A unique bond in Gujarati Motivational Stories by hemang patel books and stories PDF | એક અનોખો બંઘન..!

Featured Books
Categories
Share

એક અનોખો બંઘન..!

ઘરમાં કેટલાક વર્ષ પછી શુભપ્રસંગ આવ્યો હતો મોટી બેનના લગ્ન હતા. બેનના વિદાય સમયે મંડપમા પરીવાર ભાવુક થઈ ગયેલુ. જયારે બેન મને ભેટી રડવા લાગી ત્યારે હું પણ મારી લાગણીઓ છુપાવી શક્યો નહી અમે મન મૂકીને રડી લીધું વાસ્તવિકતાને સ્વીકારી આગળ આગળ વધવું જ પડશે.

બેન એ નવા જીવનની શરૂઆત કરી એ વાતની ખુશી હતી પણ એણે ઘર છોડ્યું એ વાત દુઃખનુ વધારે હતુ.એના જવાથી ઘર શાંત પડી ગયુ હોઈ એવું લાગતું હતુ બેનની કમી પરિવારમા અનુભવાતી હતી.

હવે હું નાની વાતોમા કોને પરેશાન કરું, એની સાથે ઝઘડાતો બહુ થતા પણ એમાજ અમારો ભાઈ બેનનો પ્રેમ ઝઘડા બાદ એક બીજાને માનવાની જરૂર નથી પડતી અમે બન્ને એક બીજાને સમજીએ. પરીવારમા કોઈ સાથે વાત ન થાઈ એવી વાતો ફક્ત એની સાથે ખુલ્લા મને કરી શકતો કારણ કે એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી અને રહશે.

મોટી બેન "મા "સમાન જ હોઈ એણે એ સાકાર કરીને
બતાવ્યું "મા " દીકરાની કાળજી લેતી હોઈ એવી જ કાળજી એણે મારી બાળપણ થી કરેલી.

હું ભાગ્ય સાળી છું મને મોટી બેન મળી એણે જે મને ભરપૂર પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ક્યારેય ચૂકવી શકું નહી હંમેશા એનો ઋણી રહીશ. એની સાથે બાળપણ થી આજ સુધી ઘણી યાદો એજ મારો અમૂલ્ય ખજાનો.

બેન પરીવારથી દૂર ગઈ પરીવાથી બહાર નહી એ પરીવારનો હિસ્સો હતી અને રહશે. જયારે ઘરે એ થોડા દિવસ માટે આવશે ત્યારે ફરી શાંત ઘર ખીલી ઉટશે. પરમ કૃપાળુ ઈશ્વરને એજ પ્રાર્થના કે મારી બેનને હંમેશા ખુશ રાખે અને હું મારી બેન માટે મારું સર્વસ્વ આપી શકું.

આ બધું અંકેશની ડાયરીમા લખ્યું હતુ મમ્મી અંકેશનો રૂમ સાફ કરતી હતી ત્યારે ડાયરી મળી મમ્મીએ બધું વાચ્યું ભાઈ બેનનો પ્રેમ જોઈ મમ્મી ભાવુક થઈ રડવા લાગી.

અંકેશ ઘરે આવ્યો ત્યારે મમ્મીએ અંકેશની પસ્નલ ડાયરી વાંચવા બદલ માફી માંગી અંકેશ એ જવાબ કહ્યું કે માફી માંગવાની જરૂર નથી આતો તારો હક .

જીવન સામાન્ય ચાલતૂ હતુ લગ્ન પછી સેજલએ પરીવારની બધી જવાબદારી ઉપાડી લીધી તેમજ પતિ અને પરીવારનું ધ્યાન રાખતી, અંકેશ પણ પોતાના ઓફિસના કામમા વ્યસ્ત રહેતો ભાઈ બહેન વ્યસ્ત રહેરવા લાગ્યા હતા. અઠવાડિયામાં એક-બે વાર મોબાઈલ દ્વારા વાત થતી કયારેક સેજલ પિતાના ઘરે આવતી ત્યારે ભાઈબહેનો સાથે બેસી જુના દિવસોને યાદ કરતા બહેનને ખુશ રાખવાનો અંકેશ પ્રયત્ન કરતો.

2 વર્ષ પછી એવી ઘટનાઓ ઘટી કે હસ્તા રમતા
પરીવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો જાણે પરીવારને કોઈની નજર લાગી ગઈ હોય.

સેજલ બીમાર પડી હોસ્પિટલમા એડમિટ હતી ત્યારે ડોક્ટરે જણાવ્યું કે સેજલની બન્ને કિડનીઓ ખરાબ થઈ ગઈ કિડની આપવા કોઈ તૈયાર ન હોતુ. જ્યારે અંકેશને આ વાતની જાણ થઈ ત્યારે અંકેશના મનમા વિચાર આવ્યો કે બેન રક્ષાબંધન પર રાખડી બાંધે ત્યારે હું હંમેશા કહેતો કે તારી રક્ષા કરીશ બેનની રક્ષા કરવાનો સમય આવી ગયો હું મારી કિડની બેનને આપી દઈશ અંકેશએ કિડની આપવાની વાત મમ્મી પપ્પાને જણાવી તેઓ પણ રાજી થયાં.

અંકેશ હોસ્પિટલ જતો હતો ત્યારે અંકેશનું અકસ્માત થયું. અંકેશનું બ્રેઈન ડેડ થઈ ગયું પરીવારે અંકેશના
અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અંકેશની બન્ને કિડઓ સેજલને ઉપયોગી થઈ તેમજ અંકેશના અન્ય અંગો બીજા અન્ય લોકોનો ઉપયોગી થયાં.

આખરે અંકેશ "ભાઈ "જવાબદારી નીભાવતો ગયો.
મમ્મી પપ્પા અને બહેનને અંકેશ પર ગર્વ છે.

(નોંધ :આ વાર્તા કાલ્પનિક છે એનો ઉદ્દેશ કોઈ લાગણી દુભાવાનો નથી.)