આરામ ખુરશી માં બેસીને પોતાની જિંદગીમાં આવેલા અનેક વળાંકો વિશે તે કંઈક વિચારી રહ્યા હતા.
હસતા, મુસ્કુરાતા રમણીકભાઇ આજે કંઈક અલગ જ દુનિયા માં હતા.
મંદ મંદ હવા તેનાં શરીર ને ઠંડક પહોંચાડતી હતી તેનાથી તેને સારું ફીલ થઈ રહ્યું હતું. તેના વિચારો નાં ભવંડર વંટોળ માં રહી રહીને બસ એકજ નામ આવતું હતું અને એ હતું "પ્રેમ"....
રમણીકભાઇ સ્વભાવે કડક, એકલતા જ તેનો સાથી, એકલતા ને કારણે તે વાત વાતમાં ગુસ્સે થઈ જાય એટલે તેને કોઈ બોલાવતું નહીં, તેનો દીકરો અને વહુ પણ તેમનાં આવાં વર્તન ને કારણે વિદેશ રહેવા લાગ્યા..
દીકરા નો ક્યારેય કોઈ મેસેજ કે ફોન ના આવતો. તેમને આ વાત નું વધારે દુઃખ લાગતું. રમણીકભાઇ પાસે કહેવા માટે તો બધું જ હતું પણ આ 70 ની ઉંમર માં સાથ દેવા વાળું કોઈ ન હતું. આમ રોબોટ ની જેમ જિંદગી જીવતા જીવતા તે કંટાળી ગયા હતા અને આથી તે ડિપ્રેશન માં રહેવા લાગ્યા.
ડિપ્રેશન ને કારણે તેણે પોતાની જિંદગી ટુંકાવવા નું નક્કી કર્યું.
તેઓ જાતે ગાડી ડ્રાઈવ કરીને એક ચા ની ટપરી પાસે ઉભા રહ્યા. તેમણે એક ચા મંગાવી અને વિચારીયુ કે મરવું જ છે તો એક ચા પીને પછી જ જવાય ને.... ☕😃
ચા પીતા પીતા તેમની નજર એક છોકરા પર ગઈ. પહેલા તો તેમણે કંઈ ખાસ ધ્યાન ન આપ્યું પણ ન જાણે કેમ તેનું મન તેમને તે છોકરા તરફ આકર્ષતું હતું.
તે છોકરો રોડ પર ગાડી એ ગાડી એ પેન વેચતો હતો અને બોલતો હતો "પ્રેમ ની કલમ કરશે બહુ મોટાં મોટાં કામ"
"પ્રેમ ની કલમ કરશે બહુ મોટાં મોટાં કામ"....
કેટલીક ગાડી ઓ વાળાં તેની સામે પણ જોતાં ન હતાં તો કેટલાક તેને દૂર રહેવા નું કહેતા હતા. પેન તો ન લે પણ તે છોકરા ની હાથમાં રહેલી પેનો પણ નીચે વેરી દે આમ છતાં તે છોકરો ફરી પાછો ઉભો થઇ ને પોતાના કામે લાગી જતો.
આ દશ્ય જોઈ ને રમણીકભાઇ ને ભૂતકાળ યાદ આવવા લાગ્યો. તે પેલા છોકરા પાસે ગયા અને તેની પાસે થી બધી પેન ખરીદી લીધી અને તેમાંથી એક પેન તે છોકરા ને આપી અને કહ્યું કે આ પેન તારાં માટે ત્યારે તે છોકરા એ કહ્યું, હું આ પેન નું શું કરીશ!! કેમકે આ પેન નો તો ભણવામાં કામ આવશે કે ન તો હું આ પેન ને ફરીથી વેચી શકીશ.
આ સાંભળતા રમણીકભાઇ એ તેના પરિવાર વિશે પુછ્યું ત્યારે તેમને ખબર પડી કે આ પણ અનાથ છે અને આ જાલીમ દુનિયા માં આનું પોતાનું કહેવાય તેવું કોઈ નથી.
