An innocent love - 17 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 17

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

An innocent love - Part 17

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"શું તમે પણ કાનજીભાઈ, નાની છોકરીને ક્યાં ગભરાવો છો. હજુ તો એ નાની ઢીંગલી છે અને તમે એને મોટી કરી દેવાની વાતો કરો છો. મારી ઢીંગલી તો મારી પાસે જ રહેશે" ફરી એકવાર માસૂમ સુમનની વ્હારે આવતા મમતા બહેને સુમનના ગાલ પર એક નાનકડી બચી ભરી લીધી. તે જોઈને ખુશ થતી સુમન પણ એમને વળગી પડી બંનેના વચ્ચે રહેલ વહાલને જોઈ કોઈ પણ એમ જ સમજે જાણે સગ્ગા મા દીકરી. તે દિવસે સુમન મમતા બહેનની પાસે જ સૂઈ ગઈ અને મોડે સુધી આખા દિવસમાં સ્કૂલમાં કરેલી મસ્તીના કિસ્સા મમતા બહેનને સંભળાવતી રહી.


હવે આગળ.......


"મા હું તારી દીકરી છું, પણ તું પેલી સુમનને વધારે વહાલ કેમ કરે છે? મને તે સુમનની બચ્ચી બિલકુલ પસંદ નથી આવતી. એક તો આ નાનકો રાઘવ, તેણે પણ સુમનને ચગાવી મારી છે અને તું પણ આખો દિવસ એને જ વહાલ કરે છે. મારું તો કોઈ ધ્યાનજ નથી રાખતું." રડતું મો કરી સવારના પહોરમાં મીરા મમતા બહેન પાસે આવીને પોતાના મનની વાત કરી રહી. તેનું આવું માસૂમ રડતું મોં જોઈ ઘડીભર તો મમતા બહેનને હસવું આવી ગયું. આ નાનકડી મીરા જાણે આજે એમને ઘણી મોટી લાગી રહી.

"અરે મારી લાડલી દિકરી, તું તો મારી સૌથી વહાલી છે અને સમજદાર પણ છે" બોલતા મીરાને પોતાની પાસે ખેંચતા ખોળામાં બેસાડી દીધી.

"આ છપ્પર પગી, આં પોથા લઈને ક્યાં ઉપડી સવાર સવારમાં?"
નાનકડી મમતાના કાન અચાનક પડઘાઈ ઉઠ્યા.

"મામી, હું શાળાએ ભણવા જાઉં છું", ફફડતી મમતા મામી સામે નજર મેળવી વાત કરતા પણ ડરી રહી હતી.

"તારે છોકરીની જાતને વળી આવા કાગળિયા ફેંદીને ક્યાં મોટા અફસર બનવું છે, જા ઘરમાં પેસ અને કામ પતાવ. એક તો આ ધરતી ઉપર આવતા જ મા ને ભરખી ગઈ, અને હવે મારા માથે જમ થઈને બેઠી છે. થોડું ઘણું ઘરનું કામ સીખીશ તો સાસરે જઈ કામમાં આવશે, તારા આં પોથા નહિ, સમજી".

"પણ મામી મારે ભણવું છે, અને રતન ભાઈની જેમ લખતા સીખવું છે", પોતાના મામેરા ભાઈ તરફ આંગળી કરતા મમતા મામી સામે પોતાની ભણવાની ઈચ્છા રજૂ કરી રહી.

"ના જોઈ હોય મોટી ભણેશ્રી, જા ઘરમાં બહુ કામ પડ્યા છે, અહી બેઠા બેઠા મફતના રોટલા નથી ખાવાના, તારે ભણી ને શું કામ છે, આજથી તારું ભણવાના નામે રખડવાનું બંધ, સમજી."

રોજ મામીના આવા કવેણ સાંભળવાની આદત મમતાને પડી ગઈ હતી, પણ આજેતો મામીએ એનું ભણવાનું પણ છોડાવી દીધું હતું.

"મા... મા, ક્યાં ખોવાઈ ગઈ", અચાનક મીરાનો અવાજ સાંભળતાં જ મમતા બહેન વર્તમાનમાં પાછા ફર્યા.

મીરાના માથે હાથ ફેરવતા ફેરવતા જાણે એમને પોતાનું નાનપણ યાદ આવી ગયું. પોતે પણ તો મા વગર મામીની રહેમ નજર હેઠળ ઉછર્યા હતા. એમની મામી એવી હતી કે મામા કંસને પણ સારો કહેવડાવે તેવી મળી હતી.માટે જ એમને મા વિનાની સુમન પ્રત્યે વધારે લગાવ હતો, પોતે નાનપણમાં મા વગર જે મુશ્કેલીઓ સહન કરી હતી, તે નહોતા ઈચ્છતા કે સુમન પણ તે પરિસ્થિતિમાથી પસાર થાય અને બાળપણમાં પોતાની જેમ એની પણ ઈચ્છાઓ અધૂરી રહી જાય. રાઘવ અને સુમનને સાથે જોઈ એમની આંખોને ઠંડક મળતી.

એમને નાની ઉંમરમાં જ મનોહર ભાઈ સાથે પરણાવી દેવામાં આવ્યા હતા, પણ નાની ઉંમરે ખૂબ દુઃખ ભોગવનાર મમતા ઉપર ભગવાને રહેમ નજર કરી હોય એમ મનોહર ભાઈ ખુબજ સરળ અને સાલસ સ્વભાવના માણસ હતા, તે મમતા બહેનને ખૂબ માન મરતબો અને પોતાના જીવનમાં એમને ખુબ મહત્વ આપતા હતા.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)