The Author અંશતઃ. ગોસાઇ ભરતવન Follow Current Read વાત એક રાતની - ભાગ ૩ By અંશતઃ. ગોસાઇ ભરતવન Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books King of Devas - 4 Garuda suppressed his anger, then opened and closed his eyes... DIL - CHAPTER 1 Anushri’s Pov"You’ve to marry Mr. Pednekar's son” I’m fr... DIL - CHAPTER 1 Anushri’s Pov"You’ve to marry Mr. Pednekar's son” I’m fr... Trembling Shadows - 21 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Painful Memories A cute man in shabby clothes is now in a quiet corner of the... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by અંશતઃ. ગોસાઇ ભરતવન in Gujarati Horror Stories Total Episodes : 10 Share વાત એક રાતની - ભાગ ૩ (21) 2.5k 4.4k 1 ટ્રેનને સ્ટેશન ઉપરથી નીકળ્યાના લગભગ ચાર કલાક જેવું થયું હશે. કંપાર્ટમેન્ટ ની બારીઓની બહાર ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. કંપાર્ટમેન્ટના ડોગ સ્કોડના જવાન એક ઊંચી જાતિના કુતરા સાથે આંટો મારી રહ્યા હતા. ડબ્બાના બધા જ મુસાફરો હવે ધીરે ધીરે ઊંઘવા લાગ્યા હતા. નિહારિકાની સાથે રહેલા એ વડીલ અને એમની પત્ની પણ નીંદરમાં હતા. પણ નિહારિકાની આંખોમાં એક ગજબની બેચેની હતી. એમની આંખો જોતાં લાગતું હતું કે, એ વર્ષોથી સુતી ના હોય. એમણે સાવધાનીથી આજુબાજુ જોયું અને પોતાના હાથમાં રહેલી ડાયરી સીટ ઉપર રાખી અને ઉભી થવા લાગી. "ક્યાં જઈ રહી છે...?" સાથે રહેલી મહિલાએ પૂછ્યું તો તે ગભરાય ગઈ. "વિકાસ જોતો એ ક્યાં જઈ રહી છે..?" વિકાસ એ જ હટોકટ્ટો બોડી બિલ્ડર લાગતો એ વડીલ સાથે આવેલો છોકરો. કદાચ એમને સાંભળ્યું નહોતું. નિહારિકાએ ડરતા ડરતા કહ્યું.." મમ્મી બસ હું જરા વોશરૂમ જઈને આવું છું." એ મહિલાએ મનમાં ને મનમાં કંઇક બોલી અને નિહારિકા ઝડપથી મારી સીટ તરફ આવવા લાગી. મેં એમની સામે ના જોતા નજર નીચી રાખી અને વિચારી રહ્યો હતો કે નિહારિકા મારી સીટથી કંપાર્ટમેન્ટના છેડે આવેલા બાથરૂમ તરફ જશે. એમના એક એક કદમથી મારા હૃદયની ધબકાર વધી રહી હતી. તે ધીરે ધીરે મારી નજીક આવી રહી હતી. જેવી તે મારી સીટની નજીક આવી મારા હૃદયના ધબકારા અચાનક જ વધી ગયા. તે મારી સીટની નજીક આવી ઉભી રહી. મારુ હૃદય હવે ધબકાર ચૂકી ગયું હતું. લાગી રહ્યું હતું કે છાતી ફાડી ને બહાર આવી જશે! મેં થોડી હિંમત કરી અને માથું ઊંચુ કરી એના ચહેરા તરફ જોયું. એમના હાથમાં એની ડાયરીમાંથી ફાટેલું એક પાનું જેમાં કંઈક લખ્યું હતું એ મારી સીટ ઉપર ફેંકી અને આગળ વધી ગઈ. એમના ગયા પછી કાંપતા હાથેથી