Modern Mahabharatno Arjun - 1 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 1

Featured Books
Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 1

સુરેશ પટેલ

(1)

મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે આટલા વરસો પછી પણ જ્યારે ભારતમાં કોઈ પણ લોકો ને કોઈ દુઃખ કે મુશીબતો નો સામનો કરવાનો થાય ત્યારે અચૂક તેને આ મહાયુદ્ધ એવા મહાભારત સાથે શરખાવે છે. અને આજ તો છે એ મહાભારત ની ખાસિયત કે આટલા વરસો પછી પણ આ યુદ્ધ બંધ નથી થયું.... હા, હજુ પણ આ મહાભારત નું યુદ્ધ ચાલુજ છે ચાલુજ છે બસ બંધ થવાનું નામ જ નથી લેતું..! અને લે પણ કેવી રીતે કેમ કે જે મહાભારત ના શાંતિદુત બનીને સ્વયં ભગવાન શ્રી ક્રિષ્ના જો આ યુદ્ધને રોકી ન શક્યા તો બીજા તો કેવી રીતે રોકી શકે?

હા, આ મહાન યુદ્ધ ‘મહાભારત’ આજે પણ ચાલુ છે અને એ પણ ફક્ત ભારત માંજ નહિ પણ હવે તો એ પુરા વિશ્વ માં ફેલાઈ ગયું છે.! મહાભારત ના સમયમાં જેટલા અદભૂત સંબંધો હતા લાગણીયો હતી, જેટલા અદભૂત શાસ્ત્રો હતા વિદ્યાઓ હતી, જેટલી અદભૂત કળા કારીગરી અને સમૃઘ્ધિ હતી એટલાજ એ સમયમાં ગુનાહો પણ હતા..! હા, ત્યારે પણ ચોરી- લુંટફાટ, દાદાગીરી- ગુંડાગીરી, મદિરા પાન- કાળા બજારી, અને સ્ત્રી અત્યાચાર અને બાળ હત્યાઓ પણ થતી હતી. જેમ આજના આ મોડર્ન યુગમાં છે તેમ.!

આજે ૨૧મી સદીમાં પણ ચારે બાજુ ખુબ વિકસિત કહી શકાય તેવી ટેકનોલોજી છે, ચારેબાજુ વિજ્ઞાનની રોશની છે અને તેની નીચે ન જાણે કેવા કેવા કાળા કરતૂતો થાય છે..!? સારામાં સારી કોલેજો છે તો સારામાં સારી સ્ટડીઝ પણ થાય છે સ્કૂલોમાં અને એજ કોલેજો અને સ્કૂલો માંથી અપરાધીઓ પણ જન્મે છે. સ્ત્રીશક્તિ માટે ગણા બધા નવા નવા કાયદાઓ ગડાય છે અને એજ કાયદાઓ ને નેવે મૂકીને તેના પર અત્યાચાર થાય છે..!

અને આપણે આ ૨૧મી સદી ને બહુ મહાન અને વિકસિત સદી ગણાવીએ છીએ. પણ હજુ આપણે એજ મહાભારત ના ચક્રવ્યૂહમાં ફસાયેલા છીએ એ કોઈ ને ખબર નથી..! હા, એજ ચક્રવ્યૂહ જેમાં અભિમન્યુ ફસાયો હતો અને એજ ચક્રવ્યૂહમાં આજે આપણે ફસાયા છીએ...! છેને મનને ચકરાવે ચડાવે તેવી વાત? પણ આ વાત ૧૦૦% સાચી છે એ તમને હમણાજ સમજાઈ જશે.

આજના આ ફાસ્ટ અને ફોરવર્ડ ગણાતા જમાનામાં આપણી પાસે આપણી આજુ બાજુ શું થાય છે તેની પણ જાણ નથી રેહતી. શું તમને આમાં એ મહાભારત ના યુદ્ધ ની નિશાની નથી જણાતી?

આવો હું તમને એ મહાભારતના યુદ્ધ ની જાંખી એક સંજય બનીને કરાવું.

