Vaat ek Raatni - 9 in Gujarati Horror Stories by અંશતઃ. ગોસાઇ ભરતવન books and stories PDF | વાત એક રાતની - ભાગ ૯

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વાત એક રાતની - ભાગ ૯

ટ્રેન હવે ધીરે ધીરે પોતાની ગતિ વધી રહી હતી. વિરમગામ સ્ટેશન હવે પાછળ છૂટી ગયું હતું ટ્રેન હવે શહેરની બહાર નીકળી ગઇ હતી. હું કમ્પાર્ટમેન્ટ ની બહાર વોશબેસિનને ટેકો દઈ ને ઉભો હતો. ટ્રેન ના દરવાજા પરથી આવી રહેલી હવાથી મારા માથાના વાળ ઊડી રહ્યા હતા અને સાથે સાથે એ ડાયરીના પાના પણ ઉડી રહ્યા હતા જે ડાયરી મારા હાથમાં હતી. અને બીજા હાથમાં હતી એ તસવીર જેને હું હેરાન થઈ જોઈ રહ્યો હતો. એ તસવીરમાં નિહારિકા હસી રહી હતી કોઈ છોકરા સાથે, બંનેના ગળામાં હાર હતો અને કોઈ નાના એવા મંદિરમાં પાછળ મંડપ સજાવેલો હતો. આ તસવીરને જોઇને એવું લાગી રહ્યું હતું કે મંદિરમાં લગ્ન કરી અને પછી આ બંને જણની તસ્વીર કોઈ મિત્રએ ખેંચી હોય!

આ બધું હતું શું???????


મારુ મગજ ભમી રહ્યું હતું. અને મારા હૃદયમાં મને ગભરાટ થઈ રહી હતી. મેં કશું પણ વિચાર્યા વિના ડાયરીને ટ્રેનના દરવાજાથી બહાર ફેંકી દીધી. પરંતુ ફોટો કેંકતી વખતે મારો હાથ રોકાઈ ગયો. તે સમયે ન જાણે શું વિચારીને એ ફોટાને શર્ટના ઉપરના ખિસ્સામાં નાખી દીધો અને મારી સીટ તરફ ચાલવા લાગ્યો. મારા પગ ધીરે ધીરે કાંપી રહ્યા હતા. પગના હાડકામાં મને જણ જણઆહત મહેસૂસ થઇ રહી હતી.


"કયું સ્ટેશન આવ્યું છે બેટા?" હું મારી સીટ તરફ જઈ રહ્યો હતો ત્યાંજ ગેટની બાજુમાં ઉપરની સીટ પર સુતેલા એક દાઢી વાળા કાકા એ મને પૂછ્યું.


મેં ઉતાવળમાં જ કહ્યું "ખબર નહીં."


હું ઉતાવળમાં ફટાફટ મારી સીટ તરફ ભાગ્યો અને સીટ પાસે આવી ચપ્પલ કાઢી અને સીટ ઉપર સુઈ ગયો. મને ધીરે ધીરે ઠંડી લાગી રહી હતી. હું ધાબળો ઓઢીને સુઈ ગયો. મેં ધાબળો મોઢા સુધી ઓઢેલો હતો તેમ છતાં હું કાંપી રહ્યો હતો. અંદરો અંદર મન કહીં રહ્યું હતું કે પાછળના જે ચાર-પાંચ કલાક મારા જીવનમાં ઘટયા એ ફક્ત સપનું જ હોય તો કેવું સારું! પણ કમનસીબે એ એક હકીકત હતી. મેં ધાબળામાં મોઢું ઘાલીને મોબાઈલની લાઈટ ચાલુ કરી મારા ઉપરના ખિસ્સામાં રાખેલી તસ્વીરને કાઢીને કેટલાય સમય સુધી જોતો રહ્યો. કેટલાય વિચારો મારા મગજમાં ભમી રહ્યા હતા. એમ જ મારું મગજ હવે ધીરે ધીરે થાકી ગયું અને આ થાકના લીધે મને ઊંઘ આવી ગઈ.


ટ્રેન સુનસાન રસ્તાઓથી, વહેતી નદીઓને પાર કરી, પહાડોને ચીરતી, સિમેન્ટ કોંક્રીટના જંગલોને પાર કરતી ચાલી જઈ રહી હતી. આવા સમયમાં હું ન જાણે કયા સપનામાં ખોવાઈ ગયો હતો. સવારે કંઈક શોરના કારણે મારી આંખો ઉઘડી ગઈ.


