Virangna Netra - 4 in Gujarati Thriller by Piya Patel books and stories PDF | વીરાંગના નેત્રા - 4

Featured Books
Categories
Share

વીરાંગના નેત્રા - 4

અહી નેત્રા અને ઉતમ નુ લગ્નજીવન સુખમય અને સુવ્યવસ્થિત ચાલતું હતું.નેત્રા અને ઉતમ બંને ખૂબ જ ખુશ હતા.બધા ના મન ખૂબ જ પ્રફુલ્લીત હતા.કોઈ ને કશો જ કંઈ વાંધો ના હતો.
ઉતમ અને નેત્રા હવે બને સાથે બધા ની મદદ કરતા અને લોકો ને સમજાવતા.લોકો ની મુશ્કેલી દૂર કરવાનો પોતા ના થી બનતો પ્રયત્ન કરતા.આ રીતે બધુંય સુવ્યવસ્થિત ચાલતું હતું.
એટલા માં એક નવી ખબર આવી કે રાજ્ય ના અમુક દેશભક્તો એક નવી ચળવળ ચલાવવાના છે .
તે લોકો એ ઉતમ વિશે સાંભળ્યું.તે જાણતા હતા કે ઉતમ દેશ માટે કંઈ પણ કરી સકે તેમ છે અને ખૂબ જ બુદ્ધિશાળી છે.તેમાં પ્રબળ દેશભક્તિ છે.તે બીજા લોકો ને પણ આ ચળવળ માટે પ્રેરણા આપી શકસે.અને લોકો માં દેશ માટે લડવા એક જુસ્સો જગાડી શક્શે.
તેથી તેઓ એ ઉતમ ને આ ચળવળ નો પ્રમુખ બનવા માટે આગ્રહ કર્યો.ઉતમ ને ખૂબ ઈચ્છા હોય છે આ ચળવળ માં જોડાવાની પરંતુ હવે તેના પર નેત્રા ની પણ જવાબદારી છે એવું તેના પિતા એ સમજાવ્યું.આ બધું નેત્રા સાંભળી જાય છે.
ઉતમ એ આ ચળવળ માં ના જોડાવા ને બદલે પોતે પરિવાર સાથે રહેશે એવું વિચારતો હતો.ત્યાં જ નેત્રા એ તેને કહ્યું કે હું તમારી સાથે છું તમે ઈચ્છા અનુસાર ચળવળ માં જોડાઈ શકો છો.હું તમારી અશકિત બનવા ઇચ્છતી નથી.અને આ દેશ ની ચળવળ માં હું પણ તમારી સાથે જોડાવા માગું છું.આ સાંભળી ઉતમ ને પોતાને આવી સમજદાર પત્ની મળી તેથી નેત્રા પર ગર્વ થાય છે .પરંતુ તે નેત્રા પોતા ના પરિવાર સાથે રહે તેવું ઈચ્છતો હતો તેથી તેને સાથે આવવાની ના પાડી.
અને પછી બીજી જ સવારે ચળવળ માટે ની મીટીંગ ની જગ્યા એ ઉતમ પહોંચી ગયો.ત્યાં બધા એ તેને આવકાર્યો.
પછી બધા લોકો એ ત્યાં ના માહોલ વિશે જણાવ્યું.અને અંગ્રેજો ના અત્યાચાર ની વાત કરી.
આ બધું સાંભળ્યા પછી ઉતમ અને તેના સાથીદારો એ
અંગ્રેજો ના કબ્જા માં રહેલો ગુજરાત નો એક મોટો પ્રદેશ
કંઈ રીતે આઝાદ કરવો તેની વ્યૂહરચના બનાવી. ઉતમ એ જે પ્લાન બનાવ્યો તે સાંભળી ને બધા લોકો ને ઉતમ ની બુદ્ધિ ક્ષમતા પર ખૂબ જ ગર્વ થયો. બધાં એ તેને તાળી થી વધાવી લીધો.
હવે ઉતમ અને તેના સાથીદારો વિચાર્યા પ્રમાણે તેની રચના ઘડવા લાગ્યા.ધીમે ધીમે બધું બરાબર ચાલતું હતું.હવે આ ચળવળ ને જ્યારે અંજામ આપવાનો હતો તે પહેલાં ઉતમ અને તેના સાથી મિત્રો એ ત્રિરંગા ને સલામી ભરી.
ત્યાર બાદ જય ભવાની હર હર મહાદેવ ના નારા સાથે શ્વાસ માં અંગારા જેવી ગરમી ભરી ને બસ બધા દેશ ને ન્યાય આપવા મંડાણા.
આ ચળવળ થી ત્યાં થી અંગ્રેજો ને દૂર તો કાઢ્યા પણ તેના ઘણા વીર મિત્રો વીરગતિ પામ્યા.તે બધા માટે થોડા સમય માટે શોક રાખવામાં આવ્યો.પણ સાથે ત્યાં ની આઝાદી નો એક અલગ જ આનંદ હતો.
આ ચળવળ ની ગુંજ બીજા વિસ્તારો માં પણ પહોંચી ભલે હજી ત્યાં શરૂઆત હતી.
પણ એક સારી ને શુભ શરૂઆત હતી.ઘણા લોકો માં દેશ માટે કઈક કરી બતાવવા હિંમત આવી.
ઉતમ ને પણ અલગ અલગ ઘણી જગ્યા એ થી પોતાના વિસ્તાર માં આવવા અને ત્યાં ની મુશ્કેલી દૂર કરવા માટે આવવા કહ્યું.લોકો એ ઉતમ ને ખૂબ આગ્રહ કર્યો.
હવે એ જોવાનું હતું કે લોકો ના આગ્રહ નુ માન રાખી ને ઉતમ તેની મુશ્કેલી દૂર કરવા માટે જાય છે કે પરત પોતા ના ઘરે પોતાના પરિવાર સાથે રહેવા લાગે છે.....
To be continued......