વસુધા - વસુમાં
પ્રકરણ -44
નેબરાબર
ઝૂડ્યોઅને
હલકો કરી નાંખ્યો. રમણાની માં બૂમો પાડતી રહી અને રમણાને માર ખાતો બચાવવા માટે પોલીસ
પટેલને વિનવતી રહી ત્યાં પોલીસ પટેલે કહ્યું હવાલદાર એનું ટ્રેકટર કબજે લઇ લો. અને
પોલીસ થાણે જમા કરાવી દો આ સૌથી મોટો પુરાવો છે. ત્યાં રમણો પિધેલામાં બોલી ઉઠ્યો
.... આ સાહેબ મને નાનાં માણસને શું પજવો છો ? હું તો ચીઠ્ઠીનો ચાકર છું મારુ તો ટ્રેકટર
પણ નુકશાન પામ્યું એટલાં તો મને રૂપિયા પણ નથી મળવાનાં.... એક હવાલદાર ત્યાં સુધીમાં
ઘાસનાં પુળામાંથી બાટલી લઈને આયોઅને પોલીસ પટેલને આપી.
પોલીસ પટેલે દારૂની બોટલ જોઈને કહ્યું આતો ઈંગ્લીશ દારૂની
બોટલ છે અહીં નથી મળતી વડોદરા લેવા જવું પડે ઉપરથી આર્મી ક્વોટાની છે તું ક્યાંથી લાવ્યો
બોલ એમ કહી એક ઝાપટ જોરથી મારી.... ત્યાં રમણો પોપટની જેમ બકવા માંડ્યો.... સાહેબ માફ
કરી દો હું આમાં એકલો નથી મને કહેવામાં આવ્યું એમ મેં કર્યું સાહેબ.....
પોલીસ પટેલ કહે મને પહેલેથી ખબર હતી કે તારી આ ઔકાતજ
નથી સાલા ગોચર જમીન પર પડી રહી કબજો કરીને પૈસા ઉભા કરે છે ઉપરથી ગુનાખોર બની કોઈને
મારી નાંખવા સોપારી લે છે....પકડો એને નાંખો જીપમાં પોલીસચોકી જઈ બધું ઓકાવીશું અને
રામાભાઇ તમે ટ્રેકટર લઈને આવો ચોકીએ.
એમ કહીને રમણાને જીપમાં નાંખ્યો અને પટેલે કહ્યું આ જગ્યા
ખાલી કરી તમારાં ખોરડે જતાં રહો નહીંતર વધારે મુશ્કેલી થશે. રમણાની માં એ કહ્યું અમે
આ જગ્યા છોડી દઈશું પણ રમણાને છોડી દો એની ભૂલ થઇ ગઈ ફરી આવું નહીં થાય.
રમણાંએ કહ્યું માં તું અહીંયાથી ફળીયામાં જતી રહે હવે
હું લાંબે જવાનો... તું અહીં એકલી નહીં રહીં શકે એનો દારૂ જાણે સાવ ઉતરી ગયો હતો. એની
આંખ માં આંસુ આવ્યા એ બોલ્યો મારાં ભાઈબંધ જેવા પીતાંબરને મેં.... અને પોલીસ પટેલે
કહ્યું હવે શાણી વાતો રહેવા દે હવે તારો કોઈ આરો નથી. તું અંદરજ જવાનો. સીધે સીધો બધી
જુબાની લખાવી સાચું બોલી ગુનો કબૂલ કરીશ તો બે કલમ હું ઓછી લગાવીશ સજા ઓછી થશે એમ કહી
જીપ ચોકી પર લેવા કહ્યું.
******
પીતાંબર હજી બોલી શકતો નહોતો પણ બધાં ઘા રૂઝાઈ ગયાં હતાં.
એને દવાખાનાથી રજા આપવામાં આવી હતી. એનો ખાસ મિત્ર કરસન અને ગુણવંતભાઈ ભાડાની મોટી
ગાડી કરીને એને દવાખાનેથી ઘરે લઇ ગયાં એમની સાથે વસુધા અને સરલા હતાં. વસુધાનાં પાપા
- મમ્મી અને ભાઈ દુષ્યંત એમનાં ગામથી સીધાં ગુણવંતભાઈનાં ઘરે પહોંચી ગયાં હતાં.
પીતાંબરને ભોંયતળીયાનાં રૂમમાં સુંવાડેલો. એનાં ઘા રુઝાયા
પછી હવે સારું લાગી રહેલું એ બોલવા પ્રયત્ન કરતો પણ બોલી શકતો નહોતો. સીટી હોસ્પીટલનાં
ડો. જોષીએ કહ્યું થોડો સ્વસ્થ થવા દો પછી સ્વરપેટીનું ઓપરેશન કરી નાખીશું એટલે સારું
થઇ જશે બોલી શકશે પણ હજી ઓછામાં ઓછાજ 4-5 મહીના પછીજ ઓપરેશન થશે.
