(જીગ્નેશ અને ચકોરી સીતાપુર પોહચે છે) હવે આગળ....
જીગ્નેશે એક ખેતરમાથી શેરડીનો સાઠૉ ખેંચી કાઢ્યો.
" હં હં હં શું કરો છો?" ચકોરી એ એને રોકવાની કોશિશ કરી.
"કોઈને પૂછ્યા વગર એના ખેતર માં થી શેરડી નો લેવાય."
"કાં? " જીગ્નેશ એ હસતા હસતા પૂછ્યું.
"એને ચોરી કહેવાય" ચકોરી નો એ ઉપદેશ સાંભળીને જીગ્નેશ ખડખડાટ હસી પડ્યો અને પછી હસતા હસતા પૂછ્યું.
"તો હું કોણ છુ ?" જીગ્નેશ નો પ્રશ્ન સાંભળીને ચકોરી ગંભીર થઇ ગઈ. અને બોલી.
"જીગા તું બ્રાહ્મણ નો દીકરો છો. તારા ભાગ્યે તને થોડાક સમય માટે ચોર જરૂર બનાવ્યો હતો. પણ એમાં વાંક તારો ન હતો.પણ હવે જો તું તારી જાતને ન સુધારી શકે તો હું તને વિનંતી કરીશ કે કિશોર કાકા. અને ગીતામાની સામે તુ તને એમના પુત્ર તરીકે છતો ના કરતો". એટલું બોલતા બોલતા ચકોરી ની આંખો ભીની થઇ ગઈ. ચકોરી ની વાત સાંભળીને જીગ્નેશ પણ ગંભીર થઇ ગયો. એને પણ લાગ્યું કે ચકોરી ની વાત વ્યાજબી છે.
માથે ખુબ તડકો પડી રહ્યો હતો. રસ્તા ના કાંઠે એક વડલાનુ ઝાડ આવતા જીગ્નેશે કહ્યું.
"આપણે થોડી વાર અહીં ઝાડના છાયડા માં બેસીએ. હવે શેરડી લઈજ લીધી છે તો ખાય પણ લઈએ. અને હું વચન છુ કે હવે થી હું ચોરી નહિ કરું." ઝાડના છાયડે બેસતા ઉત્સાહ થી જીગ્નેશ ના હાથ ને પોતાના હાથમા લેતા ચકોરી એ પૂછ્યું.
"સાચે "
"હા સાચ્ચે ચકોરી". ધીમા સ્વર એ ચકોરી ની આંખોમા પોતાની આંખો પોરવતા જીગ્નેશે કહ્યું. જીગ્નેશ ની નજર સાથે નજર નું સંધાણ થતાંજ ચકોરી ના હૃદયના ધબકારા વધી ગયા. એની આંખોમાથી જીગ્નેશ માટે પ્રેમ વરસવા લાગ્યો. જીગ્નેશ ના પકડેલા હાથને એણે વધુ મજબૂતી થી પકડયો. એના હોઠ કંપકંપાવા લાગ્યા. અને એ ધડકતા હૃદયે જીગ્નેશ ના ચેહરા ઉપર ચુંબન કરવા આગળ વધી.ત્યાં જીગ્નેશે એની પ્રેમાગ્નિ મા ઠંડુ પાણી રેડતા કહ્યું. "ચકોરી ઓલા સામે થી ભાભા આવે છે એ રેહમાન ના દાદા લાગે છે નહિ" ચકોરીના પ્રેમનો ઉભરો ક્ષણભર મા જાણે કપૂર થઇ ગયો. પોતાના હૃદય ની ગતિને શાંત કરવાની કોશિશ કરતા એણે જીગ્નેશે ચીંધેલી દિશામાં દ્રષ્ટિ નાખી. તો એ દિશાએ થી ૭૦-૭૫ વર્ષ ના ભાભા લાકડી ના ટેકે ટેકે ધીમે ધીમે ચાલ્યા આવતા હતા.
"હા.એ રેહમાનના દાદા મહેરદાદા જ છે." ચકોરી એ કહ્યું.રસ્તો ખાડાખડિયા વાળો હતો એટલે મહેરદાદાને ચાલવામા થોડીક તકલીફ પણ થઇ રહી હતી. એમાં પણ રસ્તામાં ક્યાંક ક્યાંક ખેતર નું પાણી આવી ગયું હોવાથી કોઈક કોઈક ઠેકાણે પાણીના ખાબોચિયા પણ ભરાયેલા હતા. અને મહેરદાદા એક મોટા ખાબોચિયા પાસેથી જ્યા પસાર થવા ગયા. બરાબર એજ વખતે એમની પાછળ થી એક મોટર સાયકલ આવી. અને મોટર સાયકલના ચાલાકે જાણી જોઈ ને મોટરસાયકલની ગતિ તેજ કરીને એ ખાબોચિયા માં થી ચલાવી. જેનાથી એ ખાબોચિયા નું ગંદુ પાણી મેહેરદાદાના કપડાં ઉપર તો ઉડ્યુ જ.સાથે સાથે મેહેરદાદા મોટર સાયકલના અવાજ અને અચાનક આમ ઉડેલા ખાબોચિયા ના પાણી થી ગભરાઈને પોતાનુ સંતોલનપણુ ખોઈ બેઠા અને રસ્તા ના કિનારેથી ગડથોલોયુ ખાઈને ખેતર માં જઈને પડ્યા. મોટર સાયકલ પર બેસેલા બન્ને જણ બેશરમીથી ખડખડાટ હસવા લાગ્યા. બે પાંચ ક્ષણ એ લોકો ઉભા રહી હસતા રહ્યા.અને પછી મોટર સાયકલ ને આગળ દોડાવી. જીગ્નેશ થી આ ન જોવાયુ. એનો પિત્તો સાતમાઆસમાને ગયો. મોટર સાયકલ જેવી એના નજીક થી પસાર થઇ. એણે શેરડીનો સાઠો ચપળતા પુર્વક.અને સ્ફૂર્તિથી મોટર સાયકલ ના પૈડામા ભરાવ્યો. અને જેવો પૈડામા શેરડી નો અવરોધ આવ્યો. તેજ ગતિથી દોડતી મોટરસાયકલ.રસ્તો ભૂલી ને ખેતર માં ઘુસી ગઈ...
...સીતાપુર પોહચતા જ જીગ્નેશ કોની સાથે બાખડ્યો... વાંચો આવતા અંકમાં