ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
મિટિંગ મેરેથોન હતી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી. નીતાની કંપનીના માણસો અને સાઉથ આફ્રિકાની કંપનીના માણસો વચ્ચે. પછી લંચ અને પછી પોસ્ટ લંચ બંને કંપનીના ડાયરેક્ટરો પોતાની કંપનીના જુનિયરો એ સવારે મિટિંગમાં જે માહિતી આદાન પ્રદાન કરી હતી. એના પરથી પોતપોતાના ફાયદા મુજબ એક મધ્યમ પડાવ પર પહોંચી ડીલ ફાઇનલ કરવાના હતા. એ ક્ષણ આવી ગઈ હતી. સાઉથ આફ્રિકાની કંપનીના માલિક ને પોતાને ત્યાં બનતું રો મટીરીયલ અહીં ભારતમાં કોઈ મજબૂત પાર્ટનર ઊભો કરીને વેચવું હતું. પણ એને અહીંયાની જવાબદારી પોતાની પાસે ન રાખવી હતી. એની ઈચ્છા હતી કે પોતે માલ સપ્લાય કરે અને પછીની જવાબદારી અહીં ભારતનો પાર્ટનર સંભાળે. માલ સાચવવો, વેચવો, પેમેન્ટ જમા કરવું અને પછી માલની કિંમત અને વધેલો પ્રોફિટ સાઉથ આફ્રિકા સુધી પહોંચાડવો. એના માટે એ અહીંયાના પાર્ટનર પાસેથી કંપનીમાં ભાગીદારી માટે ફંડ ઈચ્છતો હતો. નીતાની કંપનીએ માટે તૈયાર હતી.હવે ફંડ કેટલું આપવું અને ભારતના પાર્ટનરને શેર હિસ્સો કેટલો મળશે એ ફાઇનલ કરવા સાઉથ આફ્રિકાની કંપનીનો માલિક અને એના 2 મેનેજર.તથા નીતા અને એના 2 મેનેજર છેવટે એક રૂમમાં એકઠા થયા હતા.
"જુઓ મિસ્ટર લાન્સ એડમ્સ, તમારી ફંડની રિક્વાયરમેન્ટ છે 350 કરોડ એ હું પ્રોવાઈડ કરી દઈશ. કોઈ ઈશ્યુ નથી પણ મને તમારી કંપનીમાં 1/3 હિસ્સો જોઈએ છે." નીતાએ કહ્યું. એજ વખતે એનો ફોન રણક્યો નીતા એ એક અડછતી નજર ફોન પર નાખી કોઈ અજાણ્યો નંબર હતો. એને હળવેથી ફોન કટ કર્યો.
"મિસિસ નીતા,.."
"કોલ મી નીતા ઓન્લી."
"એન્ડ યુ કોલ મી લાન્સ આફ્ટર ઓલ વી આર ફ્રેન્ડ, નો મેટર ધીસ ડીલ આર ડન ઓર નોટ ડન. એન્ડ 1/3 ઇઝ ટુ મચ. વી કેન ડન ડીલ એટ 20%." લાન્સનું વાક્ય પૂરું થયું ત્યાં ફરીથી નીતાના ફોનની ઘંટડી વાગી. હવે નીતા થોડું અસહજ થવા લાગી. એને મનમાં કંઈક મૂંઝારો થતો હોય એવું લાગ્યું એનું આંતરમન એને કહી રહ્યું હતું કે ફોન ઉંચકવો જોઈએ કદાચ ક્યાંકથી નિનાદના ખબર મળે. પણ મન મક્કમ કરી એને ફોન કટ કર્યો અને કહ્યું. "લાન્સ એઝ યુ સે વી આર ફ્રેન્ડ. ધેટસ વાય આય એગ્રી ટુ પે 350 કરોડ. એન્ડ એસ પર માય રિસર્ચ ટીમ યોર કંપની વેલ્યુ ઇસ નોટ મોર ધેન 850 કરોડ. સો ઇટ્સ સચ અ ગુડ ડીલ. "
"બટ ઇટ્સ અવર ફેમિલી બિઝનેસ વી 3 બ્રધર સિસ્ટર આર ઈક્વલ પાર્ટનર ઇન ધીસ કંપની.વી નીડ એટલીસ્ટ 25 % ઈંચ. આઈ વીલ ગીવ યુ 25 %.ઓકે." લાન્સે કહ્યું.
