Tezaab - 10 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | તેજાબ - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તેજાબ - 10

૧૦. ચોટ પે ચોટ....!

 ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેન અટારી સ્ટેશન પર પહોંચી ગઈ હતી.

 ટ્રેન થોભતાં જ સ્ટેશન પર કોલાહલનું વાતાવરણ દેખાવા લહ્યું.

 સ્ટેશન નાનું હોવા છતાંય એના પ્રમાણમાં તેનું પ્લેટફોર્મ લાંબુ હતું. અન્ય સ્ટેશનોની જેમ ત્યાં લગભગ દરેક વિભાગની ઓફિસો હતી. જેમાં કસ્ટમ વિભાગની ઓફીસ ખૂબ જ મોટી હતી અને ત્યાં જ સૌથી વધુ અવરજવર હતી.

 રેલવેના પાટાઓની પેલે પાર યાર્ડ તરફ રહેણાક ક્વાર્ટરો તથા માલનાં ગોદામો હતાં.

 અત્યારે આખું સ્ટેશન રોશનીથી ઝળહળતું હતું.

 દિલીપની સૂચના પ્રમાણે રેલવેસ્ટેશનને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ તથા મુખ્ય લાઈનની બીજી તરફ એકસો જેટલા સૈનિકો ઊભા હતા. આ ઉપરાંત ત્રીસેક જેટલી મહિલા પોલીસ પણ મોજૂદ હતી.

 ટ્રેન થોભતાં જ સૈનિકો ફટાફટ બધા ડબ્બામાં ચડી ગયા. 

 આ દરમિયાન દિલીપે એક બીજું કામ પણ કર્યું.

 એણે પાંચ નંબરના ડબ્બાની સૌથી છેલ્લી કેબીન ખાલી કરાવીને તેમાં જલાલુદ્દીનને બેસાડીને એના પર નજર રાખવા માટે બે સૈનિકોને ગોઠવી દીધા.

 ‘આ નંગનું બરાબર ધ્યાન રાખજો.’ તે બંને સૈનિકોને સૂચના આપતા બોલ્યો, ‘જો એ કોઈ જાતની ચાલાકી વાપરવાનો પ્રયાસ કરે તો બેધડક એને ગોળી ઝીંકી દેજો. એણે સૌથી છેલ્લે ટ્રેનમાંથી ઉતારવાનો છે.’

 ‘જી, સર !’

 ‘મિસ્ટર દિલીપ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘જલાલુદ્દીન પર નજર રાખવા માટે બે જણ પૂરતા નથી. હું પણ અહીં જ રોકાઉં છું.’

 ‘ઓ.કે.’ દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી ત્યાં જ કેબીનમાં જલાલુદ્દીન પાસે રોકાઈ ગયો.

 દિલીપ સિગારેટના કસ ખેંચતો પાંચ નંબરના ડબ્બામાંથી નીચે ઊતર્યો. પ્લેટફોર્મ પર પહોંચીને એણે ટ્રેનના બધા ડબ્બાઓ પર નજર ફેરવી.

 અત્યારે બધા ડબ્બામાં ભય અને ઘભરાટનું વાતાવરણ હતું.

 મુસાફરોએ અગાઉ ક્યારેય અટારી સ્ટેશન પર આટલા સૈનિકો નહોતા જોયા.

 સૈનિકોએ ડબ્બામાં પહોંચતાં જ તલાશીનું કામ શરૂ કરી દીધું હતું.

 પ્લેટફોર્મ પર તંગદિલી છવાયેલી હતી.

 તલાશીનું કામ શાંતિથી ચાલતું હતું. દિલીપ પણ અત્યારે એક કસ્ટમ ઓફિસર સાથે વાત કરવામાં મશગુલ હતો.

 અચાનક એ જ વખતે કોઈક ડબ્બામાં દેકારો મચી ગયો.

 દિલીપે જોયું તો દેકારાનો અવાજ પાંચ નંબરના ડબ્બામાંથી જ આવતો હતો.

 વળતી જ પળે તે ઝપાટાબંધ પાંચ નંબરના ડબ્બા તરફ આગળ વધી ગયો.

 બીજી તરફ પાંચ નંબરના ડબ્બામાં એક સૈનિક આશરે પાંત્રીસેક વર્ષની વય અને ગીચ દાઢી-મૂછ ધરાવતા તથા ચહેરા પરથી જ દુષ્ટ લાગતા માણસને ધમકાવતો હતો.

 ‘તું તલાશી શા માટે નથી લેવા દેતો?’

 ‘તમે તલાશી તો લઈ લીધી.’ દાઢીધારીએ ઉગ્ર અવાજે કહ્યું.

 ‘હજુ તો માત્ર તારી સૂટકેસની તલાશી જ લીધી છે.’ બીજો સૈનિક કઠોર અવાજે બોલ્યો, ‘તારી તલાશી લેવાની બાકી છે. તેં તારાં વસ્ત્રોમાં કોઈક હથિયાર છુપાવ્યું હોય એ બનવાજોગ છે.’

 ‘મારી પાસે કોઈ હથિયાર નથી.’ દાઢીધારી જોરથી બરાડ્યો.

 ‘જો તારી પાસે કોઈ હથિયાર નથી તો તલાશી લેવા દેવામાં તને શું વાંધો છે?’ પહેલાં સૈનિકે કર્કશ અવાજે કહ્યું, ‘હું પણ જોઉં છું કે તું કેમ તલાશી નથી લેવા દેતો.’

 વાત પૂરી કર્યા બાદ તે દાઢીધારી તરફ આગળ વધ્યો.

 પરંતુ એ સૈનિક દાધીધારીને અડકે તે પહેલાં જ દાઢીધારીનો હાથ વીજળી જેવી સ્ફૂર્તિથી પોતાના ગજવામાં પહોંચીને એટલી જ સ્ફૂર્તિથી બહાર પણ નીકળ્યો.

 વળતી જ પળે એના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી પોતાની બાજુમાં ઊભેલા સૈનિકના લમણાને સ્પર્શવા લાગી.

 આ અણધાર્યા બનાવથી દાઢીધારીની બાજુમાં ઉભેલો સૈનિક એકદમ ડઘાઈ ગયો.

 પાંચ નંબરના ડબ્બામાં મોજૂદ અન્ય સૈનિકો પણ સન્નાટામાં આવી ગયા.

 દાઢીધારી કોઈક પાકિસ્તાની જાસૂસ હતો એમાં હવે શંકાને કોઈ સ્થાન નહોતું રહ્યું.

