Bhed bharam part 16 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 16

The Author
Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

ભેદ ભરમ - ભાગ 16

ભેદભરમ

ભાગ-૧૬

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ માં કંપાવનારું સત્ય

 

બીજા દિવસે બપોરે હરમને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ધીરજભાઈનો શું આવ્યો એ જાણવા ઇન્સ્પેકટર પરમારને ફોન કર્યો હતો.

          ઇન્સ્પેકટર પરમારે હરમનને બોપલ પોલીસ સ્ટેશને પોસ્ટમોર્ટમના આવી ગયેલા રિપોર્ટ બાબતે માહિતગાર કરવા બોલાવ્યો હતો. હરમન અને જમાલ બંને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પ્રેયસ ઇન્સ્પેકટર પરમારની કેબીનની બહાર બેઠો હતો.

          “ઇન્સ્પેકટર પરમાર કોઈ બહેન સાથે અંદર વાતચીત કરી રહ્યા છે. હમણાં અંદર બોલાવશે એવી સુચના મને હવાલદારે આપી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું આવ્યો એ આપને ખબર છે?” પ્રેયસે હરમનને પૂછ્યું હતું.

          હરમન અને જમાલ પ્રેયસની જોડે બેન્ચ ઉપર બેસી ગયા હતા.

          “પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું આવ્યો છે એ તો ખબર નથી. પણ એ બાબતે વાતચીત કરવા ઇન્સ્પેકટર પરમારે મને અહીં બોલાવ્યો છે. અંદર ઇન્સ્પેકટર પરમાર જોડે વાતચીત દરમ્યાન તું ગુસ્સામાં ના આવી જતો. આમેય ઇન્સ્પેકટરનું મગજ સાતમે આસમાને હોય છે.” હરમને પ્રેયસને સમજાવતાં કહ્યું હતું.

          થોડીવારમાં ઇન્સ્પેકટર પરમારની કેબિન માંથી ત્રીસ- બત્રીસ વર્ષની લાગતી એક યુવતી બહાર નીકળી હતી. ઊંચી હાઈટ ધરાવતી અને ફેશનેબલ વસ્ત્રોમાં સજ્જ એ સ્ત્રીને પ્રેયસ આશ્ચર્યચકિત થઇ જોઈ રહ્યો.

“આ એડવોકેટ મધુરિકા પારેખ છે. એના પિતા ધીરેનભાઈ પારેખ બિલ્ડર સુરેશ પ્રજાપતિનાં બધા કેસો એ લડે છે. એટલેકે એ એમના વકીલ છે. અને આ એમની દીકરી છે. જે પોતે પણ એડવોકેટ છે. પરંતુ એ અહીં બોપલ પોલીસ સ્ટેશનમાં શું કરે છે?” પ્રેયસે હરમન સામે જોઈ પૂછ્યું હતું.

          “ભાઈ પ્રેયસ, પોલીસ અને વકીલ એટલે કાયદામાં પતિ-પત્ની જેવા કહેવાય અને કોર્ટ એ સાસુ-સસરા કહેવાય માટે આ લોકોનું રોજ એકબીજાને મળવાનું થાય એ સ્વભાવિક છે. એમાં આશ્ચર્યચકિત થવાની કોઈ જરૂર નથી.” હરમન કશું બોલે એ પહેલા જ જમાલે પ્રેયસને હસતાં-હસતાં કાયદાના મહત્વના ત્રણ પાયા પોલીસ, વકીલ અને કોર્ટની સમજ સામાજિક સંબધોની દ્રષ્ટિથી સમજાવ્યા હતા.

          જમાલની વાત સાંભળી પ્રેયસ અને હરમન બંનેને હસવું આવી ગયું હતું.

          “સાહેબ અંદર બોલાવે છે.” હવાલદાર જોરાવરે આવી ત્રણેયને સુચના આપી હતી.

          દરવાજો ખખડાવી હરમન, જમાલ અને પ્રેયસ કેબિનમાં દાખલ થયા હતા.

          ઇન્સ્પેકટર પરમાર કોઈ ફાઈલને વાંચી રહ્યા હતા. એ ત્રણેયને જોઈ એ લોકોને ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો હતો અને એ ફાઈલ હરમનને આપી હતી.

          હરમને ફાઈલ ખોલી અને ધીરજભાઈનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચવા લાગ્યો હતો.

          ધીરજભાઈના રીપોર્ટની પાછળ મયંક ભરવાડનો પણ રિપોર્ટ હતો. એ પણ હરમને વાંચી લીધો અને ફાઈલ ઇન્સ્પેકટર પરમારને પરત આપી હતી. ફાઈલ વાંચતાં-વાંચતાં હરમનના બદલાતા મોઢાના હાવભાવ પ્રેયસ અને જમાલ જોઈ રહ્યા હતા. ફાઈલ વાંચતી વખતે હરમનની આંખો ઘણીવાર પહોળી થઇ જતી હતી. એક-બેવાર તો એને ‘ખુબ દર્દનાક’ એવા શબ્દનો પણ પ્રયોગ કર્યો હતો.

          હવે ઇન્સ્પેકટર પરમારે પ્રેયસ સામે જોયું હતું.