ફરીથી 3જી વાર ફોનમાં રિંગ વાગી રહી હતી. લાન્સે પ્રશ્ન સૂચક નજરે નીતા સામે જોયું અને કહ્યું "નીતા અરજન્ટ હશે કંઈક ફોન પર વાત કરી લે." નીતાએ ફરી ફોન કટ કર્યો અને કહ્યું. "માય ફાઇનલ વર્ડ ઇઝ 30 %..ઇફ યુ આર એગ્રી.ધેન સે ડન. અને વિચારવાનો સમય જોતો હોય તો મારા મેનેજરને ઓળખે છે. 2 કલાક માં એને જવાબ આપી દેજે. બેન્ક થ્રુ ફંડ ટ્રાન્સફર પ્રોસેસ એ શરૂ કરી શકે." .એટલામાં એના ફોનમાં ફરીથી ઘંટડી વાગી. "એક્સક્યુઝ મી." કહી એ પોતાની ખુરશી પરથી ઉભી થઇ અને આલીશાન હોટેલના કોન્ફરન્સ રૂમની બહાર આવી લાઉન્જમાં પડેલા કુશંદે સોફાઓ માંથી એક પર બેસીને એણે ફોન ઊંચક્યો અને કહ્યું. "હેલો."
xxx
"યાર આ આજે આટલો ટ્રાફિક જામ કેમ છે?" સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં આવેલ સિગ્નલ પર અટકેલી સોનલે મોહિની ને પૂછ્યું.
"મને શું ખબર," મોહિનીએ પાછળ જોતા જોતા કહ્યું લાલ શર્ટ વાળાની બાઈક એમની સ્કૂટીની પાછળજ ઉભી હતી.
"મેડમ, આજે રાજ્યપાલ જી શિવાજી પાર્કની બાજુ માં બનેલી નવી સરકારી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જવાના હતા. એની સવારી નીકળી લાગે છે. હવે આગળ વરલી કોલીવાડા સુધી જામ રહેશે. તમારે નજીકમાં જવું હોય તો આ સિગ્નલ ક્રોસ કરીને પહેલો લેફ્ટ લઇ લો. નાના રસ્તાઓ જામ નહીં જ હોય." સોનલની સાઈડમાં જ ઉભેલા પલ્સર વાળાએ ટિપિકલ મુંબઈગરાની જેમ મદદ કરતા કહ્યું.
"થેન્ક્યુ. ભાઈ," સોનલે કહ્યું. અને ભાઈ સાંભળીને પલ્સર વાળાનું મોં દિવેલ પીધું હોય એવું થઇ ગયું. તો લાલ શર્ટ વાળો બોબી ફિલ્મનું "એ, એ, એ, ફસા 'ગીત ગણગણી રહ્યો હતો. મોહિનીએ એની સામે મોઢું મચકોડ્યું અને સિગ્નલ ચાલુ થયું. મંથર ગતિએ એક પછી એક વાહન નીકળવા લાગ્યા આગળ જઈને સોનલે સ્કૂટી ધીમી કરી અને લેફ્ટ ગલી સુધી પહોંચી. એ મીડીયમ સાઈઝ ની ગલી હતી લગભગ 400 ફૂટ પછી મેઈન રોડને મળતી હતી ખરેખર શોર્ટકટ હતો "શું કરવું છે મોહિની આ ગલી માંથી નીકળી જઈએ?"
"તારી મરજી મારુ તો માથું ભમે છે. ઓલો બાઈક વાળો હજી આપણી પાછળ જ છે."
"તો એને અહીં ગલીમાં જ ભિડાવીયે આજુબાજુના મકાન વાળા લોકો ને ય હાથ સાફ કરવાનો મોકો મળશે" કહી સોનલે સ્કૂટી લેફ્ટ ગલીમાં ઘુસાવી આગળ લગભગ 150 ફૂટ પછી એક મારુતિ ઓમની ઉભી હતી કદાચ ખરાબ હતી એનો પેસેન્જર દરવાજો ખુલ્લો હતો અને 2-3 મિકેનિક જેવા લોકો હાથમાં પાના પેચિયા લઈને કઈ મથામણ કરી રહ્યા હતા. સોનલની સ્કૂટી એ ગલીમાં 10-15 ફૂટ અંદર ગઈ હશે. એની પાછળ જ પલ્સર વાળો પણ અંદર ઘુસ્યો એને પણ કદાચ નજીકમાં જ જવું હશે. જેવો એ ગલીમાં ઘુસ્યો કે તરત જ લાલ શર્ટવાળો ગલીના નાકે પહોંચ્યો એણે જોયું સોનલની સ્કૂટી અંદર ગઈ છે એટલે એને રાડ નાખી. "સોનલ મેડમ, મોહિની મેડમ,પાછા આવો ત્યાં તમારા માટે ટ્રેપ ગોઠવી છે તમને કિડનેપ કરવા" મોહિનીનું ધ્યાન પાછળ જ હતું. એણે આ રાડ સાંભળી. સોનલે પણ આ રાડ સાંભળી હતી પણ એનું અર્થઘટન મગજમાં થાય એ પહેલા એ ગલીમાં50 ફૂટ અંદર પહોંચી હતી. રાડનો અર્થ સમજતા એણે સ્કૂટીને બ્રેક મારી અને પછી ટર્ન માર્યો એની પાછળ આવતા પલ્સરવાળાએ એ જોયું અને એણે રાડ નાખી "મુસ્તાક,સુભાષ જલ્દી પકડો લડકી ભાગ રહી હે". પછી પોતાની પલ્સર એવી રીતે ચલાવી કે સોનલ પોતાની સ્કૂટી ગલી માંથી બહાર ન કાઢી શકે. પાછળ બેઠેલ મોહિનીએ જોયું કે મારુતિ ઓમની પાસે ઉભેલા 2-3 મિકેનિક એમને પકડવા દોડતા આવી રહ્યા છે. "સોનલ આપણને પકડવા પાછળ 3 જણા આવે છે"
"હિંમતથી કામ લે મોહિની આપણે બે એ ચાર પાંચ જણાને આરામથી પહોંચી વળશું." કહી સોનલે ટર્ન પૂરો કર્યો અને ગલીમાંથી બહાર નીકળવા સ્કૂટી ભગાવી પણ પલ્સરવાળો આડી અવળી ચલાવીને એનો રસ્તો રોકી રહ્યો હતો. "મોહિની હેન્ડલ" એટલું બોલી સોનલ સહેજ ઉંચી થઇ અને જેવો પલ્સર વાળો નજીક આવ્યો કે પોતાના લાંબા પગની એક જોરદાર કીક એને મારી. પલ્સર આગળ સરકી ગયું હતું.એટલે ચલાવનારા યુવકને તો એ કીક ન વાગી પણ પેસેન્જર સીટમાં આ જબરદસ્ત કીક વાગી એ સાથે જ એ પલ્સર વાળાનું બેલેન્સ ગયું. અને સ્કૂટી સડસડાટ ગલી માંથી બહાર નીકળી અને મેઈન રોડ પર પહોંચી એ જોતા જ પલ્સરવાળો અને પેલા મિકેનિક લોકો પોતપોતાના વાહનમાં ત્યાંથી ગાયબ થઇ ગયા. ગલીમા હવે સન્નાટો હતો.
xxx
"હેલ્લો કોણ?" નીતા એ ફોન ઉંચકીને કહ્યું.
"મિસિસ નીતા નિનાદ અગ્રવાલ બોલે છે?" સામેથી પૂછ્યું.
"તમે કોણ?" નીતા એ પૂછ્યું.
"સાંભળો મિસિસ નીતા નિનાદ અગ્રવાલ,"
"કોણ બોલો છો એ કહો નહિતર હું ફોન કટ કરું છું. તમારે કોનું કામ છે?"
"ફોન કટ કરવાની ભૂલ ન કરતી નીતા," હવે સામેથી આવતા અવાજમાં ક્રૂરતા ઉમેરાઈ ઉપરાંત તુંકારો પણ આવી ગયો હતો એ નીતાએ અનુભવ્યું.
"પણ કોણ બોલો છો એ તો કહો"
"હું ભૂરો, ભૂરો જામનગરી.હું જર્મનીમાં રહું છું અને ગઈ કાલે નાસામાં ધમાલ થઈ એ માટે નિનાદે મને નાસાનો ચાર્જ 7-8 દિવસ માટે સોંપ્યો છે. જીતુભા કાલે ઇન્ડિયા પાછો આવે છે એટલે. હવે ધ્યાનથી સાંભળ. જો તારે નિનાદને મળવું હોય તો અનોપચંદજી પાસે ગમે તે બહાનું કાઢી અને રાત્રીના 10 વાગ્યાની ફ્લાઇટ પકડીને લંડન આવી જા."
"આર યુ મેડ, તમે શું બોલો છો ભાન છે તમને, હું શું કામ લંડન આવું.?"
"કેમ કે તને નિનાદને મળવું હશે તો અત્યારે દુનિયા આખીમાં માત્ર હું જ છું જે એ મેળાપ કરાવી દઈશ, અને હા જાજો દેકારો કરવાની કોશિશ નહીં કરતી, કે કોઈને આ વાત પણ ન કરતી નહીં તો નિનાદ..હા હા હા."
