An innocent love - 16 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 16

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

An innocent love - Part 16

પાછળના ભાગમાં આપણે જોયું કે...

રડતી સુમન પળભરમાં જ હસી ઊઠી અને ગેલમાં આવી તેણે વંદના બહેનને એક મીઠી બકી ભરી લીધી. તે સાથેજ વંદના બહેનને મા વગરની આં નાનકડી પરી જેવી ઢીંગલી પર ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો અને તેમણે સુમનને ગળે વળગાડી દીધી.

પ્રથમ દિવસ હોવાથી આજે બાળકોને ખાસ ભણાવવામાં ન આવ્યું, વંદના બહેને ફક્ત બધા બાળકોને વારાફરથી પોતપોતાના નામ અને કોને શું શોખ છે તે જણાવવા માટે કહ્યું. બધા બાળકો એક પછી એક ઊભા થઈ પોતાનું નામ અને પોતાને શું ગમે છે તે આવડે એવા શબ્દોમાં કહેવા લાગ્યા.

હવે આગળ.......

રિસેસનો બેલ પડતા બધા બાળકો પોતાનો લંચ બોક્સ લઈને ક્લાસની બહાર નીકળી ગયા. રાઘવ, મીરા, અને કિશોરનો હમેશા આં સમયે સાથે મળીને નાસ્તો કરવાનો નિયમ હતો. આજે એમની સાથે સુમન પણ જોડાઈ હતી. સ્કૂલના જ સંકુલમાં લીલાછમ ઘાસની ચાદર અને તેમાં આવેલ ઘણા નાના મોટા ઝાડ ખુબજ સુંદર રીતે સજેલા હતા. બધા બાળકો તેના છાયામાં જ રીસેસનો નાસ્તો કરતા અને અવનવી રમતો રમતા.

રાઘવ આજે મીરાના ક્લાસમાં બેઠો તે જાણી કિશોર અને મીરા ખૂબ હસ્યા. પણ સુમનને હજુ પણ તે બાબત નહોતી સમજાઈ રહી કે સ્કૂલમાં ઉંમર પ્રમાણે બાળકોને અલગ અલગ ક્લાસમાં કેમ બેસાડવામાં આવે છે. અને એના આં સવાલનો જવાબ આ ત્રણ મોટેરાઓમાથી કોઈ પાસે નહોતો.

રીસેસ ખતમ થતાં બધા પાછા પોતપોતાના ક્લાસમાં ગોઠવાઈ ગયા. અને આમજ રમતગમતમાં પ્રથમ દિવસ નીકળી ગયો અને સુમનને તો રાઘવ સાથે બેસવા મળતા જ એનો સમય ક્યાં નીકળી ગયો તેની ખબર જ ન રહી. અને આ નવી સ્કૂલ અને ટીચર એને ખુબજ ગમી ગયા હતા.

સ્કૂલ છૂટતાજ બધા બાળકો ઘરે જવા નીકળી ગયા. રાઘવ અને સુમન ઘરે પહોંચે તે પહેલાં જ આજની સુમનની પરાક્રમ ગાથા બંનેનાં ઘરે પહોંચી ગઈ હતી.

"અરે છોકરી તને કઈ ખબર પડે છે કે નઈ, આમ જીદ કરી રાઘવને તારી પાસે તારા ક્લાસમાં બેસાડ્યો તે, આવું કોઈ કરતું હશે?", ઘરે પહોંચતાં જ કાનજી ભાઈ સુમનને લડતા બોલ્યા.

સુમન તો આજના દિવસે સ્કૂલમાં કરેલ મસ્તી ને પોતાના બાપુ અને મમતા બહેનને કહેવા માટે ખુબજ ઉત્સુક હતી, પણ પોતાના બાપુના આવા અણધાર્યા વર્તનથી ઘડીભર ડઘાઈ ગઈ અને શું બોલવું તેને સમજ ન પડી.

"મારી દીકરીને કેમ લડો છો, હજુ તો નાનું બાળ છે. એને શું ખબર પડે." સુમનને પોતાની પાસે ખેંચી વ્હાલ કરતા મમતા બહેન એને લાડ લડાવવા લાગ્યા.

"અરે ભાભી, છોકરીઓને મોટી થતા ક્યાં વાર લાગે છે. જુઓ કાલ ઊઠી સાસરે જશે, ત્યારે રાઘવ થોડી હશે એની પાસે." આટલું કહેતા તો કાનજી ભાઈની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ.

"હું ક્યાંય નથી જવાની બાપુ, જ્યાં રાઘવ ન હોય. અને તમે મને ક્યાં મોકલવાની વાત કરો છો. આ વળી સાસરું ક્યુ ગામ છે?" પોતાની મોટી મોટી આંખો ફેરવવા લાગી.

"શું તમે પણ કાનજીભાઈ, નાની છોકરીને ક્યાં ગભરાવો છો. હજુ તો એ નાની ઢીંગલી છે અને તમે એને મોટી કરી દેવાની વાતો કરો છો. મારી ઢીંગલી તો મારી પાસે જ રહેશે" ફરી એકવાર માસૂમ સુમનની વ્હારે આવતા મમતા બહેને સુમનના ગાલ પર એક નાનકડી બચી ભરી લીધી. તે જોઈને ખુશ થતી સુમન પણ એમને વળગી પડી બંનેના વચ્ચે રહેલ વહાલને જોઈ કોઈ પણ એમ જ સમજે જાણે સગ્ગા મા દીકરી. તે દિવસે સુમન મમતા બહેનની પાસે જ સૂઈ ગઈ અને મોડે સુધી આખા દિવસમાં સ્કૂલમાં કરેલી મસ્તીના કિસ્સા મમતા બહેનને સંભળાવતી રહી.

🥳ખૂટશે રાતોની રાત,
નહિ ખૂટે શાળાની એ વાત...🥳


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)