પ્રકરણ- 3
સ્ટ્રીટ નં 69
સોહમ લીફ્ટ દ્વારા છઠા માળે આવી પોતાની ઓફિસ પર આવ્યો એને થયું મોડું થયું હશે પણ ત્યાં એની કલીગ શાણવીએ કહ્યું ગુડમોર્નિંગ સોહમ તું લકી છે હમણાંજ બોસે તને યાદ કર્યો છે એમણે કહ્યું છે કે તારો રીપોર્ટ લઈને એમની ચેમ્બરમાં તારે જવાનું છે.
સોહમે કહ્યું હજી હમણાં તો આવ્યો. આટલી સવારે શું થયું ? શાણવી એ કહ્યું કંઈક સારાજ સમાચાર છે એવું મને લાગે છે. સોહમ આ નવા બીજા આશ્ચ્રર્ય સાથે રિપોર્ટ લઈને એનાં બોસની ચેમ્બરમાં પ્રવેશ્યો. એનાં બોસ શ્રીનિવાસે એને હસતાં ચેહેરે આવકાર્યો. હેલો સોહમ ગુડમોર્નિંગ....
સોહમે હસીને સામે ગુડમોર્નિંગ કહ્યું પછી બોલ્યો સર તમે મને છેલ્લે રીપોર્ટ બનાવવા કહેલું એ હું ઘરેથી કંપ્લીટ કરીને લઇ આવ્યો છું.
શ્રીનિવાસે કહ્યું વાહ... બતાવ મને આપણી જે નવી પ્રોડક્ટ રેન્જ છે એ બધાનો રિપોર્ટ છે ને ? અને આ રેન્જ લગભગ 500 ટૂ 600 છે આટલી બધી ડીટેઇલ તું ઘરેથી તૈયાર કરીને લાવ્યો છે? ઓહો આષ્ચર્યમ.
સોહમને થયું હું આ શું બોલી રહ્યો છું ? મારે તો બધું કરવું બાકી છે મારે આજે બોસની ડાંટ ખાવાની તૈયારી સાથે આવેલો પણ હું કહી રહ્યો છું બધું બરાબર છે ?
સોહમે કહ્યું સર હું ઓનલાઇન બધું કરી રહ્યો છું સોહમ આશ્ચ્રર્ય વચ્ચે એનું લેપટોપ ચાલુ કરીને બોસને પ્રોજેક્ટ રીપોર્ટ બતાવી રહ્યો હતો.
શ્રીનિવાસ સોહમનાં કોમ્પ્યુટરમાં બધું જોઈ રહેલો એનાં આશ્ચ્રર્ય વચ્ચે કોઈ પણ ભૂલ વિનાનો સંપૂર્ણ રીપોર્ટ જોઈ ખુશ થઇ ગયો.
સોહમે કહ્યું સર હું આગળ કામ કરી રહ્યો છું પણ મને નથી સમજાતું કે મેં આજે જે જોયું છે એ સાચું છે ?આજે રીપોર્ટ તૈયાર કરી તમને બતાવું છું એ પણ આશ્ચ્રર્ય છે.
શ્રીનિવાસ સોહમની સામે જોઈ રહ્યો ત્યાં એની કલીગ શાનવી બોલી સર સોહમે તો આ બધું....
શ્રીનિવાસ સર સોહમ જે રીપોર્ટ બતાવી રહેલો એ આષ્ચર્યથી જોઈ રહેલો એને થયું આ આટલો પર્ટીક્યુલર અને હોંશિયાર થઇ ગયો ? કે હતો જ ? ત્યાં એની કલીગ શાનવી બોલે છે સર સોહમે તો આ બધું કોઈ જાદુટોનાથી કર્યું લાગે છે આ કરવા માટે એની એ રેન્જ જ નથી શાનવી અંદર ને અંદર સોહમની ઈર્ષામાં બળી રહી હતી એને પણ થયું કે આટલો સોલીડ રીપોર્ટ આણે કેવી રીતે બનાવ્યો ?
સોહમ ખુદ આશ્ચર્યચકિત હતો કે મારાંથી આવું થયું ? આટલો સારો રીપોર્ટ મેં બનાવ્યો છે ? ક્યારે ? એને મનમાં વિચાર આવ્યો કે મારી કોઈ પૂર્વ તૈયારીજ નહોતી નથી મેં ઘરે કોઈ અભ્યાસ કર્યો નથી કોઈ મેહનત કરી.... સોહમે એનાં બોસ શ્રીનિવાસ સામે જોયું.... શ્રીનિવાસ હજી સોહમની સામેજ જોઈ રહેલો એને વિશ્વાસજ નહોતો પડતો કે આ રીપોર્ટ સોહમે તૈયાર કર્યો છે. શ્રીનિવાસે કહ્યું સોહમ યુ હેવ ડન વેરી ગુડ જોબ આઈ એમ વેરી હેપી.... કેરી ઓન એમ કહી શાનવી સામે જોયું... શાનવીને ગમી નહોતું રહ્યું કે એનો બોસ સોહમનાં આટલાં વખાણ કરે... પણ એણે પણ રીપોર્ટ જોયેલો.... સ્વીકારવુજ પડે એમ હતું.
