Shamna na dankh - 1 in Gujarati Fiction Stories by SONAL DIGANT KESARIYA books and stories PDF | શમણાંના ડંખ.. (ભાગ - ૧)

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

શમણાંના ડંખ.. (ભાગ - ૧)

© #copyright

આ નવલકથા #શમણાનાડંખ મારી‌‌ કોપીરાઇટ રચના છે..જેના તમામ હક મારી પાસે છે. ધન્યવાદ 🙏🙏

રહસ્યકથા

#શમણાનાડંખ (ભાગ - ૧)
************

"શું આજે પણ એ આવશે??

લગભગ નવથી- સવા નવની વચ્ચે એ સ્ટેશન આવતુ હતુ. એકદમ અવાવરૂ જ સમજો ને! ક્યારેક જ કોઈ મુસાફર ત્યાંથી ચડ-ઊતર કરતો હશે, જંગલ જેવો ભેંકાર રસ્તો !

દૂર દૂર સુધી કંઈ જ ના દેખાય.. એવામાં કોઈ રહેતુ પણ હશે કે કેમ ? ના કયાંય ઘર દેખાય, ના માણસો ! એ જગ્યાએ ટ્રેન પણ પાંચેક મિનિટ જ રોકાતી હતી-

આવા સુના સ્ટેશનથી.. બે શનિવારથી, એ છોકરી ટ્રેનમાં ચઢતી હતી.. એકલી ! સારા ઘરની લાગતી હતી. આવા સ્ટેશન પર એકલા ઉભા રહેવાની.. એને બીક નહીં લાગતી હોય?

ઉંમર તો હશે લગભગ પચ્ચીસ છવ્વીસની આસપાસ-
શું દરરોજ એ.. આ રીતે જ..આટલા વાગ્યે ચડતી હશે??
કયાંથી આવતી હશે? - દૂર સુધી કંઈ નજરે પણ નહોતુ પડતુ!

વળી, એના હાથમાં કોઈ સામાન પણ નહીં, જયારે પણ એ ટ્રેનમાં ચડે, ત્યારે પ્રખર સામે જોઈને થોડું હસી લેતી હતી.
વળી, આ જ ડબ્બામાં ચઢતી હતી. ખબર નહીં.. ક્યાં ઉતરતી હશે!!

અંદર આવીને એ એક નજર ડબ્બામાં નાખી લેતી હતી,
અને, એક વાર બેસી ગયા પછી- એ સતત બહાર જ જોયા કરતી હતી.

"બસ.. હવે એ સ્ટેશન આવવું જ જોઈએ"
પ્રખર વિચારવા લાગ્યો-

થોડોક થાક પણ લાગ્યો હતો. એક તો, એક જગ્યાએ બેસી રહેવાનું સહેજ પણ ના ગમે. કેટલીય વાર તો અમસ્તા પણ ડબ્બામાં આંટો મારી લેતો. મુસાફરી કરવાનો એને પહેલેથી જ બહુ કંટાળો આવતો હતો. ટ્રેનમાં બેઠા પછી પણ થોડી થોડી વારે ઉભો થતો રહેતો.

થાય પણ શું?? .. નોકરીનો સવાલ હતો.. એટલે ટ્રેનમાં બેસવું પડતું હતું. પ્રખરે બગાસું ખાધુ. આજુબાજુ જોયુ..
અને સીટ પર પગ લંબાવી દીધા-

બે બહેનો વચ્ચે એક ભાઈ - પ્રખર !
એના પપ્પા તો ત્રણ વર્ષ પહેલાં જ,આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. હ્રદયની બિમારી એમને પહેલેથી જ હતી.
એમને નોકરીમાંથી રિટાયર્ડ થયે એક દોઢ વર્ષ થયુ હશે, ત્યાં અચાનક જ એટેક આવતા એમનું મૃત્યુ થયુ હતું. ત્યારે પ્રખરના મમ્મી અને એની બંને બહેનો,ખૂબ જ ભાંગી પડ્યા હતા..

પ્રખરે જ એવા સમયે મજબૂત બનીને એમને સાચવી લીધા હતા. ત્યારે તો પ્રખરની કોલેજ પતી ગઈ હતી. વળી, પપ્પા હતા ત્યાં સુધી કોઈ જવાબદારી માથે નહોતી પડી, પણ હવે બધી જવાબદારી પોતાના પર હતી, એટલે આગળ ભણવાનું પણ માંડી વાળ્યુ હતુ.

પપ્પાના જ એક મિત્રની લેબોરેટરીમાં-
એણે લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી..
જોકે નોકરી કરતાં કરતાં એણે વાંચન તો ચાલુ જ રાખ્યું!!
ક્યારેક વળી મૂડ આવી જાય તો, નાની નાની કવિતા પણ લખી લેતો હતો-

એના જેટલો જ વાંચનનો શોખ, નાની બહેન કાવ્યાને પણ હતો,એ પણ લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને,સતત વાંચ્યા કરતી હતી!!