એક ખુબ વિશાળ મેદાનમાં જ્યાં ઝાડપાન નું નોમોનિશાન નથી તેવા વિસ્તારમાં દુર થી કોઈ બે વિકરાળ પર્વતો એકબીજા સામે ટકરાતા હોય તેમ મોટી મોટી ધૂળની ડમરીઓ તેના ઉદ્‌ગમ સ્થાને થી હજારો સૈનિકો અનેક ઘોડેસવારો ને કદાવર હાથીઓના ઝુંડ સાથે ટકરાઈ રહી છે.

મહાભારતનું યુદ્ધ જયારે તેના પુર મધ્યમાં હતું ત્યારે બંને સેનાઓના કેટકેટલા મહાન યોદ્ધાઓ પોતાનું વર્ચસ્વ્ અને પોતાનું વજૂદ ગુમાવીને ધરતીના ખોળામાં ગરકાવ થઇ ગયા હતા, કેટલાક ના ધડ જમીન ની અંદર છે તો કેટલાક ના પગ, કેટલાક ના શીર વિચ્છેદ થઇ ને પડયા છે તો કેટલાક ના હાથ અને પગ બંને પોતાના શરીરથી અલગ છે પણ તોય પોતાની તલવાર હજુ પોતાના જુસ્સાને દેખાડતી હોય તેમ તેના હાથ માંજ થામેલી છે. પુરજોશમાં સામેથી એક મદપાન કરાવેલ હાથી તેના ક્રુર મહારથી સાથે આજુબાજુ કંઇ પણ જોયા વગર આવી રહ્યો છે. અને તેની વિરોધી સેના તરફથી આવતા ઘોડેસવારને પોતાની સુંઢ વડે ઉચકી ને નીચે પછાડી અને પોતાના પહાડ જેવડા મોટા પગના પંજાથી તેના મહારથી ના ઇસારે તે ઘોડેસવારને કચડી નાખે છે. અને લોહીના ખાબુચીયામાં ફક્ત તે ઘોડેસવારના પગ તરતા દેખાય છે..! અને આવા તો ન જાણે કેટલાય ખાબોચિયા કરતો કરતો આવે છે આ મદમસ્ત હાથી. અને આવા તો અગણિત હાથીઓ બંને સેનાઓ પાસે છે આ યુદ્ધમાં લડવા માટે. રણમેદાન ની રેતી તો છોડો હવે રણમેદાન માંથી ઉઠતી ધૂળની ડમરીઓ પણ લાલચોળ દેખાય છે..! આ મહાસંગ્રામમાં કોઈ માણસ નથી, ત્યાં છે તો માત્ર ને માત્ર અંધકાર..! હા, આ બધા ત્યાં લડી રહ્યા છે ફક્ત તેમના મન અને દિલમાં રહેલા અંધકાર ના લીધે. આ યુદ્ધ ભલે ચાલુ કર્યું ત્યારે ત્યાં પાંડવો હતા, કૌરવો હતા, ગુરૂઓ હતા, શિષ્યો હતા, રજાઓ હતા, સૈનિકો હતા, અને હા, ભગવાન શ્રી ક્રિષ્ના પણ હતા પણ જેવું આ યુદ્ધ ચાલુ થઇ ગયું પછી ત્યા માત્ર ને માત્ર અંધકાર જ છવાયેલો હતો. ત્યાં કોઈ ભગવાન નથી અને કોઈ ભાઈ નથી કોઈ પિતા નથી કોઈ પુત્ર નથી કોઈ ગુરૂ નથી કોઈ શિષ્ય નથી...બસ બધા માત્ર ને માત્ર અંધકાર છે, અંધકારના ગુલામ.!

જ્યારે જ્યારે પોતાનું મન ધર્મ, સત્ય, માનવીયતા, અને સંતોષ થી પર થઇને લાલચ, મોહ-માયા, કામ વાસના, અને અધર્મ ના રસ્તે ચડી જાય છે ત્યારે એ અંધકાર નું ગુલામ બની જાય છે...! અને એટલેજ નવા સર્જન ના હેતુ માટે ભગવાનને ખુદ ને અવતરવું પડે છે આવા મહાભારતના મહાસંગ્રમો લડવા અને લડાવવા.

એ મહાભારતનો અંત તો એક માત્ર વિરામ હતો બાકી એ યુદ્ધ તો હજુ ચાલુજ છે. કેમ તમને નથી દેખાતું.! જેમ એ મહાભારતના મધ્યમાં આપણને અંધકાર દેખાયો તેમ આજે પણ ચારેબાજુ અંધકાર જ છવાયેલો છે.

આજ ના કેહવતા મોડર્ન યુગમાં તમને થશે ક્યાં મહાભારત જેવું યુદ્ધ દેખાય છે..? તો ચાલો હું તમને બતાવું આ ‘મોર્ડન મહાભારત’.

રણભૂમિમાં જેમ કોઈ યોદ્ધા પોતાના શત્રુ ને સમાપ્ત કરવા પોતાની જાનની બાઝી લગાવે છે તેજ રીતે આજ ના આ મોડર્ન યુગમાં એક વ્યક્તિ પોતાના કેહવતા રેપ્યુટેસન કે ઈજ્જત ને બચાવવા માટે સામે વાળા ને કઈ રીતે પૂરો કરી નાખવો તેવા ઈરાદા સાથે સવાર થીજ નીકળી પડે છે....! એ પછી ભલે પોતાની ઓફીસ હોય કે કોઈ નોકરી ની જગ્યા હોય કે પછી કોઈ સરકારી જગ્યા હોય ત્યાં જઈને એ એજ મહાભારત ખેલે છે બસ પોતાના વિજય માટે બીજા ને ગમે તેમ કરી હરાવી નાખવા.!

મને આજે પણ રસ્તાના વચોવચ ઉભો રહું તો એજ કુરૂક્ક્ષેત્રની યાદ આવી જાય છે જ્યાં તે મદમસ્ત હાથીઓ અને ઘોડેસવારો નો પુર એક બીજા પર ચડી જતો હતો બસ ચારે બાજુ રહી જતી હતી એ લાલચોળ ધૂળ ની ડમરીઓ, આજે બસ, ઘોડે સવારો નથી પણ તેના જેવાજ મુખોટારૂપી હેલ્મેટો પેહરીને રસ્તા પર ચાલતા ટુ-વિલર વાળા એજ તો લાગે છે..! જે એક બીજા થી આગળ નીકળી જવા અને તેની પાછળ વાળા ને હરાવવા માટે આજુબાજુ જોયા વગર સડસડાટ બાઈકો ચલાવે છે. અને મોટા મોટા ટાયરો વાળા લાંબા લાંબા ટ્રક કે ટ્રેઈલેરો ને કંઇ પણ જોયા વગર શહેર કે હાઇવે ઉપર બેફામ ફૂલ સ્પીડથી પોતાની મસ્તીમાં મસ્ત બની ચલાવે છે એ એજ ઐરાવતો છે જે મહાભારતના યુદ્ધમાં પેલા મદમસ્ત હાથીઓ ઉપર સવાર હતા..! ત્યારે પણ કોઈની પરવાહ કર્યા વગર ચારે બાજુ કચ્ચર ઘાણ કાઢી નાખતા હતા અને આજે પણ પોતાની મસ્તીમાં એવા તો સ્પીડમાં નીકળી જાય છે કે તેની પાછળ કેટલાય બાઈક અને સાઇકલ સવાર તેમજ રાહદારીઓ ના એક્સીડેન્ટ થઇ જાય છે તેની એમને કોઈ પરવાહ નથી હોતી બસ એતો પોતાના ટાર્ગેટ પર સમયસર પોહ્‌ચવાના સિદ્ધાંતને વળગેલા હોય છે અને તે પણ આજ ના આ યુગના અંધકાર ના ગુલામ થઇ ગયા છે.

