"આનું નામ દોસ્તી "
"મુસ્લિમ આંતકવાદી દ્વારા હિન્દૂ યુવાન ની કરપીણ હત્યા " સમાચાર ચેનલ વાળો એક જ વાત ને દસ વાર અલગ અલગ રીતે બોલતો હતો અને બતાવતો હતો. હસમુખ લાલ પોતાના પુત્ર હરિ ને બોલાવી ને કહેવા લાગ્યા .
" જો, તું પેલા આફતાબ જોડે રખડ્યા કરે છે ને ?...TV પર જે બોલ્યા તે સાંભળ અને એનો સાથ છોડી દે ..."
" પપ્પા, આ TV વાળા લોકો માં વૈમનસ્ય ફેલાવા નું કામ કરે છે.તેમની TRP માટે તે નોર્મલ ન્યૂઝ ને પણ મસાલેદાર બનાવી બતાવે છે."
" એમ , તને વધારે સમાજ પડે મારા કરતા ..?
" ના, તેમની હેડ લાઇન્સ માં HINDU કે MUSLIM નો ઉલ્લેખ કરવા ની જરૂર ક્યાં હોય છે. એમ પણ આંતકવાદી એ આખા દેશ ના દુશ્મન છે તેમની કોઈ નાત થોડી હોય ..તે મુસ્લિમ છે એવું બતાવી બીજા મુસ્લિમો વિરુદ્ધ વેર ઉભું થતું હોય છે .લોકો ની માનસિકતા એમના પ્રત્યે બદલાય જતી હોય છે."
"બસ હવે , ચાર ચોપડી શું ભણી , અમને ભાષણ આપવા માંડ્યો" હસમુખ લાલ થોડા ગુસ્સા માં બોલ્યા .
હરિ સમય સુચકતા વાપરી ને ચૂપ રહ્યો .
હસમુખ લાલ નો અવાજ સાંભળી ને લતાબેન રસોડા માંથી બહાર આવ્યા. શું થયું ? કેમ બૂમો પાડો છો ?"
" તું તો ચૂપ જ રહેજે , તારા લાડ ને કારણે આ ૨૩ વર્ષ નો છોકરો બેકાર ફરે છે ."
" પપ્પા, તમારો પ્રોબ્લેમ મારી જોબ છે કે પછી આફતાબ સાથે ની દોસ્તી ?"
સવાલ સાંભળી ને હસમુખ લાલ થોડા ગૂંચવાઈ ગયા.
" હવે તમે મોટા થઈ ગયા એટલે કશું કહેવાય ના , ઉલ્ટા વકીલ જેમ સવાલ કરો ?"
હરિ સમજી ગયો પપ્પા તેમનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે રોજ આ રીતે કોઈ પણ ટોપીક લઇ ને લડતા જ હોય છે.
નિવૃત્તિ પછી નો સમય, મોંઘવારી નો માર અને ઘરમાં બે સંતાન એમાંય બેકાર છોકરો હોય અને ભણતી છોકરી હોય તો ઘર નું તંત્ર કેવું હોય ? લતા બેન સમજુ ,ઠરેલ અને વ્યવહારુ .દરેક ના મન ની વાત સમજે ક્યારેય ગુસ્સે થયા હશે તેમને ખુદ યાદ નથી. હરિ અને લતા બેન ની નજર એક થતા જ હરિ ઘર ની બહાર નીકળી ગયો. એની મનપસંદ જગ્યા એટલે નવું સીટી બસ્ટેન્ડ. એ અને એનો જીગરી આફતાબ ત્યાંજ બેસી રહે. આફતાબ અને હરિ એમ તો ૪ થા થી સાથે. પણ જયારે મિકેનિકલ ની ડિગ્રી લીધી ત્યારે એ બંને બહુ નજીક આવી ગયા .સમાજ માં ચાલતા હિન્દૂ મુસ્લિમ વિવાદ તેઓ પર હતા .નિસ્વાર્થ દોસ્તી હતી.
હરિ એ આફતાબ ને બોલાવી ઘર ની વાત કરી .આફતાબ બોલ્યો .
" તારી સાથે હું ફરું છું તો મારી કોમ વાળા ને વાંધો છે. મારા અબ્બા ને કોઈ તકલીફ નથી."
" તને નથી લાગતું આપણે બંને એવું કઈ કરવું જોઈએ કે આ વિવાદ કાયમ માટે દૂર થઇ જાય .આપણી દોસ્તી ની એક મિસાલ લોકો વરસો સુઘી યાદ રાખે "
" સમય આવે એ પણ કરીશું .પહેલા આપણા બંને એક સમસ્યા છે "નોકરી" તેનો રસ્તો મેં શોધી નાખ્યો છે. આપણે બંને ભાગ માં સર્વિસ -એજન્સી ખોલીયે. મારા વિસ્તાર માં દુકાન તો મને મળી જશે.બંને મિકેનિકલ ની સર્વિસ ઘેર બેઠા આપીશું .હાલ માં સરુવાત તો કરીયે એક જાહેરાત નો ખર્ચો થશે .અને થોડો રીપેરીંગ માટે સામાન લાવવો પડશે .
" કઈ નહિ એનો તો બંદોબસ્ત થઇ જશે "
" આ આંતંક વાદી અપ કૃત્ય કેમ કરતા હશે? નિર્દોષ લોકો ને મારી ને એમને શું મળતું હશે ?
"અમારી કોમ ના અમુક માથા ફરેલ લોકો ધર્મ ના નામ પર બીજા લોકો ને આવા કામ માટે હથિયાર બનાવે છે. ગઈ કાલે એક હિન્દૂ ની હત્યા થઇ તેના થી અમારી કોમ વગોવાય જાય છે .કોઈ વિશ્વાસ પણ કરતુ નથી ...
