એક પૂનમની રાત
પ્રકરણ -119
તારી પાત્રતાને અનુલક્ષીને તને બધીજ સિદ્ધિઓ આપું છું જે તું જન્મ મૃત્યુનાં ચકરાવામાં પણ નહીં ગુમાવે હર હંમેશ તારી સાથે રહેશે તારું મૃત્યુ, મુક્તિ કે પ્રેતયોની બધામાં તારી સાથે રહેશે એક પિતા તરીકે તને વરદાન આપું છું પણ .... એક તાંત્રિક સાથે છેતરપીંડી કરવાનાં તારાં ગુના અંગે અત્યારેજ તારો વધ કરીને તને શિક્ષા આપું છું દંડ આપું છું અને પ્રેતયોનીમાં ભટકવા માટે નિશ્ચિત કરું છું પણ ..... તારાંજ કુટુંબી વારસદારોની હાજરીમાં એક પંડિત મોટો હવનયજ્ઞ કરશે ત્યારે તમારાં બંન્ને પ્રેમી પાત્રોનું મિલન થશે અને કોઈ યોની કે કાળ તમને અટકાવી નહીં શકે તમે તમારી રીતે જીવી શકશો જીવન પૂર્ણ કરશો અને પછી ફરી ફરી મળવા માટે જન્મ લેશો અને મોક્ષ સુધી બંન્ને સાથે રહેશો એવાં મારાં અફર આશીર્વાદ છે અને હું ત્યાં સાક્ષાત હાજર થઈશ..એમ કહીને એમણે અર્ધનારીશ્વર સામે મારો વધ કર્યો.... ત્યારથી આ પ્રેતયોનીમાં છું પણ મારાં સિદ્ધાર્થ હું ગમે તે યોનીમાં હોઉં પણ તારી સાથે જીવી શકીશ સૂક્ષ્મ અને સાક્ષાત બંન્ને સ્વરૂપ લઇ શકીશ ગમ્ય અને અગમ્ય અનુભવ કરીશ કરાવીશ અને ગોચર -અગોચર વિશ્વમાં સફર કરીશ કરાવીશ.....
આટલું ઝંખનાએ કહ્યું અને નાનાજી એ હવન યજ્ઞમાં શ્રીફળનો અર્ધ્ય આપીને ૐ મહાકાલેશ્વરાય,
ઉમાશિવાય નમઃ સ્વાહા કહ્યું અને ત્યાં અઘોરી તાંત્રિક સાક્ષાત પ્રગટ થયાં અને બોલ્યાં ઝંખનાં તું અમર થઇ ગઈ તારો સિદ્ધાર્થ માટેનો પ્રેમ અને સિદ્ધાર્થની પાત્રતા આવા કળીયુગમાં પણ પ્રશંશનીય છે મારાં તમને બંન્નેને આશીર્વાદ..... ઝંખનાએ ભૌતિક રૂપ ધારણ કર્યું સિદ્ધાર્થ સાથે રહી અઘોરીજી, નાનાજી અને બધાં વડીલોનાં આશીર્વાદ લીધાં. રાણી રાગીણીએ એમનાં ગળાનો હાર ઝંખનાંને પહેરાવી દીધો અને પ્રદ્યુમનજીએ સિદ્ધાર્થને ગળે વળગાવી એમનાં કાંડેથી સોનાની ચેઇન કાઢી સિદ્ધાર્થને પહેરાવી અને કહ્યું હવે પછી તમારે આપણાં રાજમહેલમાંજ રહેવાનું છે. અમારાં અહોભાગ્ય છે કે અમારાં પૂર્વજ અમારાં સંતાન બની અમારી સાથે રહેશે... અઘોરીજી આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયાં.
નાનાજીએ કહ્યું હવનયજ્ઞમાં હવે મીલીંદ માટે અર્ધ્ય અપાશે એનાં માટે એનાં માતાજી અને દેવાંશ અહીં અર્ધ્ય માટે આવી ગયાં. દેવાંશે કહ્યું મીલીંદનાં આત્માને શાંતિ થાય અને હવે પછી એનાં કુટુંબને કોઈ તકલીફ ના આવે.
નાનાજીએ શ્લોક બોલવા શરૂ કર્યા. દેવાંશ અને એની માતા પાસે અર્ધ્ય અપાવવા શરૂ કર્યા. એની માતાનાં આંખમાં આંસુ વહી રહેલાં. દેવાંશની આંખો પણ ભીંજાઈ ગઈ નાનાજીએ દેવાંશની સામે જોઈને એનાં હાથમાં એક સૂકું ફળ મૂકીને અર્ધ્ય આપવા કહ્યું દેવાંશે અર્ધ્ય આપી દીધું ત્યાં જાણે અવકાશમાં વાણી થઇ દેવાંશ .....દેવાંશ .... અને હવનયજ્ઞમાં અગ્નિ ખુબ ભડકે બળવા લાગ્યો. નાનાજીએ દેવાંશને કહ્યું પગે લાગી તું ઉભો થઇ જા અને ત્યાં વંદનાને બેસવા કહ્યું વંદના પણ અર્ધ્ય આપવા લાગી માં અને બહેન બંન્ને અર્ધ્ય આપી રહેલાં ત્યાં મીલીંદનાં રડવાનો અવાજ આવ્યો... વંદના અને યશોદાબેન બંન્ને ધ્રુસ્કેને ધ્રુસકે રડી રહ્યાં હતાં નાનાજીએ કહ્યું યશોદામાં તમે તમારાં મીલીંદને કહો કે કોઈ પણ પ્રકારનો શોક ના કરે હવે કોઈ જીજીવીષા હોય તે છોડી દે બીજી કોઈ ખોટી યોનીમાં સબડવા કરતાં યોગ્ય સદગતિ સ્વીકારી લે એમ કહો..... પછી આ અર્ધ્ય અગ્નિમાં સ્વાહા કહી મુકો.
