બધાની ઉત્સુકતા વચ્ચે નર્સ OT રૂમ માંથી બહાર આવે છે સાથે એને પાયલ એ હમણાંજ જન્મ આપેલા નવજાત બાળકને ટેડેલું હોય છે અને જણાવે છે છોકરો છે.છોકરો સાંભળતાજ બધાંની ખુશીનો પાર રહેતો નથી. વરુણ તો એટલો ખુશ થાય છે કે એના છોકરાને જોતા જ ખુશીમાં કાઈ બોલી શકતો નથી માત્ર એની આંખમાંથી આસુની ધાર થાય છે. આજે લગ્નના આટલા વર્ષો પછી , કેટલીય એબોરશન કરાવ્યા પછી પાયલે છોકરાને જન્મ આપ્યો હતો એટલે વરુણનું પૂરું ફેમિલી બોવ જ ખુશ હોય છે. પાયલ ના મમ્મી પાપા પણ ખુશ થાય છે. એટલી વારમાં વોર્ડ બોય પાયલ ને સ્ટ્રેચરમાં ત્યાં લઇ ને આવે છે તથા એક દિવસ હોસ્પિટલ માં રોકાવું પડશે જણાવે છે અને એને વરુણના જણાવ્યા પ્રમાણે સ્પેશ્યલ રૂમમાં લઈ જાય છે. પાયલ ની બાજુમાં એના નનકુડા બચ્ચાને સુવડાવે છે. પાયલ નો તો હરખ સમાતો નથી. હજુ પણ કોઈ સ્વપ્ન જોઈ રહી હોય એવું લાગે છે એને. એટલીવારમાં બાળકોના ડૉક્ટર ત્યાં આવે છે નવજાત બચ્ચાંની તપાસ કરવા. બાળક ની તાપસ કરીને ડૉક્ટર જણાવે છે કે બાળક ની આંખો થોડી પીળી છે કમળાની અસર છે જો કાલ સુધીમાં ફરક ન પડે તો પેટીમાં રાખવું પડશે. તરતજ બધાંની ખુશી શોકમા પરીવર્તન પામે છે. ડોક્ટર સમજી જાય છે એટલે તરત જ કહે છે આમાં ચીંતા કરવા જેવું કંઈ નથી બધુજ નોર્મલ છે જો કમળાની અસર હોય તો પેટીમાં રાખવું એ પણ એકદમ નોર્મલ છે કાઈ ગભરાવવાની જરૂર નથી. બાળકનું વજન નોર્મલ છે તથા બીજી બધી રીતે બાળક તંદુરસ્ત છે. વસંનબેન તરત જ ભગવાન ને પ્રાર્થના કરવા લાગે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર મારા પ્રપૌત્ર ને હોસ્પિટલ માં ન રહેવું પડે, જડફથી બધું નોર્મલ થઈ જાય એવા તું આશીર્વાદ આપજે. આજે પૂરો પરિવાર બહુ ખુશ હતો. વરુણતો એના નવજાત દીકરા સાથે ફોટા પાડતો ધરાતો જ ન હોય એમ પૂરો ફોન એના ફોટા થી ભરી દીધો હતો. ખુશીમાં ને ખુશીમાં તથા બાળકને રમાડવામાં ક્યાં સમય જતો રહે એ કોઈ ને ખબકર જ રેતી નથી. સાંજ પડી જાય છે એટલે બાળકોના ડૉક્ટર રાઉન્ડલેવા આવે છે. હજુ ટતેને બાળકની આંખમાં પીળાશ લાગે છે તેમ છતાં તે જણાવે છે કે સવાર સુધી વાટ જોઈ એ જો ઓછી થસે તો સવારે રઝા આપી દઈશું નહિતર બાળકને એક દિવસ પેટીમાં રાખીશું. રડોક્ટર ની વાત સાથે બધા સહમત થઈ જાય છે. અને ફરી બધા ભગવાન ને પ્રાર્થના કરવા લાગે છે કે ભગવાન જડફથી સારું કરી દે. વસન બેન તથા વરુણ હોસ્પિટલ માં જ રોકાય છે બાકી બધા ઘરે જાય છે. બીજા દિવસે પાયલના મમ્મી સવારે વરુણકુમાર ને થેપલા બહુભાવે એટલે ટીફીનમાં થેપલા અને ચા લઇ હોસ્પીટલ આવે છે. વરુણ , પાયલ તથા એના સાસુ વસન બેન નાસ્તો કરે છે પણ બધાને એક જ ચિંતા હોય છે કે આજે રઝા આપી દે તો સારું. વસંન બેન તો વહેલી સવારમાં જ ઉઠી ગયા હોય છે તથા સવાર થી જ ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે. બધા ડૉક્ટર ની રાહ જોતા હોય છે ક્યારે ડૉક્ટર આવે અને ક્યારે રઝા આપે અને અમે જલ્દીથી ઘરે પહોંચીએ. બાળકને રમાડતા રમાડતા સમય પસાર થઈ જાય છે અને ડૉક્ટર આવે છે. બાળકની આંખમાં પીળાશ ઓછી થવાંના બદલામાં વધે છે એટલે ડૉક્ટર તરત જ એની પેટીમાં રાખવનનું જાણવે છે. કઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર એકદિવસ બચ્ચાને પેટીમાં રાખવું પડશે , કાલે સારુ થઈ જશે એટલે કાલે રઝા આપી દઈશું. ડૉક્ટર એવું જણાવે છે. થોડીવાર બધાને દુઃખ લાગે છે પણ ડૉક્ટર તેના હસમુખાળ સ્વભાવ ને લીધે રમૂજ કરી બધાને હસાવે છે તથા પેટીમાં રાખવું એ એકદમ નોર્મલ છે માત્ર કમળો દૂર કરવા પેટીમાં રાખવામાં આવે એવું સમજાવે છે. તરત ત્યાં નર્સ આવે છે અને બાળકને લાઇ ને પેટીમાં એને રાખવામાં આવે છે. વરુણ તો ત્યાથી દૂર થતો જ નથી જેવું બાળક રોવે ક તરત નર્સ પાસે જઈ એને ઘડીક બહાર કાઢે રમાડે અને શાંત થાય એટલે વળી પાછું કાચની પેટીમાં મુકી દેવામાં આવે. આખો દિવસ એનું ધ્યાન રાખે અને રાત્રે પણ સૂતો નથી. રાત્રે પણ બાળકનું ધ્યાન રાખી એની બાજુમાં જ બેસે. સવાર પડે છે ફરી ભગવાન ને પ્રાર્થના કરે છે કે આજે સાવ સારું થઈ જાય તો આજે હોસ્પિટલ માંથી રઝા મળી જાય. હવે પાયલ ને પણ થોડી સ્ફુર્તિ આવી જાય છે એ પણ એકદમ સ્વસ્થ થઈ જાય છે એટલે એ પણ બાળકની પાસે વરુણ સાથે બેસે છે અને ડૉક્ટર ની રાહ જુએ છે ક્યારે ડૉક્ટર આવે. થોડીવારમાં ડૉક્ટર આવે છે અને બાળકને તપાસે છે , આજે સાવ સારું છે કમળો પણ ઓછો થઈ ગયો છે હવે તમે રઝા લઇ શકો છો. આટલું સાંભળતા તો બધાંની ખુશીનો પાર રહેતો નથી. વસન બેન મનમાને મનમાં ભગવાન નો આભાર માને છે. રોઝે સવારે કુમળા તડકામાં બાળકને સુવડાવજો એટલે કમળો સાવ સારો થઈ જશે. ત્યાથી જતા જતા ડૉક્ટર વસન બેનને કેતા જાય છે. વસન બેન એટલી ખુશીમાં હોય છે કે માત્ર સહમતીમાં તેનુ માથું હલાવે છે અને તરત જ ડૉક્ટર ને પૂછે છે સાહેબ રઝા કયારે મળશે? બસ પાયલ ના ડિસ્ચાર્જ પેપર તૈયાર થાય છે એ Gynecologist સાહેબ સહી કરી આપે અને તમે હોસ્પિટલ નું બિલ ભરી દ્યો એટલે તરત રઝા. સારું સારું સાહેબ મકને તરત જ બિલ આપી દ્યો હું હમણાંજ બધું ચુકવી આપું છું. તકરતજ વરુણ બોલે છે. ભાઇ થોડી શાંતિ રાખો હમણાં તમને બધું મળી જશે. ડૉક્ટર વરુણને જણાવે છે. પછી ડોક્ટર નર્સ ને ડિસ્ચાર્જ પેપર તૈયાર કરવા જણાવે છે. બાળક બધી રીતે okey છે અને એ ડિસ્ચાર્જ લઇ શકે છે એવું લખી આપે છે ઍટલે એ ફાઇલ Geynecologist પાસે જાય છે. પાયલ પણ બરોબર છે અને એ ડિસ્ચાર્જ લઈ શકે છે એ ફાઇનલ પરમિશન Gynecologist સાહેબ ને આપવાની હોય છે. પાયલ ની ડીલીવરી વખતે જે સિનિયર ડૉક્ટર Conference માં ગયા હોય છે એ હવે આવી ગયા હોય છે એટલે ફાઇલ એ ડૉક્ટર પાસે જાય છે. નામ વાંચતા જ સાહેબ એને ઓળખી જાય છે . પાયાલ ની છોકરીને હવે કેમ છે ? સાહેબ નર્સ ને પૂછે છે. સાહેબ એને તો છોકરો આવ્યો છે અને હવે એની તબીયત સારી છે. નર્સ ડૉક્ટર ને જવાબ આપે છે. છોકરો સાંભળતાજ ડૉક્ટર શોક થઈ જાય છે , ડૉક્ટર ને વિશ્વાસ આવતો નથી એટલે તરત જ પોતાની કેબિનમાંથી ઉભા થઇ ને પાયાલ ના રૂમમાં જાય છે. ત્યાં જઈ ને જોવે છે કે છોકરો છે. ડૉક્ટર ને ત્યાં જોઈ ને વસન બેન તથા વરૂણ ડૉક્ટર નો આભાર માને છે કે સાહેબ તમે જોઈ ને સાચું કહ્યું કે છોકરો છે તમારો ખૂબ ખૂબ આભાર બાકી અમને પેલા ડૉક્ટર એ તો છોકરી કહી હતી અમે તો અબોર્શન જ કરવી લેવાના હતા. ડોક્ટરના અચરજનો પાર રહેતો નથી આજે 30 વર્ષની એની પ્રેક્ટિસમાં પહેલી વખત કૈક અલગ થયું હતું એવું ડૉક્ટર ને લાગતું હતું. પેલા ક્યાં ડૉક્ટર પાસે તમે ચેક કરાવ્યુ હતુ. ડોક્ટર વરુણને પુછે છે. તરત જ વરુણ પેલા જે ડૉક્ટર પાસે ચેક કરાવ્યું હતું એનું નામ આપે છે. આ ડૉક્ટર પેલા જેની પાસે ચેક કરાવ્યું એને ઓળખતા હોય છે એટલે તરત જ એને ફોન લગાવે છે અને પાયાલ અને વરુણની વાત કરે છે તથા છેલ્લે એને ચેક કર્યુ ત્યારે શું હતું પૂછે છે. પેલો ડૉક્ટર જણાવે છે કે છોકરી હતી. ડૉક્ટર કાઈ બોલતા નથી અને ફોન કાપી નાખે છે. ડૉક્ટર તરત જ નર્સ ને પૂછે છે કે પાયલ ની ડીલીવરી થઈ એ દિવસે આપણી હોસ્પિટલ માં ટોટલ કેટલી ડીલીવરી થઈ. નર્સ તરત જ જવાબ આપે છે એ દિવસે માત્ર એક જ પાયલ ની જ ડીલીવરી હતી. શુ થયું ડૉક્ટર સાહેબ? કઇ ગડબડ છે ? ડૉક્ટર ને બીજા ડૉક્ટર સાથે વાત કરતા તથા નર્સ ને ટોટલ કેટલી ડિલિવરી થઈ એવું પૂછતાં સાંભળી વરુણ પોતની જાત ને રોકી ન શક્યો. ડૉક્ટર કઇ બોલતા નથી અને ઉંડા વિચકરોમાં જ હોય છે. હવે તો વસન બેન પણ ન રહી શક્યાં એ બોલ્યા શુ થયું સાહેબ કઈ ગડબડ છે? ડૉક્ટર એના ચશ્માં ઉતારી બારીમાંથી બહાર ખુલ્લા આકાશ તકર જોઈ બોલ્યા હે પરમ વંદનિય પરમેશ્વર તારી ક્રુપા અપરંપાર છે. વરુણ થી હવે રહેવાતું નથી એટલે ફરીથી ડૉક્ટર ને કહે છે સાહેબ કઈ સમજાતું નથી , સમજાય એવું કહો ને શુ થયું. ડૉક્ટર વરુણ ની પાસે આવી જણાવે છે કે તારા મમ્મી તથા પાયલ ની પ્રાર્થન સામે ભગવાનને ઝુકવું પડ્યું. એટલે ? વરુણાને કઈ સમજાતું નથી એટલે તરત જ એને ડૉક્ટર ને સવાલ કર્યો. ડૉક્ટર એ પહેલેથી વાત કહી. મેં જ્યારે ગર્ભ પરીક્ષણ કર્યુ ત્યારે એમાં સ્પષ્ટ છોકરી દેખાતી હતી. પેલા ડૉક્ટર પર તને વિશ્વાસ નોટો એટલે મને પણ થયુ કે કઈ ભૂલ તો નથી થતી ને એટલે મેં ફરી ફરીને ત્રણ વાર ચેક કર્યું એ છોકરી જ હતી. તો પછી તમે અમને છોકરો છે એવું કેમ કહ્યું..? થોડા ગુસ્સામાં વરૂને ડૉક્ટર ને પૂછ્યું. તારી આખી કહાની સાંભળીને તથા તું ત્રણ ત્રણ વાર એબોર્શન કરવી ચુક્યો હતો એટલે આ ચોથી વખત એબોર્શન ન કરાવે એટલે ઘણું વિચાર્યું પછી થયું જો સાચુ કહી દઈશ તો તું બીજે જઈને પણ એબોર્શન ન કરવી નાખેત એટલે ભગવાન ને પ્રાર્થના કરતા કે હું ખોટું જણાવું છું મને માફ કરજો એમ પ્રાર્થના કર્તા તથા અચકાતા કચકાતા તને એબોર્શન કરાવતો રોકવા મેં ખોટુ ખોટું છોકરો છે એમ જકનકવ્યું હતુઁ. તકરકટ જ વસંત બેન ને એ ક્ષણ યાદ આવે છે કે ડૉક્ટર જણાવતા અચકાતા હતા તથા વારે વારે કેબિનમાં સામે રહેલાં મંદિર માં ભગવાન ને જોઈ ને કઈ પ્રાર્થના કરતા હતા. હવે બધાની અચરજ નો પાર રહેતો નથી. વધુમાં ડૉક્ટર જણાવે છે કે એટલે જ તો મેં પેલા જે ડૉક્ટર પાસે ચેક કરાવ્યું હતું એને પણ પૂછી લીધું એને પણ એ જ કીધું કે છોકરી છે. એ દિવસે વધારે ડીલીવરી થઈ હોય અને ભૂલથી બદલાઇ ગયું હોય એવું નથી થયુ એ જાણવા નર્સ ને પણ પૂછી લીધું કે એ દિવસે માત્ર એક પાયલ ની જ ડિલિવરી થઈ હતી એટલે ભૂલથી પણ બાળક બદલાઇ ગયું હોય એ પણ શક્ય નથી. મારી 35 વર્ષ ની પ્રેક્ટિસમાં કયકરેય ખોટું પડ્યું નથી પણ આજે પહેલી વાર તમારી ભગવાન ને કરેલી પ્રાર્થના એ મને ખોટો પાડ્યો છે. કોઈ કઈ બોલતું નથી બધા માત્ર એકબીજાની સામે જોવે છે.... અંતે વસન બેન ના મુખમાંથી એટલા શબ્દ નીકળે છે કે ભગવાન ની કૃપા અપરંપાર છે આ છોકરો સાક્ષાત અખંડ બ્રહ્માંડ ના મલિક , દેવોના દેવ શિવજી એ આપ્યો છે માટે એનું નામ શિવાય રાખીશું.
સમાપ્ત.....
જયેશ ગોળકીયા ( B.Pharm )
9722018480