ખબર નહીં પણ કેમ આજે તેમનું દિલ તેમના મન પર હાવી થઈ રહ્યું હતું, ખબર નહીં કેમ પણ વારેવારે તેને પોતાનો ભુતકાળ યાદ આવવા લાગતો.
રમણીકભાઇ એ છોકરા ને ગાડી માં બેસાડીયો અને તેને એક સારી રેસ્ટોરન્ટમાં લઈ ગયા. ત્યાં બંને એ સાથે લંચ કર્યું. બંને વચ્ચે હવે ધીમે-ધીમે વાતો થવા લાગી પણ આ વાતો માં તે છોકરા નું નામ તો પુછવાનું રહી જ ગયું. તેમણે કહ્યું, હાઈ હું રમણીક છું અને તું?
પ્રેમ.. પ્રેમ છે મારું નામ.. લખે જે મારી કલમે થાય તેનાં બહું મોટાં મોટાં કામ.
રમણીકભાઇ અને પ્રેમ વચ્ચે સારો એવો તાલમેળ બેસી ગયો એટલે રમણીકભાઇ એ પ્રેમ ને તેનાં કામ વિશે પુછ્યું ત્યારે પ્રેમે જે જવાબ આપ્યો તે સાંભળી ને રમણીકભાઇ તો દંગ રહી ગયા. આ બાળક ની સમજદારી, દેશ પ્રત્યે ની ભાવના, બીજા ની ખુશી માં ખુશ થવું અને બીજા ને મદદરૂપ થવું આ વાત થી તેઓ અચંબિત થઈ ગયા.
'હું ભલે ભણી ન શકીયો પણ મારી કલમ નાં કારણે બીજા ઘણાં લોકો લખી શકશે, આગળ વધી શકશે અને આપણા દેશનું નામ રોશન કરશે.' પ્રેમ એ ઉત્સાહપૂર્વક કહ્યું.
આજે રમણીકભાઇ ખુરશી પર બેસી ને પ્રેમ વિશે વિચારી રહ્યા હતા કે તેને પણ તેમની સાથે બનેલી એ ઘટના યાદ આવી ગઈ.
અને રમણીકભાઇ તેમની દુનિયામાં ખોવાઈ ગયા . મારી મમ્મી તો મને જન્મ દેતા ની સાથે જ આ દુનિયા છોડીને ચાલી ગઇ હતી હું ચાર પાંચ વરસનો થયો ત્યારે મારા પિતા પણ તેની દારૂની લતના કારણે મને એકલો છોડીને ચાલ્યા ગયા. હવે આ દુનિયામાં મને પોતાનું કહેવા વાળો કોઈ ન હતું. આ દુનિયા સામે લડવા માટે મારે એકલાએ જ ઝઝુમવાનું હતું.
મેં પોતાનું પેટ ભરવા ધણાં નાના મોટા કામ કર્યા. એક દિવસ હું રોજ ની જેમ જ પેન વેચતો હતો ત્યાં અચાનક એક કાર આવી અને મને ટકકર મારી. ટકકર મારવાથી હું જમીન પર બેસી ગયો. મને જાજુ તો કંઈ થયું ન હતું પણ અચાનક કાર સામે આવવા થી હું ડધાઈ ગયો હતો.
મારી આવી સ્થિતિ જોઈને કોઈ મને મદદ તો દૂર પણ બધાં મારી નિઃસહાય હાલત પર હસતાં હતાં તે જોઈને મને વધારે દુઃખ થયું હતું કે આ દુનિયા શું આવાં લોકો થી જ ભરેલી હશે?
હું આ વિશે વિચારતો હતો ત્યાં જ એક કાકા એ મને પોતાનો
હાથ મારા તરફ લંબાવ્યો. મેં તેમની સામે જોયું તો હું તેમને જોતો જ રહી ગયો.
એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા તેમનાં વાળ, આંખે એનટીક ચશ્માં, બરાબર ઘડી કરેલો કાળો સુટ, ટાય, ફોર્મલ પોલિશ કરેલા બુટ , હાથ ને શોભે તેવી ઘડિયાળ અને સૌથી મોટું તેમનાં ચહેરા પર એક મસ્ત સ્માઈલ.. 😊
હાથ પકડ!! બેટા.. આ શબ્દ મારા કાને સંભળાયા એટલે હું વિચારો માંથી બહાર આવ્યો અને તેમના હાથ નાં સહારે હું ઊભો થયો.
મને પાસે બેસાડીને તેમણે તેમના ડ્રાઈવર ને પાણી આપવા કહ્યું. મેં પાણી પીધું પછી તેમણે મારું નામ પુછ્યું એટલે મેં કહ્યું મારું નામ તો રમણીક છેપણ મને બધાં રમણીયો કહીને બોલાવે છે.
તમે મારું નામ તો પુછ્યું પણ તમે કોણ? તમે નહીં જણાવો મને તમારા વિશે? અરે! હા હા હું તને બધું જણાવીશ મારાં વિશે. હું ધનસુખલાલ મહેતા છું. મહેતા ગ્રૃપ ઓફ ઈન્ડસ્ટ્રી નો માલિક..
હું એકીટશે તેમને જોતો રહ્યો. ત્યાં તેમની નજર મારા હાથ પરની ચોટ પર ગઈ અને તે મને હોસ્પિટલ લઈ ગયા. તે દિવસે હું પહેલીવાર ગાડી માં બેઠો હતો.
ખબર નહી પણ ક્યારે દવા ની અસર નાં કારણે મારી આંખ લાગી ગઈ. પણ જ્યારે મારી આંખો ખુલ્લી ત્યાર થી "રમણીયા માંથી રમણીકલાલ બનવાની મારી સફર શરૂ થઈ".
મેં જોયું તો એક વિશાળ આલિશાન મહેલ જેવું મોટું ઘર, નોકર-ચાકર, સોફા, ઝુમર,એનટીક વસ્તુઓ અને મારી બાજુમાં ધનસુખલાલ અને તેમના પત્ની વીણા બેન ઉભા હતા.
ખબર નહીં પણ કેમ મને હોશ માં આવેલો જોઈને વીણા કાકી ની આંખ માં આંસુ આવી ગયાં. મેં તેમને પુછ્યું પણ ખરાં કે શું કામ રડે છો પણ કંઈ જવાબ દેવા ને બદલે તે રસોડામાં જતાં રહ્યાં.
હવે મારાથી ન રહેવાયું એટલે મેં કાકાને પુછ્યું કે કાકી કેમ અચાનક રડતાં રડતાં જતાં રહ્યાં. તમે મને અહીં લઈને આવ્યા એટલે તો કઈક એ દુઃખી નથી થઈ ગયા ને..જો એમજ હોય તો હું અત્યારે જ અહીં થી જતો રહું.એ બંને વાતો કરી રહ્યા હતા ત્યાં વીણા કાકી મારા માટે સુપ લઈને આવ્યા અને મને પોતાનાં હાથથી પીવડાવીયુ.
મેં તેમનો આભાર માન્યો અને જવા માટે રજા માંગી કેમકે જો હું મારાં કામે પાછો નહીં જાવ તો મારે આજે ભુખ્યા જ સુવું પડશે. હું જેવો ઉભો થયો કે કાકી એ મને ગળે લગાવી લીધો અને પછી પાછા તેનાં કામે લાગી ગયા.
હવે મેં કાકા તરફ જોયું તો તેમની આંખ ના ખુણા ભીના હતાં. હવે મારાથી ન રહેવાયું એટલે મેં અંતે હિંમત કરી ને પુછી જ નાખ્યું.
