ત્યાતો નેહા બોલી કે બન્ને જણા ભુલશો નહી કે હુ ય છું, અને અમે સ્વસ્થ થતા કહ્યુ કે હા અમને ખબર છે
ત્યાતો એ પાછી બોલી કે અજુ તો કેક કટ કરવાનો છે, અને પછી અમે કેક કટ કરીને ઉપર જતા જ હતા ત્યાતો નેહા પાછુ બોલી કે ઓહો...
આટલી મદદ કરી ને આભાર કોણ માનશે મારો અને અમે બન્ને એ આભાર વ્યક્ત કર્યો અને અંતે પાછા ધીમે પગલે અગાશી પર જઈને સુઈ ગયા.
આવતીકાલ થઈ સવારે ઉઠતા જ મમ્મી નો ફોન આવ્યો , તે મુક્યો ત્યા તો મામાએ વિશ કર્યું મામી એ શિરો બનાવ્યો તે ખાધો પણ મે અને આંકાક્ષા એ ખાધો, પછી તો અમે બન્ને આંખો દિવસ સાથે જ હતા, પછી રાત થઈ ને હજુ સુધીનો સૌથી સારો જન્મદિવસ અને થોડો ખરાબ પણ ઉજવ્યો,
સારો તેથી કે આંકાક્ષા હતી ખરાબ તેથી કે મમ્મી પપ્પા ન હતા,
ધીમે ધીમે કરતા તે દીવસ પણ વીતી જ ગયો, અને તેના પછી પાછુ રોજીંદુ નેહા અને આંકાક્ષાં નુ ચાલતુ હતુ ,હવે સવારે ઉઠ્યા ઓનલાઈન ક્લાસ ભર્યો, ટી.વી જોવી, ઘરમા આમતેમ કામ, ઘરમા ફરવા સાથેસાથે થોડુ હોમવર્ક પતાવ્યુ, અને દિવસ પતી જતો હતો, પણ મારો તો દિવસ તેના શુભ સવારથી લઈ ને શુભ રાત્રી સુધી એકદમ સારો જતો હતો, કારણકે સાથે મારી આંકાક્ષા હતી એટલે,
ત્યા એક દિવસ આંકાક્ષા એ મને પુછ્યુ કે મને જ કેમ પ્રેમ કર્યો તમે ત્યારે હુ બોલ્યો
'હું તો તને પ્રેમ કરું છું "તું"...નાં પૂછ, કેમ છે .?
બસ એટલું સમજ, તારા વગર બધું... જેમ-તેમ છે..."