વસુધા પીતાંબર પાસે આવી એણે કહ્યું તમે બીલકુલ ધીરજ ના
ગુમાવશો બધુંજ સારું થઇ જશે. પીતાંબરે ઈશારામાં કહ્યું હવે ઘરે આવી ગયો છું એમ પણ મને
સારું લાગે છે એમ કહીને પલંગ પર બેઠો થઇ ગયો.
ગુણવંતભાઈએ કહ્યું દીકરા તને સારુંજ થઇ જવાનું છે પણ
આમ ઉતાવળ ના કર. થોડો સમય હજી આરામ કર પછી આખી જીંદગી છે કામ જ કરવાનું છે. પીતાંબર
જવાબ આપી શકે એમ નહોતો... સરલાએ કહ્યું એ પહેલાં પણ એની આંખોમાં જોઈ એનાં વતી મેં સમજાવ્યું
કે ભાઈ કહે છે ઘરે આવી ગયો છું એજ પણ મને સારું લાગે છે... એની આંખોમાં જોઈ હું કહી
શકું છું એની બહેન છું...
પીતાંબરે સરલાની સામે જોઈને હકારમાં ડોકું ધુણાવ્યું
ત્યાં વસુધા હસી પડી એણે કહ્યું જો બેન ભાઈનો કેવો પક્ષ લે છે બહેન સાચી વાત છે તમે
ભાઈ બહેન ઈશારામાં પણ વાત કરી લો છો હું હજી પ્રયત્ન કરું છું એમ કહી હસી પડી.
પીતાંબરે વસુધા સામે એવી રીતે જોયું કે વસુધા.... શરમાઈને
બહાર જતી રહી. ત્યાં વસુધાનાં માતા -પિતા ભાઈ આવી ગયાં પીતાંબર આજેજ ઘરે આવ્યો છે હવે
સારું છે.
પુરુષોત્તમભાઈ -દુષ્યંત અને પાર્વતીબેને કહ્યું હાં હવે
તો સારું થઇ જશે મહાદેવ જુએને સામે. ગુણવંતભાઈ અને ભાનુબહેન પણ રૂમમાં આવી ગયાં. દુષ્યંત
પીતાંબરની બાજુમાં આવીને બેસી ગયો.
વસુધા અને સરલા બધાં માટે ચા નાસ્તો લઇ આવ્યાં. બધાં
બેઠાંજ હતાં અને ત્યાં કરસન આવ્યો એણે કહ્યું ગુણવંતકાકા રમણાને ગુનો કબૂલી લીધો છે
પણ એ કોનો હાથો બનેલો હજી બોલતો નથી પણ પોલીસ પટેલ એક બે દિવસમાં બધું ઓકાવી દેશે આવતીકાલે
કોર્ટમાં હાજર કરવાનાં છે. પીતાંબરે સાંભળ્યું એની આંખો અંગાર જેવી થઇ ગઈ એને બોલવું
હતું પણ બોલી શકતો નહોતો. ત્યાં વસુધા પીતાંબર પાસે આવી એનાં માથાં પર હાથ મુક્યો અને
એને શાંત કર્યો. પીતાંબરે વિવશ આંખો વસુધા તરફ કરી. વસુધાએ કહ્યું એ રમણાંને એનાં ગુનાની
આકરી સજા મળશેજ એણે ઘણાં ગુના કર્યા છે. અને એને દોરનાર રાક્ષસો કોણ છે એ બધુંજ બહાર
આવશે.
ગુણવંતભાઈએ કહ્યું એને સજા અપાવવા હું કંઈ કાચું નહીં
મુકું એ નક્કીજ છે એ ભલે કહે મનેતો સરપંચે કીધું હતું એ કોણ છે મને ખબર છે પણ એકવાર
સાબિત થઇ જવા દો.
ગુણવંતભાઈએ આગળ કહ્યું મોટી વાત એ છે કે આપણાં ગામનાં
સરપંચ લખુભાઈ અને સીટીની મોટી ડેરીનાં ચેરમેન ઠાકોરભાઈ બધીજ મદદ કરવા અને સહકાર આપવા
તૈયારી બતાવી છે આપણાં માટે મોટી વાત છે વળી રમણા અને એની પાસે ગુનો કરાવનારને પકડવા
માટે પણ મદદ કરશે. મોટા માણસો બોલીને ફરી ના જાય તો સારું.
