Love in Gujarati Love Stories by Nency R. Solanki books and stories PDF | પ્રેમ

Featured Books
Categories
Share

પ્રેમ

પ્રેમ ! પ્રેમ એટલે શું? એવું પૂછીએ તો દરેકની પરિભાષા ઘણી બધી અલગ અલગ જોવા મળે. કોઈકને પ્રેમ એટલે જન્નત અને કોઈકને પ્રેમ એટલે મન્નત. કોઈકને પ્રેમ એટલે દેખાડો અને કોઈકને પ્રેમ એટલે સ્વાર્થ. કોઈકને પ્રેમ એટલે હુંફ અને કોઈકને પ્રેમ એટલે દિલને બિન્દાસ ખોલીને રજૂ કરી શકાય એવો વિસામો.

પ્રેમથી ક્યાં કોઈ અજાણ છે? લગભગ લગભગ કહેવા જાઉં તો આ શબ્દ એક એવો શબ્દ છે કે જેનાથી હર કોઈ વાકેફ છે. આ એક એવો અનહદ આહલાદક અહેસાસ છે જેને શબ્દોમાં વર્ણવવો એ થોડો અઘરો બની શકે. પણ હા ખરેખર કહું તો એવું એ નથી કે વર્ણન અશક્ય છે.

વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની પરિભાષા બદલાતી જોવા મળે છે. પણ હા સાચો પ્રેમ હોય ત્યાં છુટા પડવાની ભાવના ક્યારેય જોવા મળતી નથી. આ એક એવો અવિસ્મરણીય અહેસાસ છે જેને ભુલવો લગભગ અશક્યની નજીક છે.

ઘણી બધી લડાઈઓ છે, ઘણા બધા ઝઘડાઓ છે પણ અંતે તો એકમેકના જ સહારા છે. કોઈક પ્રેમને તરસે છે અને કોઈક પ્રેમમાં તડપે છે. કોઈક પ્રેમ ની રાહમાં છે અને કોઈક પ્રેમથી થાકે છે. કોઈકને પ્રેમ એ નશો છે અને કોઈકને પ્રેમ એ નશો ઉતારવા ની દવા છે. કોઈકને પ્રેમ એ સુધારો લાવવા ની નિશાની છે અને કોઈકને પ્રેમ એ માત્ર બરબાદીના ચીન્હ છે. કોઈક મન મૂકીને પ્રેમ જતાવે છે અને કોઈક બહુ જ અચકાય છે. પ્રેમ પ્રેમ પ્રેમ.....

શું કહેવું પ્રેમ વિશે? ઘણું બધું કહી દેવા છતાં કંઈક ને કંઈક તો બાકી રહી જ જાય.

આવા જ પ્રેમ વિશે કંઈક લખવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે આપ સૌને ગમશે.


પ્રેમ..........


સળગતી આ જ્વાળા છે,
દુઃખતી આ નસ છે !

સમજો તો શણગાર અને,
ન સમજો તો અંગાર છે!

ન ખોવું ! ન પામવું! બધું જ અપવાદ જેમા,
એવી આ ગૂંથાયેલી વિશાળ માયાજાળ છે !

ના સમજાય ક્યારેય,
એવી આ પહેલ છે!

આમ, તો આ બોવ અદભુત છે,
માણવાની અનોખી મજા છે.

ફૂલોની મહેક જેવો અનેરો,
બે આત્માનો આ મિલન છે.

ના! શબ્દ નથી વાપર્યો હજુ,
પણ તમે જે સમજ્યા એ વહેમ છે !

પ્રેમની આ વાત ના ,
લાગણીઓનો ઢેર છે.

ક્યારેક કાંટા સમા ખુંચે! તો,
ક્યારેક તારાઓની માફક ચમકે છે!

જે ક્યારેક લાગે બધું જ પ્રેમાળ,
એ જ ક્યારેક ઝેર સમું વળે છે.

ના મૂકી શકો, ના પામી શકો,
એવો અજીબો-ગરીબ એનો વ્યાપ છે!

નિઃશબ્દ પણ સમજાય,
એવી આ લાગણી છે.

નતમસ્તકે માણસ ડૂબે,
એવો આ રસરંગ છે.

જેટલો રસપ્રદ આગાઝ છે,
એટલો જ દુઃખદાયી અંજામ છે.

માણીને પામી ન શકાય,
એ તો નસીબ નસીબની વાત છે.

હૃદયના કોઈક ખૂણે ખાચરે,
જેને પામવાનો મોહ હર હંમેશ છે.

લખાણ જેટલું નશીલું છે,
અનુભવ એટલો જ શરાબી છે!

ના! ખોટું ના સમજતા,
શરાબનો કોઈ વ્યસની થોડો છે?

આ તો પ્રેમનો નશો છે! ગાલીબ !
જે પામો કે ન પામો,
ડૂબવાનો જોખમ પુરજોર છે!

તરી જાવ તો જન્નત છે,
રહી જાવ તો મન્નત છે!

શબ્દો છે, જે માત્ર ગઝલ પૂરતા !
જરૂરી નથી કે આ મારો અનુભવ છે!


આપ સહુનો મારી આ બુક વાંચવા બદલ ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું. તેમજ માતૃભારતીની સમગ્ર ટીમનો પણ હૃદય પૂર્વક આભાર માનું છું કે જેઓએ અમારા જેવા લેખકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તથા આ સફર માં સાથ આપવા માટે મદદ કરનાર તમામ સ્નેહીજનો નો પણ આભાર માનું છું. બસ આવી જ રીતે તમારા લોકોનો સહકાર મળે એવી આશા સાથે ધન્યવાદ. જય હિન્દ.