આન્યા: તને હજી લગ્નનો અર્થ સમજતાં વાર લાગશે પહેલા તું પ્રેમ અને લગ્નનો અર્થ બરાબર સમજી લેજે પછી મારી સાથે આ બધી વાતો કરજે....
સ્મિત: અરે વાહ, મેં ધાર્યું હતું તેનાં કરતાં પણ તું તો વધારે સ્માર્ટ નીકળી.. લગ્નનો મતલબ તો તે મને સમજાવી દીધો ચાલ હવે મને પ્રેમ શું છે તે સમજાવ...
આન્યા: તેને માટે સમય જોઈએ..અને અત્યારે મારી પાસે સમય નથી ઓકે..નેકસ્ટ ટાઈમ.. ચાલ હું જવું મારે હવે ક્લાસરૂમમાં જવાનું છે... અને આન્યા એટલું બોલીને લેબની બહાર નીકળી ગઈ... સ્મિતની ગીફ્ટ સ્મિતના હાથમાં જ રહી ગઈ...
કોલેજનો છૂટવાનો સમય થયો એટલે સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કાર પાસે ઊભો હતો અને એટલામાં આન્યા પોતાની ફ્રેન્ડ હેલી સાથે વાત કરતી કરતી આવતી હતી અને સ્મિત તેને ખૂબજ પ્રેમથી નીહાળી રહ્યો હતો અને જાણે સપનામાં ખોવાઈ ગયો હતો આન્યા બિલકુલ તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ પરંતુ તેનું બિલકુલ ધ્યાન જ ન હતું એટલે આન્યાએ સ્મિતના ચહેરા પાસે પોતાનો હાથ લઈ જઈને ચપટી વગાડી સ્મિત જાણે એકદમથી ભાનમાં આવ્યો હોય તેમ એકદમ ચમકી ગયો અને બોલી પડ્યો કે, " શું કરે છે યાર ? "
આન્યા: લે પોતે ક્યાંક ખોવાઈ ગયો છે અને મને પૂછે છે. ક્યાં ખોવાઈ ગયો હતો ?
સ્મિત: હું કલ્પના કરી રહ્યો હતો કે તું પેલી હેલી સાથે ચાલતાં ચાલતાં કેટલી પ્રેમથી વાતો કરતાં કરતાં આવતી હતી એક દિવસ એ જ રીતે આપણે બંને પણ...
અને આન્યાએ સ્મિતને બોલતાં બોલતાં વચ્ચે જ અટકાવી દીધો, "શું આપણે બંને.. ખોટાં ખોટાં સ્વપ્ન જોવાના બંધ કરી દેજે ભાઈ.."
સ્મિત જરા અકળાઈને જ બોલ્યો, " મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મને ભાઈ ના કહીશ "
આન્યા: તું શું કહું તને સ્મિતુ કહું...ભાઈ ના કહીશવાળા..ભાઈ થાય તો ભાઈ જ કહું ને..
સ્મિત: હા, સ્મિતુ કહેજે મને બહુ ગમ્યું.. તારા મોંએથી સ્મિતુ સાંભળવાનું ખૂબ મીઠું લાગ્યું મને..
આન્યા: ચાલ હવે ઘરે જઈશું કે અહીં જ ઉભા રહીશું ?
સ્મિત: અરે હા સ્યોર સ્યોર યાર ચાલ જલ્દી નીકળીએ..
અને સ્મિત અને આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા.
કારમાં બેઠા પછી સ્મિતે પોતે આન્યા માટે ગીફ્ટ લાવ્યો હતો તે બોક્સ આન્યાના હાથમાં મૂક્યું એટલે આન્યા ચમકી અને બોલી, " આ શું છે? "
સ્મિત: તારા માટે હું ગીફ્ટ લાવ્યો છું.
આન્યા: અરે પણ અત્યારે શેના માટે ગીફ્ટ અત્યારે મારી બર્થ ડે નથી કે કોઈ બીજું પણ કારણ નથી તો પછી શેને માટે આ ગીફ્ટ ?
સ્મિત: અરે પગલી ગમતી વ્યક્તિને ગમે ત્યારે ગીફ્ટ આપી શકાય તેમાં કોઈ કારણ શોધવાનું ન હોય.
આન્યા: હું કોઈ ગીફ્ટ બીફ્ટ લેવાની નથી લે તારી ગીફ્ટ તારી પાસે જ રાખ અને આન્યાએ ગીફ્ટ બોક્સ સ્મિતના ખોળામાં પાછું મૂકી દીધું. થોડીવાર બંને વચ્ચે ગીફ્ટ બાબતે રકઝક ચાલતી રહી પરંતુ છેલ્લે આન્યાએ ગીફ્ટ ન લીધી તે ન જ લીધી અને થોડી ગુસ્સે પણ થઈ ગઈ કે, " હવે તારે મને ઘરે લઈ જવી છે કે હું ઓલા કેબ બુક કરી લઉં "
સ્મિત સમજી ગયો કે, આજે તો આપણી દાળ અહીંયા ગળે તેમ છે જ નહીં.. ઈટ્સ ઓકે ચલો ફરી ટ્રાય કરીશું...અને પોતે આપેલી ગીફ્ટ તેણે પોતાની બેગમાં પાછી મૂકી દીધી અને ગાડી સ્ટાર્ટ કરી.
પરંતુ એટલેથી તે ચૂપ થાય તેમ નહોતો એ વાત પૂરી થઈ એટલે તેણે બીજી વાત ચાલુ કરી કે, આન્યા તું મને પ્રેમનો મતલબ સમજાવવાની હતી તો પ્લીઝ જરા સમજાવીશ ?
આન્યા થોડી ગુસ્સાભરી નજરે જ સ્મિતની સામે જોઈ રહી અને પછી અકળાઈને જ બોલી કે, " તે આજે નક્કી કર્યું છે કે.. હું ચૂપ નહીં રહું ? આદુ ખાઈને મારી પાછળ પડી ગયો છે તો.."
સ્મિત: આદુ ખાઈને વોટ ડુ યુ મીન આદુ ખાઈને ?
આન્યાએ બે હાથ જોડ્યા અને ફરીથી અકળાઈને જ બોલી કે, " કંઈ નહીં બાપા કંઈ નહીં "
સ્મિત ખૂબજ દિલચસ્પીથી બેબાકળો બનીને પ્રેમ વિશે સાંભળવા તત્પર બની રહ્યો હતો એટલે ફરીથી એનો એ જ પ્રશ્ન તેણે રીપીટ કર્યો, પેલું પ્રેમ વિશે તું મને કંઈક સમજાવવાની હતી ને..?
આન્યા: અત્યારે નહીં અત્યારે એ વિષય ઉપર વાત કરવાનો મને બિલકુલ મૂડ નથી અને મારો મૂડ ખરાબ કરવા માટે જવાબદાર તું જ છે ઓકે !!
હવે આન્યા સ્મિતને પ્રેમ વિશે સમજાવશે પણ ખરી કે નહીં ? અને સમજાવશે તો શું સમજાવશે ? આપ પણ આપના પ્રેમ વિશેના અભિપ્રાય ચોક્કસ આપી શકો છો...જોઈએ નેક્સટ પાર્ટમાં શું થાય છે તે...?? આભાર 🙏
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/6/22