" છોડ ને યાર ..આપણે હિન્દૂ મુસ્લિમ માટે એક ઉદાહરણ બનીશુ ."
કહી ને બંને છુટા પડે છે.
ઘરની સંમતિ વિના હરિ આફતાબ સાથે રીપેરીંગ સર્વિસ નું કામ કાજ શરૂ કરે છે .એક દિવસ ધાર્મિક સંસ્થા ની રેલી દરમ્યાન કાંકરી ચાલો થતા શહેર માં આગ ચંપી અને હુલ્લડ ફાટી નીકળે છે.
હસમુખ ભાઈ TV પર સમાચાર જોઈ ને લતાબેન ને બોલાવે છે.
" આપણા કુંવર આવી ગયા ઘરે ? અને મારી દીકરી ક્યાં છે ?"
"વિધિ હરિ ની દુકાન તરફ જ ગઈ છે.હું હમણાં જ એને ફોન કરું છું "
"હેલો વિધિ , ક્યાં છે તું ?"
"હું ભાઈ ની દુકાને છું , દુકાન બંધ છે અને અહીં હું એકલી છું . લોકો ના ટોળે ટોળા જોઈ ને મને ડર લાગે છે"
" શું કરું મમ્મી ? ભાઈ નો ફોન લાગતો નથી? "
" તે આફતાબ નું ઘર જોયું છે ?"
" હા "
" તો ત્યાં એની ઘેર જતી રહેજે ..તોફોનો શાંત થાય પછી આવજે અને આફતાબ ની મમ્મી ને તારી ઓળખ આપજે એ સાચવશે તને "
" મમ્મી ,હું ત્યાં .."
" જો અત્યારે હું કહું એટલું જ કર "
" ઓકે મમ્મી ..કહી ને ફોન મૂકી દીધો. વિધિ હિંમત કરી ને આફતાબ ના ઘરે પહોંચી ગઈ. એની અમ્મા ને ઓળખ આપતા જ એ તો ઘેલી થી ગઈ.
"બેટી ,તારા પાક કદમ અમારા ઘરમાં પડ્યા ..મારુ ઘર પાક થઇ ગયું ."
વિધિ નો ડર ક્યાંય ઉડી ગયો અને ચહેરા પર એક રાહત નું સ્મિત આવી ગયું.
બીજી બાજુ આફતાબ ને કેટલા હિન્દૂ લોકો દ્વારા મારવા માં આવતા તેને દવાખાને દાખલ કર્યો હતો. અને તેને તાત્કાલિક લોહી ની જરૂર હોવાથી હરિ એ પોતાનું લોહી આપી તેને જરૂરી લોહી લઇ આવ્યો. એક દિવસ ની કાળ રાત્રી પછી પરિસ્થિતિ સંપૂર્ણ કાબુ માં હતી.
હરિ આફતાબ ને લઇ એના ઘરે ગયો .ત્યાં વિધિ ને જોઈ થોડો નવાઈ પામ્યો. પણ આખી વાત જાણ્યા પછી એને એની મમ્મી ની કોઠાસુજ પર માં ઉપજ્યું.
આફતાબ ને લોહી આપવા બદલ તેના અબ્બા હાથ જોડતા હતા પણ હરિ એ કહ્યું મારા મિત્ર ને બચાવવો એ મારી પ્રથમ ફરજ છે .
વિધિ, હરિ અને આફતાબ ના પપ્પા ત્રણ હરિ ને ઘેર પહોંચ્યા. હસમુખ લાલે ઉમળકાભેર બધા નું સ્વાગત કર્યું. વીતેલી તમામ વાતો આફતાબ ના અબ્બા એ હસમુખ લાલ ને કીધી ત્યારે તેમને સાચી વાત સમજાઈ ગઈ. અહીં દેશ કે ધર્મ બચાવવો સહેલો છે .માણસ અને માણસાઈ બચાવી અઘરી છે.
સાંજે ફરી TV ચાલુ કર્યું .એજ રમખાણો ના ન્યુઝ ચાલુ હતા.
હરિ એ હિમ્મત કરી ને પૂછ્યું .
"પપ્પા , આ TV વાળા એ એક હિન્દૂ છોકરી ને મુસલમાને પરિવારે સલામત રાખી અને એક મુસ્લિમ ને હિન્દૂ યુવાને સારવાર માટે લોહી આપ્યું એ કેમ ના બતાવ્યું "
" કારણ કે એમની TRP ઘટી જાય ..કહી ને હસમુખ લાલ હસવા લાગ્યા .
" સાચું કહું દીકરા તું કઈ કામ નહોતો કરતો એના કારણે, ઘરની આર્થિક પરિસ્થી ને લીધે થોડો ચીડિયો થઇ ગયો હતો."
પણ હવે મારે કોઈ ચિંતા નથી તારું કામ ચાલે છે અને લતા ઘર સાચવે છે. અને આજ થી મારે એક નહિ બે દીકરા છે .
સાંજે બીજા દીકરા ને જમવા બોલાવજે.
લતાબેન આ દ્રશ્ય જોઈ દ્રવિત થઇ ગયા.
હિન્દૂ મુસ્લિમ દરેક કોમ લોકો ને એટલુંજ સમજવા નું છે.પહેલા માણસ થઇ એ. દરેક ના ધર્મ નો આદર કરીયે.અને કોઈ રાજકીય નેતા ના હાથ નું રમકડું બની ને અંદર અંદર લડવું ના જોઈએ.
: સમાપ્ત :