 ‘દૂર ખસો!’ દાઢીધારીજોરથી તાડૂક્યો, ‘મને જવા માટે રસ્તો આપો.’

 ‘કોઈએ રસ્તો નથી આપવાનો.’ એ જ ડબ્બામાં મોજૂદ એક સૈનિકે બૂમ પાડી, ‘આ નાલાયક પોકળ ધમકી જ આપે છે. ગોળી છોડવાની એની હિંમત નહીં ચાલે.’

 સૈનિકની વાત પૂરી થઈ કે તરત જ દાઢીધારીએ રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું.

 વળતી જ પળે ગોળીના ધડાકા સાથે તેની બાજુમાં ઊભેલા સૈનિકની મરણચીસ ગુંજી ઊઠી.

 એ કપાયેલા વ્રુક્ષની જેમ ઢળી પડ્યો. આંખના પલકારામાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

 દાઢીધારીના આ પગલાંથી ડબ્બામાં ભયનું મોજું ફરી વળ્યું.

 સૈનિકો આ પગલાના આઘાતમાંથી મુક્ત થાય એ પહેલાં જ દાઢીધારીએ એક સ્ત્રી મુસાફરના લમણા પર રિવોલ્વરની નળી ગોઠવી દીધી અને પછી શયતાનની જેમ હસ્યો.

 ‘બોલો...હવે શું કહો છો ?’ એ જોરથી બરાડ્યો, ‘શું ખરેખર મેં પોકળ ધમકી આપી હતી ?મારામાં ગોળી છોડવાની હિંમત નથી ?’

 બધાના હોશ ઊડી ગયા હતા.

 જે સ્ત્રીના લમણા ઉપર દાઢીધારીની રિવોલ્વર ગોઠવાયેલી હતી એની હાલત તો એકદમ ખરાબ હતી.

 ‘ચાલો, દૂર ખસો.’ દાઢીધરી પુનઃ બરાડ્યો, ‘અને ખબર દાર ! જો કોઈ મને અટકાવવાનો પ્રયાસ કરશે તો આ વખતે આ સ્ત્રીની લાશ અહીં પડી હશે. એના અંજામની જવાબદારી તમારી રહેશે. હું પોકળ ધમકી નથી આપતો પરંતુ આપેલી ધમકીનો અમલ પણ કરી બતાવું છું એ તો તમે જોઈ જ ચૂક્યા છો.’

 દાઢીધારીની ધમકીની ધરી અસર થઈ.

 બધા તાબડતોબ એક તરફ ખસી ગયા.

 સૈનિકનો અંજામ જોયા પછી હાવે કોઈનામાં ય તેને અટકાવવાની હિંમત નહોતી રહી.

 દાઢીધારી એ સ્ત્રીને રિવોલ્વરની નળીથી ધકેલતો ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યો.

 આ તરફ દિલીપ પાંચ નંબરના ડબ્બા પાસે પહોંચી ચૂક્યો હતો. એટલું જ નહીં, ડબ્બામાં જે કંઈ બનતું હતું એના પર પણ એની નજર હતી.

 દાઢીધારીને ડબ્બાના દરવાજા તરફ આગળ વધતો જોઈને એ ત્યાં જ દરવાજા પાસે સહેજ નીચે નમીને બેસી ગયો. કોલ્ટ રિવોલ્વર એના હાથમાં ચમકતી હતી.

 બે-ચાર પળ પછી દાઢીધારી દરવાજા પાસે પહોંચ્યો. અત્યારે તેનું સમગ્ર ધ્યાન પોતાની રિવોલ્વરના નિશાન પર રહેલી સ્ત્રી તરફ જ કેન્દ્રિત થયેલું હતું.

 દરવાજા પાસે પહોંચીને તે દિલીપને જોઈ શકે એ પહેલાં જ દિલીપ પોતાનો દાવ રમી ગયો.

 એણે બાજની જેમ તરાપ મારીને દાઢીધારીના માથા પર રિવોલ્વરની મૂઠનો ફટકો ઝીંકી દીધો.

 દાઢીધારીમાં મોંમાંથી ચીસ નીકળી ગઈ.

 એ ધડામ કરતો નીચે પટકાયો.

 આ અણધાર્યા હુમલા માટે તે બિલકુલ તૈયાર નહોતો.

 એ જ અખતે દિલીપના રાઠોડી હાથનો એક વજનદાર મુક્કો પૂરી તાકાતથી એના પેટ પર ઝીંકાયો.

 દાઢીધારીના રહ્યાસહ્યા હોશ પણ ઊડી ગયા.

 ત્યાર બાદ એ સ્વસ્થ થાય એ પહેલાં જ દિલીપની રિવોલ્વરમાંથી આગના લીસોટા વેરતી, ભીષણ શોર મચાવતી ઉપરાઉપરી બે ગોળીઓ છૂટીને એની છાતીમાં ઊતરી ગઈ.

 દાઢીધારીના દેહને જોરદાર આંચકો લાગ્યો.

 એનું માથું ધડામ કરતુ પ્લેટફોર્મ સાથે ટકરાયું અને પગ ડબ્બાના પગથીયા પર જ રહી ગયા.

 દાઢીધારીના કબજામાં રહેલી સ્ત્રી ડબ્બામાં દોડી ગઈ અને પોતાના એક પરિચિતને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

 આજે દિલીપને કારણે જ એનો જીવ બચ્યો હતો.

 ડબ્બામાં હજુ પણ સ્મશાનવત સન્નાટો પ્રસરેલો હતો.

 બધાના ચહેરા પર ભય અને ગભરાટ દેખાતો હતો.

 ટ્રેનના બાકીના ડબ્બાઓમાંથી સૈનિકો બહાર ડોકાં કાઢીને શું બન્યું છે એ જાણવાનો પ્રયાસ કરતાં હતા.

 પાંચ નંબરના ડબ્બા સામે પણ સૈનિકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. દિલીપના સંકેતથી એક સૈનિક દોડીને પબ્લિક એડ્રેસ સીસ્ટમ લઈ આવ્યો.