"અરે એ તો ઉપડી ગઈ........ અરે ઉભો થઇ જા ભાઈ....... તું કુંભકર્ણની જેમ સૂતો રહ્યો અને એ તો રફુચક્કર થઈ ગઈ..... એ ભગવાન લૂંટાઈ ગયા અમે તો....બરબાદ થઈ ગયા.... હે ભગવાન હવે શું કરીશું.....?... વિકાસ ઉભો થા ઉભો......"


મે અંદર જ મારી આંખોને ગોળ ગોળ ફેરવી અને ધીમે ધીમે ધાબળા નીચે સરકાવ્યો. જે રીતે આંખોની રોશની આવી ગયા પછી ડોક્ટર આંખ ઉપર બાંધેલી પટ્ટીને ધીરે ધીરે ખોલે છે જેથી પેશન્ટને અચાનકથી જ જાલીમ અને બદસુરત દુનિયા જોઈને ઝટકો ના લાગે. મેં ત્યાં જોયું તો મને એ સીટ ઉપર એક ટોળું દેખાયું. થોડાક લોકો એ સીટ પાસે આવીને ઊભા રહ્યા હતા. જાડી સોનાની ચેન વાળા પેલા કાકા માથા ઉપર હાથ દઈને બેઠા હતા. તેની ઘુંઘરાળા વાળ વાળી પત્ની છાતી ઉપર હાથને પછાડી પછાડીને હૈયાફાટ રુદન કરી રહી હતી.


"હે ભગવાન બેગ પણ લઈ ગઈ અમારી સાથે સાથે ચેન કાપીને લઈ ગઈ કુલટા..."


રોતા રોતા તેણે ઉપરની તરફ નજર કરી તો બોડી બિલ્ડર લાગતો છોકરો પોતાની આંખોને ચોળતો નીચે થઈ રહેલી ઘટનાને સમજવાનો પ્રયાસ કરતો દેખાયો. એમને જોઈને તે બોલી.


"અરે ના ના તું નીચેના આવીશ.....નીચેના આવીશ ........ તું તો ત્યાં સુતો રે પગ ફેલાવીને સાલા... તમે તો બહુ વિશ્વાસ હતો ને એના પર..."


તે નીચે ઉતર્યો તો તેની માએ એના વાળ પકડીને છોકરાને ગોળ ગોળ ફેરવી દીધો. અને બોલી....


"બહેન ટ્રેન માંથી ભાગી ગઈ અને તને ખબર જ ના રહી હે....."

"બહેન..."શબ્દ સાંભળીને મને તો એવું લાગ્યું કે મારી છાતીમાં કોઈકે જોરથી મુક્કો મારી દીધો હોય. જાણે શ્વાસ અંદર ની અંદર અને બહારની બહાર રહી ગઈ હોય. એ છોકરી આની બહેન હતી???.......


એવું લાગી રહ્યું હતું કે એકીસાથે ઢગલાબંધ ટ્રેનો મારી આજુબાજુ માંથી શોર મચાવિને આવીને ચાલી ગઈ હોય....


"અરે અરે જલ્દી જંજીર ખેંચો કોઈ.." એ છોકરો કે જેમના વાળ હજુ પણ એની માના પકડવાના કારણે ઉભા હતા તે બોલ્યો.


એમના પપ્પા એમને પકડી લીધો અને બોલ્યા." હવે શું ફાયદો ટ્રેન ઉભી રાખીને."


"હવે આપણને શું ખબર કે ક્યા ઉતરી ગઈ હશે.. જ્યારે નજર રાખવાની હતી ત્યારે તો કે પગ પહોળા કરીને સૂતો હતો. ચાલ છોડ હવે .."


આખો કમ્પાર્ટમેન્ટ ગુંજી રહ્યો હતો અને વધારે શોર તો મારા મનની અંદર હતો. એવું લાગતું હતું કે કોઈ રાતોરાત મને ઠગીને ચાલ્યું ગયું હતું. નિહારિકાએ મને ખોટું કીધું, આ એમના સાસુ-સસરા નહીં પરંતુ માબાપ હતા. આવું બધું વિચારીને મારી નસોમાં લોહીની ચિનગારીઓ ફરવા લાગી.


