Vaat ek Raatni - 7 in Gujarati Horror Stories by અંશતઃ. ગોસાઇ ભરતવન books and stories PDF | વાત એક રાતની - ભાગ ૭

Featured Books
Categories
Share

વાત એક રાતની - ભાગ ૭

"હા એ આંચલ જેને બસમાં પણ મુસાફરી કરવા તકલીફ પડે છે તે પોતાના પ્રેમ માટે પિતા સામે બગાવત કરી શકશે?"

હું હજી વિચારી રહ્યો હતો ત્યાં, એક ઉલ્ટી દિશામાં ગુજરતી ટ્રેને મારું ધ્યાન તોડ્યું. મારા હાથમાં પકડી રાખેલ કાગળ જે નિહારિકાની ડાયરીમાંથી ફાડી અને મારા હાથમાં હતો એ પવનની ગતિના કારણે મારા હાથમાં ઉડી રહ્યો હતો. મેં વાંચવાનું ચાલુ કર્યું.

"હું નથી જાણતી કે તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો કે પછી ખુદામાં, પણ હા તમે જરૂર માનવતામાં વિશ્વાસ ધરાવો છો. બસ એજ માનવતા ની કસમ આપું છું. વિરમગંજ સ્ટેશને ઉતરવું છે, ત્યાંથી હું મારા પિયર ભાગી જઈશ, પણ હું પેલી પીળા રંગની સુટકેસ વિના નહીં ઉતરી શકું. સુટકેસમાં મારી માર્કશીટ છે અને એ બધી જ તસવીરો છે જેનાથી આ લોકોને ગુનેગાર સાબિત કરી શકું. બેગ જંજીરથી બાંધેલી છે, ને કંઇ પણ રીતે હું એમને ખોલી પણ લવ તો બેગ એટલી બધી ભારે છે કે એમણે ખેંચીને હું દરવાજા સુધી નહીં પહોંચી શકું. એ કામ તમારે કરી આપવું પડશે પ્લીઝ..... હું વિરમ ગંજ સ્ટેશન પહેલા વોશરૂમ ના બહાને ગેટ સુધી આવીશ. હવે બસ એ બેગને પ્લેટફોર્મ પર ફેંકી દેશો?.............આપની અજનબી દોસ્ત..."

સાચું કહેજો જ્યારે કોઈ પિક્ચર જોઈએ સિનેમાઘરની બહાર નીકળીએ ત્યારે પાર્કિંગ સુધી આપણે આપણી જાતને હીરો સમજતા હોઈએ છીએ. થોડો પાવર તો રેય જ છે મગજમાં થોડા સમય માટે પણ હોય જરૂર. ફિલ્મ પરદા ઉપર પૂરી થઈ ગઈ હોય પરંતુ તમારા મગજમાં તો હજી સુધી એમના તાર જંજણતા હોય છે. તમે આ કહાનીમાં ખુદને ક્યાંય ને કયાંય જોય રહ્યા હોય છે. બસ આ જ ભાવ મારા મનમાં પણ હતો. કદાચ એટલા માટે જ પુરી ત્રણ સેકન્ડ વિચાર્યું પછી નિર્ણય લીધો કે કંઈ પણ થઈ જાય મારે કોઈપણ કાળે પીળી સુટકેસ ની ચેન કાપી દરવાજા સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. મરૂન કલરની સાડી પહેરેલી છોકરી વિરમગંજ સ્ટેશન પર ઉતરશે અને ઉતરીને જ રહેશે. વાત પૂરી...
ટ્રેન હવે પોતાની ગતિ વધારી અંધરીરહી હતી. રાતમાં દૂર ખેતરોની ઝૂંપડીમાંથી આછા અજવાળા વાળાની લાઈટ ટમકી રહી હતી, જેમ આ ચેન કાપવાનો સવાલ મારા મનમાં ટમકી રહ્યો હતો.

ચેન ને કાપવી કઈ રીતે?


બેગ બિલકુલ પેસેજ પાસેની લોખંડની પાઇપ સાથે ચમકતી સાંકળથી બંધાયેલી હતી. મને નાની ચમકતી સાંકળ બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મોટી તો નહોતી પરંતુ એટલી મજબુત તો જરૂર હતી કે, તેને કાપવી આટલી બધી આસાન પણ નહોતી!
રાતના લગભગ બે - સવા બે વાગ્યા હશે. 40- 45 મિનિટની ખામોશી પછી હું દુનિયા બચાવનાર સુપર હીરોની જેમ ઊભો થયો. આ દરવાજાથી લઇ અને સામેના દરવાજા સુધી ના તો કોઈ હિલચાલ હતી ના તો કોઈ નો પડછાયો. પરંતુ તેનો પગ હજુ પણ હલી રહ્યો હતો તે કદાચ કહેવા માંગતી હતી કે જલ્દી કાપો સાંકળ ને....... વિરમગંજ આવવાનું છે...