"હું હમણાં જ જીતુભાને અને સિન્થિયા ને કહીને તારું ખૂન કરાવી નાખીશ." અંદરથી ગભરાયેલ નીતાએ કહ્યું. નિનાદ 13 વર્ષમાં પહેલીવાર આમ અંનપ્લાનેડ ગાયબ થયો હતો.
"ઓ.કે. તો કરાવી નાખ અને પછી ભૂલી જા કે નિનાદ નામનો તારો પતિ હતો. સાંભળ તારા એજન્ટને કહીશ તો અર્જન્ટ ટિકિટ એરેન્જ કરી આપશે તારો બિઝનેસ વિઝા તો છે જ, એટલે બીજી કઈ મુસીબત નહીં આવે અહીં લંડનમાં સવારે 3-45 વાગ્યે તું ઉતરીશ. પછી 36 કલાક આપણે રોમેન્ટિક ક્વોલિટી ટાઈમ મારી હોટેલના રૂમમાં વિતાવશું. પરમ દિવસની રાતના 11 વાગ્યા ની તું ફ્લાઇટ પકડીને ઇન્ડિયા પાછી જતી રહેજે ત્યારે તને ખબર હશે કે નિનાદ ક્યાં અને કેવી હાલતમાં છે."
"યુ બાસ્ટર્ડ, તારે મારી સાથે રંગરેલિયા મનાવવા છે? તને ખબર છે હું કોણ છું?" જીતુભા તને એટલો ટોર્ચર કરશે કે તારા વડવાઓ પણ નિનાદનો પત્તો બતાવી દેશે."
"યસ આઈ એમ બાસ્ટર્ડ એઝ યુ સે. બટ એનાથી પરિસ્થિતિમાં કોઈ ફરક નહીં પડે. તને શું લાગે છે મેં આવડો મોટો ખેલ ખેલ્યો છે. તો મેં કઈ તપાસ નહીં કરી હોય. તું અત્યારે xyz હોટેલના કોન્ફરન્સ રૂમમાંથી બહાર આવી છે. જીતુભા મારાથી 15 ડગલાં દૂર છે જયારે સિન્થિયા 9-10 ડગલા દૂર. અને તારો એક ફોન અને મારી મુસીબત શરૂ. છતાં મેં આ સાહસ કર્યું તો જરા વિચાર કે મેં પણ કંઈક બેકઅપ તો રાખ્યું જ હશે ને, જેવું મને અંદેશો આવશે કે મુસીબત મારી તરફ આગળ વધી રહી છે તો માત્ર એક મિસ્ડ કોલ અને નિનાદ.. હા હા હા. એટલો સમય તો મને આરામથી મળી જશે. થિન્ક એબાઉ ઈટ અને હવે હું ફોન નહીં કરું સવારે હિથ્રો એરપોર્ટ પર તને રિસીવ કરવા આવીશ.તું ટિકિટની વ્યવસ્થા કર." કહી ભૂરા એ ફોન કટ કર્યો. અને જીતુભા અને સિન્થિયા સામે જોઈને કહ્યું “ચલો ચાર્લીની ખબર લેવા જઈએ."
xxx
ગલીની બહાર સ્કૂટી ઉભી રાખીને સોનલે ચારે બાજુ નજર ઘુમાવી. ગલીના છેડે પલ્સરને જતા જોઈ. હવે એ લોકો ને પકડવા મુશ્કેલ હતા તો સામે હવે અહીં મેઈન રોડ ઉપર કોઈ ખતરો પણ ન હતો. ત્યાં મોહિનીએ કહ્યું. "જો સોનુ, પેલો લાલ શર્ટ વાળો." એ પોતાની બાઇકમાં થોડે દૂર જ ઉભો હતો સોનલે સ્કૂટી એની નજીક લઇ જઈને પૂછ્યું. "કોણ છો તું સાચું કહે નહીં તો હમણાં પબ્લિક જમા કરું છું અને તું ભંગાઈ જઈશ. તને ખબર છે મારો ભાઈ આ એરિયામાં સબ ઇન્સ્પેકટર છે. એને હમણાં બોલવું છું ભાગીશ તોયે તારી બાઇકનો નંબર છે મારી પાસે. કલાકમાં ગોતી કાઢશે. "સાંભળીને લાલ શર્ટ વાળો ધ્રુજી ઉઠ્યો.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.