ત્યાં જ એ પહેલવાન જેવો દેખાતો છોકરો મારી તરફ આવતો દેખાયો. તેમને જોઈ અને મારો આત્મા ફફડી ગયો. મને એવું લાગી રહ્યું હતું કે મારો જીવ હવે મારા શરીરને મુકીને ભાગી જશે.

"અરે ભાઈ સાબ તમે કશું જોયું કે..? અહીં તો મિડલ સીટ ઉપર સુતી હતી. તમે તો એમની સામે જ હતા..."બોલીને એમના ઉભા વાળને સરખા કરવા લાગ્યો.


મેં શાંતિથી એમને જવાબ દેવા જઈ જ રહ્યો હતો ત્યાં મારી નજર ઉપરના ખિસ્સામાં રાખેલી તસવીર ઉપર ગઈ. હું કાંપી ગયો, નિહારિકાની તસ્વીર ઉપરના ખિસ્સામાંથી વિકાસ ને તાકી રહી હતી. મેં પોતાની જાતને સંભાળી અને નાટકીય રીતે પોતાના બંને હાથને કોલરના બટન સુધી લાવી અને પહેલેથી જ ખુલ્લા બટનને બંધ કરીને ફરીવાર પાછું ખોલ્યું. એ છોકરો મને હેરાનીથી જોઈ રહ્યો હતો કે આ કરી શું રહ્યો છે..? મે કોલરના બટનને ફરીવાર ખોલ્યા અને શાંતિથી એક હાથ વડે ખિસ્સામાંથી જાંખી રહેલી તસવીરને અંદર સરકાવી દીધી.



"નઈ મેં કશું નહિ જોયું.."મેં કહ્યું તો એ મોઢું ચડાવીને કહી રહ્યો હતો કે આ વાત આવું બધું કર્યા વિના પણ બતાવી શકતો હતો ને..?


"ભાઇ બિલકુલ, બિલકુલ નહી ખબર મને, હું વિરમગંજ સ્ટેશન ઉપર તો સુઈ રહ્યો હતો." અરે નહીં યાર હું મનમાં જ ચિખ્યો. મને થયું કે હું મારા મોઢાને મોટી-મોટી જાપટ મારુ અને તેને બંધ કરી દઉં. અરે વિરમગંજ કહેવાની શું જરૂર હતી.????


આ સાંભળીને એ પાછો ફર્યો મારી તરફ.....................


અરે ભાઈ શું જરૂર હતી વિરમગામ સ્ટેશન બોલવાની..???? શાંતિથી ચૂપચાપ નથી ખબર એવું બોલી ગયો હોત તો...?? પરંતુ મિત્રો જ્યારે આવી પરિસ્થિતિઓમાં કોઈપણ વ્યક્તિ ના બોલવાનું ના કહેવાની વસ્તુઓ જણાવી દેતા હોય છે. આવી જ ઘટના મારા જીવનમાં ઘટી અને ના કહેવાનું મેં વિકાસને કહી દીધું.



વિરમગંજ સ્ટેશન ઉપર બનેલી ઘટનાનું રાજ હવે રાજ રહેશે.????? શું મેં તેમની મદદ કરીને કોઈ મુશ્કેલી તો નથી મોડી દીધી ને..??? આખરે શું છે કહાની હકીકત જાણવા માટે વાંચતા રહો વાત એક રાતની અને સાથે સાથે મિત્રો તને આ વાર્તા કેવી લાગી રહી છે એનો પ્રતિભાવ નીચે આપતા રહેજો જેથી કોઈપણ લેખક પોતાના કાર્યની સરાહના હંમેશા ચાહ્યા કરતો હોય છે. તો આપનો કિમતી સમય આપજો.
મિત્રો તમે મને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો જેથી નવો પ્રકાશિત ભાગ આપણે જલદીથી મળી જાય જે પણ ભાગ પૈડમાં છે એ તમે જલ્દીથી વાંચી શકો. સાથે સાથે મને ફોલો પણ કરો જેથી કરીને નવા ભાગ નોટિફિકેશન આપણા સુધી પહોંચી જાય અને તમે આવનારો ભાગ વાંચવાનું ચૂકી ન જાવ...