Ghazal Collection - 2 in Gujarati Poems by Hardik Dangodara books and stories PDF | ગઝલ સંગ્રહ - ભાગ-2

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ગઝલ સંગ્રહ - ભાગ-2

6. ગઝલ - ડૂબવાનું હોય છે

પછી જ ધીમે ધીમે હ્રદય સુધી પહોંચવાનું હોય છે,
પ્રથમ તો બસ સ્મિતથી કામ ચલાવવાનું હોય છે.

પછી એમાંથી ગમે તેમ કરીને ઉગરવાનું હોય છે,
કોઈ પણ મુસીબત સામે એકલા લડવાનું હોય છે.

અહેસાસ,વિશ્વાસ અને સહવાસ થવા લાગે જ્યારે,
અસ્તિત્વ ખુદનું ભૂલી એકબીજામાં ડૂબવાનું હોય છે.

એક ગુલાબી સવાર અને નાજુક સ્પર્શ એનો જોઈએ,
વર્ષો જૂની વાતોને વાગોળવા પછી મૌન તોડવાનું હોય છે.

પીડા અને અવગણનાને બીજે તો ક્યાં ઠાલવી શકે 'હાર્દ',
સાંત્વના આપવા દિલને એકલતામાં રડવાનું હોય છે!

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

_____________________________________________

7.ગઝલ - પુકારી રહ્યો છું

આપે છે જે સતત પીડા એને જ પંપાળી રહ્યો છું,
મારા દિલને હું ખોટા વહેમ સાથે જીવાડી રહ્યો છું.

તને પામવાની રીતમાં પણ હવે શંકા જાય છે મને,
વર્ષોથી ખુદા હું તને અગરબત્તી કરી રહ્યો છું.

મજબૂર છું કે કોઈ સામે બતાવી નથી શકતો,
વર્ષોથી એક અફસોસ સાથે જીવી રહ્યો છું.

ચૂકી ગયેલ એ તકનો હજુ પણ વસવસો થાય છે મને,
હતો દોષ મારો છતાં હું સમય પર રોષ ઠાલવી રહ્યો છું.

રખડી કંટાળીને આજ અહીં સુધી પ્હોચાયું છે 'હાર્દ',
જ્યાંથી ચીસો પાડીને ફરી શૈશવને પુકારી રહ્યો છું.

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ'


_____________________________________________


8. ગઝલ - કોણ રોકી શકે?

સૂરજને ઉગતા કોણ રોકી શકે?
ઇચ્છાને બળતા કોણ રોકી શકે?

ખૂબ ફૂંકી છે જિંદગીભર બીડી એણે,
વૃદ્ધને સડતા કોણ રોકી શકે?

ખુદ ઈશ્વર ચડ્યો છે વારે હવે,
બંગલાને પડતા કોણ રોકી શકે?

હિસ્સો છીનવાયો 'તો એના ભાગનો,
ગરીબને રડતા કોણ રોકી શકે?

મૃગજળે પણ કરામત એવી કરી,
હરણાને દોડતા કોણ રોકી શકે?

ઘસી છે જાત એણે એની પાછળ,
મંજિલે પહોંચતા કોણ રોકી શકે?

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

_____________________________________________


9. ગઝલ - તો ખબર પડે

ભર ઉનાળે તડકે બહાર નીકળો તો ખબર પડે,
વેદના એ મજૂરોની અનુભવો તો ખબર પડે.

જાળમાં એ માછલીને પકડીને કેવા હરખાવ છો,
એક બુંદ પાણી માટે તમે તડપો તો ખબર પડે!

બાપના પૈસે તો બધા મોજ કરી શકે ભઈલા,
ખુદની કમાણીએ ઘર તો ચલાવો તો ખબર પડે.

ભોગ વિલાસનો વારસો મળ્યો તો મુબારક તમને,
પણ અમારી માફક જાતને ઘસો તો ખબર પડે.

હા, લખી શકો ગઝલ મારી માફક તમે પણ કિન્તુ,
રદીફ,કાફિયાની માથાકૂટ સમજો તો ખબર પડે.

વાત તો આભમાંથી તારા તોડવાની કરો છો રોજ પણ,
'હાર્દ' પ્રથમ એ બંને વચ્ચેનું અંતર માપો તો ખબર પડે.

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ

_____________________________________________


10. ગઝલ - વરસાદ

મારી લાગણીને સતત ભીંજવતો વરસાદ,
સખ્ત મનના વિચારોને પજવતો વરસાદ.

મોરના ટહુકા અને જંગલોની હરિયાળી,
ક્યારેક તો ઘોડાપૂર લાવતો વરસાદ!

આજે પણ યાદ છે એ બાળપણના દિવસો,
સ્કૂલે પહોંચ્યા બાદ જ વરસતો વરસાદ.

ક્યારેક છાંટા તો ક્યારેક ઝાપટાં નાખતો,
જાણે કે ધરતી સાથે ગેલ કરતો વરસાદ.

ઝાંકળના બિંદુ,વહેતું ઝરણું 'ને પેલું મેઘધનુષ,
જોઈને શાયરોના મનને હરી લેતો વરસાદ!

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ'

_____________________________________________

નાનપણથી જ વાંચવાનો અને લખવાનો ખૂબ જ શોખ છે.આપે મારા પ્રથમ ગઝલો ને સારો એવો પ્રતિભાવ આપ્યો માટે આપનો આભાર. થોડી વ્યસ્તતાને કારણે લાંબા સમય પછી થોડી નવી ગઝલો અહીં મૂકું છું.આશા છે કે તમને ગમશે.કોઈ પ્રતિભાવ હોય તો ચોક્કસ જણાવશો. બસ તમારી comments ની આશા સાથે નવી ગઝલ લખીશ પછી ફરી અહી મૂકીશ.તમારા પ્રતિભાવો મને લખવાની પ્રેરણા આપે છે.


આપ મારો contact અહી કરી શકો છો.

Instagram:- hardikdangodara2910


Email ID:- hardikdangodara78@gmail.com