પ્રખર પણ ખૂબ વાંચતો હતો..સરકાર દ્વારા બહાર પડતી,
અલગ અલગ જગ્યાની ભરતી માટે એ પરીક્ષા આપતો રહેતો. આવી જ એક પરીક્ષા એણે.. આ નોકરી માટે પણ આપી હતી.

થોડા ઝાટકા સાથે ટ્રેન ઉભી રહેતા, પ્રખર બેઠો થયો..
"કયુ સ્ટેશન આવ્યુ?" બહાર નજર કરી..

રાતના સમયે આ બાજુ બહુ થોડા મુસાફર રહેતા, એટલે અવર જવર પણ ઓછી રહેતી. ચા નાસ્તા વાળો છોકરો ડબ્બામાં આંટો મારી ગયો.

પ્રખરે પણ ઉભા થઈને એક આંટો મારી લીધો. થોડી વાર ટ્રેનના દરવાજે જઈને ઉભો રહ્યો,વળી પાછી ટ્રેન ચાલવા લાગી, એટલે આવીને બેસી ગયો. સ્ટેશન તરફ નજર કરીને એણે ફરીથી લંબાવી દીધું.

બે વર્ષ પહેલા..
જ્યારે પ્રખરને જંગલ વિભાગમાં નોકરી મળી..ત્યારે તો એ ગામનું નામ જ પહેલી વાર સાંભળ્યું હતું,
"નાનાગઢ"

નાનાગઢ એટલે,
ચારેબાજુ જંગલથી ઢંકાયેલુ નાનુ એવુ ગામ, પ્રાકૃતિક વરદાન પામેલુ સુંદર ગામ. કુદરતે છૂટા હાથે અહીં સુંદરતા વેરી હતી.

જોકે જંગલ એટલે જંગલ..જેમાં ઝેરી જીવજંતુ.. સાપ.. અજગર, અને વિકરાળ પ્રાણીઓનો ભય પણ ખરો !

વળી.. ઘરથી આટલે દૂર જવું પડશે, અને એય છ-સાત કલાક ટ્રેનમાં બેસીને, એ વિચારથી જ પ્રખરની મમ્મી અને બહેનોએ, પહેલા તો ના જ પાડી દીધી હતી. એમાંય એના મમ્મી બીનાબહેન તો ખાસ ગભરાઈ ગયા હતા, કહેતા હતા કે.. "એવા જંગલમાં ના જવાય, નોકરી તો બીજી ય મળી રહેશે, એવી જગ્યાએ રહેવાતુ હશે? એ પણ આટલે દૂર"

પ્રખર પણ ત્યારે મૂંઝવણમાં તો હતો જ.. કે શું કરવું, પણ પછી ઘરની સ્થિતિ યાદ આવી ગઈ.

આમ તો શહેરની વચ્ચે જ સારુ એવુ મોટુ ઘર હતું..
પપ્પાની નોકરી ય સારી હતી. કસ્ટમ વિભાગમાં એ મોટી પોસ્ટ પર હતા. ખૂબ ઈમાનદારીથી નોકરી કરી હતી. સાદા અને સરળ જીવનના પાઠ એમણે સંતાનોને આપ્યા હતા,
આડંબરથી એ હંમેશા દૂર રહેતા હતા. એટલે એમણે બચત પણ સારી એવી કરી હતી.

આજે હવે પપ્પા નથી. ત્યારે બધો જ ભાર પ્રખર પર જ હતો. વળી, એક લેબ આસિસ્ટન્ટ તરીકેની નોકરીમાં,
એવુ કોઈ ભવિષ્ય નહોતું.

જયારે પ્રખરે આ નોકરી માટે અરજી કરી, ત્યારે એણે મમ્મી અને બહેનોને કંઈ જણાવ્યુ નહોતુ. એને ખબર હતી.. કે આ જંગલની નોકરી હતી, એટલે એ લોકો ના જ પાડશે.

જોકે પછીથી બધું સરળતાથી પાર પડ્યું હતુ.
નોકરી માટે.. ઈન્ટરવ્યુ પણ સફળતાપૂર્વક અપાઈ ગયું.
આ નોકરી તેના માટે ખૂબ જ જરૂરી હતી. બે બહેનો હજુ ભણતી હતી. એમને આગળ જેટલુ ભણવુ હોય, એટલુ ભણાવવાની પ્રખરની ઈચ્છા પણ હતી. નાની બહેનને ડોક્ટર બનવું હતુ.

પછી તો એમના લગ્નનો વખત આવશે,આ બધુ પણ હવે વિચારવાનું હતુ. એટલે જેવો નોકરીનો ઓર્ડર આવ્યો..
એવો તરત જ પ્રખર ત્યાં હાજર થઈ ગયો હતો.