શ્રીનિવાસ સોહમને શાબાશી આપી એની ચેમ્બર તરફ ગયો. શાનવી સોહમની બાજુમાં બેસીને બોલી વાહ સોહમ તેં આજે બાજી મારી લીધી બોસ તારાં ઉપર ખુબ ખુશ છે પણ આ રીપોર્ટ તેં તૈયાર કેવી રીતે કર્યો ? સાચું કહેજે.... તારો આ અંગે એક્સપીરીયન્સ નથી કે નથી તારું કેલીબર કે એજ્યુકેશન તું જસ્ટ ડીપ્લોમા.... પછી સોહમની આંખો જોઈ ચૂપ થઇ ગઈ...
સોહમની આંખોમાં ચમકારો આવ્યો.... એને થયું શાનવીની વાત તો સાચી છે મારુ નથી એવું એજ્યુકેશન ના એવો એક્સપીરીયન્સ મેં કેવી રીતે તૈયાર કર્યું કોઈ શક્તિએ મદદ કરી ? પછી એણે વિચાર બદલી શાનવીને કહ્યું હું ઓનલાઇન ભણી રહ્યો છું તને ખબર છે ને ? મારી સ્કીલ રોજ નિખરતી જાય છે .... ઈશ્વરનાં આશીર્વાદ છે .
શાનવી મોં મચકોડી ઉભી થઇ ગઈ અને એનાં ટેબલ તરફ જવા લાગી. સોહમ જતી શાનવીને જોઈ રહ્યો એને હસું આવી ગયું. એને આજે મજા આવી ગઈ કે ઈર્ષામાં સળગતાં કોઈને જોઈને એને આજે ઠંડક પડી રહી હતી.
સોહમને થયું હું ઓફિસ આવ્યો અને ઉભો રહેલો ત્યારે ખુબ ઝડપથી એક સુંદર રૂપાળી યુવતી પસાર થયેલી હું હજી એને જોઉં ના જોઉં ત્યાં સુધીમાં એ અલોપ થઇ ગઈ હતી એનો ચહેરો થોડો અસ્પષ્ટ પણ યાદ છે ખુબ સુંદર અને હસતો આનંદી ચહેરો.... એ ક્ષણ હજી મને મમળાવવાનું મન થાય છે.... આ ચમત્કાર શું એનો છે ? એને કેવી રીતે ખબર કે મારી મુશ્કેલી શું છે ? મારે પ્રોજેક્ટ રીપોર્ટ બનાવી બોસને બતાવવાનો છે.
એ યુવતી અંતર્યામી હતી ? એની પાસે કોઈ સિદ્ધિ શક્તિઓ હતી ? એને કેવી રીતે ખબર મારો બોસ મને કાયમ હર્ટ કરે ફાયર કરે.... આજે બોસનું વર્તન સાવ જ બદલાયેલું હતું મારાં માટે.... ઈર્ષા કરતી શાનવીને પણ એમણે ના સાંભળી.... બાકી શાનવી તો એમને ખુબ ગમતી છે બંન્ને વચ્ચે કોઈક સંબંધ પણ છે.... પણ આજે....
સોહમ વિચારોમાં હતો આજનું એને સમજાઈ નહોતું રહ્યું એને નહીં કોઈને સમજાઈ નહોતું રહ્યું એણે એણે હેડફોન્સ પહેર્યા પોતાનું લેપટોપ જોયું એમાં એણે બોસને બતાવેલો પ્રોજેક્ટ રીપોર્ટ જોવા માંડ્યો હવે એ ડીટેઇલ સ્ટડી કરી રહેલો કે મેં શું તૈયાર કર્યું હતું ? એ મારે જ જોવું પડશે એમ વિચારતાં એને હસું આવી ગયું.
સોહમ મનમાં ને મનમાં પેલી છોકરીનો ચેહેરો યાદ કરી રહેલો અને ત્યાંજ સ્ક્રીન પર એજ છોકરીનો ફોટો આવ્યો.... એ ચમકી ગયો અરે મારાં લેપટોપનાં સ્ક્રીન પર એનો ફોટો ? એ થોડો ગભરાયો.... કે આ શું છે ? આ કોઈ ભૂત પ્રેત કે ડાકણ ચુડેલ નથીને ? અહીં કેવી રીતે દેખાય ?
ત્યાં પેલી છોકરી હસી પડી અને બોલી એય સોહમ તું મને ડાકણ કે ચુડેલ સમજે છે ? શું હું એનાં જેવી લાગુ છું ? એકતો મેં તને ભોળો નિર્દોષ સમજી મદદ કરી અને તું મને ચુડેલ સમજે છે ? એમ કહી ખડખડાટ હસવા લાગી સોહમે અચકાતાં ચમકતાં કહ્યું .... ના ... ના ... હું તો ..... ત્યાંજ .....
વધુ આવતા અંકે પ્રકરણ : 4