 વળતી જ પળે એડ્રેસ સિસ્ટમના માઈકમાંથી દિલીપનો રુઆબદાર અને રોષથી તમતમતો અવાજ ગુંજવા લાગ્યો, ‘આ ટ્રેનમાં જેટલા પાકિસ્તાની જાસૂસો છે એ બધા કાન ખોલીને મારી વાત સાંભળી લે. અમને કઠોર પગલાં ભરવા માટે લાચાર ન કરો. આ ટ્રેન ચારે તરફથી સૈનિકોએ ઘેરી લીધી છે અને તમારામાંથી કોઈ બચી શકે તેમ નથી. તમે આત્મસમર્પણ કરી દો આમાં જ તમારું હિત છે. નહીં તો થોડી વારમાં જ તમારી લાશો પડી હશે. હવે ભારતીય સૈનિકો પણ મારો સંદેશ સાંભળી લે. જો કોઈ માણસ – પછી ભલે તે સ્ત્રી હોય – તલાશી આપવામાં આનાકાની કરે તો બેધડક તેને ગોળી ઝીંકી દેજો. સાથે જ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોને પણ હું આશ્વાસન આપું છું કે તમને કોઈ તકલીફ નહીં પડે. તમે બસ થોડી ધીરજ રાખજો. થોડી વારમાં જ બધું વ્યવસ્થિત થઈ જશે.’

 દિલીપની વાત પૂરી થતાં જ સ્ટેશન પર ફરીથી સન્નાટો છવાઈ ગયો.

 દાઢીધારી તથા સૈનિકના મૃતદેહો ડબ્બામાં ખસેડી લેવાયા હતા.

 તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે ફરીથી તલાશીનું કામ શરૂ થયું.

 ગભરાયેલા મુસાફરો તલાશી આપ્યા પછી ડબ્બામાંથી ઊતરીને કસ્ટમ ઓફીસ તરફ જવા લાગ્યા.

 જલાલુદ્દીન હજુ પણ કેબીનમાં જ હતો.

 ડબ્બામાં આટલી ધમાચકડી થઈ ગઈ હતી પરંતુ જલાલુદ્દીન, તેની પાસે મોજૂદ કર્નલ સુરેન્દ્ર ત્યાગી કે બંને સૈનિકોમાંથી કોઈએ પણ બહાર શું બન્યું છે એ જાણવાનો પ્રયાસ નહોતો કર્યો.

 પાંચમાં ડબ્બાનું વાતાવરણ હજુ સુધી તંગદિલીભર્યું હતું. જોકે સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાં ચાર વધુ સુરક્ષા કર્મચારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા. જેમાં એક ઇન્સ્પેક્ટર તથા ત્રણ લેડીઝ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. અત્યારે ત્યાં કુલ ચૌદ સુરક્ષા કર્મચારીઓ હતા.

 પરંતુ તેમ છતાંય ત્યાં તોફાન પહેલાંની શાંતિના અણસાર દેખાતા હતા.

 ઇન્સ્પેક્ટરની વેધક નજર ડબ્બામાં મોજૂદ મુસાફરોને અવલોકતી હતી.

 દરવાજા પર સ્ત્રી-પુરુષોની ભીડ એકઠી થયેલી હતી. ઉપરોક્ત બનાવ પછી બધાં ડબ્બામાંથી બહાર નીકળવા માટે અધીરા બની ગયા હતા.

 પરંતુ ત્રણ મુસાફરો એવા પણ હતા કે જેઓ આરામથી સીટ પર બેઠા હતા. તેમને નીચે ઉતરવાની કોઈ ઉતાવળ નહોતી લાગતી. ત્રણેય મજબૂત અને તંદુરસ્ત બાંધો ધરાવતા હતા.

 ડબ્બામાં ચક્કર મારી રહેલા ઇન્સ્પેક્ટરને તેમના પર થોડી શંકા ઊપજી. 

 ‘એય.....તમારે તલાશી આપ્યા પછી નીચે નથી ઉતરવું ?’ એણે કર્કશ અવાજે પૂછ્યું.

 ‘ઊતરવું છે સાહેબ.’ ત્રણમાંથી એક જણે જવાબ આપતાં કહ્યું, ‘પણ ખૂબ જ ભીડ છે. ભીડ થોડી ઓછી થાય એટલે ઊતરી જઈશું.’

 ‘સાહેબ !’ આ વખતે બીજો બોલ્યો, ‘તેમ છતાંય જો આપ કહેતાં હો તો અત્યારે જ ઊતરી જઈએ છીએ.’

 વાત પૂરી કર્યા બાદ એ પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો.

 બાકીના બંને જણે પણ તેનું અનુકરણ કર્યું.

 ઇન્સ્પેક્ટર સંતોષથી માથું હલાવીને આગળ વધ્યો.

 એ બે-ત્રણ ડગલાં આગળ વધ્યો હતો ત્યાં જ ત્રણેય પોતાના અસલી રંગમાં આવી ગયા.

 ગોળીઓના ધડાકાથી ડબ્બાનું વાતાવરણ ખળભળી ઊઠ્યું.

 ઇન્સ્પેક્ટર ચીસ નાખતો એક તરફ ઢળી પડ્યો.

 ત્યાર પછી તો જાણે ફટાકડાની દુકાનમાં આગ લાગી હોય એમ ઉપરાઉપરી ધડાકા થવા લાગ્યા.

 પહેલી ગોળી છૂટતાંની સાથે જ ડબ્બાના દરેક ભાગમાંથી યોજનાબદ્ધ રીતે ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો.

 કોઈ સૈનિકને કશુંય સમજવા કે વિચારવાની તક ન મળી.

 પાકિસ્તાની જાસૂસો વીણી વીણીને તેમને નિશાન બનાવતા હતા.

 મુસાફરોમાં દેમાર દેકારો મચી ગયો. અસંખ્ય ચીસો તથા ગોળીઓના ધડાકાથી ડબ્બામાં કોલાહલ વ્યાપી ગયો.

 દરવાજા પાસે ઊભેલા સૈનિકો ગોળી વાગતાં જ બહાર પ્લેટફોર્મ પર ઊથલી પડ્યા. અમુક સૈનિકોએ હુમલાનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ભીડ અને ધક્કામુક્કીને કારણે તેઓ પોતાના હથિયારનો ઉપયોગ ન કરી શક્યા. જ્યારે પાકિસ્તાની જાસૂસો હવે સીટ પર ઊભા થઈને તેમણે નિશાન બનાવતા હતા.

 આંખના પલકારામાં જ પાંચ નંબરના ડબ્બામાં મોજૂદ તમામ સૈનિકો શહીદ થઈ ગયા.

 તેમની સાથે સાથે થોડા મુસાફરો પણ મોતના જડબામાં ધકેલાઈ ગયા હતા.

 જલાલુદ્દીન પર નજર રાખી રહેલા બને સૈનિકો તથા કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ પણ હવે બહાર શું બન્યું છે એ જાણવા માટે ડોકિયું કર્યું.

 વળતી જ પળે પાકિસ્તાની જાસૂસો તરફથી છૂટેલી ગોળીઓએ બંને સૈનિકોની ખોપરીના ભુક્કા બોલાવી દીધા.

