દિપક દલીલ કરતા બોલ્યો બેલા અગર તું મને પ્રેમ કરે છે તો તું મનીષાને નુકસાન નહીં પહોચાડે.સમજી ગઈ તું.એ મનીષા ની ચિંતા કરતા એમ કહી મનીષાને ઉચકી તેને લઇ દિપક બગીચાની બહાર જતો રહ્યો.મનીષા માટે દીપકને ચિંતા છે તો બેલા માટે દુઃખ પણ છે.
મનીષા એ બહાર જતાની સાથે જ આંખ ખોલી.એ બોલી દીપક મેં તારી અને બેલાની વાત સાંભળી.બેલા જે કહેતી હતી એ સાચું.હું તને પ્રેમ કરું છું.તને ચાહું છું. બેલાને આ વાત સહેજ પણ નહિ ગમે.એટલે તેણે મારા પર હુમલો કર્યો. હું દિલથી તને પ્રેમ કરું છું. હવે બેલા આપણી વચ્ચે નથી. એ મનુષ્ય નથી એટલે બધું સમજી શકે છે. બધું જાણી શકે છે. કોઈ પણ માણસની પૂરેપૂરી ઓળખી શકે છે. તેના મનના વિચારો પણ જાણી શકે છે.
બેલા ત્યાં પણ આવી પહોંચી એ તરત જ બોલી દિપક મેં તને કહ્યું હતું ને હું સાચું બોલું છું... પણ ના તને તો મનીષા સિવાય કોઈ દેખાતું જ નથી. બીજું તને મનીષા જેટલું કોઈ ઉત્તમ પણ નથી દેખાતું. ખૂબ જ દુઃખી થઈને બેલા બોલી રહી જાણે પોતે હંમેશા માટે દીપકને ગુમાવી દીધો છે, તેવું તેને લાગી રહ્યું.
પછી બેલા જોરજોરથી હસવા લાગી.ફરી વખત પોતાનું ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું.મનીષા ડરીને દિપકની બાહોમાં ભરાઈ ગઈ.એ વધારે ગુસ્સે થઈ ગઈ.મનીષાનો હાથ પકડવાની કોશિશ કરી પરંતુ બેલા તે પકડી ન શકી.
હનુમાન દાદાની મૂર્તિ અને લોકેટને કારણે એ દૂર જઈને પડી પછી એ ત્યાંથી ઊભી થઈ ગુસ્સો કરતી આવીને બોલી મનીષા ક્યાં સુધી તું હનુમાન દાદાની મૂર્તિ તારી સાથે રાખીશ.? એક દિવસ તો તું આ મૂર્તિ મૂકીશને હું તારો જીવ લઈ લઈશ.હવે હું તને સ્પર્શી શકું છું એટલું યાદ રાખજે. હવે બે લાખ કંઈ પણ કરવા માટે સક્ષમ છે કંઈ પણ.
આજે અમાસની રાત છે.મારી પાસે મારા તપની શક્તિ મેં ભેગી કરી માત્રને માત્ર તને મારવા માટે.એમ કહી બેલા બોલી દિપકની આંખો બેલાને તાકી રહી.
તું ઉભા-ઉભા દીપકની પાછળ પડવા જેવી થઈ ગઈ એ પથ્થર મેં તને તારા રસ્તામાં મુકેલો.દીપકની બાજુમાં પથ્થર ઉપર બેસવા ગઇ લપસી ગઈ એ પણ મેં કર્યું.અને જ્યારે ઝરણા કાંઠે તું અને દીપક બાજુમાં બેસવા ગયાં અને જે કરંટ આવ્યો એ પણ મેં જ કર્યો હતો.
દીપક અને મનીષા કાલ સવારની વાતો યાદ કરી રહ્યા. તેને તરત જ ખબર પડી દિપક બોલ્યો તે મનીષાને હેરાન કરવાનું શરૂ કર્યું???
બેલા મનીષા મને પ્રેમ કરે છે.હું મનીષાને પ્રેમ કરતો નથી. એટલે મહેરબાની કરીને તું મનીષાને છોડી દે.નહીંતર મારા દિલમાં તારા માટે જે સન્માન છે.જે માંન છે એ બધું જતું રહેશે.
બેલા બોલી એ શક્ય નથી.મનીષાના દિલમાં અને મનમાં માત્રને માત્ર તું જ છે. હું તેને પરેશાન કરીને તેના મનમાંથી અને દીલમાંથી કાઢીશ.
બેલા જો એવું શક્ય હોતને તો તું મને મર્યા બાદ ભૂલી ગઈ હોત. પરંતુ એવું શક્ય નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે એ પોતાનો પડછાયો પણ ભૂંસવા તૈયાર થઈ જાય છે એટલી હદ સુધી એ પ્રેમમાં પાગલ બની જાય છે.
બેલા હજુ પણ હું તને પ્રેમ કરું છું.
દીપક મને બનાવવાની કોશિશ ના કર. હવે હું માણસ નથી. હું સમજુ છું બધું જ સમજુ છું. મનીષા મારા રસ્તાનો કાંટો છે. હું તેને મિટાવીને જ રહીશ. હું વારંવાર એ કાંટાને મારા પગમાં વાગવા નહીં દઉં.સાથે તારા પગમાં પણ નહીં વાગવા દઉં.