કુરૂક્ક્ષેત્ર ના મેદાનમાં ચારેબાજુ તલવારો, ભલાઓ, ઢાળો, ગદાઓ, તીરો ના તિક્ષ્ણ આવાજ ટીંગ.. ટાંગ.. ઠીંગ... ઠોંગ..ઠાન્ગ.. કરી કરીને કાનના પડદા ફાડી નાખતા હતા. અને આજે આખું વિશ્વ કુરૂક્ક્ષેત્ર બની ગયું છે અને ચારે બાજુ મોટા મોટા વિહીકલો અને ટ્રાફિક ના જોરદાર અવાજો પીં....પોં....ટીટીટ... પીપીપ.... ટો ટો ટો..પોં....પોં...કરી ને કાન ગજવી નાખે છે.! એ વખતે રણમેદાન માંથી લાલચોળ ધૂળની ડમરીઓ ઉડતી હતી આજે અહી ચારેબાજુ બસ, કાળા-કાળા ધુમાડા જ ધુમાડા છે. મહાભારતના યુગમાં જેમ એક યોદ્ધા માટે તલવારબાજી, ધનુષવિદ્યા, ઘોડેસવારી, મલ્લ કુસ્તી,માં નિપૂર્ણ હોવું આવશ્યક હતું તેમ આજ ના મોડર્ન મહાભારત માં જો તમારે વિજયી થાવું હોય તો ચતુર ચાલક, કાયદાઓ નું જ્ઞાન, સરકારી ઓળખાણ, કોમ્પુટર અને ઈન્ટરનેટ નું નોલેજ, નવા નવા ઈલેક્ટ્રોનિક ઉપકારનો નું જ્ઞાન હોવું ફરજીયાત છે. એ વખતે પણ બધા ક્રોધ, કામ, લોભ-લાલચ, વેર-બદલો, ઈર્ષા અને ઘમંડ ના અંધકાર માં ફસાઈ ગયા હતા અને આજે પણ એજ થઇ રહ્યું છે..! એ સમય ના એક વખતે જયારે હસ્તીનાપુર ના રાજ્ય દરબારમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે તે સમયની મહાન વ્યક્તિઓ પણ કંઇ બોલ્યા વગર ત્યાં બેઠી હતી અને એતો કંઇ નહિ પણ જ્યારે પોતાની દીકરી સમાન વહુનું વસ્ત્ર હરણ થયું ત્યારે પણ ધુતરાષ્ટ્ર, દ્રોણ કે ભીષ્મ કોઈ કંઇ પણ બોલી ન શક્યા..! તેમ આજના આ મોર્ડન મહાભારતમાં રોજે રોજ આપણી નજર સામે આપણી બેટીઓ અને બહેનોના નજરોથી વસ્ત્ર હરણ થઇ રહ્યા છે પણ આપણે બસ દેખતા અંધ ધુતરાષ્ટ્રો કે ભીષ્મપીતામહો બનીને જોઈ રહ્યા હોઈએ છીએ કંઇ કરી નથી શકતા કે કંઇ કરવા સમય નથી હોતો.!

શું તમને નથી લાગતું કે એજ મહાભારત આજે ફરીથી આપણી સાથે ખેલાઈ રહ્યું છે..! એ વખતના મહાભારતમાં આપણે તીર અને તલવારથી લડાઈ કરતા હતા અને આજે આપને કુસંસ્કાર, દગો, કપટ જેવા અદ્રશ્ય હથિયારથી લડાઈ કરી રહ્યા છીએ..! એ વખતે ભાઈઓ ભાઈઓ સામે ગુરૂઓ શિષ્યો સામે એક પુત્ર પોતાના પિતા સામે તો પિતા પોતાના પુત્ર સામે લડતા હતા અને આજના આ મોર્ડન મહાભારતમાં એજ તો બધું રીપીટ થઇ રહ્યું છે.!

અને આજના મોડર્ન મહાભારત ની એક ખાસિયત એ છે કે અહી એ બધા પત્રો આપણી ખુદ ની અંદરજ છે. એટલે કે આપ અને હું એજ ધુતરાષ્ટ્ર છીએ, એજ ભીષ્મ, એજ દ્રોણ, એજ કર્ણ એજ દુર્યોધન, એજ યુધીસ્થીર ને એજ ભીમ, નકુલ, સેહ્‌દેવ છીએ, એજ વિદુર ને એજ સંજય છીએ અરે આપણે એજ શ્રીક્રિષ્ન અને એજ અર્જુન છીએ..! બસ એ વખતે આપણે જે અંધકારમાં ફસાઈ ગયા હતા એ જ અધકાર હજુ આપણને જકડી રહ્યો છે.

જો આ અંધકારને અપણે જાણી લઈએ અને એ અંધકારને દુર કરવામાં આપણે સફળ થઇએ તો કદાચ ને કદાચ આપણે આ મોર્ડન મહાભારત માં વિજયી થઇ શકીએ ખરા..! પણ વિજયી થઈશું કે નહિ એ તો આપણા હાથમાં નથી. જેમ ભગવદગીતામાં એ વખતે શ્રીકૃષ્ણ એ કહ્યું હતું કે કર્મ કરતા રહો ફળની ઈચ્છા ન કરશો ફળ તો એના યોગ્ય સમયે મળવાનુ જ છે. તો બસ આપણે આ અંધકારને દુર કરવાનું કામ શુરૂ તો કરીએ પછી જોઈએ ફળ ક્યારે મળે છે.