 અલબત્ત, કર્નલ સુરેન્દ્ર ત્યાગે દિલેરીથી પાકિસ્તાની જાસૂસોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે વધુ વખત સુધી સામનો ન કરી શક્યો.

 છેવટે કોઈ ઉપાય ન સૂઝતાં તેને મેદાન છોડીને નાસી છૂટવું પડ્યું.

 સુરેન્દ્ર ત્યાગીના બહાર નીકળતાં જ પાકિસ્તાની જાસૂસોએ પાંચ નંબરના ડબ્બાના બધા દરવાજા ફટાફટ અંદરથી બંધ કરી દીધા.

 હવે આખો ડબ્બો પાકિસ્તાની જસૂસોના કબજામાં હતો.

 ડબ્બામાં મોજૂદ તમામ મુસાફરો પણ તેમના કબજામાં હતા.

 જલાલુદ્દીન કેબીનમાંથી બહાર નીકળ્યો.

 ડબ્બામાં પહેલાંની માફક સ્મશાનવત સન્નાટો છવાઈ ગયો હતો.

 મુસાફરોના દેહ વાવાઝોડામાં ફસાયેલા સૂકાં પાંદડાની જેમ થરથરતા હતા.

 સૌના ચહેરા ભયથી પીળા પડી ગયા હતા.

 મોતનો ખોફ તેમની આંખોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. 

 આ બનાવ બન્યો એની ચાર-પાંચ મિનિટ પહેલાં જ દિલીપ પાંચ નંબરના ડબ્બા પાસેથી ખસ્યો હતો.

 બે-ચાર મિનિટમાં જ આ બધું બની ગયું હતું.

 દિલીપ દોડીને પાંચ નંબરના ડબ્બા પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડબ્બા પર પાકિસ્તાની જાસૂસો કબજો જમાવી ચૂક્યા હતા.

 ‘આ બધું કેવી રીતે બન્યું ?’ દિલીપે આશ્ચર્યથી કર્નલ સુરેન્દ્ર ત્યાગી સામે જોતાં પૂછ્યું.

 ‘ખબર નથી, મિસ્ટર દિલીપ !’ અણધાર્યા બનાવથી ડઘાયેલા ત્યાગીએ જવાબ આપતાં કહ્યું, ‘બધું અચાનક જ બની ગયું. ડબ્બામાં મોટી સંખ્યામાં પાકિસ્તાની જાસૂસો હતા.’

 ‘પરંતુ તેમની પાસે હથિયારો ક્યાંથી આવ્યા ?’ દિલીપે તીવ્ર અવાજે પૂછ્યું, ‘આપણા સૈનિકોએ તો ડબ્બામાં મોજૂદ એકેએક મુસાફરોની બારીકાઇથી તલાશી લીધી હતી.’

 ‘ભગવાન જાણે ક્યાંથી આવ્યાં.’ સુરેન્દ્ર ત્યાગીએ નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

 ‘મિસ્ટર દિલીપ !’ એ જ વખતે બ્રિગેડિયર જશપાલસિંઘ તેમની પાસે આવીને બોલ્યો, ‘હથિયારોની ખેપ આ પાંચ નંબરનાં ડબ્બામાં જ હોય એવું મને લાગે છે.’

 આ એક નવો ધડાકો હતો.

 ‘જરૂર હોઈ શકે છે.’ દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

 જશપાલસિંઘની વાત સાંભળ્યા પછી એ પણ હવે સહેજ વ્યાકુળ થઈ ગયો હતો.

 જો હથિયારોની ખેપ ખરેખર પાંચ નંબરનાં ડબ્બામાં હોય તો આ વાત ખતરનાક હતી.

 એ તરત જ ‘પબ્લિક એડ્રેસ સિસ્ટમ ‘લઈને આદેશ આપવા લાગ્યો.

 ‘જે સૈનિકો પોતપોતાના ડબ્બામાંથી બહાર નીકળ્યા છે તેઓ ડબ્બામાં પાછા જઈને તલાશીનું કામ ચાલુ રાખે.’

 હુકમ મળતાં જ બધા સૈનિકો ફરીથી ડબ્બામાં ચડી ગયા.

 મુસાફરોની તલાશીનું કામ ફરીથી શરૂ થઈ ગયું.

 બીજાં ડબ્બાઓમાં જો કોઈ પાકિસ્તાની જાસૂસો હોય તો તેઓને રમખાણ મચાવવાની તક મળે એમ દિલીપ નહોતો ઈચ્છતો.

 અત્યારે તે પહેલાંની માફક જ પાંચ નંબરના ડબ્બા પાસે ઊભો હતો.

 ‘હું તમને છેલ્લી ચેતવણી આપું છું.’ એણે પાંચ નંબરના ડબ્બામાં મોજુદ પાકિસ્તાની જાસૂસોને સંબોધીને કર્કશ અવાજે કહ્યું, ‘ચુપચાપ સીધી રીતે આત્મસમર્પણ કરી દો....નહીં તો તમારા બધાની હાલત બદ કરતાંય બદતર થશે.’

 સૌ શ્વાસ રોકીને દિલીપની ચેતવણીની પ્રતિક્રિયા જાણવા માટે આતુર બની ગયા.

 એ જ વખતે પાંચ નંબરનાં ડબ્બાની બારી ઉઘાડીને એક જાસુએ બહાર ડોકિયું કર્યું.

 ‘અમારી સાથે અથડામણમાં ઊતરવાનો પ્રયાસ રહેવા દો ‘કેપ્ટન !’ એ જોરથી બરાડ્યો, ‘નહીં તો અમારી નહીં, પણ આ ડબ્બામાં મોજૂદ બધા મુસાફરોની હાલત બદતર થશે.’

 પછી અચાનક ડબ્બાનો દરવાજો ઊઘડ્યો અને બેરહેમીથી એક બાળકની લાશ પ્લેટફોર્મ પર ફેંકી દેવામાં આવી.

 ‘અંજામ જોઈ લીધો, કેપ્ટન ?’ બારીવાળો જાસૂસ ફરીથી તાડૂક્યો, ‘બાળકનો અંજામ જોઈને ચોક્કસ તમને આનંદ થયો હશે.’

 દિલીપની આંગળી સ્ફૂર્તિથી રિવોલ્વરના ટ્રિગર તરફ લંબાઈ.

 પરંતુ તે ટ્રિગર દબાવી શકે એ પહેલાં જ બારી બંધ થઈ ગઈ.

