ આગળ જોતો જાય છે તેમ તેના કરતા યુધીર ના ફોટા વધારે આવે છે, એટલે તેના મોટા ભાઈ ‘યુધીર’ ની ઈર્ષ્યા આવે છે.
હા, યુધીર !! અર્જુન નો મોટો ભાઈ, જે અત્યારે અમેરિકા માં જોબ કરી રહ્યો છે.
‘અરે ભાઈ યુધીર તું તો બહુ નસીબદાર છે કે અત્યારે ેં.જી. બેઠો છે, નહીતર તારે પણ મારૂં હોમવર્ક કરવું પડત. જોને સર્જન નો ભાઈ નાનો છે તો પણ હોમવર્ક કરી આપે છે ક્યારેક ક્યારેક...’ અર્જુન તેના ભાઈ ને મિસ કરતો હોય તેમ ધ્રૂજતા અવાજે બોલ્યો.
આલ્બમ ના પેજ ફેરવતા ફેરવતા એક ફોટા પર અર્જુન ની નજરો થોભી જાય છે. એ ફોટો યુધીર અને તેના મિત્રો ની છે જયારે એ લોકો ગામ ની બાજુ માં આવેલ ટેકરી ના જંગલ માં ફરવા જતા હતા ત્યાર ની છે,
અને એજ દ્રશ્ય અર્જુન તેના સાપનાઓ માં પણ જુવે છે.
‘અરે, આતો સેમ એજ જગ્યા છે..!!’
થોડી વાર તો અર્જુન એ ફોટા ને જોઈજ રહ્યો. પછી મન માં એ જગ્યા વિશે વિચારવા લાગ્યો અને ધ્યાન મગ્ન થઇ ગયો હોય તેમ લાગ્યું.
થોડી વાર માં અર્જુન ત્યાંજ પોહચી ગયો હોય તેમ ફિલ કરવા લાગ્યો.
એના કાન પાસે ઝાડ-પાન ની દળીયો હવામાં લેહરાતી હોય તેવા અવાજ આવવા લાગ્યા, અને દુર થી કોઈ જંગલી પ્રાણીઓ અવાજ કરતા હોય તેમ ચીસો સંભાળાવા લાગી.
અને અર્જુન જે દિશા માં ઉભો છે તેની બિલકુલ પાછળ નાની ગુફા હોય તેવું લાગી રહ્યું છે, ધીરે ધીરે અર્જુન પાછળ તરફ ફરવા જઈ રહ્યો છે, તેવામાંજ એ ગુફા માંથી ચામચીડીયાઓ નું એક ઝુંડ ચી-ચી કરતા ત્યાંથી નીકળ્યું. તરત જ અર્જુન તેના મો પર હાથ મૂકી દે છે ! બંને આંખો પર એક હાથ અંધકાર કરી ને રાખ્યો છે અને બીજા હાથ માં ધનુષ છે. અર્જુન ધીરે ધીરે ગુફા તરફ આગળ વધી રહ્યો છે, થોડી વાર માં ગુફા માં પ્રવેશ કરી ગયો હોત પણ, એટલામાં તેના રૂમ નો દરવાજો ખુલ્યો.
‘અર્જુન, કેમ ? તું આટલો ગભરાયેલો લાગે છે?’ અર્જુન ના પપ્પા એ પૂછ્યું.
‘કઈ નહિ, પપ્પા, બસ આતો થોડા વિચારો માં ખોવાયેલો હતો અને તમે તરત દરવાજો ખોલ્યો એટલે.!’
આંખો સાફ કરતા અર્જુન ઉભો થયો.
‘હું, ઓફીસ થી આવી ગયો હતો અને તારા રૂમ માં હજુય લાઈટ ચાલુ હતી એટલે જોવા આવ્યો.’
અર્જુન ના પપ્પા એ ઘડીયાળ તરફ ઈશારો કરતા કરતા ૨.૩૦ વાગ્યા છે એમ બતાવ્યું.
‘ ઓકે, બીજું કઈ નહતું, ગુડ નાઈટ.... અર્જુન, હવે સુઈ જા.’