અને.. જે નોકરી મળી હતી, એ કંઈક અંશે મનગમતી પણ હતી, પ્રખરની ય ઈચ્છા હતી જ કે આ નોકરી મળી જાય,
વળી, સરકારી નોકરી હતી - એટલે ખુશી ખુશી જંગલમાં રહેવાનુ સ્વીકારી લીધુ હતુ.

જંગલમાં વસેલા નાનકડા એવા નાનાગઢમાં, એક ફોરેસ્ટ ઓફિસર તરીકે, પ્રખરને ખુબ જ માન પણ મળતું હતું !

ગામમાં કોઈ ઉત્સવ હોય,કે પછી કોઈ પણ સારો પ્રસંગ હોય, ત્યારે પ્રખરને અચૂક આમંત્રણ મળતું, ખૂબ જ આગ્રહ કરીને, બધા એને બોલાવતા હતા. એનો આદર પણ બહુ કરતા હતા.

શરૂઆતમાં તો ગામના લોકો અનાજ, શાકભાજી, ફળો વગેરે આપી જતા હતા. અરે, શાકભાજીના ઢગલા કરી જતા હતા. પછી તો એ રોજનુ થવા લાગ્યુ. ગામના લોકો રોજ કંઈને કંઈ આપી જાય!!

છેવટે.. પ્રખરે બધાને પ્રેમથી સમજાવવા પડ્યા, કે આ બધુ કરવાની જરૂર નથી.. હું કંઈ જ નહીં લઉં"

છતાંય એ ભોળા લોકો, કયારેક આગ્રહ કરીને ફળોની ટોપલી તો મૂકી જ જતા હતા.

સામે પ્રખર પણ એવો જ હતો. બધા સાથે પ્રેમથી વાત કરે.. બધાના ઘરે જાય..ગામમાં કે જંગલમાં ક્યારે પણ.. કોઈ વાતે એની જરૂર પડે, તો તરત જ એ.. પહેલા ત્યાં પહોંચી જતો હતો. ગામના લોકો જોડે જઈને, એ એમનો બની જતો હતો.

સરળ વ્યકિતત્વ... મિલનસાર સ્વભાવ,
અને મદદ માટે હંમેશા તૈયાર !!

પ્રખરને જંગલમાં જ ઓફિસ તરફથી ઘર મળ્યુ હતુ. એક તરફ નાનાગઢ ગામ અને બીજી તરફ, એની તરત અડોઅડ જ.. ગાઢ જંગલ શરુ થતું, એ જંગલની શરૂઆતમાં જ પ્રખરની ઓફિસ હતી. અને ઓફિસની પાસે જ.. એને ઘર પણ મળ્યુ હતું.

ગાઢ જંગલમાં ઓફિસ..
અને એ જંગલમાંય ઘણે આગળ ગયા પછી, એક ફાંટો પડતો હતો, જેના ઉંડાણમાં સાગવન હતુ. આ સાગવન વળી, ખીણ જેવી ઉંડી જગ્યાએ આવેલું હતું.

ઓફિસ તરફથી પ્રખરને જે ઘર મળ્યુ હતુ,
એ હતુય ખાસ્સું મોટુ, ભરપુર હવા ઉજાશ મળી રહે,ઘરની સામે જ.. થોડે દૂર એક કૂવો પણ હતો, જોકે એમાં કયારેય પાણી નહોતુ જોયું. છેક અહીં સુધી કેટલીય વાર, જંગલી પ્રાણીઓ પણ ચકકર લગાવી જતા હતા-

જંગલી પ્રાણીઓથી બચવા માટે, ઘર અને ઓફિસની ચારે તરફ લોખંડની જાળી નાખેલી હતી..

પ્રખરની ઓફિસની થોડે દૂરથી,
એક બાજુ ગામની વસ્તી શરૂ થતી હતી,અને બીજી બાજુ જંગલની હદ શરૂ થતી હતી.

જો કોઈને જંગલમાં જવુ હોય,
તો એના માટેની પરવાનગી લેવી ફરજીયાત હતી, જોકે જંગલની શરૂઆતમાં થોડા ઘર હતા ખરા ! પણ મોટા ભાગના લોકો ગામમાં જ રહેતા હતા.

આવા જંગલમાં,
એ બંને બહેનો અને મમ્મીને સાથે રાખી શકે તેમ નહોતો,
વળી બહેનોનું ભણવાનું ય ચાલુ હતુ, એટલે પ્રખર એકલો જ રહેતો હતો.

