Home sweet home in Gujarati Short Stories by Heer Jani books and stories PDF | હોમ સ્વીટ હોમ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

હોમ સ્વીટ હોમ

આજના સમયમાં દરેક માણસ માટે ખૂબ જ અગત્યની વસ્તુ કોઈ હોય તો એ છે રહેવા માટેનું પોતાનું એક ઘર

બધા જ લોકો પોતાના સપનાના મહેલ કે ઘરને આગવી રીતે શણગારવા ના અને સજાવવાના પ્રયત્ન કરતા હોય છે

ઘર તો તમે ઘણા જોયા હશે પણ આજે આપણે વાત કરવાની છે દુનિયા ના સૌથી વિશાળ અને મોંઘા ઘરની

તમે બધા જાણતા હશો આખી દુનિયાનું સૌથી મોટું અને મોંઘુ ઘર એટલે એન્ટિલિયા જે મુંબઇમાં આવેલું છે

ભારતના નામચીન ઉદ્યોગપતિ મુકેશભાઈ ધીરુભાઈ અંબાણી જેને લગભગ આપણે બધા જ ઓળખીએ છીએ તેઓ આ ઘરના માલિક છે

આ તો થઈ બધી કોમન વાતો પણ આજે આપણે એ જાણવાનું છે કે એન્ટિલિયા બનાવવા પાછળ નું મુખ્ય કારણ તેને બનાવવામાં કેટલી મેહનત અને સમય લાગ્યો કેટલા પૈસા ખર્ચ થયા અને બધા ઘર કરતા તેમાં એવી કંઈ અલગ અને આગવી વિશેષતાઓ છે આ બધું જ....

આની શરૂઆત થઈ જુલાઈ ૨૦૦૨થી જ્યારે મુકેશભાઈ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણી નું નિધન થયું ત્યારબાદ તેના ઉદ્યોગનો બધો જ બોજો તેના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પર આવી જાય છે

ત્યારબાદ મુકેશભાઈ અંબાણી પોતાની કમાણી ના અમૂક ભાગ માંથી ૨૦૦૩ માં પોતાના માટે એક આલીશાન મકાન બનાવવાનો વિચાર કરે છે

તમને જાણીને નવાઈ લાગશે ઘર બનાવવા માટે જેટલો ખર્ચ મુકેશ અંબાણીએ કર્યો છે એટલો ખર્ચ આજ સુધી કોઇપણ બિઝનેસમેન એ કર્યો નથી

આ એમના માટે સાવ નાનકડી વાત છે આવું કહીએ તો પણ ચાલે કારણ કે તેઓ ખાલી ભારતના જ નહીં આખા એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ છે

મુકેશ અંબાણીએ પોતાનું ઘર બનાવવા માટે લગભગ ૧૫ હજાર કરોડનો ખર્ચ કર્યો છે એન્ટિલિયા જ્યારે બનીને તૈયાર થઇ રહ્યો હતો ત્યારે તેની ચર્ચા ખાલી ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં થવા લાગી હતી ન્યૂઝ પેપર કે લઈને ટીવી ચેનલ માં પણ એન્ટિલિયા ની નોંધપાત્ર ચર્ચા થઈ હતી
માત્ર આટલું જ નહીં પણ આ ઘર કેટલું મોંઘું છે કે ઇંગ્લેન્ડના Buckingham palace સાથે તેની સરખામણી થવા લાગી

તેમણે પોતાનું ઘર બનાવવા માટે એક એવી જમીનની જરૂર હતી જે સારો એવો ભાર ખમી શકે અને જે જમીન ભૂકંપ તથા વગેરે આપત્તિઓનો સામનો કરી શકે આખરે તેમની આ તલાશ પુરી થઈ મુંબઈમાં અલ્ટ્રા માઉન્ટ રોડ પર
આ જમીન એક અનાથ આશ્રમની હતી જેને મોં માંગી કિંમત પર ખરીદવામાં આવે તે જમીન ખરીદવા પાછળ કુલ ૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો ત્યાર બાદ આ ઘર બનાવવાની કામગીરી શરૂ થઈ એન્ટિલિયા ના બાંધકામ પાછળનો કુલ ખર્ચ અંદાજ એટલે ૨ બિલિયન ડોલર નો થયો
ઘર બનાવવા માટે દેશ-વિદેશની અનેક કંપની બોલાવવામાં આવી પણ કોઈ થી વાત ના બની આખરે મુકેશ અંબાણીએ ઓસ્ટ્રેલિયાની બે નામચીન કંપનીઓને આ કામગીરી સોપી
બંગલાની ડીઝાઈન કરવા માટે પણ વિદેશમાંથી ડિઝાઇનર બોલાવવામાં આવ્યા હતા નીતા અંબાણીની દેખરેખમાં અને ઓસ્ટ્રેલિયન ડિઝાઇનર Leighton holding અને શિકાગો ના જાણીતા ડિઝાઇનર Perkins અને will દ્વારા આ કામગીરી પુરી કરવામાં આવી