હું મારી સિટ પરથી ઊભો થઈ, નિહારિકાના સસરાની સીટ પાસે એવી રીતે બેસી ગયો જેવી રીતે વેટિંગ ટિકિટના મુસાફરો સીટ ના મળવાના કારણે સીટની બાજુમાં બેસી અને મુસાફરી કરતા હોય. હા એક વાત કહેવાનું ભૂલી ગયો હું હંમેશા ચાવી સાથે એક નાનું ચાકુ ઈમરજન્સી ઉપયોગ માટે રાખતો. આજે ખરેખર ઇમર્જન્સીમાં એ કામ આવી રહ્યું હતું.
ખરેખર ધબકતા હૈયે મેં જિંદગીમાં પહેલી વખત ડેરીંગ વાળું કામ ન તો કર્યુ હતું ના હવે પછી હું કરવાનો હતો. એ સમયે મારા હૃદયના ધબકારા લગભગ ૧૫૦ - ૧૬૦ જેટલા થઈ ગયા હતા. એમ લાગતું હતું કે હમણાં હૃદય ધબકતું ધબકતું બહાર આવી જશે....!

મિડલ સીટમાં બેઠેલી નિહારિકા માથું ઊંચું કરી મને જોઈ રહી હતી(મહારાણીની જેમ..). હું સાકળ ઉપર ધીરે ધીરે મારું નાનું ચાકુ ચલાવી રહ્યો હતો. બહુ સમય સુધી ઘસ્યું હવે તો હાથ પણ દુખવા લાગ્યો હતો, તેમ છતાં સાંકળ ઉપર એક નાનું અમથું નિશાન પણ ન જોવા મળ્યું. હાથ દુખવાની સાથે મે સાંકળ કાપવાની સ્પીડ વધારી દીધી. મારો હાથ ધીરે ધીરે સુન્ન થવા લાગ્યો હતો. એકધારો એક આંગળી અને અંગુઠા વચ્ચે ચાકુ પકડી રાખવાના કારણે તે જગ્યા ઉપર લોહીનું પરિભ્રમણ અટકી ગયું હતું. તેમ છતાં હિંમત હાર્યા વિના સતત ૨૦ મિનિટ સુધી એક જગ્યા ઉપર સાંકળી એક જ કડી ઉપર મારું ચાકુ ફેરવતો રહ્યો. ૨૦ મિનિટ બાદ મેં સાંકળની કડી થોડી નબળી થતા જોઈ. હવે ચાકુ ને બીજા હાથમાં પકડ્યું અને એ જગ્યા ઉપર ઘસવા લાગ્યો. સાથે સાથે ચારેબાજુ નજર ફેરવતો જતો હતો અને જોઈ રહ્યો હતો કે મને કોઈ જોઈ તો નથી રહ્યું ને?

હું હા ચાકુ ચલાવતો રહ્યો ચલાવતો રહ્યો ચલાવતો રહ્યો ચલાવતો રહ્યો પરંતુ સાકર કપાવાનું નામ જ નહોતી લેતી. એ જ સમયે ભગવાને મારો સાથ આપ્યો મારા કામમાં મદદ કરી દીધી. એ જ સમયે બીજી તરફથી એક ટ્રેન પૂરપાટ ઝડપે અમારા ટ્રેનની વિરુદ્ધ દિશામાં પસાર થઈ. તેનો અવાજ એટલો બધો તિવ્ર હતો કે, એની આડમાં બીજી કોઈ પણ અવાજ છુપાય શકતી હતી. મેં આ સમયનો ફાયદો ઉઠાવ્યો, પગને સામેની બાજુએ ઠેરવી જંજીર ને બંને હાથો થી સજ્જડ પકડી જોર લગાવીને ખેંચી. એવી તો ખેંચી કે ખટાક અવાજની સાથે જંજીની કડી એકબીજાથી અલગ થઈ ગઈ. બસ એ જ નિશાન વાળી જગ્યાએ થી સાંકળ તૂટી ગઈ.

ભગવાનનો ખુબ આભાર કે ટ્રેનની અવાજની આડમાં સાંકળ તૂટવાનો અવાજ કોઈને સંભળાયો નહીં. આખો પરિવાર પડખું ફેરવીને સૂઈ રહ્યો હતો. મેં ફટાફટ પીળી સુટકેસને ખેંચી અને કિનારા તરફ કરી દીધી. શરીરમાં લોહીની ચિનગારીઓ દોડી રહી હતી અને રદય બસ હવે ફાટી જશે એવું લાગી રહ્યું હતું. શ્વાસ રૂંધાઇ રહી હતી, એસી કમ્પાર્ટમેન્ટમાં 22 ડિગ્રી તાપમાને હું પરસેવે નાઈ રહ્યો હતો. હું ધીમેથી ઉઠ્યો અને સાઇડ ઉપર કરેલી બેગને હળવેકથી ઉઠાવી ટ્રેનના દરવાજા તરફ લઈ ગયો. વિરમગંજ સ્ટેશન હવે આવવાનું હતું...

મિત્રો કેવી લાગી રહી છે તમને આ ટ્રેનની સફર એ કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે મને ફોલો પણ કરજો જેથી આવનાર નવો ભાગનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય.....આપનો પ્રતિભાવ દરેક લેખક માટે એક ફુલહાર સમાન હોય છે, તો જમી લીધા પછી હાથ ધોવા જરૂરી બને છે તેવી જ રીતે રચના વાંચ્યા બાદ પ્રતિભાવ પણ એટલો જ જરૂરી બને છે. 😊😊😊🌼🌼🌹🌹
આપનો પ્રતિભાવ મને 8780931156 પર પણ આપી શકો છો.