 બાળકની લાશ જોતાં જ પ્લેટફોર્મ પર ખળભળાટ મચી ગયો.

 બધાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.

 દિલીપ સાવચેતીથી ડબ્બાને છેડે પહોંચી ગયો અને અંદર થતી વાતચીત સાંભળવા લાગ્યો.

 ‘અબ્દુલ....!’ કોઈનો આદેશાત્મક અવાજ ગુંજ્યો, ‘આ બધાંને એક જગ્યાએ ભેગાં કરી લેવાં જોઈએ.’

 એ ચોક્કસ ડબ્બામાં મોજૂદ મુસાફરોને ભેગાં કરવાનું કહેતો હતો.

 ‘હા, એ જ વધુ યોગ્ય રહેશે.’ કથિત અબ્દુલે કહ્યું, ‘બધાંને એક કેબીનમાં ભેગાં કરી લઈએ.’

 ‘ચાલો.....બધાં પેલી કેબીનમાં ચાલો.’

 ‘એય...ક્યાં જાય છે ?’ એક જાસૂસ જોરથી બરાડ્યો, ‘અહીં આવ....’

 મુસાફરોને ડબ્બાને બીજે છેડે આવેલી કેબીનમાં જવાનો આદેશ આપવામાં આવ્યો છે એવું અનુમાન દિલીપે તેમનાં પગલાંના અવાજ પરથી કર્યું.

 એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું.એણે જેમ બને તેમ જલદીથી મુસાફરોને શયતાનોની ચુંગાલમાંથી છોડાવવાના હતા.

 મુસાફરોને એક જગ્યાએ એકઠા કરવામાં આવ્યા તે સારું જ થયું હતું.

 હવે દિલીપ પોતાનો દાવ રમી શકે તેમ હતો.

 એ ડબ્બા પાસેથી ખસીને તાબડતોબ કસ્ટમ ઓફીસ તરફ આગળ વધી ગયો. એણે તાબડતોબ ચીફ સિક્યોરિટી ઓફિસર વગેરેને ઓફિસમાં ચર્ચા- વિચારણા માટે બોલાવી લીધા.

 ‘તમે બધા ધ્યાનથી મારી વાત સાંભળો,’ દિલીપ ધીમા પણ ગંભીર અવાજે બોલ્યો, ‘આપણી સામે સંકટનો સમય આવ્યો છે એ સાચું છે. પાકિસ્તાની જાસૂસોએ મુસાફરોને બાનમાં રાખીને ઘણી હદ સુધી પોતાની જાતને સલામત બનાવી લીધી છે. પરંતુ તેમ છતાંય આપણે તેમની બાજી ઊંધી વાળીને સંજોગો પર કાબૂ મેળવી શકીએ તેમ છીએ.’

 ‘કેવી રીતે ?’ ચીફ સિક્યોરિટી ઓફિસરે પૂછ્યું.

 ‘મારા મગજમાં એક યોજના છે, એના અમલથી આ કામ પાર પડી શકે તેમ છે.’

 ‘પણ એક વાત આપ ભૂલી જાઓ છો, મિસ્ટર દિલીપ !’ એક અન્ય ઓફિસરે કહ્યું, ‘પાંચ નંબરનાં ડબ્બામાં મોજૂદ બધા મુસાફરો તેમના કબજામાં છે. આ સંજોગોમાં જો આપણે પાકિસ્તાની જાસૂસો વિરુદ્ધ કોઈ પગલું ભરીશું તો તે મુસાફરો માટે જીવલેણ નીવડી શકે તેમ છે.’

 ‘હું જાણું છું.’ દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો, ‘મુસાફરોના જીવની ફિકર મને પણ છે. મુસાફરોને કશુંય નુકસાન ન પહોંચે અને પાકિસ્તાની જાસૂસોને જડબાતોડ જવાબ મળી જાય એ જાતની યોજના મેં બનાવી છે.’

 ‘તમારી યોજના શું છે, મિસ્ટર દિલીપ ?’ બ્રિગેડિયર જશપાલસિંઘે ઉત્સુક અવાજે પૂછ્યું.

 જવાબમાં દિલીપે ધીમા અવાજે સૌને પોતાની યોજનાની વિગતો જણાવી દીધી.

 યોજના સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા.

 ઓફિસમાં થોડી પળો માટે ઘેરી ચૂપકીદી ફરી વળી.

 ‘મ....મિસ્ટર દિલીપ !’ એક ઓફિસરે સહેજ ગભરાટથી બોલ્યો, ‘આપની યોજનામાં ખૂબ જ જોખમ છે.’

 ‘હા, ખૂબ જ જોખમ છે એમાં તો શંકાને કોઈ સ્થાન નથી.’ દિલીપે ધીમેથી માથું હલાવતાં કહ્યું, ‘પરંતુ મોત સાથે સંતાકૂકડી રમવાનો મને ખૂબ જ શોખ છે. અને એમાંય જ્યારે ભારતની શાન અને પ્રતિષ્ઠાનો સવાલ આવે ત્યારે હું મોતનો વિચાર બિલકુલ નથી કરતો. જિંદગીમાં માત્ર એક જ વખત મરવાનું છે. દેશના હિત ખાતર જો મરવું પડે તો મારી દ્રષ્ટિએ એનાથી ઉત્તમ બીજું કંઈ જ ન હોઈ શકે. અને આ યોજનામાં સૌથી મોટી વાત એ છે કે જે કંઈ જોખમ છે તે હું એકલો જ ખેડવાનો છું.’

 ‘તમે ફરીથી એક વાર વિચારી લો, મિસ્ટર દિલીપ.’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું.

 ‘મેં બધું વિચારી લીધું છે.’ દિલીપ બોલ્યો, ‘આમેય આપણી પાસે વધુ કંઈ વિચારવાનો સમય નથી. આપણે જે કંઈ કરવાનું છે તે તાબડતોબ કરવાનું છે. અત્યારે આપણી એક એક મિનિટ કીમતી છે. હવે યોજના વિશે કોઈએ કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે.’

 ‘હું એક વાત પૂછવા માંગું છું, મિસ્ટર દિલીપ !’ ચીફ સિક્યોરીટી ઓફિસર બોલ્યો.

 ‘પૂછો...’ 

 ‘પાકિસ્તાની જાસૂસોએ પાંચ નંબરના ડબ્બાના બારી-દરવાજા અંદરથી બંધ કરી નાખ્યા છે તો પછી આપ મુસાફરોને બચાવવા માટે કેવી રીતે અંદર જશો ?’

