(જીગ્નેશે ચપળતાથી શેરડીનો સાઠો મોટરસાયકલના પૈડામા ભરાવ્યો અને તેજ ગતિથી દોડતી મોટરસાયકલ રસ્તો ભુલીને ખેતરમા ઘુસી ગઈ) .. હવે આગળવાંચો..
"ચકોરી તુ દાદા ની મદદ કર ને હુ આ લોકો ની થોડીક ખબર લઇ લવ" ચકોરી મેહેર દાદા ને મદદ કરવા દોડી. અને જીગ્નેશ શેરડી નો તૂટેલો સાઠો લઇ ને ખેતર માં ઘુસ્યો.
બાઈક ઉપર થી પડેલા બેમાથી એક.માજી સરપંચ પશાપટેલ નો દીકરો રમેશ હતો. અને બીજો એનો ભાઈબંધ જસ્સો હતો. બેઉં જણા કપડાં ખંખેરતા અને ભૂંડા બોલી ગાળ્યુ દેતા ઉભા થયા. ત્યાં સામે હાથમા સાઠો લઈને જીગ્નેશ ઉભો હતો.રમેશ ધૂંધવાતા સ્વરે બરાડ્યો.
"તારી જાત્યના હમણાં તારી ખબર લઉ ઉભો રે" એનુ વાક્ય પૂરુ થયુ અને જીગ્નેશે શેરડીનો સાંઠો એના ગોઠણે ફટકાર્યો.
"તુ શુ મારી ખબર લેવાનો? હુજ તારી ખબર લેવા રસ્તો મુકીને આય ખેતરમા આવ્યો છુ." અને રમેશ.
"ઓય વોય માડી રે.."કરતોક.ગોઠણ પકડીને ભોંય ઉપર બેસી ગયો.જસ્સો આગળ વધ્યો તો ઉપરાઉપરી બે ચાર ફટકા એના બાવડે.અને પેટ ઉપર જીગ્નેશે ફટકાર્યા. આજ સુધી રમેશ ને એની સામે થવા વાળુ આખા ગામ મા કોઈ મળ્યુ ન હતુ. એના થી ગામ આખું આઘુ ભાગતું. કોઈ એની સાથે લગભગ બાખડતુ નઈ. ક્યારેક કોઈ સામે થતુ તો રમેશ એને મારી મારી ને અધમુવો કરી નાખતો. રમેશ પાસે પૈસા પણ હતા અને સત્તા પણ અને એના જોરે એ ગામ આખા નો દાદા બનીને ફરતો પણ આજે એની સામે એનાથીય માથા ભારે કોઈ થી વગર વાંકે ગાંજ્યો ના જાય એવો. કોઈ ની ખોટ્ટાઈ કે દાદાગીરી સાખી ન લે એવો જીગ્નેશ હતો. અને જીગ્નેશે રમેશ અને જસ્સા ને એવા ઠમઠોર્યા કે બેવ જણા બાઈક લેવા પણ ઉભા ન રહ્યા. બાઈક ત્યાં ખેતર મા જ પડતી મૂકી ને ઉભી પૂંછડિયે ભાગ્યા. પણ ભાગતા ભાગતા રમેશે ધમકી આપી.
"તને ક્યારેક ને ક્યારેક. ક્યાયક ને ક્યાયક હું જોઈ લઈશ" અને રમેશ ની ધમકી સાંભળી ને જીગ્નેશ ખડખડાટ હસી પડ્યો.
"આ વળી નવુ? ક્યારેક ને ક્યારેક. ક્યાયક ને ક્યાયક" રમેશ ના ચાળા પાડતા જીગ્નેશ બોલ્યો.અને પછી શેરડી નો સાંઠા નો રમેશ ની પાછળ ઘા કરતા બોલ્યો.
"બાયલવ. ભાગો છો કાં? આ હુ ઉભો છુ અય્યા. આયનાય જોઈ લ્યો. મરદ ના બચ્ચાં હોવ તો." પણ જીગ્નેશ નો પડકાર સાંભળવા રમેશ ત્યા નોતો રોકાયો.
જીગ્નેશ પાછો રસ્તા ઉપર આવ્યો. તો ત્યા ચકોરી મેહેર દાદા નો હાથ પકડી ને ઉભી હતી. એણે મહેર દાદા ને પૂછ્યું
"દાદા, આવી બપોર ના કઈ બાજુ જવુ તુ તમારે?"
"બટા,હું તો હટાણું કરવા ધુમાલ નગર જતો તો. ત્યાં આ અભાગ્યાઓ એ મને પાડી દીધો."
"હવે આ ઉમરે આટલે આઘે જવાની શું જરૂર છે દાદા? ગામમા ને ગામમા થી લઇ લેવાનું ને."
"વરસોની આદત પડી ગઈ છે છોકરાઓ દર ગુરુવારે ધુમાલનગર મા બજાર ભરાય છે. ત્યારે જે જોઈતું હોય એ લઈ આવનુ"
"તો ઘર માં થી કોઈક જુવાન ને મોકલવાનું આ ઉમરે તમારે નો નીકળાય દાદા" ચકોરી દાદાને સમજાવતા બોલી. "તારી વાત છે બેન, પણ આ બાને અઢવાડિયે એક વાર પગ છુટ્ટા થાય. બે ઓળખીતા પાળખીતા ને મળાય. અને ગામ કરતા બે પૈસા નો ફાયદોય થાય. પણ તમે બેવ છો કોણ? પેલા તો ક્યારેય તમને જોયા નથી"
"અમે તમારા ગામ માં મેમાન થઇ ને આવ્યા છયી દાદા" આ વખતે જીગ્નેશ બોલ્યો.
"કોને ત્યાં?" દાદાએ પૂછ્યું .
"ગામ દેવી ના પૂજારી કિશોર કાકા ને ત્યાં"
"કિશોર ભાઈ ના મેમાન છો?. ઠીક ઠીક. તો તમેય ભામણ જ હશો?"
"હા દાદા આમેય બ્રાહ્મણજ છીએ" જીગ્નેશે ખુલાસો કર્યો. દાદાએ જીગ્નેશ ને રમેશ અને જસ્સા ને શેરડી ના સાઠા થી મારતા જોયેલો. એટલે દાદા બોલ્યા. "ભામણ ના દીકરા માં આટલું જોર? જાણે કોઈ રાજપૂત લડી રહ્યો હોય એવું તે પરાક્રમ કર્યું દીકરા"
"તમારો આભાર દાદા." જીગ્નેશે નમ્રતા થી કહ્યું. ચકોરી જીગ્નેશ ને પ્રશંસા ભરી નજરે જોઈ રહી.
"પણ દીકરા એ અમારા ગામ ના માજી સરપંચ પશાપટેલ નો દીકરો રમેશ હતો. ગામ મા આવ ત્યારે એનું ધ્યાન રાખજે. એ બદલો લેવાનો નહિ ચુકે."
જીગ્નેશ અને રમેશ ફરી સામસામે આવશે? શુ થશે ત્યારે?... વાંચો આવતા અંકમાં..