સીટ ઉપર ફેંકેલો કાગળ ઉઠાવ્યો અને મુઠ્ઠીમાં દબાવી ધીરેથી કોઈ જોઈ ન જાય એ રીતે વાંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તો એમાં લખ્યું હતું "પ્લીઝ હેલ્પ મી" ટ્રેનની ગતિ હવે ધીરે ધીરે વધી રહી હતી. પાટા ઉપર ચાલી રહેલી ટ્રેન હવે હવા સાથે વાતો કરવા લાગી હતી. ટ્રેનની બાજુવાળા પટ્ટા હવે સાપ ની માફક ટ્રેનનો સાથ આપી રહ્યા હતા. દૂર દૂર સુધી કોઈ પ્રકાશ દેખાય રહ્યો નહોતો. વાદળાંની વચ્ચે ધીરે ધીરે ચંદ્રમા ખીલી રહ્યો હતો. રાત હવે ઘનઘોર થવા જઈ રહી હતી. એ છોકરી નિહારિકા પાછી પોતાની સીટ ઉપર જઈને બેસી ગઈ. લોવર સીટમાં એકદમ કિનારા પાસે પેસેજની એકદમ નજીક કે જ્યાંથી લોકોની અવરજવર હોય. ત્યાં બેસી અને મારા તરફ એકીટસે જોઈ રહી હતી. હું પેસેજની બીજી તરફ એટલે કે એક સીટ છોડી અને લોવર સીટ ઉપર હતો. અમે બંનેના ચેહરા સામસામે હતા. એમને આપેલો કાગળનો ટુકડો હજુ પણ મારા હાથમાં જ હતો. મારા હાથમાં વળેલા પરસેવાના કારણે એ થોડો મૂરઝાયેલ થઈ ગયો હતો. પરંતુ એમાં લખાયેલ ત્રણ અંગ્રેજી અક્ષરો "પ્લીઝ હેલ્પ મી" મારા મનમાં અગણિત બેચેની પેદા કરી રહી હતી. મેં પહેલી વાર નજર ભરીને એમની સામે જોયું, એમની આંખોમાં એક ઊંડી ઉદાસી ચમકી રહી હતી. મેં એમની સામે કાગળનો ટુકડો બતાવી ને પૂછ્યું." શું છે આ બધું?"તો એમણે આજુબાજુ નજર ફેરવી અને મને ઈશારો ઈશારો થી કંઈક સમજાવવાનું પ્રયત્ન કર્યો. પરંતુ તે શું કહેવા માંગતી હતી એ મને કશું જ સમજમાં નહોતું આવતું. કમ્પાર્ટમેન્ટમાં લગભગ બધા જ સુઈ ગયા હતા, એટલે એકદમ ગુપ્ત ખામોશી હતી. એ મરુન સાડી વાળી છોકરી એ આજુબાજુ જોયું તો એ બોડી બિલ્ડર જેવો લાગતો છોકરો હવે સુઈ ગયો હતો. તો ફરીવાર ઈશારો કર્યો અને કશુક સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઈશારો હજુ પણ સમજણમાં આવે એવો નહોતો. તે ક્યારે ઉપર હાથ રાખતી તો ક્યારેક એક ઘરડા વડીલ અને એમની સાથે આવેલી મહિલા અને પોતાના પતિ તરફ ઈશારો કરી અને બંને હાથ જોડી લેતી. એ કદાચ એવું કહેવા માંગતી હતી કે આ લોકોથી મને બચાવી લો. હા કદાચ નહીં!!!મિત્રો કેવી લાગી રહી છે તમને આ ટ્રેનની સફર એ કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે મને ફોલો પણ કરજો જેથી આવનાર નવો ભાગનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય.....આપનો પ્રતિભાવ દરેક લેખક માટે એક ફુલહાર સમાન હોય છે, તો જમી લીધા પછી હાથ ધોવા જરૂરી બને છે તેવી જ રીતે રચના વાંચ્યા બાદ પ્રતિભાવ પણ એટલો જ જરૂરી બને છે. 😊😊😊🌼🌼🌹🌹 ‹ Previous Chapterવાત એક રાતની - ભાગ ૨ › Next Chapter વાત એક રાતની - ભાગ ૪ Download Our App