An innocent love - 14 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 14

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

An innocent love - Part 14

પાછળના ભાગમાં આપણે જોયું કે...

હવે પેલા છોકરાને આમ મોટેથી રડતો જોઈ આખા ક્લાસનાં બાળકોનું ધ્યાન તેના તરફ ગયું. રાઘવ તે બધા કરતાં બે વર્ષ મોટો ભલે પણ તેય એટલો મોટો નહોતો કે આવી પરિસ્થિતિમાં કેવીરીતે પ્રતિક્રિયા આપવી. હવે આ બધાથી તે પણ મૂંઝાઈ ગયો હતો. પણ તેણે સુમનને આમ કોઈ ઉપર હસવું ન જોઈએ એમ સમજાવી માંડ માંડ શાંત કરી અને ચૂપચાપ પોતાની સાથે બેસવા માટે કહ્યું.

હવે આગળ...


થોડો સમય વીત્યો વળી પાછી સુમન ને ચટપટી ઉપડી, તે અહી તહી નજરો ફેરવવા લાગી. ત્યાજ એની આંખો સામેની બેન્ચ ઉપર બેસેલી છોકરીને જોઇને ચમકી ઉઠી. પણ તે છોકરીનું ધ્યાન સુમન તરફ નહિ પણ રાઘવ ઉપર કેન્દ્રિત હતું. તે ટગર ટગર રાઘવ તરફ જોઈ રહી હતી.

"અલી માનસી, તું પણ અહી આવી છે?" બોલતા બોલતા જ સુમન કૂદતી સીધી સામેની બેન્ચ પર ચડીને પેલી છોકરીની પાસે જઈ બેસી ગઈ.

આમ અચાનક સુમનના પાસે આવી જવાથી માનસી થોડી ગભરાઈ ગઈ પણ પછી તરત જ સુમનને જોઈ હસી પડી.

માનસી સુમન અને રાઘવના ઘરની નજીક રહેતી હોવાથી ક્યારેક ક્યારેક એમની ટોળકી સાથે રમવા આવતી, તેને રાઘવ જે રીતે સુમનનું ધ્યાન અને કાળજી રાખતો તે પસંદ આવતું, માટે તે પણ ઘણી વખત રાઘવની નજદીક જવાનો પ્રયત્ન કરતી પણ રાઘવ નું ધ્યાન ક્યારે તેના ઉપર પડતું નહિ, એનું સંપૂર્ણ ધ્યાન તો ફક્ત સુમન પર જ રહેતું. આજે રાઘવ ને પોતાના ક્લાસમાં જોઈ તે મન માં ખુશ હતી.

સુમન તો માનસીને જોઈને ખુશ થઈ ગઈ અને હરખમાં ને હરખમાં સીધી બેન્ચ ઉપર જઈને ચડી ગઈ હતી.

"અરે માનસી, તું પણ નવી સ્કૂલ માં આવી?"

"હા, હું પણ હવે આ સ્કૂલમાં ભણવા આવવાની", માનસી ખુશ થતી બોલી.

"તો પછી આપણે મળીને ખૂબ મજા કરીશું અહી, જો માનસી હું તને કંઈ બતાવું" બોલતી સુમન પાછી પોતાની જગ્યાએ આવીને સ્કૂલ બેગ ઉઠાવતી માનસી પાસે જઈ બેઠી.

ઉતાવળે તે બેગ ફંફોસી રહી, આખરે જે શોધી રહી હતી તે મળતાજ તે હરખાઈ ગઈ.

"જો હું મારી ઢીંગલી સાથે લાવી છું, ચાલ આપણે રમીએ." સુમન એટલું જોરથી બોલી હતી કે હવે આખા ક્લાસ ના બાળકોનું ધ્યાન તેની અને તેણે પકડેલી ઢીંગલી ઉપર પડ્યું. અને જાણે નવું જોમ આવ્યું હોય તેમ બધા પોતાની જગ્યા છોડી સુમનની આસપાસ કુંડાળું કરીને ઊભા રહી ગયા. રાઘવ આં બધી હિલચાલ જોઈ રહ્યો.

બધાને પોતાની આસપાસ વીંટળાઈ વળેલા જોઈ સુમન વધારે હરખાઈ ગઈ અને ઢીંગલીની રમત રમવા માટે બધાને સજ્જ કરી રહી. થોડી વાર પહેલા એકદમ શાંત લાગતો ક્લાસ બધાના શોરબકોર થી ગુંજી ઉઠ્યો.

"અરે બાળકો ચૂપ થઈ જાઓ અને બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો" બધાનું ધ્યાન રમતમાં ભંગ પાડનાર અવાજ તરફ ગયું, ત્યાં ક્લાસના દરવાજાની વચ્ચે ક્લાસ ટીચર ને ઉભેલા જોઈ ક્લાસમાં સોપો પડી ગયો.

💐યાદ છે તે પ્રથમ દિવસ સ્કૂલનો,
રડ્યા હતા ત્યારે,
યાદ છે તે છેલ્લો દિવસ સ્કૂલનો,
રડ્યા હતા ત્યારે પણ,
ફર્ક ફક્ત તે હતો પ્રથમ હતા અણસમજ,
જ્યારે છેલ્લે પામ્યા હતા સમજ....💐


***************************
મારા વ્હાલા વાંચક મિત્રો, શું તમને રાઘવ અને સુમનની સ્કૂલની અને બાળપણની નાની નાની સુંદર યાદો પસંદ આવી રહી છે? મારી સ્ટોરી વાંચવામાં સમય આપી રહ્યા છો તો થોડી ક્ષણો તમારા પ્રતિભાવ આપવામાં પણ વિતાવશો, તમારા પ્રતિભાવ આં લેખકને પ્રોત્સાહિત કરવામાં ખૂબ ફાળો આપશે 💐💐😇



✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)