 ‘તમારો સવાલ એકદમ ઉત્તમ છે.’ દિલીપ બોલ્યો, ‘આને માટે હું એક ઓછી તાકાતવાળા રિમોટ બોમ્બનો ઉપયોગ કરીશ. બોમ્બથી ડબ્બાનો પાછળનો દરવાજો તૂટી જશે.’

 ‘પરંતુ બોમ્બના વિસ્ફોટથી તો મુસાફરો પણ માર્યા જશે.’

 ‘ના, એવું નહીં બને.’ દિલીપના અવાજમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો, ‘મુસાફરોને મામૂલી ઉઝરડો પણ નહીં પડે. પાકિસ્તાની જાસૂસો એક ભૂલ કરી ચૂક્યા છે અને આ જ ભૂલ હવે તેમને માટે ઘાતક નીવડશે. તેમણે બધા મુસાફરોને પાંચ નંબરના ડબ્બાની સૌથી આગળની કેબીનમાં પૂરી દીધા છે અને ડબ્બાનો પાછળનો ભાગ બિલકુલ ખાલી છે. એ કારણસર જ મને આ યોજના સૂઝી છે. હું માત્ર પાછળનો દરવાજો તૂટી પડે એટલી જ ક્ષમતાવાળા બોમ્બનો ઉપયોગ કરીશ. મુસાફરો છેક આગળની કેબીનમાં હશે એટલે તેમને કશુંય નહીં થાય. કદાચ કંઈ નુકશાન થશે તોપણ તે પાકિસ્તાની જાસૂસોને જ થશે.’

 ‘ઓ.કે. મિસ્ટર દિલીપ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી બોલ્યો, ‘તમને યોગ્ય લાગે તેમ કરો.’

 ‘બીજા કોઈએ કંઈ પૂછવાનું ?’

 બધા ચૂપ રહ્યા.

 કોઈએ કશુંય ન પૂછ્યું.

 ‘ઓ.કે.’ સૌને ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો, ‘પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. મારી સમગ્ર યોજનામાં ‘સમજોતા એક્સપ્રેસ’ના ડ્રાઈવરે પણ અગત્યનો ભાગ ભજવવાનો છે.’

 ‘એ બાબતમાં આપ બિલકુલ બેફીકર રહો, મિસ્ટર દિલીપ !’ ચીફ સિક્યોરીટી ઓફિસરે મક્કમ અવાજે કહ્યું, ‘ડ્રાઈવર પોતાનું કામ આપણી સૂચના મુજબ જ અને સમયસર જ પાર પડશે. પરંતુ ટ્રેનને બે ભાગમાં વહેંચવાનું કામ તો આપે જ કરવું પડશે.’

 ‘એ હું કરી લઈશ. એ મારા માથાનો દુખાવો છે.’

 ‘ઓ.કે. મિસ્ટર દિલીપ ! બેસ્ટ ઓફ લક.’

 ‘થેંક યૂ...’ કહીને દિલીપ તરત જ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

 બાકીનાઓએ પણ તેનું અનુકરણ કર્યું.

 આ દરમિયાન એક સૈનિક ‘સમજોતા એક્સપ્રેસ’ના ડ્રાઈવરને ત્યાં બોલાવી લાવ્યો હતો.

 દિલીપ જલદી જલદી તેને ધીમા અવાજે કશુંક સમજાવવા લાગ્યો.

 દિલીપની વાત સાંભળ્યા પછી ડ્રાઈવર હકારમાં માથું હલાવીને ચાલ્યો ગયો.

 ત્યાર બાદ દિલીપે દસેક મિનિટમાં જ બધી તૈયારી કરી લીધી.

 ત્યાર બાદ સનસનાટીભર્યા દાવપેચ શરૂ થયા.

 દિલીપ દડા જેવડા આકારનો ‘ટ્વેન્ટી ફોર મિની એકસ્પ્લોસિવ’ રિમોટ બોમ્બ લઈને ટ્રેન નીચે ઘૂસી ગયો.

 સૌથી પહેલાં એણે ટ્રેનને બે ભાગમાં વહેંચવાની હતી.

 એ સાપની જેમ સરકતો સરકતો ચાર નંબરના ડબ્બા નીચે પહોંચ્યો.

 વળતી જ પળે તે ચાર તથા પાંચ નંબરના ડબ્બાને જોડતા સાંધાને અલગ કરતો હતો.

 ઓજારોની મદદથી એણે બે-ત્રણ મિનિટમાં જ આ કામ પૂરું કરી નાખ્યું.

 હવે એન્જીનથી ચાર નંબરના ડબ્બા સુધીનો ભાગ અલગ થઈ ગયો હતો.

 ત્યાર બાદ તે પાંચ નંબરના ડબ્બાની નીચે પહોંચ્યો.

 હવે એણે બીજું રિમોટ બોમ્બવાળું કામ પાર પડવાનું હતું.

 આ કામ ખૂબ જ જોખમી હતું અને તેમાં પૂરેપૂરી સાવચેતી રાખવી પડે તેમ હતી.

 પાંચ નંબરના ડબ્બાની નીચે જ બે પાટાની વચ્ચેના ખાલી ભાગમાં પેટભેર સરકીને તે એના પાછલા દરવાજા પાસે પહોંચ્યો અને પગથિયાં પાસે રિમોટ બોમ્બ ફીટ કરવા લાગ્યો. બોમ્બ ફીટ કરતી વખતે તેને બંને પાટાની વચ્ચેથી બહાર નીકળવું પડ્યું હતું. 

 એ જ વખતે કોણ જાણે કેવી રીતે પાટાની સાઈડમાં પાથરેલા પથ્થરો પર એનો પગ લપસ્યો.

 એ ધડામ કરતો નીચે પછડાયો.

 અવાજ થતાં જ ટ્રેનની પ્લેટફોર્મ તરફની ત્રણ બારી ફટાફટ ઊઘડી ગઈ અને તેમાંથી કાર્બાઈનની નળી બહાર નીકળી.

 ‘કોણ છે ?’ ડબ્બામાંથી કોઈક પાકિસ્તાની જાસૂસે ઊંચા અવાજે પૂછ્યું.

 પરંતુ પ્લેટફોર્મ ઉજ્જડ હતું.

 ત્યાં કોઈ જ નહોતું. પણ તેમ છતાંય જાસૂસોએ કાર્બાઈનમાંથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો.

 પ્લેટફોર્મની દીવાલ તથા સામેના રૂમનાં બારી-બારણાં પર ગોળીઓના નિશાન બની ગયા.

 ફરીથી એક વાર સ્ટેશન પર ભયનું સામ્રાજ્ય ફેલાઈ ગયું.