હા.. કયારેક એ લોકો નાનાગઢ આવી જતા હતા. સંધ્યાને અને કાવ્યાને તો.. જંગલમાં ઘણુ ગમતું હતું, પરંતુ એના મમ્મી બીનાબહેનને, જંગલમાં ખૂબ જ બીક લાગતી હતી,
એટલે એ લોકો બહુ ઓછુ આવતા હતા. મોટાભાગે તો પ્રખર જ, મહિનામાં બે વાર ઘરે જઈ આવતો હતો.

શનિવારે સાંજે નાનાગઢ રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસી જાય.
અને સોમવારે વહેલી સવારે પાછો આવી જાય ! આ એનું રૂટિન હતુ.

એમાંય છેલ્લા બે શનિવારથી, પેલી છોકરી ય, વચ્ચે આવતા નાના સુમસામ સ્ટેશનથી ચડતી હતી.

"શું આજે પણ એ આવશે??"
પ્રખર આમ તેમ જોવા લાગ્યો..

ડબ્બામાં ચાર મુસાફરો હતા.. એમાંથી બે મુસાફરો સુઇ ગયા હતા. અને બીજા બે એમના ફોનમાં તલ્લીન હતા.

પ્રખરે સપ્તક સામે જોયું-
શું સપ્તક પણ.. એ છોકરીને શોધતો હતો??

બંનેની નજર મળી.. થોડું હસી લીધું. બીજા બધા મુસાફરો કદાચ બદલાતા હશે. પરંતુ સપ્તક નાનાગઢથી જ સાથે રહેતો હતો. એને નાનાગઢની પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી. ગામના બજારમાં જ પોસ્ટ ઓફિસ હતી, એટલે એ બાજુ જ કયાંક, એણે ઘર ભાડે રાખ્યુ હતુ.

પ્રખરની જેમ એ ય રજામાં ઘરે જતો હતો..
એટલે શનિવારે ટ્રેનમાં સાથે ચઢતો હતો-

બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી રહેતી હતી. જોકે સપ્તક બહુ ઓછુ બોલતો હતો. લગભગ તો એ પોતાના ફોનમાં જ જોતો બેઠો હોય.

ચી ઈ ઈ ઈ...... કરીને ટ્રેન ઊભી રહી.
પેલુ સુમસામ સ્ટેશન આવી ગયુ હતું. અહીં ટ્રેન પાંચેક મિનિટ જ રોકાતી હતી.

"શું અત્યારે પેલી છોકરી અહીંથી ચડશે?
કોણ હશે?? ક્યાં ઉતરતી હશે??
પ્રખર દરવાજા સામે જોઈ રહ્યો.

હા.. જ્યારે પણ પોતે ઉતરે, ત્યારે એ છોકરી થોડું હસી લેતી હતી..પછી તરત જ બારીની બહાર જોવા લાગતી..
એ સિવાય કોઈ વાતચીત હજી સુધી થઈ નથી.

પ્રખર વિચારવા લાગ્યો.
"અરે આ ટ્રેન તો ઉપડવા લાગી"
શું આજે એ છોકરી નહીં આવે??"
પ્રખરની નજર બહાર સ્ટેશન તરફ ફરી વળી.

સ્ટેશનના નામ પર એક નાની કેબીન હતી. જે લગભગ બંધ જ રહેતી હતી. છુટા છવાયા બે ત્રણ બાકડા હતા..એક ઘર કદાચ દૂર નજરે પડતું હતું. બાકી ક્યાંય દૂર સુધી.. બીજા કોઈ ઘર દેખાતા નહોતા. બસ ખેતરો જ ખેતરો.. ક્યાંક ક્યાંક.. વાંસના મોટા મોટા ઝુંડ નજરે પડતા હતા, વળી દૂર સુધી લાઈટ પણ નહોતી, એટલે ખાસ કંઈ દેખાતુ નહોતુ.

આંચકો મારીને ટ્રેન ધીરે ધીરે સરકવા લાગી.
તો આજે.. એ ના આવી!
પ્રખરે સ્ટેશન પરથી નજર વાળી લીધી..

ત્યાં તો ટ્રેનનો દરવાજો ઝપાટાભેર ખુલ્યો. લગભગ દોડતા દોડતા જ પેલી છોકરી આવી,અને એક કૂદકો મારીને ટ્રેનમાં ચડી ગઈ. રૂમાલથી પરસેવો સાફ કર્યો. આમતેમ ડબ્બામાં એક નજર

ત્યાં તો ટ્રેનનો દરવાજો ઝપાટાભેર ખુલ્યો. લગભગ દોડતા દોડતા જ પેલી છોકરી આવી,અને એક કૂદકો મારીને ટ્રેનમાં ચડી ગઈ. રૂમાલથી પરસેવો સાફ કર્યો. આમતેમ ડબ્બામાં એક નજર ફેરવી લીધી, પ્રખર સામે જોઈને થોડુ હસી લીધું.. અને બારી પાસે બેસી ગઈ..

ક્રમશ..