‘શું થયુ?’ શ્રીનિવાસને ફોન પર પૂછ્યું.
‘અમારા કિચનમાં એક માણસ છે.’ જ્યોતિકા ધીમેથી બોલી.
‘તું ક્યાં છે?’
‘ઉંબરે.’
‘તે તને દેખાય છે?’
‘એ હલી.’
‘સ્ત્રી છે?’
‘હા. મારી જ કદની એક છોકરી છે.’
‘રસોડાની દીવાલમાં ક્રોકરી છે?’
‘ના. થાળીઓ છે.’
‘થાળીઓ પછાળ.’
‘કેમ?’
‘તેને ડારાવવા માટે.’
પહેલા જ્યોતિકાએ ફોન કાપ્યો, અને હિસ્ટ્રી ડિલીટ કરી. પછી તે થોડીક આગળ વધી, તો તેને લાગ્યું કે તે વ્યક્તિએ તેને જોઈ લીધી છે. તે વ્યક્તિ તેના તરફ આવી રહી હતી. અને જ્યોતિકાએ હાથમાં થાળી લઈ, તેના માંથા પર પછાડ્યું.
‘વોટ ધ હેલ!’ કહી નાઝ નીચે પડી, અને તેના માંથા માંથી લોહી નીકળવા લાગ્યું. જ્યોતિકાએ લાઇટ ચાલુ કરી.
નાઝને જોઈ તે ગભરાઈ ગઈ. તેના લોહીને જોતાં જ જ્યોતિકાને શ્રુતિ યાદ આવી. પણ આા છોકરી તો શ્રુતિ કરતાં મોટી હતી, અને ઘણી સફેદ પણ હતી.
દાદરા પર પગ પડ્યા, અને રસોડામાં વિશ્વકર્મા આવ્યો.
‘આ કોણ છે!’
‘મને શું ખબર!’
વિશ્વકર્માને ડર હતો કે કદાચ આ છોકરી પાસે ગન કે છુરી હશે, એટલે તે બહાર જ રહ્યો. અને જ્યોતિકાને ખેંચી લીધી.
‘હું તો બસ એક ચોર છું!’ તે છોકરી બોલી. ‘મને રૂમાલ તો આપો. આ લોહી વહે છે. દેખાઈ નથી દે’તું?’
વિષ્કર્મા એ બે ડગલાં પાછા લઈ લીધા. સિંક પર જઈ તે છોકરી પોતાનું માથું ધોવા લાગી. તો જ્યોતિકા જટિલ સવારમાં બોલી, ‘અમે પોલીસને ફોન કરીશું.’
તે છોકરીનું લોહી બધુ સિંકમાં ધડ - ધડ વહેતું હતું.
‘કરો ફોન. મારું આવું જવું તો ચાલે જ છે ત્યાં.’
હે? આ છોકરી તો મોઢે જ કહેતી હતી કે મને પુરાવી દો.
વિશ્વકર્માએ ઉગ્ર રીતે પૂછ્યું. ‘શું ચોરી કરવા આવી હતી અહી?’
‘મે છાપામાં વાંચ્યું હતું કે અહી વિલાયતના ઘણા લોકો આવ્યા છે. મને લાગ્યું, પાકો માલ મળશે. એટલે હું ડકેતી કરવા આવી, પણ ચૂલો સળગે એટલું લાકડું પણ અહી નથી. શું જખ મારવા ઘરને તાળું મારો છો? અને હું તો આમ પણ જવા માટે જ અહી પછી ફરી હતી. પણ પછી આને મને જોઈ લીધી!’
વિશ્વકર્મા એ પોલીસ હેલ્પલાઇન પર ફોન કર્યો. અને આા બધી વાત જણાવી. ત્યારે જ્યોતિકા તેને પૂછતી હતી,
‘તારું નામ શું છે?’
‘ઇનાયત, કેમ? જાણીને શું કરીશ?’ નાઝ એ ખોટું નામ આપ્યું.
‘તું ચોરી કેમ કરે છે?’
પરિણામે કોઈ જવાબ પ્રાપ્ત ન થયો.
‘જ્યોતિકા.. તું આટલી મોડી રાત્રે કિચનમાં -’
‘પાણી પીવા જ આવી હતી.’ કોલ હિસ્ટ્રી ડિલીટ કરતી વખતે જ વિચારી લીધું હતું. પણ હવે પાછો શ્રીનિવાસનને ફોન કરવો પડશે.
પછી પોલીસ આવી અને નાઝને લઈ ગઈ. સ્ટેટમેંટ આપવા સવારે બોલાવ્યા હતા. ઓહ સ્ટેટમેંટ!
નાઝે પોલીસ સ્ટેશન પર જઈ કૌસરને ફોન કર્યો.
‘આટલી મોડી રાત્રે તને શરમ નથી આવતી કે તું -’
‘સોલીડ ઇન્ફોર્મેશન છે.’
‘શું?’
‘હસબંડ એન્ડ વાઈફ, બોથ આર લાઇન્ગ. જ્યોતિકા અને વિષકર્માના કોલ ટ્રેસ કરાવ. જેની જોલે છેલ્લી વાત થઈ હોય તે માણસ કોણ છે, શું છે તએ બધુ જ જાણ. ક્યાંક તો કઈક - અને હા, તે સિયા.. તે ક્યાં છે?’
‘મતલબ?’
‘સિયા. તે ઘરે ન હતી. આટલી મોડી રાત્રે તે ક્યાં ગઈ છે, શું પેલા ગેંગસ્ટરના માણસો તેને લઈ ગયા છે?’
‘સિયા થોડી એ ઘરમાં રહે છે. પણ એનો ભાઈ તો ત્યાં જ હતો.’
‘હેં?’
‘હા.’
‘એનો ભાઈ એનો ભાઈ નથી, પણ તે બંનેઉ સાથે જ રહે છે. આા વિચારવા લાયક બાબત છે.’