કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૯ )
"સરસ, સારું કહેવાય. તારો પ્રેમ. તો હવે તકલીફ શું છે?" મનમાં કેટલાએ વિચારો, આવેગોને રોકતા મન આ વાત આગળ વધારવા બોલી ઉઠ્યો. સામે એને લાગી રહ્યું હતું કે એ જેવો પણ છે ક્રિશ્વી એ એને શરીર કેમ આટલું મોડું સોંપ્યું અને આ પવિત્રતા ની વાતો કરતી શાલીની તરતજ બીજાની થઈ ગઈ. બસ આ વાતો વ્યગ્ર કરી રહી હતી.
"હવે એને લગ્ન કરવા છે. ને મારે એના લગ્ન નથી થવા દેવા. બસ મારે એ જોઈએ છે એ પણ પૂરો. મારે શું કરવું જોઈએ?" એકી શ્વાસે શાલીની બોલી.
"આમ જોવા જઈએ તો એને હક છે લગ્ન કરવાનો એની જીંદગી જીવવાનો. આ તો નર્યો તારો સ્વાર્થ કહેવાય." મન એ બંને ને જુદા કરવાના પોતાના ભાવ સાથે બોલ્યો.
"પણ એને લગ્ન કેમ કરવા છે? મેં બધુજ આપ્યું છે એને જોઈતું. એને બાળક જોઈશે તો એ પણ આપી દઈશ. પછી કેમ લગ્ન કરવા હોય?" શાલીની પોતાની એને ના છોડવાની દ્રઢ ઈચ્છા સાથે બોલી.
"હા તે આપ્યું છે બધુંજ ને આપીશ પણ એની ઈચ્છા શું છે એ મહત્વનું નથી?" મન સમજાવતા બોલ્યો.
"મારા માટે એ આખો જોઈએ અથવા નહીં" એમ કહેતા શાલીની રડી પડી.
એટલામાં જ શાલીની નો પ્રેમી અચાનક ત્યાં આવી ચડ્યો અને શાલીનીને એની બાથમાં ભરી રોવા લાગ્યો. કહ્યું કે હું તારી સાથેજ છું ને. શાલીની પણ અનરાધાર વરસી પડી અને લાગણીસભર થઈ ગળે વળગી રહી. બંને થોડા પળ માટે સમય, સ્થળ, સ્થિતીનું ભાન ભૂલી એકમેકમાં ખોવાઈ ગયા.
મન માટે આ પળ ખુબજ દુઃખ આપનારી હતી. કારણ એકજ હતું શાલીની ને પામવી હતી પણ આ શું એ તો કોઈ બીજાની બાહોમાં. આ એ જ શાલીની છે જે પવિત્ર પ્રેમની વાતો કરતી અને આટલા ટૂંકા સમયમાં આની સાથે બેડ માં સૂઈ આવી હતી. આવા કેટલાએ વિચારો મન ને વ્યથિત કરી રહ્યા હતા.
મન અહીંયા છે એ પણ ભૂલી શાલીની પોતાના પ્રેમી સાથે ત્યાંથી રવાના થઈ ગઈ. મન માટે આ એવા પળ હતાં જ્યાં એ શાલીની ના જીવનમાં એનું શું સ્થાન છે એનું શું અસ્તિત્વ છે એ શોધી રહ્યો હતો. એ કેટલીએ વાર સુધી ત્યાં બેસી રહ્યો અને બસ આ બધુંજ વિચારતો રહ્યો. ફરી એણે વિચાર્યું કઈક એવું કરું જેથી શાલીની ને પામી શકુ અને ત્યાંથી મન રવાના થયો.
રાત્રે મનના વિચારોમાં સાંજે બનેલી ઘટના ચાલી રહી હતી. એને થઈ ગયું હતું કે આમ કઈ રીતે આ વ્યક્તિ મને, મારા સાથેના સંબંધને અવોઇડ કરે એ પણ હજુ હમણાં આવેલા વ્યક્તિ ના કારણે. આ બધા વિચારોમાં હતો ત્યાજ શાલીની નો મેસેજ આવ્યો.
"કેમ છે તું? સારું થયું તું આવ્યો મન હળવું થયું."
"હું ઓકે નથી. હું તો ત્યાજ હતો ને તું તો બસ જતી જ રહી પેલા સાથે. દોસ્ત તો તું માને છે ને?" મન એકધારું બોલી ગયો.
"તું ખોટું કેમ લગાડે છે! સાચું કહું તો મારા જીવનમાં એનાથી વિશેષ કોઈ નથી. એને ખુશ રાખવા એ કહે, વિચારે એમ જ કરીશ. એનાથી વધુ કેર, પ્રેમ મને કોઈજ ના આપી શકે." શાલીની એ મનના ભાવ કહ્યા.
"આપણી દોસ્તીની પણ કોઈ કિંમત નથી?" મન બોલ્યો.
"મેં કહ્યું તો ખરું આ સંબંધ આગળ કોઈપણ સંબંધ ની કિંમત નથી. પણ તું યાદ કરીશ ત્યારે હું સાથે હોઈશ." વિશ્વાસ સાથે બોલી.
"સારું ચાલ કાલ મૂવી જોવા જઈએ આપણે બે." મને તરત પોતાનો એક દાવ ખેલ્યો.
"ઓકે, પણ હું પેલાને પૂછી લઉં. કાલે સવારે જે હોય એ કહીશ." શાલીની એ આ વાત કહી વાતોનો દોર રોક્યો.
મન વિચારી રહ્યો હતો કે આ શું મારું કોઈજ અસ્તિત્વ નથી. થઈ આવ્યું કાલે મળે એટલી વાર હું એને પામીને જ રહીશ. મનનો અહમ્ ઘવાયો હતો બસ આ જ અહમ્ માટે મન કંઇપણ કરવા માટે તત્પર થયો હતો.
સવાર પડતાં જ શાલીનીનો મેસેજ આવ્યો કે હા સાંજના શો માં જઈએ. મને બે કોર્નર ટિકિટ બુક કરાવી. ઇરાદા સાફ હતા કે આજે શાલીની સાથે બસ ધાર્યું કરીને જ રહેવું છે. આમપણ શાલીની એ સંબંધને મૃતપાય કહ્યો છે તો એ જ બરાબર. પણ એને પણ ખબર પડવી જોઈએ આ મન કોણ છે. આ બધા વિચારો સાથે મન સાંજની રાહ જોવામાં લાગી પડ્યો.
*****
અનન્યા ને આ બધી ખબર પડશે?
શાલીની સાથે મન શું કરશે?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.
*****
તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.
જય ભોળાનાથ...
Feelings Academy...