ત્યાં વસુધાએ કહ્યું પાપા એ લોકો એવા માણસ નથી લાગતાં
ચોક્કસ મદદ કરશે. પીતાંબર વસુધાની સામે આશા ભરી આંખે જોઈ રહેલો. એ કંઈક બોલવા માંગતો
હતો એને વસુધાને ઇશારાથી સમજાવવા પ્રયત્ન કર્યો.
વસુધાએ કહ્યું એમનું એવું કહેવું છે કે હવે મને સારું
છે કાલથી હું ખેતરે અને ડેરીએ બધે જઈશ મારે હવે પથારીમાં પડી નથી રહેવું.... મને કરસનનો
સાથ છે એટલે કોઈ વાંધો નહીં આવે એવું કરસન સામે જોઈ ઈશારો કર્યો.
વસુધા અને સરલા બધું સમજી રહેલાં એમાંય સરલા પીતાંબરની
આંખોમાં સ્પષ્ટ જ્વાળામુખી જોઈ રહેલી એને ખાતરી હતી કે પીતાંબરને બદલો લેવો છે.
સરલાએ કહ્યું હાં ભાઈ કાલથી કરસન જોડે ખેતરે અને ડેરીએ
જજે પણ હજી તારી ગાડી ઘરે નથી આવી.
પિતાંબરે આશ્ચર્યથી કરસન સામે જોયું કરસન
સમજી ગયો હોય એમ બોલ્યો ગાડી અત્યારસુધી પોલીસનાં કબજામાં હતી. બે દિવસ પહેલાંજ આપણને
પાછી આપી છે મેં એને કાસમભાઈનાં ગેરેજમાં રીપેરીંગમાં મૂકી છે.... હું એને મારી બાઈક
પર લઇ જઈશ થોડોક સમય જઈશું પછી ઘરે પાછા આવી જઈશું.
તતાહતી
કે પીતાંબર સાજો થઈને ઘરે આવી ગયો એને બોલવાની તકલીફ છે હજી એ શું બોલે છે કંઈ સમજાતું
નથી અથવા ક્યારેક બોલીજ નથી શકતો બધાએ કરસન સાથે પીતાંબરને જવા ઔપચારીક સંમત્તિ આપી
દીધી.
*******
ખબર કાઢીને વસુધાનાં માતા -પિતા દુષ્યંત ઘરે પાછાં ગયાં.
અડોશ પડોશનાં માણસો આવીને ખબર કાઢી ગયાં અને સાંજ પડી ગઈ હતી બધાએ વાળુપાણી કરી લીધાં
હતાં. પીતાંબર એનાં રૂમમાં સૂતો હતો અને બહારનાં રૂમમાં વસુધા -સરલા - ભાનુબેન અને
ગુણવંતભાઈ બધાં હતાં ત્યાં સરલાએ કહ્યું પીતાંબર દવાખાનામાં હતો ત્યારે ભાવેશ ખબર કાઢવા
આવેલા પછી મેં ક્યારનો ફોન કરેલો છે કે પીતાંબરને ઘરે લાવી દીધો છે નથી ફોન કે નથી
એ આવ્યાં. મારી પાસે હવેતો ભાઈએ આપેલો મોબાઈલ છે એમને નંબર બધુંજ આપ્યું છે તોય ફોન
નથી કરતાં.... શું કરે છે શી ખબર ?
વસુધાએ કહ્યું બહેન ચિંતા કેમ કરો છો આવી જશે. પુરુષ
માણસને હજાર કામ હોય એતો ઘરનો મોભ છે....આવી જશે.
પીતાંબર અંદર રહી બધી વાત સાંભળી રહેલો એની પાસે મોબાઈલ
હતો પણ એ બોલી શકતો નહોતો એટલે શું કામનો ? એણે એનાં ઓશિકાની બાજુમાં પડેલો મોબાઈલ
લીધો અને એણે કોઈને કંઈક મેસેજ કર્યો પછી ફોન બંધ કર્યો અને મનમાં હસી રહ્યો હતો.
ત્યાં વસુધા રૂમમાં આવી એણે કહ્યું સુઈ જઉં છે કે વાતો
કરવી છે ?એવું સાંભળી પીતાંબર ઉદાસ થઇ ગયો આંખો નમ થઇ ગઈ એણે કહ્યું ઓહ માફ કરજો પણ
કાલથી તમે કરસનભાઈ સાથે ડેરીએ અને ખેતર જશો...સમજુ છું તમે પુરુષ છો.... તમારી
....
વધુ આવતા અંકે પ્રકરણ -45