ત્યારે મને ખબર પડી કે કેટલીય માનતાઓ બાદ તેમના ઘરે પારણું બંધાયું હતું. તે બંને બહુ ખુશ હતાં. તેમના એકના એક દીકરા હર્ષ સાથે આનંદ માં દિવસો પસાર થવા લાગ્યા પણ કોણ જાણે અમારા નસીબ માં બસ આટલું મા બાપ બનવાનું સુખ હશે કે એક દિવસ હર્ષ ને ખૂબ તાવ આવી ગયો અને તાવ મગજ માં ચડી ગયો.તેમણે બેસ્ટ માં બેસ્ટ ડોક્ટર દ્વારા સારવાર કરાવી પણ અમે તેને બચાવી નો શકીયા.
ત્યાર થી વીણા ની દિમાગી હાલત ઠીક નથી રહેતી પણ આજે જયારે તેણે મને જોયો એટલે તેની અંદર રહેલી ર્માં મને ફરી એકવાર જોવા મળી અને તેની દિમાગી હાલત માં પણ સુધારો લાગીયો.
આ વાત કરીને તે બહાર ગયા અને થોડી વારમાં પાછાં આવ્યાં. તેમને મને કંઈક પુછવું હતું પણ તે પુછી શકતાં નહોતાં એટલે મેં એમને કહ્યું કે કાકા જે પણ વાત હોય તે તમે કહી શકો છો.. એટલે તેમણે મને પુછ્યુ કે, શું તું અમારો દીકરો બનવાનું પસંદ કરીશ? તેનાથી તને એક પરિવાર મળશે અને અમને એક દીકરો.
આ સાંભળતા મને ઝટકો લાગ્યો. ઘણું વિચારીયા બાદ મેં તેમને કાકી ને પુછવા કહ્યું ત્યારે કાકી અંદર આવ્યા અને કહ્યું કે જો તને કોઈ આપત્તિ નાં હોય તો..
પણ હા, આજ થી તારે અમને મમ્મી પપ્પા કહેવાનું ઠીક છે "રમણીકલાલ મહેતા"..
આમ હું રમણીયા માંથી રમણીકલાલ મહેતા બન્યો અને આજે એ જ ઘટના ફરી મારી આંખો ની સામે બની રહી છે.
જો મને આવો પરિવાર નાં મળીયો હોત તો હું આજે પણ..
એટલું વિચાર્યું બાદ મેં પણ એજ કર્યું જે ત્યારે ધનસુખલાલ મહેતા એ કર્યું હતું પણ મારાં માથે પરિવારની જવાબદારી તો નહતી પરંતુ એક સૌથી મોટી જવાબદારીએ હતી કે મારાં મરવાથી તો કોઈ ને કંઈ ફાયદો નહીં થાય પણ જો મારાં કારણે કોઈ ની જિંદગી સુધરે તો હું ખુદ ને નસીબદાર સમજીશ.
રમણીકલાલ આ બધું વિચારી રહ્યા હતા ત્યાં જ એમના ખભે કોઈ નો સ્પર્શ મહેસૂસ કરીયો. એટલે તેમણે જલ્દી થી આંખો લુછી અને ચહેરા પર સ્માઇલ સાથે જોયું તો તે હાથ પ્રેમ નો હતો.
જી હા, આ એ જ પ્રેમ છે જેને હું તે દિવસે મળ્યો હતો. જો તે દિવસે હું પ્રેમ ને ના મળ્યો હોત તો સાયદ હું આજે આ દુનિયામાં ના હોત. હું જ્યારે પણ પ્રેમ ને આ વાત કહું છું ત્યારે તે મને બસ એટલું જ કહે છે કે એ વાત તો હું નથી જાણતો પણ હા તમારા કારણે આજે મારી જિંદગી બદલાઈ ગઈ. જો એ દિવસે તમે મને ના મળ્યા હોત તો ખબર નહીં આજે હું...
બસ.. બસ.. રહેવા દે હવે નહીંતર મને ડાયાબિટીસ થઈ જશે અને પછી મારે તમારી પાસે જ દવા લેવાં આવવી પડશે કેમ "ડો. પ્રેમ મહેતા" આ સાંભળતા બંને હસી પડે છે.