The Author बिट्टू श्री दार्शनिक Follow Current Read આજનું ભારણ વધુ પડતું ભણતર By बिट्टू श्री दार्शनिक Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share આજનું ભારણ વધુ પડતું ભણતર (1) 1.2k 4.2k ભણતરનો ભાર ખરું કૌ તો, વણ માગ્યો અને વણ જોઈતો જ છે.ભણ્યા પછી જ્યારે કમાવા નીકળીએ ત્યારે ખબર પડે કે,ભણ્યા કરતાં એટલો સમય કૈક સારુ કામ શીખ્યા હોત અને બધા લોકો સાથે સંબંધ સાચવ્યો હોત તો સારું હતું. નોકરીથી સારી આવક થતી નથી અને સંબંધ વિના ધંધો શક્ય નથી.આજના આધુનિક જમાનાના પુસ્તકનું જ્ઞાન લગભગ તો જરાય કામમાં આવતું નથી.નથી સંબંધ સચવાતા નથી કમાણી થતી.આટ આટલા લાવેલા માર્કસ્ અને આટ આટલી જે તે વિષયની સમજ સાવ નકામી છે.ખબર જ નથી પડી કે ચોપડીના પાઠ યાદ કરવામાં કેમ આટલો સમય વેડફેલો !આટલા વર્ષ ભણ્યા પછી એ ભણતરનો ઉપયોગ કરી કોઈની મદદ સામે એની ફી માંગીએ ત્યારે લોકો કામ કરવાના બહાના ન હોય એટલા શોધી લાવે.કામ અથવા મદદ ન કરી શકીએ તો કમાવું અને વધુ સારો કામ નો અભ્યાસ કરવો ક્યારે અને કેમનો ?ચરિત્ર નું ઘડતર જ એટલું અગત્યનું હોય તો એ પાઠ અને અભ્યાસ તો ક્યાંય આવ્યો જ નઈ.જીવનનો સમય વીતી ચૂક્યો અને છાપ લોકોના મનમાં ઊભી થઈ ગઈ.એને બદલવા માટે પોતાનો ધંધો સફળ કરવા આસપાસ ના લોકોનો સહયોગ જોઈએ. લોકોના વિશ્વાસ વિના એમનો સહયોગ કેમ મળે ?સહયોગ વિના ધંધો આગળ ન વધી શકે અને આવક ન થાય તો પોતાની વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક વિકાસ કેમ થાય ?અને આખી વાત માં માર્ક્સ તો ક્યાંય આવ્યા જ નહીં.જે સમયે વિશ્વાસ કમાવાનો હતો એ સમય માર્કસ પાછળ વેડફાય ગ્યા એમ લાગે છે.ખરેખર ભણતર કરતાં કે કોઈ ડિગ્રી કરતાં જે કામ ગમે એમાં આવડત શીખવાનું વધુ જરૂરી લાગ્યું.અત્યારનું ભણતર કોઈ બાળક માટે, ફક્ત કોઈ હવસના પૂજારી એવા સ્ત્રી - પુરુષની લાલસા જ લાગે છે. જેમને બાળક પાસેથી અઢળક રૂપિયા અને અઢળક સમ્માન જોઈએ; પણ કમાણી કઈ રીતે કરવી અને સમ્માન માટે ચરિત્ર ઘડતરની મેહનત તો એમને કરવી જ નથી. બાળકને પગ પર ઉભો કરવો છે તો એની માટે એને મેણા તો મારવાના પણ એની પાછળ એ શીખતા છોકરાની આવડત પર પ્રશ્ન ચિન્હ જગ સામે મૂકી એના ભવિષ્ય પર પાણી જરૂર ફેરવી દેવાય છે.નવા માર્ગે જવા માટે સાહસ, ધીરજ, દૂરદર્શિતા, સહકાર અને સમજ જોઈએ જ. દરેક વખતે આગળ વધતા વ્યક્તિ કે નવ યુવાનને નવા માર્ગે આશ્વાસન અને હિંમતની સખત જરૂર હોય છે. શરૂઆતમાં જ એની પાસે લાખો કરોડો રૂપિયાની સફળતાની અપેક્ષા એ પતનની નિશાની છે.આવી પરિસ્થિતિમાં યુવાન આત્મહત્યા, ચોરી, લુંટ - ફાટ, ગુંડાગર્દી જેવા અસામાજિક કામ કરવા કે એવું વલણ અપનાવવા પ્રેરાય છે.