‘ગુડ નાઈટ, પપ્પા’
અર્જુન તેના બધા ચોપડાઓ અને આલ્બમ ને બરાબર ગોઠવી ને બેડ પર આડો પડયો, અને ફરી થી આખી ઘટના વિશે વિચારવા લાગ્યો.
પણ, હવે ધીરે ધીરે અર્જુન ને કંઈક સમજવા લાગ્યું છે.
એના આગળ ના આવાજ અનુભવો નું અવલોકન કરતા તેને સમજાયું કે જયારે કોઈ વસ્તુ કે ફોટા કે ઘટના વિશે ધ્યાન થી વિચારે છે ત્યારે ખરેખર ત્યાંજ પોહચી જવાય છે. અને કંઈક અલગ અનુભવ થાય છે અર્જુન ને એ ખબર પડી ગયી.
ચાદર ને પગ વડે ખેંચી હાથ થી મોં સુધી ઢાંકી ને આખા દિવસ ના થાક ને વટાવા નિરાંતે ઉન્ગી ગયો. અને ન જાણે ક્યાં અને કયા અદભૂત સપના માં ખોવાઈ ગયો.
***
(નવી સવાર)
ટીક-ટીક, ટીક-ટીક, ટીક-ટીક ૭.૦૫ સવારમાં મોબાઈલનું અલાર્મ વાગી વાગીને અર્જુને ઉઠાડી રહ્યું છે.
ધીરે થી બેડરૂમ નો દરવાજો ખુલે છે,
‘અર્જુન, ચાલો બેટા ઉઠી જાવ, તારે ૮.૦૦ વાગે કલાસીસમાં જવાનું છેને? ચાલો જલ્દી ફ્રેસ થઇ જા, હું નાસ્તો તૈયાર છું.’
અર્જુન બંને હાથથી જાણે આખા રૂમને ભાથમાં ભરવો હોય તેમ પોહાલા કરીને આળસ ખાય છે.
‘ઓકે, મમ્મી, હું હમણાજ તૈયાર થઇને આવું છુ’
બ્રેકફાસ્ટ ટેબલ પર અર્જુન ના પપ્પા ચા પીતા પીતા ન્યુસ પેપર પર નજર ફેરવતા હોય છે.
‘અરે અર્જુન ની મમ્મી, જોયું આજે ફરી આ યોગા શિબિર ની એડ આવી છે..! તે જોઈ?’
‘હા, જોઈ લીધી અને અમારી કિટ્ટી-પાર્ટી વાળા કોકિલાબેને ફોન કરી અમારી સીટ પણ બુક કરાવી લીધી છે.’ મમ્મી એ જવાબ આપ્યો.
એટલામાં અર્જુન સર્ટ નું બટન બંધ કરતા-કરતા આવે છે.
‘મમ્મી, શું ખરેખર આ ધ્યાન અને યોગા નો ફાયદો થાય ખરો?’ અર્જુને ઉત્સુકતાથી પૂછ્યું.
‘અરે, અર્જુન તમને લોકો ને ખબર નથી કે યોગા, ધ્યાન વગેરે ને હવે વિજ્ઞાન અને સાયન્સ પણ માનવા લાગી ગયું છે, કાલે યુધીર નો ફોન હતો મને કેહતો હતો કે ત્યાં અમેરિકામાં એ લોકો ને આખા ઓફીસ સ્ટાફ ને રેગ્યુંલર યોગા, ધ્યાન ના ક્લાસ કરાવવામાં આવે છે, અને તેના ગણા ફાયદા છે.’ પપ્પા એ તરત જવાબ આપ્યો.
‘હા, બેટા અમારા મહિલામંડળ ના દરેક સભ્યો પણ હવે કાયમ ધ્યાન અને યોગા કરતા થઇ ગયા છે, અને ગણા બધા ને તો અદભૂત અનુભવ થયા છે’ મમ્મી એ ઉમેર્યું.
‘ઓહો, સારૂં કેહવાય તો તો મારે પણ આના વિશે જાણવું પડશે’
‘ચોક્કસ બેટા તમારે પણ આ રવિવાર ના ધ્યાન શિબિર માં જવું જોઈએ’ પપ્પાએ પ્રોત્સાહન આપ્યું.