 પરંતુ થોડી પળો બાદ પુનઃ ચુપકીદી છવાઈ ગઈ. દિલીપના પડવાથી ગુંજેલા અવાજને પોતાનો ભ્રમ માનીને પાકિસ્તાની જાસૂસોએ પુનઃ બારી બંધ કરી દીધી.

 આ દરમિયાન દિલીપ રિમોટ બોમ્બ ફીટ કરી ચૂક્યો હતો. પરંતુ તેમ છતાંય તે થોડી વાર સુધી શ્વાસ રોકીને પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવ્યો. 

 એની યોજનાનું અડધું ચરણ પૂરું થઈ ગયું હતું.

 પ્લેટફોર્મ પર આવતા જ એણે ‘પબ્લિક એડ્રેસ સીસ્ટમ’ સંભાળીને આગળની કાર્યવાહી શરૂ કરી.

 ‘મારી વાત ધ્યાનથી સાંભળો.’ તે પાકિસ્તાની જાસૂસોને સંબોધીને ઊંચા સાદે બોલ્યો, ‘નાહક જ કોઈ નિર્દોષનું લોહી રેડાય એવું અમે નથી ઈચ્છતા.પાંચ નંબરના ડબ્બામાં મોજૂદ મુસાફરો સહીસલામત બહાર આવી જાય એમ અમે ઇચ્છીએ છીએ. મુસાફરોને છોડવા માટે જો તમારી કોઈ શરત હોય તો મને જણાવી દો જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે.’

 વાસ્તવમાં દિલીપ આવું એલાન કરીને એ લોકોનું ધ્યાન પોતાના પ્રત્યે કેન્દ્રિત કરવા માગતો હતો.

 પોતાના આ પ્રયાસમાં તેને સફળતા મળી પણ ખરી.

 વળતી જ પળે પાંચ નંબરના ડબ્બાની બારી ઉઘાડીને એક પાકિસ્તાની જાસૂસ જોરથી બરાડ્યો, ‘અમે અહીંથી સહીસલામત પાછા જવા માગીએ છીએ. જો તમે અમને અહીંથી જવા દેશો અમે આ મુસાફરો પર દયા દાખવી શકીએ તેમ છીએ.અમારી આ શરત તમને મંજૂર હોય તો બોલો. પરંતુ એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો. જો તમે કોઈ જાતની ચાલબાજી રમવાનો પ્રયાસ કરશો તો આ ડબ્બામાં મુસાફરોનું લોહી વહેતું હશે.અમે કોઈને જીવતાં નહીં રાખીએ. તમારી કોઈ પણ જાતની ચાલાકીનું પરિણામ મુસાફરોનાં મોતમાં આવશે એટલું ખાસ્સ યાદ રાખજો.’

 અત્યાર ડબ્બામાં મોજૂદ તમામ પાકિસ્તાની જાસૂસોનું ધ્યાન એકમાત્ર દિલીપ પ્રત્યે જ કેન્દ્રિત થયેલું હતું.

 અને દિલીપ પણ એમ જ ઈચ્છતો હતો.

 આ દરમિયાન ‘સમજોતા એક્સપ્રેસ’નું એન્જિન તથા ચાર ડબ્બા ધીમે ધીમે સરકીને થોડે દૂર પહોંચી ગયા હતા. પરંતુ પાંચમા ડબ્બામાં મોજૂદ જાસૂસોને આ વાતની ગંધ સુદ્ધાં નહોતી આવી.

 તેઓ એવા જ ભ્રમમાં હતા કે હજુ આખી ટ્રેન ત્યાં જ ઊભી છે.

 હવે દિલીપે છેલ્લો દાવ રમવાનો હતો.

 સૌથી પહેલાં એણે સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું.

 એના અનુમાન પ્રમાણે પાંચ નંબરનાં ડબ્બામાં કમસે કમ આઠ પાકિસ્તાની જાસૂસો મોજૂદ હતા.

 જો આમાંથી કોઈનેય દિલીપના ઈરાદાની રજમાત્ર ગંધ આવે તો એ જ પળે દિલીપની બાજી ઊંધી વળી જાય તેમ હતી.એની યોજના પર પાણી ફરી વળે તેમ હતું. ત્રણસોએક વાર દૂર જઈને અડધી ટ્રેન ઊભી રહી ગઈ હતી  અને એન્જિનનો ડ્રાઈવર હવે આતુરતાથી દિલીપના સંકેતની રાહ જોતો હતો.

 ‘એક એક ડગલું ખૂબ જ સમજી-વિચારીને ભરવું પડશે, મિસ્ટર દિલીપ !’કર્નલ સુરેન્દ્ર ત્યાગી દિલીપની નજીક આવીને ધીમેથી બબડ્યો.

 ‘તમે બિલકુલ બેફીકર રહો. એવું કશુંય નહીં થાય.’ દિલીપ આરામથી બોલ્યો.

 બોમ્બનું રિમોટકંટ્રોલ દિલીપના હાથમાં આવી ગયું હતું.

 રિમોટકંટ્રોલ મોબાઈલ ફોનના આકારનું હતું અને તેના પર માત્ર એક જ બટન હતું.

 આગામી થોડી પળો ખૂબ જ મહત્વની હતી.

 કંઈ પણ બની શકે તેમ હતું.

 અટારી સ્ટેશન પર મોજૂદ તમામ સુરક્ષા કર્મચરીઓના શ્વાસ થંભી ગયા હતા.

 દિલીપે ફરીથી એક વાર ચારે તરફ નજર કરી.

 ચોમેર સન્નાટો છવાયેલો હતો.

 ત્યાર બાદ એણે હાથ ઉંચો કરીને એન્જીનના ડ્રાઈવરને સંકેત કર્યો.

 સંકેત મળતાં જ થોડી પળો પહેલાં જે ચાર ડબ્બા, પાંચ નંબરના ડબ્બાથી છુટા પાડીને ત્રણસોએક વાર આગળ ગયા હતા તે ફરીથી ધીમે ધીમે પાછા પાંચ નંબરના ડબ્બા તરફ સરકવા લાગ્યા

 પાકિસ્તાની જાસૂસો એન્જિનનો અવાજ ન સાંભળી શકે એટલા માટે ‘પબ્લિક એડ્રેસ સિસ્ટમ’ પર જોરજોરથી અને ઊંચા સાદે બોલવાનું શરૂ કરી દીધું. 

 ‘તમે લોકો મારી વાત સાંભળો છો?’

