Aa Janamni pele paar - 40 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૪૦

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

આ જનમની પેલે પાર - ૪૦

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૦

બસ એ છેલ્લી જ ક્ષણ હતી જ્યારે મેવાન એનું ગળું દબાવીને જીવ લઇ લેવાનો હતો. મેવાનનો પ્રતિકાર કરવાની શક્તિ ન હતી એ વાત દિયાન પોતે જાણતો હતો અને મેવાનને પણ ખબર હતી કે દિયાન પ્રતિકાર કરે તો પણ ફાવવાનો નથી. મેવાન એક ભૂત હતો અને દિયાનની માનવ રૂપની શક્તિ કરતાં અનેકગણી વધારે શક્તિ ધરાવતો હતો. મેવાનને થયું કે દિયાન પોતાની માનવ સહજ મર્યાદા જાણી ગયો છે અને કોઇ પ્રતિકાર કરવા માગતો નથી. જો એમ હોત તો એણે થોડી પણ તાકાત અજમાવી હોત અને દોરડું પકડીને એને અટકાવવાનો પ્રયાસ કર્યો હોત. દિયાને જ્યારે દગાની વાત કરી ત્યારે મેવાનના હાથ અટકી ગયા બલ્કે એણે દોરડું ઢીલું કરી દીધું.

મેવાન પોતાને 'દગાખોર' ના મળેલા વિશેષણથી દુ:ખી થયો હોય એમ નવાઇથી પૂછ્યું:'દગો? મેં કયો દગો કર્યો? તને શિનામીનો આદેશ જણાવીને જ જીવ લઇ રહ્યો છું. તેં પણ કોઇ પ્રતિકાર કર્યો નથી. તું શિનામીને ચાહે છે અને એની સાથે પ્રેત સ્વરૂપમાં રહેવા માગે છે એટલે હું તને એની સાથે એના રૂપમાં પહોંચાડવા જીવ લઇ રહ્યો છું. એમાં દગો કેવી રીતે આવ્યો?'

'મને શંકા છે કે તું મારી સાથે દગો કરી રહ્યો છે. હું શિનામીને ઓળખું છું. તને નહીં. તારી સાથે આ પહેલી મુલાકાત છે. જો તારો ઇરાદો સારો નહીં હોય તો છેલ્લી હશે. શિનામી મને મળતી રહી છે. અમે જન્મોજનમના સાથી છે. મને તારો કોઇ પરિચય નથી. તને હેવાલી ઓળખતી હશે. એ હવે મારા જીવનમાં નથી. તો પછી હું તારા પર કેવી રીતે વિશ્વાસ કરી લઉં? એમ પણ બને કે તું શિનામીના સંદેશવાહક તરીકે આવીને મારો જીવ લઇને મારો કાંટો કાઢી નાખવા ઇચ્છતો હોય...' દિયાન શ્વાસ લેવા અટક્યા વગર બોલી ગયો.

'ના-ના, આવું કંઇ નથી. અને હું શું કામ તારો જીવ મારા સ્વાર્થ માટે લઉં? મને તો હેવાલી મળવાની છે...' મેવાનને દિયાનની વાતથી આંચકો લાગ્યો હતો.

'એવું પણ બની શકે કે તું હજુ શિનામીને ચાહતો હોય અને એમ ઇચ્છતો હોય કે શિનામીનો પણ તને સાથ મળી રહે. તું મને મારી નાખે અને હું ભૂત- પ્રેત ના પણ બનું કે બનું તો પણ તું કોઇ રીતે મને બંધક બનાવીને શિનામીથી દૂર રાખી શકે છે. હું હજુ ભૂત થયો નથી એટલે મને ખબર નથી કે તું મારા મૃત્યુ પછી શું કરી શકે છે... તમારી ભૂતોની દુનિયા અમે ક્યારેય જોઇ નથી.' દિયાન હજુ પોતાની શંકાઓ વ્યક્ત કરી રહ્યો હતો.

'જો ભાઇ! એવું કંઇ નથી. બહુ મુશ્કેલીથી અમને અમારા ગયા જન્મના સાથીઓ મળ્યા છે. અમે શા માટે એને ગુમાવવાનું વિચારીએ? અમે બંનેએ પરીક્ષા કરી લીધી કે તમે અમારા પ્રેમમાં છે. મને હેવાલી માટે કે શિનામીને તારા પ્રેમ માટે કોઇ હવે કોઇ શંકા નથી. અમને કલ્પના ન હતી કે તમે અમારાથી બીજી દુનિયાના હોવા છતાં આટલો પ્રેમ કરતાં હશો. મને લાગે છે કે આપણા એકબીજાના પ્રેમ વિશે કોઇને શંકા હોવી જોઇએ નહીં. તું કોઇપણ પ્રકારના વિરોધ વગર મરવા તૈયાર થયો છે એ જ બતાવે છે કે તું શિનામીને કેટલું ચાહે છે. આવો અમર પ્રેમ હોય ત્યારે જ બે પાત્ર જન્મોજનમ માટે સાથ મેળવતા હોય છે. પ્રેમમાં દગાને સ્થાન હોય ના શકે. તું મને દગાની વાત કરી રહ્યો છે પણ હેવાલીને કદાચ આવો પ્રશ્ન થયો નહીં હોય. એણે ખુશી ખુશી પોતાનો જીવ મારા માટે આપી દીધો હશે... હવે તું વધારે સમય બગાડ્યા વગર તૈયાર થઇ જા. તારા દરેક પ્રશ્નનો જવાબ તારા મૃત્યુ પછી તને મળી જશે. એની હું ખાતરી આપું છું...' બોલીને મેવાને એના ગળામાં ફરી દોરડું જકડવાનું શરૂ કરી દીધું.

'જો આટલી વાત કરી છે તો મારા એક પ્રશ્નનો જવાબ આપી જ દે ને. બસ એટલું કહી દે કે મારો જીવ લેવા શિનામી કેમ આવી નથી...?' દિયાને પોતાના મનમાં રમતો પ્રશ્ન પૂછવાનો મોકો મેળવી જ લીધો. તે મેવાનને એક મિનિટ અટકાવતો હતો પણ એ માનતો ન હતો.

દિયાનનો પ્રશ્ન સાંભળી મેવાનના હાથ અટકી ગયા. મેવાનને લાગ્યું કે પોતે અહીં આવ્યો છે એની પાછળ બીજું કોઇ કારણ હોય શકે છે એવી શંકા દિયાનને હજુ છે.

મેવાનને ચૂપ જોઇ દિયાન કંઇક વિચારી રહ્યો. તેની નજર ગળાને દોરડાની ભીંસ આપી રહેલા મેવાનના હાથ પર હતી.

ક્રમશ: