Karmo no Hisaab - 18 in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | કર્મોનો હિસાબ - (ભાગ ૧૮)

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

કર્મોનો હિસાબ - (ભાગ ૧૮)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૮ )


રાત્રે મન જમીને ફરી આજના આ દિવસની યાદમાં સરી પડ્યો. આ તરફ બહુ બધા મેસેજ આવી ગયા હતા જેનો જવાબ મને આપ્યો નહોતો. ક્રિશ્વી, શાલીની બંને આજે યાદ કરી રહ્યા હતા અને મન પોતાની મોજમાં હતો. અનન્યા પણ મેસેજ પર મેસેજ કરી મનને પોતે શું પામ્યું એ કહી રહી હતી.


એ ત્રણેય પાત્રો વિહવળ હતા મનના જવાબ માટે અને આ પળમાં મન પોતાની જાત પર ખુશ હતો કે વાહ એણે કેવા છેતર્યા બધાને. ધાર્યું પણ કર્યું અને એ પણ વિશ્વાસમાં લઈને. મનને થયું ચાલ આજે શાલીની ને હું મહત્વ આપી દઉં. મારી એક મંજીલ એ પણ છે.


"બહું દિવસે યાદ કર્યો!, શું વાત છે બધું ઓકે ને?" એક સહજ ભાવ સાથે પૂછ્યું.


"હા, આમ બધું ઓકે છે. કેમ કોઈ તકલીફમાં જ મિત્ર ને યાદ કરાય?" શાલીની એ સ્વસ્થ ભાવ સાથે જવાબ આપવા પ્રયત્ન કર્યો.


"બસ હવે નાટક નઈ. જે કહેવું હોય સીધું કહી દે. મને ખબર છે કઈક તો છે." વાત સમજી જતા મન બોલ્યો.


"મન, મળવું છે. તને ખબર છે ને સહજ ભાવે હું તને જ બધું કહું છું. મારે એ કહેવું છે." શાલીની બોલી ઊઠી.


"હા, તો મળીએ ને તું કહે ક્યાં ને ક્યારે?" મન શાલીની મળશે એ ખુશી સાથે બોલ્યો.


"હેવમોર... આપણી એ જ જગ્યાએ." શાલીની બોલી.


"હા, હું આવી જઇશ. મળીએ આપણા જ સમયે." મન બોલી ઊઠ્યો.


મન આ વાત પછી ખુશ હતો કે શાલીની પાછી ફરી રહી હતી. ક્રિશ્વી, અનન્યા અને હવે શાલીની મનમાં બસ આવાજ વિચારો ચાલી રહ્યા હતા. મન સાંજે શાલીની ને મળવાની તૈયારીમાં લાગી પડ્યો હતો.


સાંજ પડતાં જ મન એમની એ જગ્યાએ પહોંચી ગયો. હંમેશની જેમ એ સાથે નાસ્તો લઈને ગયો હતો. મસ્ત બેકરીના પફ, શાલીની ની ફેવરિટ પાઈનેપલ પેસ્ટ્રી, ચોકલેટ આ બધું લઈ ને ક્રિશ્વી સાથે વાત કરતો કરતો મન શાલીની પાસે પહોંચી ગયો.


ક્રિશ્વી એ સૂચના આપી હતી કે વાત કઈ પણ હોય તું શાંતિથી વાત કરજે. ક્રિશ્વી ને એવું હતું મન મિત્રભાવથી જઈ રહ્યો હતો માત્ર મનને ખબર હતી કે એના શું બદ-ઇરાદા છે. મન ત્યાં એમની જગ્યાએ પહોંચી ગયો અને શાલીની ના આવવાની રાહ જોવા લાગ્યો.


શાલીની ત્યાં આવી પહોંચી અને તરત મન સાથે હાથ મિલાવ્યો. મન એના પોતાના એક અલગ જ મૂડમાં હતો આથી એણે હાથ પકડી જ રાખ્યો. મન અને શાલીની સામસામે પોતપોતાના એક્ટિવા ઉપર બેસી ગોઠવાઈ ગયા.


શાલીની ગંભીર હતી અને મન પોતાની દુનિયામાં મસ્ત. સાંજે છ વાગી ગયા હતા. શાલીની એ વાતોનો દોર ચાલુ કર્યો ને મન આ તરફ નાસ્તો કરવાની ઉતાવળમાં હતો. શાલીની ને પૂછ્યું પણ શાલીની એ ના પાડી આથી શાલીની બોલતી રહી અને મન પફ ખાતાં આ વાત સાંભળતો રહ્યો.


"મન મારા જીવનમાં એક ખાસ વ્યક્તિ છે જેને મેં બહું જ પ્રેમ કર્યો છે એ પણ દિલથી."


"વાહ, અભિનંદન. બીજું જોઈએ શું જીવનમાં." મન કચવાટ અનુભવતા બોલ્યો.


"તને ખબર છે હું તારાથી દૂર રહી કારણ કે મને કોઈની પણ સાથે રહેવું નહોતું. પણ આ વ્યક્તિએ મને બહુ સાચવી અને હું ક્યારે એની થઈ ગઈ ખબર નથી." શાલીની બોલી.


"સરસ, તારું જોઈતું મળ્યું બીજું શું જોઈએ જીવનમા." મન બોલ્યો.


"હા, એ જ આ છેલ્લા એક વર્ષમાં અમે બહું બધું જીવ્યા છીએ. બહું બધી વાર મળ્યા છીએ ને. એક વાત કહું બીજી?" શાલીની રોકાતા બોલી.


"હા, કહેને... હું સાંભળવા તો આવ્યો છું." મન ઊંડું વિચારતા શું હશે આ વાત!


"મેં આ એક વર્ષમાં બહું બધું પામ્યું, બહુ બધું મળી, મારું ધાર્યું મળ્યું અને એની સાથે બહુ બધી વાર ફિઝિકલ રિલેશન પણ બાંધ્યો છે. સાચું કહું તો પ્રેમ અને સાથે ફિઝિકલ રિલેશનની મજા જ કંઈ ઓર રહી છે. અમે બહુબધી અલગ અલગ જગ્યાએ ફર્યા અને બહુબધી અલગ અલગ જગ્યાએ પોતાના આ પ્રેમના આવેગો કહો કે પરાકાષ્ઠા અનુભવ્યા છે." શાલીની એકધારું બોલી ગઈ.


"સારું કર્યુ... મારું તો માનવું જ હતું કે પ્રેમ હોય ત્યાં બધુંજ હોય." પવિત્ર પ્રેમ, પવિત્ર સંબંધ બધુંજ કહેતી આ શાલીની બસ થોડાજ સમયમાં કોઈની સાથે બેડમાં હતી. આ વિચારે મનને અસ્થિર કરી નાખ્યો.


"મન કેમ ચુપ થઇ ગયો? કેમ કઈ બોલતો નથી?" શાલીની એ મનની તંદ્રા તોડવા પૂછ્યું.


"બસ હું વિચારતો હતો કે તે તો પ્રેમને પવિત્ર કહ્યો હતો ને તું તો ફિઝિકલ રિલેશન ના વિરોધમાં હતી ને તું તો માત્ર થોડા જ દિવસોમાં માં કોઈ સાથે બેડમા હતી." મને સીધો, કડવો સવાલ પૂછી નાખ્યો.


"એ વ્યક્તિએ મને એટલો બધો પ્રેમ કર્યો, એટલો બધો સાથ આપ્યો કે મને એની સાથે સૂવું ગમ્યું. અલબત્ત કહું તો મેં પહેલીવાર માં જ એકપળનો વિચાર કર્યા વિના એની થઈ ગઇ." શાલીની બોલી.


"સરસ, સારું કહેવાય. તારો પ્રેમ. તો હવે તકલીફ શું છે?" મનમાં કેટલાએ વિચારો, આવેગોને રોકતા મન આ વાત આગળ વધારવા બોલી ઉઠ્યો. સામે એને લાગી રહ્યું હતું કે એ જેવો પણ છે ક્રિશ્વી એ એને શરીર કેમ આટલું મોડું સોંપ્યું અને આ પવિત્રતા ની વાતો કરતી શાલીની તરતજ બીજાની થઈ ગઈ. બસ આ વાતો વ્યગ્ર કરી રહી હતી.


*****


અનન્યા પ્રત્યે હવે મનનું વર્તન કેવું હશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...