પોતાના અંગત ભરણપોષણ અને માનસિક શાંતિનો અનુભવ કરવા યુવાનો દારૂ, જુગાર, ચરસ, ગાંજા જેવા નશા તરફ ખેંચાઈ જવા મજબૂર બને છે. અને એ નશામાંથી એમનું માનસિક રીતે બહાર નીકળવું અને એ નશાથી એમને ઊભી થતી આર્થિક ભીંસ દૂર કરવી ખૂબ જ કપરી બને છે.આર્થિક તણાવના લીધે જ્યારે એમની પ્રેમિકા સાથેના સંબંધ તૂટવા લાગે કે સંપૂર્ણ તૂટી જાય ત્યારે પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા અન્ય સ્ત્રી પર નજર કરવી, એમની છેડતી કરવી કે બળાત્કાર જેવી પ્રવૃત્તિ માટે પ્રેરાય છે.આ એ યુવાનો હોય છે, જેમને ફક્ત સમ્માન, એમને એમના સારા ગુણોના લીધે એમનો સ્વીકાર, આર્થિક મદદ અને એમની આવડત પર વિશ્વાસ જ કરી લઈએ તો એ યુવાન આ આખા સમાજ કે જન સમુદાયનું ખૂબ સારી રીતે નેતૃત્વ કરી શકે છે.પોતાની જાત ઘસી અન્ય લોકો સાથે વાતચીત ટાળી, પોતાના શોખ અને અન્ય બીજા ખર્ચ સાવ બંધ કરી એ જ્યારે આવડત ઊભી કરે છે અને ચરિત્ર ઘડતર ભૂલી જાય છે ત્યારે એના ચરિત્ર પર લોકો પ્રશ્ન ઊભો કરે છે. એના આધારે એની આવડત પર પણ પ્રશ્ન ઊભો થઈ જાય છે. જન્મ વખતે લાગણી અને પ્રેમથી ભરેલું એ બાળક સમાજની વિકૃત માનસિકતા અને અખૂટ અપેક્ષાઓને લીધે ખૂબ ભયાવહ દુર્ગતિ પામે છે. એ દુર્ગતિ માટે એ બાળક કરતાં વધુ આ સમાજના લોકો વધુ જવાબદાર હોય એવું લાગે છે. જેનો દંડ એ કોઈ કચડાઈ ગયેલું બાળક ભોગવે છે.આ યુવકોની આર્થિક જરૂરિયાતને પૂરી કરવાની.જો આમ કરી શકાય તો હું માનું છું કે હાલની તારીખમાં સ્ત્રીઓનું જે સમ્માન ખૂટે છે એ જરૂર સચવાશે અને સમાજની પ્રગતિ જરૂર થશે.જ્યારે આર્થિક બોજ દૂર કરવા પાછળ દોટ મૂકાય છે, અને એમના જ્ઞાન કે ભણતરનું સમ્માન ન થાય, ત્યારે યુવકો માટે ચરિત્ર પર ધ્યાન આપવું ખરેખર અત્યંત કપરું બને છે. જ્યારે એ ચરિત્ર પર ધ્યાન આપે ત્યારે એમનું ભણતર પર ધ્યાન આપવું કે આવડત ઊભી કરવી અઘરી બને છે.વાસ્તવમાં તો ચરિત્ર યુવતીઓનું અને જ્ઞાન, મક્કમતા, પ્રયાસ, જેવા કઠોર ગુણ પુરુષમાં ચકાસવા જોઈએ. આર્થિક પરિસ્થિતિ માટે કોઈનું અપમાન કરી એમને દુરમાર્ગે ધકેલવા મને તો યોગ્ય નથી લાગતું.આ પરિસ્થિતિ નિવારવા માટે ખરેખર જરૂર છે તો યુવકોની આવડત પર વિશ્વાસ રાખવાની.********************************************પોતાનો કે તમારો મત તમે આ સ્ટોરી ને રેટિંગ કરીને કરી શકો છો. અહીં ઘણી વાત એક સાથે અને ટુંકમાં કરવી મુશ્કેલ છે. તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ: @bittushreedarshanik પર મેસેજ કરીને પૂછી શકો છો. Download Our App