Fari ek adhuri Mulakkat - 10 in Gujarati Fiction Stories by Andaz e Abhi books and stories PDF | ફરી એક અધૂરી મુલાકાત - 10

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ફરી એક અધૂરી મુલાકાત - 10

ભાગ 10


કપીલ એ અસમંજસ માં છે કે શું જવાબ આપે. કપીલ તે વિચારો માં જ ખોવાયો છે વંશીદા તેની સામે 15 મિનિટ સુધી જોયાં કરે છે.

વંશીદા: કપીલ તું કેમ કંઈ બોલતો નથી?

કપીલ: અરે ઈડલી કેટલી સરસ છે ( કપીલ વાત ને બીજી તરફ વાળી ને)

વંશીદા: હાં! સરસ છે.

કપીલ: તને ખબર મને પણ ઈડલી ને સાઉથ નું ફૂડ ઘણું પસંદ છે.

વંશીદા: સારું કેવાય, કપીલ મારી વાત નો જવાબ આપ આમ આડી અવળી વાત ના કર.

કપીલ: વંશીદા તું મારી સૌથી સારી ફ્રેન્ડ છે. હું તને આવી કોઈ પ્રોમિસ તો નહિં કરી શકું પણ હા તને દુઃખ થાય તેવું કામ ક્યારે નહીં કરીશ.

વંશીદા ને મન માં શંકા તો થાય છે પણ કપીલ ની વાત માની લે છે.

વંશીદા: કપ્પુ મને તારી હેલ્પ જોઈએ છે તું કરીશ.
કપીલ: હાં હું તો તને હંમેશા મદદ કરીશ તું એક વાર કહી તો જો.

વંશીદા: હું ચાહું છું કે તું લાઈફ ટાઈમ મારી સાથે રહે.

કપીલ વિચાર કરે છે કે આ શું કેવા માંગે છે એક બાજુ એમ કહે છે કે મને ક્યારે પ્રપોઝ નહી કરતો ને બીજી તરફ કરે છે કે હું લાઈફ ટાઇમ સાથે રહેજે.

કપીલ: વંશીદા તું શું કેવા માંગે છે મને કંઈ સમજ ના પડી.
વંશીદા: કપ્પુ મને એક એવા સહારા ની જરૂર છે જે મને સમજી શકે, મારી વાત માની શકે, મારા મન ની વાત એને કહી શકું, આ પ્રેમ ના ચક્કર માં ઘણી વાર દુઃખ થયું છે, એ મને ક્યારે આ માટે ના કહે.

( વંશીદા ને એક એવા રમકડાં ની જરૂર હતી જે એની મરજી મુજબ ચાલે, પણ કપીલ માટે તો એ સાચો પ્રેમ એને ખબર હોવા છતાં ક વંશીદા ને સાથ ની નહીં સહાનુભૂતિ ની જરૂર છે એક વાર તે પૂરી એટલે વંશીદા તેના રસ્તે ને કપીલ તેના, આ બધું જાણવા છતાં તેણે વંશીદા નો સાથ આપવા હામી ભરી)

કપીલ: વંશીદા હું તો છું જ તારી સાથે, તને સમજુ પણ છું ને તારી વાત પણ માનું છું.
વંશીદા: હાં મને ખબર છે એટલે જ તો હું તને મળી ને મારા લાઇફ ની વાત તને કરું છું. ને તું મારો સૌથી સારો ફ્રેન્ડ છે.મારે હજી એક મદદ જોઈએ છે!

કપીલ: હાં બોલ ને.

વંશીદા: મારે હોવી રીંકેશ ના ચક્કર માં નથી પડવું બસ મારે મારી ફેમિલી ને સપોર્ટ કરવો છે, અને હા કપ્પુ આપડી આ બધી વાત માં એક વાત તો ભુલાઈ જ ગઈ તારો બર્થડે આવે છે ને.
કપીલ: હાં!

વંશીદા ને એક ફોન આવે છે ને થોડી ચિંતા માં આવી જાય છે.

વંશીદા: કપ્પુ સોરી! મેં વિચાર્યું હતું કે આજે દિવસ તારી સાથે વિતાવીશ પણ અત્યારે મારે જવું પડશે, એક અરજન્ટ કામ આવી ગયું, પ્લીઝ તું ખોટું ના લગાડતો આપડે ફરી મળીશું,
કપીલ: અરે કંઈ વાંધો નહીં જા તું.

એક પણ શબ્દ વધારે કહ્યાં વગર કપીલ એ તેને વિદા કરી. આટલી મથામણ બાદ વંશીદા તેને મળી હતી ને પુરા 1 કલાક પણ સાથે ના રહી શકી.કપીલ તેને પૂછી પણ ના શક્યો કે શું થયું અચાનક કંઈ પ્રોબ્લેમ તો નઇ થઈ હશે ને?

કપીલ પોતાના ઘરે આવી જાય છે.

મિત્રો આ સ્ટોરી ને આગળ વધારીયે તે પેહલાં કપીલ ના મિત્રો વિશે જાણવું જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ ના જીવન માં તેના મિત્રો નો ફાળો સૌથી મોટો અને મહત્વ નો હોય છે, તે તેના મિત્ર માટે શું કરી કરી શકે તે બધા જ જાણે છે, પણ અહીં કપીલ ની જિંદગી માં તેના મિત્રો કેવા છે તે શું કરે છે, અને કોણ કોણ છે તે હવે પછી ના ભાગ માં જોઈશું


To be continue........