"આભા"
"આભા"
" પ્લીઝ.... આવું ન કર. વર્ષો રાહ જોવડાવ્યા બાદ મળી છે તું. હવે જીવન સફરમાં આમ છોડીને ન જા. પ્લીઝ.......આભા. પ્લીઝ.
એટલું તો વિચાર કે તારા વિના મારું શું થશે? અને આકૃતિ........
બીજા કોઈ નહીં તો કંઈ નહીં, પણ એનું તો વિચાર............."
હોસ્પિટલનો એ પ્રાઇવેટ રૂમ ડૂસકાંઓથી ભરાઈ ગયો હતો. પણ હું શૂન્યમનસ્ક હતી. હુુંં એ અવાજ ઓળખવા મથી રહી હતી. લાગતું હતું કે હું મને ખુુુદને જ ઓળખતી નથી. શુંં છે મારું અસ્તિત્વ??? હું મારું અસ્તિત્વ શોધી રહી હતી. હું મારુંં અસ્તિત્વ શોધવા ધીરે ધીરે મારા ભૂતકાળમાં ગરકાવ થઈ રહી હતી.........
* * * * * * * * * *
એક પરિવાર માં પ્રથમ બાળક તરીકે એક બાળા નો જન્મ થયો છે. હા, એ હું છું. માતા પિતાના પ્રથમ સંંતાન તરીકે હું આ દુુનિયામાં આવી. મારા પિતાએ મને હાથમાં લીધી અને નામ આપ્યું, "આભા."
મારા મમ્મી, પપ્પા ને હું ઓળખી શકી. ઘરમાં પ્રથમ બાળક એટલે હું. હું ખુદને નિહાળી રહી હતી. સફેદ કપડામાં વીંટાળેલી, ગુલાબી ચહેરો. કોઈપણ વ્યક્તિ જોઇને મોહી પડે એવી જ, 'નાનકડી આભા'.
મમ્મી પપ્પા સાથે એ વિડિયો મેં ઘણી વખત જોયેલો, તે મને યાદ આવ્યું.
* * * * * * * * * *
ફરીથી એ જ અવાજ સંભળાયો. હું એ સાંભળી રહી હતી. પણ હજુ હું એને ઓળખવામાં અક્ષમ રહી. એ અવાજ મને મારા ભૂતકાળ માંથી પાછી ખેંચી લાવતો હતો. અને હું મારા ભૂતકાળને યાદ કરવા મથામણ કરી રહી હતી. કોનો હતો એ અવાજ? આટલું દર્દ....... ફક્ત મારા માટે? એને ઓળખવા હું ફરી મારી સ્મૃતિમાં ખોવાઈ રહી હતી...........
* * * * *
આખા ઘરમાં રડવાનો અવાજ........ મમ્મી, પપ્પા મને શાંત કરાવવા કેટલા પ્રયાસો કરી રહ્યાં છે.....
મમ્મી એ તો ધમાલી નું ટૅગ પણ લગાવી દીધું. અરે એટલી નાની મને ધમાલ ની તો શું ખબર પડે? પણ હવે હું ખરેખર ધમાલી બની જ ગઈ...
* * * * *
મારા ભૂતકાળને યાદ કરી ચહેરા પર આછેરું સ્મિત રેલાઈ રહ્યું હતું. હૉસ્પિટલ નાં એ રૂમ માં ઘડીક શાંતિ પ્રસરી ગઇ. મારી આંખો ખૂલી, મને કોઈક દેેેખાયુ. મારી સ્મૃતિને એ ચહેરો યાદ ન આવ્યો. એના માટે ભૂૂતકાળને યાદ કરવો જરૂરી હતો.
* * * * *
ઓહ! મમ્મી.
મારા મમ્મી મારા વખાણ કરી રહ્યા છે, હું નાની હતી ત્યારે અદલ ઢિંગલી લાગતી. દરેક ને રમાડવાનું મન થઈ આવે એવી.