‘ઓકે, વિચારીશું.બાય, મમ્મી, બાય પપ્પા’ પોતાનું બેગ લઇ અર્જુન ઘર ની બહાર નીકળ્યો.
***
(આવનાર અંધકારની જલક)
અર્જુન મોબાઈલમાં માંથું નાખીને ધીરે ધીરે સોસાયટી કમ્પાઉન્ડ ની બહાર નીકળે છે, એટલામાં સંજના ત્યાં સ્કુટી લઈને પોહચી.
‘ઓયે હીરો, ચાલ’ અર્જુન ની છેક નજીક જઈ સ્કુટી ઉભી રાખી સંજના બોલી.
‘કેમ, સંજુ..!’ તું આજે એકલી એશ્વર્યા નથી આવી?’ અર્જુન જબકી ને બોલ્યો.
‘ના, એસુ ના ઘરે મેહમાન છે, એટલે આજે ક્લાસમાં નહિ આવે, અને રેમો નો વોટ્સઅપ પર મેસેજ હતો કે એ પણ લેટ આવશે એટલે મને થયું તને આજે પાછું ચાલીને આવવું પડશે એટલે તને સ્પેસીયલી લેવા આ બાજુ થી આવી છું’
‘ઓકે, થેન્ક્સ માય ડીયર. હવે તું પાછળ જા અને સ્ટીયરીંગ મને આપ’ અર્જુને પોતાનું બેગ સંજના ને આપતા સ્કુટી નું સ્ટેયરીંગ પકડયું.
સંજના બંને બેગ સરખી કરે છે ત્યાં તો અર્જુન ફૂલ સ્પીડ માં સ્કુટી ભગાડે છે.
‘અરે ઓ..હો...ધીરે ધીરે, એક્સીડેન્ટ કરવું છે કે શું?’ બેગ વચમાં મૂકી અર્જુન ને કસી ને પકડતા સંજના બોલી.
‘હેલ્લો, લવર-બર્ડસ આજે બંને સાથે સાથે ઉડો છો હં..!!!’ પાછળ થી અક્ટીવા લઇને ઓવર ટેક કરતા સર્જને બંને ને ચોકાવ્યા.
‘અરે, સર્જન તું.?’ જરા સરમાંતો હોય તેમ અર્જુન રીએક્ટ કરે છે. અને સંજના જલ્દીથી અર્જુન ના ખભા પર થી હાથ લઇ લે છે.
‘અરે આ તો એશ્વર્યા નહતી આવવાની એટલે...!!!’ સંજના ગભરાતા બોલી.
‘બસ બસ રેહવા દો હવે..!’ સર્જન હસ્યો.
બધા જાણે કંઈક જાણ્યું પણ અજાણ્યું કરતા હોય તેમ હસવા લાગ્યા.
અર્જુન અને સંજનાની મિત્રતા તો સૌને ખબર છે પણ બને વચ્ચે ચાલતી પ્રેમ ની રમત બધા ને ખબર નથી સિવાય સર્જન અને એશ્વર્યા.
સંજના, અર્જુન અને સર્જન જલ્દીથી કલાસીસ ના પાર્કિંગમાં બાઈક્સ પાર્ક કરી ઉતાવળે જતા હોય છે,ત્યાંજ પ્રોફેસર સર પણ પસાર થાય છે.
‘સર, ગુડ....ગુડ મોર્નિંગ સર’ અર્જુન, સંજના ને સર્જન સાથે બોલ્યા.
‘ગુડ મોર્નિંગ- ગુડ મોર્નિંગ, ચાલો છોકરાઓ આજે મને પણ થોડું લેત થઇ ગયું છે.’ સર બોલ્યા.
અને બધા સાથે જ ક્લાસમાં પ્રવેશે છે. વેહલા આવી ગયેલા સ્ટુડેંન્ટ ઉભા થઇને સર નું અભિવાદન કરે છે.
ગુડ મોર્નિંગ સર
અને સૌને એ પણ ખબર પડી જાય છે કે આજે સંજના અને અર્જુન એક સાથે આવ્યા છે.