 ‘હા...’ડબ્બામાંથી પહેલાંની જેમ જ એક જાસૂસ બરાડ્યો, ‘સાંભળીયે છીએ.’

 ‘તો સાંભળો...અમને તમારી શરત મંજૂર છે.’ દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો, ‘અમે તમને સહીસલામત પાકિસ્તાન પાછા જવા દઈશું. પરંતુ સામે મારી શરતનું પણ તમારે પાલન કરવું પડશે.’

 ‘કઈ શરત ?’

 ‘મુસાફરોના જાનમાલને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ.’

 ‘એ માટે તમે બિલકુલ ચિંતા ન કરો. તેમને કશુંય નુકસાન નહીં થાય.’

 આ દરમિયાન એન્જિન સહેજ ગતિ પકડી ચૂક્યું હતું અને હવે ચારેય ડબ્બા પૂરી રફતારથી પાંચ નંબરના ડબ્બા તરફ આગળ વધતા હતા.

 દિલીપ પણ હવે જોરજોરથી બૂમો પાડીને બોલતો હતો.

 એક સૈનિક એની સાથે જ હતો. એના હાથમાં સ્ટેનગન જકડાયેલી હતી.

 ‘પરંતુ અમે અહીંથી પાછા પાકિસ્તાન કેવી રીતે જઈશું, મિસ્ટર દિલીપ ?’ આ વખતે ડબ્બામાંથી જે અવાજ ગુંજ્યો તે જલાલુદ્દીનનો હતો.

 ‘અત્યારે એ જ બાબતમાં ચર્ચા-વિચારણા ચાલે છે.’ દિલીપ જોરથી બરાડ્યો, ‘કંઈક નિર્ણય લેવાશે કે તરત જ હું તમને જાણ કરીશ.’

 ‘તમારે જે કંઈ નિર્ણય લેવો હોય તે તાબડતોબ કરો.’ જલાલુદ્દીને ઊંચા સાદે કહ્યું, ‘અમે તમને પંદર મિનિટનો સમય આપીએ છીએ. એથી વધુ અમે રાહ જોઈ શકીએ તેમ નથી. બરાબર પંદર મિનિટ પછી..’

 જલાલુદ્દીન આનાથી આગળ ન બોલી શક્યો.

 ચારેય ડબ્બા હવે પાંચ નંબરના ડબ્બાની એકદમ નજીક પહોંચી ગયા હતા.

 એ જ વખતે દિલીપે રિમોટનું બટન દબાવ્યું.

 ધડામ અવાજ સાથે કાનના પડદા ફાડી નાખે એવો વિસ્ફોટ થયો.

 ટ્વેન્ટી ફોર મિની એકસ્પ્લોસિવ બોમ્બ ફાટતાં જ જે દરવાજાની નીચે બોમ્બ ફીટ કર્યો હતો એ દરવાજાના ફૂરચા ઊડી ગયા.

 વિસ્ફોટ થતાં જ આખા ડબ્બામાં ધૂમાડો છવાઈ ગયો.

 કેટલાય પાકિસ્તાની જાસૂસોની ચીસો ગુંજી ઉઠી.

 દિલીપ પબ્લિક એડ્રેસ સીસ્ટમ ત્યાં જ ફેંકીને જાણે પાંખો ફૂટી હોય એ રીતે તૂટી પડેલા દરવાજા તરફ દોડ્યો અને સડસડાટ કરતો પાંચ નંબરના ડબ્બામાં ઘૂસી ગયો. ડબ્બામાં પ્રવેશતાં પહેલાં જ એણે બાજુમાં ઊભેલા સૈનિકના હાથમાંથી સ્ટેનગન આંચકી લીધી હતી.

 ‘ખબરદાર, મિસ્ટર દિલીપ...!’

 પાકિસ્તાની જાસૂસોની એકસાથે કેટલીયે રાઈફલો દિલીપ સામે તકાઈ.

 પરંતુ એ જ વખતે આગળથી આવતા ચારેય ડબ્બા ધડાકાભેર ખૂબ જોરથી પાંચ નંબરના ડબ્બા સાથે અથડાયા, પરિણામે ડબ્બાને જોરદાર ધક્કો લાગ્યો.

 દિલીપ આ આંચકા માટે પહેલેથી જ તૈયાર હતો એટલે તેને કંઈ અસર ન થઈ. એણે તો પોતાનું સમતોલન જાળવી રાખ્યું. 

 પરંતુ પાકિસ્તાની જાસૂસો માટે આ આંચકો અણધાર્યો હતો એટલે તેઓ તરત જ બેલેન્સ ગુમાવીને ટ્રેનની ફર્શ પર ગબડી પડ્યા. એ જ વખતે દિલીપની સ્ટેનગન ગર્જી ઉઠી.

 વળતી જ પળે તમામ પાકિસ્તાની જાસૂસો લાશમાં ફેરવાઈ ગયા.

 કોઈનેય પોતાની રાઈફલનો ઉપયોગ કરવાની તક ન મળી.

 દિલીપની યોજના ખરેખર અદભુત અને લાજવાબ હતી.

 અલબત્ત, જલાલુદ્દીન જરૂર બચી ગયો. એણે ચિત્તાની જેમ દરવાજા તરફ છલાંગ લગાવી.

 પરંતુ એ જ પળે દિલીપના બેવડા પગની લાત સ્ટીમરોલરના તોતિંગ ફટકાની જેમ પૂરી તાકાતથી એની છાતી પર ઝીંકાઈ.

 પારાવાર પીડાથી જલાલુદ્દીન હચમચી ઊઠ્યો.

 એ જ વખતે કર્નલ સુરેન્દ્ર ત્યાગી, બ્રિગેડિયર જશપાલસિંઘ તથા સૈનિકોની ટૂકડી પાંચ નંબરના ડબ્બામાં ઘૂસી આવી.

 આવતાવેંત તેમણે જલાલુદ્દીનને પકડી લીધો.

 પાકિસ્તાની જસૂસોના અંજામ તથા દિલીપની દિલેરીથી પ્રભાવિત થઈને સુરેન્દ્ર ત્યાગી તો રીતસર દિલીપને ભેટી પડ્યો. એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં.

 એનો સ્નેહ જોઈને દિલીપે હળવું સ્મિત ફરકાવ્યું. બાકી પોતાની યોજના સફળ થશે કે કેમ એની તેને પણ શંકા હતી. 

 પરંતુ હંમેશની જેમ આ વખતે પણ તેને સફળતા મળી હતી.

 એણે ડબ્બામાં મોજૂદ તમામ મુસાફરોના જીવ બચાવી લીધા હતા.

******************