બહુ ધ્યાન રાખવું પડતું મારૂં. થોડું ચાલતા શીખી પછી મને બાંધી રાખવી પડતી તો જ મમ્મી શાંતિ થી કામ કરી શકે.
મમ્મી પાસે મારી બાળપણ ની વાતો સાંભળીને મને બહુ મજા આવતી અને આશ્ચર્ય પણ થતું.
હું રૂપિયા ના ઝાડ વાવતી અને મમ્મી ને નહીં ચડવા દેવાની ધમકી આપતી. પપ્પા અને હું ઝાડ પર ચડીને પૈસા ઉતારી મજા કરીશુ એવું સાંભળીને તો હસી જ પડાયું. ખરેખર હું આવું કરતી હોઈશ??
* * * * *
રૂમ માં હજુ એ શાંતિ પ્રસરેલી હતી. એ શાંતિ ને ચીરતો અવાજ સંભળાયો.
" ક્યારે મોટી થઈશ હવે? નાની હતી ત્યારે બહુ ખોવાઈ જતી, આમ અત્યારે ખોવાઈ ગઈ તો હું ક્યાં ગોતીશ તને.????"
હા, મારા મમ્મી નો જ અવાજ હતો.
ખોવાઈ જવું,.........
ને હું ફરી મારા ભૂતકાળ માં ખોવાઈ ગઈ......
* * * * * * *
મમ્મી પાસે સાંભળ્યું હતું કે હું નાની હતી ત્યારે બહુ ખોવાઈ જતી. આસ પડોશ નાં દરેક લોકો મને શોધવામાં લાગી જતાં. એક વખત તો આસપાસ ના બધા જ બાળકો સાથે હું ખોવાઈ ગઈ. બધે જ બાળકો ની શોધ શરૂ થઈ. બધા ચિંતા માં હતાં કે હું બધાને લઈને ક્યાં ગઈ હોઈશ. બાળકો પણ મોટાભાગના મારી જ ઉંમરના એટલે કે ચાર પાંચ વર્ષનાં. શેરીમાંથી એક સાથે આઠ બાળકો ગાયબ થાય એટલે......
સવારના ગુમ થયેલા છોકરાઓ દિવસ આથમવા આવ્યો તોય હજુ મળ્યા નહોતા. કોઈકે પોલીસ માં ફરીયાદ કરવાની સલાહ આપી. ને બધાને એ યોગ્ય લાગ્યું એટલે બધા જવા તૈયાર...
રસ્તામાં ગાર્ડન જોઈને મમ્મી ને યાદ આવ્યું કે હું થોડાક દિવસ થી ગાર્ડનમાં ફરવા જવાનું કહેતી હતી. ને પોલીસ સ્ટેશન પહેલા ગાર્ડનમાં જોઈ લેવાનું વિચારી બધા ગયા ગાર્ડનમાં.....
અમને ત્યાં રમતાં જોઈને સવારથી ચિંતા કરતા મા-બાપની ચિંતા દૂર થઈ. ને પછી તો એવા બધા ખીજાયા અમને.....
પણ આખો દિવસ ખાધાં વિના રમ્યા જ કરવાની જે મજા લીધી હતી તે ની સામે આટલું સાંભળવાનું કંઈ વધુ ન કહેવાય.
મને આશ્ચર્ય થયું કે ઘરથી એટલે બધે દૂર આવેલા એ ગાર્ડનમાં અમે પહોંચ્યા કઈ રીતે હશું. હસવું પણ આવ્યું. કે હું એકલી નહીં પણ બધાને લઈને પણ ખોવાઈ ગયેલી.........
* * * * *
હું હસી રહી હતી ને એ જોઈ આસપાસ ના રડતાં ચહેેરાઓ પર હળવાશ આવી. પણ એ ખુશી ક્ષણિક જ ટકી. મનેે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એ દર્દ ભર્યા અવાજે ડૉક્ટર અને નર્સ ને બોલાવી રહ્યો હતો. રૂમ માં ભાગદોડ મચી ગઇ......
( ક્રમશઃ )