થોડીવાર પછી ક્લાસ પૂરો થાય છે અને બધા એકબીજા સાથે વાતો કરતા કરતા બહાર નીકળી પાર્કિંગમાં પોહ્ચે છે, ત્યાંજ સામેની સાઈડ મેક્સ અને રોકી નું ગ્રુપ ચા ની કીટલી પર ચા અને સિગારેટ પીતા હોય છે.
‘આ ગુંડાઓ આજે અહિયાં કેમ?’ ગ્રુપ માંથી કોઈ બોલ્યું.
‘એ તો આજે એમનો અડડો છછછ૧ ્ીટ્ઠ બંધ છે એટલે આવ્યા લાગે છે’ સર્જને ધીરેથી જણાવ્યું.
‘ચલ અર્જુન હું તને ઘરે ડરોપ કરી દઈશ.’ સાંજના એ અર્જુન ને ઈસારો કર્યો.
‘અરે ના-ના હું મેહુલ સાથે જતો રહીશ’ અર્જુન સરમાતો હોય તેમ બોલ્યો.
‘સોરી, બોસ હું તો આજે સીધો દુકાને જવાનો છું, પપ્પા ને બેંકમાં જવાનું હતું એટલે મારે જલ્દી જવું પડશે, અને તમને આજે સારો ચાન્સ મળ્યો છે તો એન્જોય...!’ મેહુલ ફરી હસ્યો.
‘શું બોલ્યો..?’ અર્જુને મેહુલનો હાથ મચકોડતા માથે ટપલી મારી.
‘એટલે કે સ્કુટી ચાલવા નો ચાન્સ..’ સર્જનને ક્લીયર કર્યું.
‘ઓકે સ્ટોપ ઈટ.!, ચલો, બાય સર્જન...’ સંજના ચાલતી થઈ.
‘લાવ ચાવી આપ સંજુ’ અર્જુન પાછળથી આવતા બોલ્યો.
‘એ તો તારી પાસેજ છે ને.?’
‘અરે હા આ રહી મારી પાસેજ છે, ઉતાવળમાં મારી પાસેજ રહી ગયી’તી.’
અર્જુન સ્કુટી લઈને આવે છે, સંજના બરાબર પકડીને બેસી ગયી અને તેઓ તરત નીકળી જાય છે.
‘આ બધું શું છે?’ દુર ઉભા મેક્સે તેના મિત્રો ને પૂછ્યું.
‘આ તો આપણી કોલેજ ના રોમિયો-જુલીયેટ છે.’ સિગારેટ ના ધુમાડા છોડતા છોડતા રોકી બબડયો...
અને બધા એકબીજા સામે જોઈ ને હસવા લાગ્યા.
‘એમ છે.! મને તો એમ કે ભાઈ બેન છે.’
‘ના-ના બોસ, આ તો સીરીયસલી રોમિયો-જુલિયેટ છે’ મેક્સ નો એક ચમચો ચા ની ચૂસકી લેતા બોલ્યો.
‘ઓકે, સારૂં કેહવાય કે આજના જમાનામાં પણ સાચો પ્રેમ કરે છે.’ મેક્સ બોલ્યો.
‘પ્રેમ ? સાચો છે કે બનાવટી..! એ તો કોણ જાણે અને કોણ કેહશે.’ રોકી ને શક હોય એમ લાગ્યું.
‘એ તો આપણે જ કહીશું ને ...!!!?’ મેક્સ મન માં કંઈક વિચારતો હોય અને કંઈક પ્લાનિંગ કરતો હોય તેમ જોશ થી સિગારેટ ની ચૂસકી લઇ નીચે ફેકી પગ થી રગડતા-રગડતા બોલ્યો.
‘ચાલો હવે મજા આવશે કોલેજમાં ક્લાસ ભરવાની.!’ રોકી બોલ્યો.
હા-હા-હા.....
મેક્સ, રોકી અને તેનું ગ્રુપ બાઈકો ને રમકડાની જેમ ગોળ-ગોળ ગુમાવી ધુમાડાઓ ની ડમરીઓ ઉડાડતા ઉડાડતા સડસડાટ ત્યાંથી નીકળી ગયા.
***