એન્ટીલિયા ના પાયાને મજબૂત કરવા તેના પાયામાં 200 pillar plpes લગાવવામા આવી જેના કારણે આ ઘર ભવિષ્યમાં કોઇ પણ ભૂકંપના ઝટકા કે આપત્તિ ને સંભાળી શકે એટલા માટેજ આજે આ ઘર મોટી તીવ્રતા થી ભૂકંપ ના જાટકા ને સંભાળી શકે છે મુકેશ અંબાણીએ આ ઘર 2010 સુધીમાં પૂર્ણ કરવાની શરત રાખી હતી તેમણે આવી શરત એટલા માટે રાખી હતી કારણકે તેમનો ભાઈ અનિલ અંબાણી પણ તેમની જ જેમ આલીશાન મકાન બનાવવાની કામગીરી શરૂ કરી રહ્યો હતો

અનિલ અંબાણી એવું ઇચ્છતા હતા તેમનું ઘર મુકેશ અંબાણી ના ઘર કરતા અને દુનિયા ના બધા જ ઘર કરતા ચડિયાતું હોય પણ મુકેશ અંબાણી એવું ઈચ્છતા હતા તેમનો બંગલો ભાઈના ઘર કરતા પહેલા બનીને તૈયાર થઇ જાય

આથી તેમણે ઓસ્ટ્રેલિયન કંપની સાથે માત્ર ચાર વર્ષમાં જ કામગીરી પુર્ણ કરવાની શરત રાખી હતી
આથી કારીગરો એ ખૂબ જ ઝડપથી કામગીરી શરૂ કરે પણ બાંધકામ માટે તેઓને એક મુશ્કેલી આવી ગરમીમાં મુંબઈનું તાપમાન 50 સુધી પહોંચી જાય છે જેના કારણે જ્યારે ઉપરના માળ નું કામ શરૂ થયું ત્યારે સિમેન્ટ ઉપર ના માળ સુધી પહોંચે તે પહેલા જ જામવા લાગતી હતી આથી એન્જિનિયરો એ આ કામ રાત્રે શરૂ કર્યું આમ , ઈ.સ.૨૦૧૦ આવવા સુધી માં મૂકેશ અંબાણી ના સાપનાનો મહેલ બની ને તૈયાર થઈ ગયો
આમ છતાં તેઓ ૨૦૧૦ માં ગ્રુહપ્રવેશ ના કરી શકીયા તેઓ એ ઘણા પંડિતો અને બ્રાહ્મણો ને બોલાવી અલગ અલગ મુહૂર્ત કઢાવ્યા આખરે ૨૦૧૨ માં ઘર પ્રવેશ કરવા માટે ની અનુમતિ મળી ત્યારબાદ મુકેશ અંબાણીએ પોતાના ઘર-પરિવાર સાથે ખૂબજ ધામધૂમથી નવા ઘરમાં પ્રવેશ કર્યો આ ઉપરાંત તેમણે ૫૦ બ્રાહ્મણોને બોલાવી પૂજા વિધિ અને યજ્ઞ વગેરે પણ કરાવ્યું

એન્ટિલિયા ની સૌથી ઉપરના માળ પર ત્રણ હેલિપેડ છે આ ઉપરાંત તેની અંદર એક મિડિયમ પુલ, 3 સ્વિમિંગ પુલ, જીમ, યોગા સ્ટુડિયો, મંદિર ,ડાન્સ સ્ટુડિયો, સ્પા, અને ૫૦ સીટર પ્રાઇવેટ થિયેટર જેવી સુવિધા પણ મોજૂદ છે
GQ ઈન્ડિયા ના એક રિપોર્ટ અનુસાર એન્ટિલિયા માં ઇન્ડોર એક સ્નોરૂમ પણ છે તેનું તાપમાન હંમેશા -10°C ડિગ્રી સુધીનું હોય છે તે રૂમ હંમેશા બરફીલી વાદીઓ નો અહેસાસ કરાવે છે આ ઉપરાંત બંગલામાં બે માળનું હેલ્થ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત અંબાણી પરિવાર ને લક્ઝુરિયસ ગાડીઓ નો પણ ઘણો શોખ છે તેમની પાસે કરોડોની કિંમતની 170 ગાડી છે આ ગાડી ને પાર્ક કરવા માટે બંગલાની અંદરજ સાત માળ નું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત એન્ટિલિયા ની અંદર ડ્રાઇવર ,કૂક, માળી, પ્લમ્બર, ઈલેક્ટ્રીશન જેવા 600 કારીગરો કામ કરે છે

આ ઉપરાંત મિત્રો મૂકેશ અંબાણી એ લંડનના સ્ટોકપાર્ક માં કુલ ૩૦૦ એકર જમીન ખરીદી તેમાં ૫૦ બેડરૂમવાળો આલીશાન બંગલો બનાવ્યો છે

પૈસો હોય તો માણસ શું નથી કરી શકતો !!

જો તમારી પાસે પણ આટલા બધા પૈસા હોય તો તમે તેનો કઈ રીતે ઉપયોગ કરશો અથવા તો તમારા સાપનો નું ઘર કઈ રીતે બનાવો એ મને comment કરી ને જરૂર થી જણાવજો...

બસ,આવીજ અવનવી વાતો સાથે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યારે સુધી બન્યા રેહજો મારી એટલે કે Heer સાથે.....