Padmarjun - 39 in Gujarati Fiction Stories by Pooja Bhindi books and stories PDF | પદમાર્જુન - (ભાગ-૩૯)

Featured Books
Categories
Share

પદમાર્જુન - (ભાગ-૩૯)

“મને અહીંથી જાવ દો અન્યથા….”એટલું કહી પદમાએ તલવાર પોતાના ગળાની થોડીક વધારે પાસે લીધી.


“પદમા,જીદ ન કર.જો તું અહીંથી ભાગવામાં સફળ રહી તો પણ મહારાજ સારંગ તને ગમે ત્યાંથી શોધી જ લેશે.”
પદમા ખીણની એકદમ નજીક ઉભી હતી. તે હજુ તો કંઇક બોલે એ પહેલાં જ ત્યાંની ભીની માટીમાં તેનો પગ લપસ્યો અને તે સહસ્ત્ર મગરોથી ભરેલી એ ભયાનક ખીણમાં પડી ગઈ.



વર્તમાન સમય


“નહીં…..”પદમાની વાત સાંભળીને અર્જુન ચિલ્લાયો.


“પદમા,તું ઠીક તો છો ને?તને કઇ થયું તો નથી ને?”અર્જુને હાંફળા-ફાંફળા થઇને પૂછ્યું.


“નહીં, રાજકુમાર અર્જુન. હું ઠીક છું.”


“પદમા તું એ ખીણમાં પડી ગઈ હતી છતાં પણ તું કેવી રીતે બચી ગઈ?"અર્જુને પુછ્યું.


...


પદમાએ વૃક્ષની ડાળખી પકડી લીધી અને એ ડાળખીનો સહારો લઈને એ ખીણથી પંદરેક ફુટ ઊંચે આવેલ બખોલમાં બેસી ગઈ.પદમાને શું થયું એ કઇ સમજાઈ રહ્યું નહતું. તે અત્યંત ગભરાયેલી હતી.તેણે હિંમત કરીને નીચે ખીણમાં જોયું.


તેનાં હાથમાંની કંકુની થાળી પડી ગઇ હતી તેથી પાણીનો રંગ લોહી જેવો લાલ થઇ ગયો હતો. તેણે ડાળખીનો સહારો લીધો હતો એ દરમિયાન તેની ચૂંદડી પણ ખીણમાં પડી ગઈ હતી જેનાં પર ખબર નહીં કેટલી મગરો તૂટી પડી હતી. આ દ્રશ્ય જોઈને પદમાને ચક્કર આવી ગયાં અને તે બખોલમાં જ મૂર્છિત થઇ ગઇ.



આ તરફ પદમાનાં ખીણમાં પડી જવાથી બધા જ સૈનિકો અને દાસીઓ ગભરાઇ ગયાં હતાં.


“મહારાજ સારંગને જો આ વાતને ખબર પડી કે પદમા આટલી ભયાનક રીતે મૃત્યુ પામી છે તો તેઓ આપડામાંથી કોઈને પણ જીવીત નહીં છોડે.”દાસીએ કહ્યું.


એક સૈનિકે હિંમત કરીને નીચે ખીણમાં જોયું. ખીણનું દ્રશ્ય જોઇને પદમાને કેવી ભયાનક મોત મળી હશે એવા વિચારમાત્રથી જ તે ધ્રૂજી ઉઠ્યો.



સારંગ અને ભાનુ પોતાની સૈનિકની ટુકડી સાથે મલંગ પહોંચ્યા. થોડા સમયમાં જ રણમેદાનમાં પહોંચી ગયા.યુદ્ધની પરિસ્થિતિ જોઇને વિદ્યુતે હાલ પૂરતું શાશ્વતથી સત્ય છુપાવ્યું હતું.


શાશ્વત, સોમ અને વિદ્યુત બહાદુરીપૂર્વક યુદ્ધ કરી રહ્યા હતા. વિદ્યુતનાં આવવાથી શાશ્વતની સાથે-સાથે અન્ય સૈનિકોની પણ હિંમત વધી ગઈ હતી. આ તરફ મલંગરાજ એ વાતથી અંજાન હતો કે સારંગ પણ યુદ્ધનાં મેદાનમાં આવી ગયો છે. તેથી તેણે વિચાર્યું,


“અત્યારે વિદ્યુત એકલો છે. મને તેને મારવાનો આનાથી સારો અવસર કદાચિત નહીં મળે. સારંગને તું હું મારી રીતે કઇ પણ જણાવી નજીકનાં ભવિષ્યમાં યમરાજ પાસે પહોંચડી જ દઇશ.પછી સમગ્ર સારંગગઢ અને યુવરાજ સિંહે પ્રાપ્ત કરેલ અન્ય રાજ્યોમાં ફક્ત મારુ જ એકતરફી શાશન હશે.”
ભવિષ્યની કલ્પના કરીને મલંગરાજ હસ્યો અને તેણે વિદ્યુત તરફ તિર સાંધ્યું હજુ તો તેનું તિર કમાનમાંથી છૂટે એ પહેલાં જ એક ભાલો તેની છાતીની આરપાર થઇ ગયો.તેથી તેણે ભાલાની દિશામાં જોયું.સારંગ પોતાનાં ઘોડામાં સવાર થઇને મલંગરાજ તરફ આવી રહ્યો હતો.



“વિશ્વાસઘાતી.”સારંગે કહ્યું અને મલંગરાજની છાતીમાંથી ભાલો કાઢી ફરીથી તેની છાતીમાં ભાલો માર્યો.તેથી મલંગરાજનું પ્રાણ પંખેરુ ત્યાં જ ઉડી ગયુ.


“મહારાજ સારંગની જય”


“રાજકુમાર વિદ્યુતની જય”


“ઉપસેનાપતિ શાશ્વતની જય.”


રણમેદાનમાં ચારેકોર ત્રણેયનો જયજયકાર ગુંજી ઉઠ્યો.
સોમ પોતાના પુત્રની શુરવીરતા જોઇને ગદગદ થઇ રહ્યા હતાં જ્યારે શાશ્વત પદમાને મળવાનાં વિચારથી ખુશ થઈ રહ્યો હતો. વિદ્યુત એ વિચારીને ઉદાસ હતો કે કેમ શાશ્વતને પદમા કેદ છે એ જણાવશે જ્યારે સારંગ શાશ્વત હજુ સુધી જીવિત હતો તે કારણે ગુસ્સામાં હતો.ગોવિંદ ખુશ હતો કે પોતે પદમાને આપેલ વચન પુરુ કરવામાં સફળ રહ્યો છે જ્યારે સારંગગઢમાં તેનો પરિવાર પદમાનાં મૃત્યુની ખબર સાંભળીને શોકમાં ગરકાવ હતો.

...

( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)

અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story)

૨) ઘર

૩) દ્રૌપદી

૪) રીવાંશ

૫) અલીઝે