ત્યારે પણ કુરૂક્ક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ધર્મની સાથે હતા અને અર્જુનના સારથી હતા તો આ વખતે પણ શ્રીકૃષ્ણ ધર્મ અને સત્યની સાથે હશે. અને જો આપણે અર્જુન બનીશું તો એ આપણા સારથી પણ બનીને રેહશે.!

***

આજનું મોર્ડન મહાભારત

ઓહ ર્ય્ઙ્ઘ..!!! આજકાલ આ બધા છાપાઓ અને ન્યૂસ ચેનલો પર આવતા સંગીન, સનસનીખેજ, મનને હચમચાવીદે એવા સમાચારો જોઈ સાંભળી ને ખુબ દુઃખી અને પરેશાન થયી જવાય છે. કેટલા દુઃખની વાત છે, નહિ! કે જે પૃથ્વી લોકની સુંદર રચના, મનમોહક દ્રશ્યો અને જીવ સૃષ્ટી જોઇને સ્વયમ ભગવાન પણ અહી જન્મ લેવા માટે વિવષ થઇ ગયા હતા.ર્ય્ઙ્ઘ એવા આ પૃથ્વીલોક પર આજે આપણને એટલે કે એક માણસને પણ જો રેહવાનું ગમતું ન હોય તો પછી ભગવાન ક્યાંથી આપણા માટે અવતરવાનો છે?

અને હા મને તો ક્યારેક ક્યારેક આ ન્યૂસ ચેનલો અને છાપાઓમાં આવતા ચોરી, લુંટફાટ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, અને ન જાણે કેવા કેવા અપરાધો આ માણસ કરે છે એ વાંચી વાંચી ને એમ લાગે છે કે ખરેખર ભગવાન પણ તેનું આપેલું એ વચન ભૂલી ગયો છે કે શું ?

હા, એ વચન જે મને બરાબર યાદ છે અને તમને પણ યાદ હશે, યાદ કરો ભગવદગીતાના એ શ્લોકને જે શ્રીક્રિષ્નએ અર્જુનને કહ્યો હતો અને જેના પ્રભાવના લીધે અર્જુન પોતાના પરિવાર, જે અધર્મના માર્ગ પર હતા એમની સામે ગાંડીવ ઉઠાવે છે અને સૃષ્ટીનું મહાયુદ્ઘ એવું ‘મહાભારત’ રચાય છે...!! યાદ કરો એ શ્લોક ને,

यदायदा ही धर्मस्य, ग्लानिर भवतु भारत // अभ्युथ्नाम धर्मस्य, तदात्मानं सृजाम्यहम //

परित्राणं साधुनाम, विनासाय च दुस्क्रुताम // धर्म संस्थाप्न अर्थाय, संभवामि युगे-युगे //

શું તમને નથી લાગતું કે આ વચનનું પાલન કરવા પણ હવે તો એક વાર ભગવાને પૃથ્વીલોક પર એક દ્રષ્ટી કરવી જોઈએ, કેમકે મને લાગે છે આ પૃથ્વી હવે જરા પણ વધુ દુઃખ સહન કરી શકે તેમ નથી.

ચોરી-લુંટફાટ, દંગા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, બળાત્કાર અને ના જાણે કેટકેટલા અન્યાયો આ પૃથ્વી દબાવીને બેઠી છે?! હવે તો બસ થયું, ખરેખર બસ થયું !

પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જો ભગવાને આવું વચન આપ્યું છે તો તે કંઈક તો જરૂર કરશે !

તે ખુદ નહિ આવી શકે તો કોઈકને તો જરૂર થી મુકશે....!!!

છેલ્લે તેને પરિવર્તન નો પવન કુરૂક્ક્ષેત્ર માંથી ફૂક્યો હતો અને એ પણ પોતે નહિ પણ કોઈક બીજાની મદદ થી.....અને એ પણ માત્ર ઇસારાઓ કરી ને....!

હવે ન જાણે ક્યાંથી અને કોના થકી આવા ચમત્કારો કરાવશે....!!

***