          “મિ. પ્રેયસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે તમારા કાકા ધીરજભાઈનું કોઈએ ખૂન કર્યું છે. એમના ગળા ઉપર કોઈ એ બેભાન કરવાની દવા ઇન્જેક્શનથી આપી હોય એવું નિશાન ઇન્જેક્શનની સોયનું  મળ્યું છે. એમને બેભાન કર્યા બાદ એમને એવી રીતે મારવામાં આવ્યા હતા કે શરીરનું બધુંજ લોહી માથામાં આવી ગયું હતું. જેના કારણે માથાની નશો ફાટી ગઈ હતી. અને એના માટે એમને કોઈએ ઉંધા લટકાવ્યા હોય અથવા તો પછી બેભાન કરીને જમીન ઉપર માથું કરી પગ ઉપરથી પકડી રાખ્યા હોય એવું પણ બની શકે. એમને મારવા માટે ગળું દબાવવામાં આવ્યું નથી કે નથી એમને કોઈ સરળ મોત આપવામાં આવ્યું. એ ખુબ દર્દનાદ રીતે બેભાન અવસ્થામાં પણ તડફડતાં મર્યા હશે.” ઇન્સ્પેકટર પરમાર પાણી પીવા માટે રોકાયા હતા અને પછી એમણે પ્રેયસને વાત કહેવાની આગળ શરૂ કરી હતી.

          “એમના બંને પગનાં એન્કલ ઉપર જે ગોળ રાઉન્ડ પડ્યા હતા, એ દોરડું બાંધવાના કારણે પડ્યા હતા. આ સિવાય માથાના ભાગમાં અને બરડાના ભાગમાં લોહી જામી ગયુ હતું અને ત્યાં કોઈએ મૂઢ માર માર્યો હોય એવું પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી સાબિત થયું છે. મૃત્યુ રાત્રે સાડા અગિયારથી બે વાગ્યા દરમ્યાન થયું છે એવું સ્પષ્ટપણે પોસ્ટમોર્ટમના રિપોર્ટ ઉપરથી ખબર પડે છે.” ઇન્સ્પેકટર પરમારે પ્રેયસ સામે જોઈ કહ્યું હતું.

          હરમન અને જમાલ પણ ઇન્સ્પેકટર પરમારની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

          “મયંક ભરવાડનું ખૂન કેવી રીતે કરવામાં આવ્યું?” પ્રેયસે આંખમાં આંસુ સાથે ઇન્સ્પેકટર પરમારને પૂછ્યું હતું.

          “મયંક ભરવાડને બુંદીના લાડુમાં ઝેર આપી મારી નાખવામાં આવ્યો હતો. એણે પ્હેરેલી ટી શર્ટ માંથી બુંદીના લાડવાના દાણા મળ્યા હતા. ખાતી વખતે એ એના શરીર પર એ પડ્યા હશે. બુંદીના એ દાણામાં પણ ઝેર હતું. એનો મતલબ એવો છે કે કોઈએ બુંદીના લાડવામાં ઝેર નાખી એ લાડવા મયંકને ખવડાવી મારી નાખ્યો છે. મયંકનું મૃત્યુ સવારે પાંચથી છ દરમ્યાન થયું છે.” ઇન્સ્પેકટર પરમારે મયંકના ખૂનની માહિતી પ્રેયસને આપતાં કહ્યું હતું. 

          “ઇન્સ્પેકટર સાહેબ, ધીરજભાઈની લાશ પાસે જે વસ્તુઓ મળી હતી એના પર રહેલા ફિંગર પ્રિન્ટ અને DNA પોલીસ રેકોર્ડમાં રહેલા કોઈ ક્રિમીનલ સાથે મેચ થાય છે? કે પછી એ બધી વસ્તુઓ ધીરજભાઈની હતી?” હરમને ઇન્સ્પેકટર પરમારને પૂછ્યું હતું.

          “આજે રાત સુધીમાં એ વસ્તુઓ વિશેની માહિતી આપણને મળી જશે. એ વસ્તુઓ વિશેની તપાસ હજી ચાલી રહી છે.” ઇન્સ્પેકટર પરમારે હરમન સામે જોઈ કહ્યું હતું.

          “મિ. પ્રેયસ, તમને કોઈના પર શંકા છે?” ઇન્સ્પેકટર પરમારે પ્રેયસને પૂછ્યું હતું.

          ઇન્સ્પેકટર પરમારના સવાલના જવાબમાં પ્રેયસે પોતાના ખિસ્સામાંથી બે કાગળની ચબરખીઓ કાઢી હતી. એક ચબરખી એણે ઇન્સ્પેકટર પરમારને આપી અને બીજી ચબરખી હરમનને આપી હતી.

          “મને ખબર હતી ઇન્સ્પેકટર સાહેબ કે તમે આ સવાલ તો પૂછશો જ. એટલે મને જેની પર શંકા છે એ લોકોના નામ હું આ ચબરખીમાં લખીને લાવ્યો છું. આજે સવારે અગિયાર વાગે મારા કાકાને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા ત્યારે બિલ્ડર સુરેશ પ્રજાપતિ અગ્નિસંસ્કારમાં આવ્યો હતો. એ જે રીતે મારી સામે જોઈ રહ્યો હતો મને એની આંખમાં મારા માટે ક્રોધ અને ઝેર દેખાતું હતું. માટે મને પહેલી શંકા બિલ્ડર સુરેશ પ્રજાપતિ પર છે, બીજી શંકા મને ધર્માનંદ સ્વામી પર છે અને ત્રીજી શંકા મને જે વ્યક્તિ પર છે, એનું નામ ભુવન ભરવાડ છે. આ ત્રણ માંથી કોઈ એક વ્યક્તિ મારા કાકા ધીરજભાઈનો ખૂની હોઈ શકે અથવા ખૂન કરાવી શકે છે. એવું મારું સ્પષ્ટ માનવું છે.” પ્રેયસે પોતાની શંકા વ્યક્ત કરી હતી.

          પ્રેયસની વાત સાંભળી ઇન્સ્પેકટર પરમારે હરમન સામે જોયું હતું. 

 

 ક્રમશ: 

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 

- ૐ ગુરુ