યશોદાબેને રડતાં રડતાં કહ્યું મારાં મીલીંદ મારાં દીકરા તું કોઈની ઈર્ષા અને ષડયંત્રનો ભોગ બન્યો કમોત આવ્યું પણ હવે ભવ સુધારવો તારાં હાથમાં છે પ્રેત યોનીમાં તું સબડયા વિના સદગતિ સ્વીકારી લે અને આવનાર જન્મમાં પણ મારી કુખેજ જન્મ લેજે દીકરા આટલું તારી માં નું ઋણ રહ્યું તારાં માથે.... એમ કહી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં આખરી અર્ધ્ય આપ્યો અને વીજળીવેગે મીલીંદનો જીવ છૂટી ગયો સદગતિ પામી ગયો. અને યશોદાબેન બેભાન થઈને ઢળી પડ્યાં. બધાં ત્યાં દોડી ગયાં.... નાનજીએ કહ્યું પાણી છાંટો હમણાં ભાનમાં આવશે એમને પાણી પીવરાવો આરામ કરાવો.
નાનાજીએ પછી વિક્રમસિંહજી અને તરલીકા બેનને હવનયજ્ઞ પાસે બોલાવ્યાં. એમની પાસે વિધી વિધાન કરાવ્યાં એમનાં ઘરમાં શાંતિ અંગારીની સદ્દગતિ થયાં પછી ઋણનિર્વાણની વિધી કરાવી અર્ધ્ય અપાવ્યો અને આશીર્વાદ લીધાં.
નાનાજીએ કહ્યું હવેની વિધીમાં ડો દેવદત્ત ખુરાનાજી અને કમલજીત આવીને બેસે. વડોદરા નગર અને આસપાસનાં વિસ્તારમાં ભટકતાં જીવો કાળી શક્તિઓ બધાની સદ્દગતિ અને નિવારણની પૂજા આપણે શરૂ કરીએ આ ખુબજ અગત્યની નિર્વાણ પૂજા છે એમાં વડોદરાનાં રાજવી એમની રાણી સાથે અહીં વિધિમાં બેસશે એમની હાજરી સાક્ષીમાં વડોદરા નગરની શાંતિ માટે કષ્ટ નિર્વાણ અને શાંતિ મંત્રો ઋચાઓનું પઠન કરીને અર્ધ્ય અપાશે.
વિક્રમસિંહજીએ કહ્યું નાનાજી મારું એક નમ્ર નિવેદન છે કે આમાં મિલીંદનાં પિતા -એમની રખાત રુબી અંગે કોઈ પૂજા તથા એમનો નોકર રામુની સદ્દગતિ માટે પણ પૂજા વિધાન થાય એવું કહેવા માંગુ છું.
નાનાજીએ હસતાં હસતાં કહ્યું તમારું નિવેદન ધ્યાનમાં લીધુંજ છે અને મારાં મનમાં આ બઘી વાતો હતીજ સર્વ પ્રથમ રામુની સદ્દગતિ વિઘી પૂજા થશે પછી મિલીંદનાં પિતા માટે વિધી જેથી એમને સદબુદ્ધિ મળે રુબીને પસ્તાવો થાય માફી માંગે અને કાળા કામોનો ત્યાગ કરે અને જેની જે સજા હોય એ સ્વીકારી ભોગવે. આમાં કોઈ કામ બાકી નહીં રહે. પછી આગળ હું હવનયજ્ઞ પુર્તી સમાપિત -સમાપન કર્યા પછી જણાવીશ.
નાનાજીએ આગળ વિધી પૂજન અને હવનયજ્ઞની ક્રિયા આરંભ કરી મહારાજાએ ખુબ દીલ દઈને પૂજા કરી વડોદરા નગરની શાંતિ અને સમૃદ્ધિ અંગે ડો દેવદત્તજી અને કમલજીતે પૌરાણીક મહેલો વાવોમાં રહેતાં જીવોનો ઉદ્ધારની પૂજા વિધી કરી. રામુનો જીવ સદ્દગતિ પામે એ વિધી થઇ અને જેની જે ગુનાની કથા હોય કર્મ હોય એમને યોગ્ય શિક્ષા -દંડ મળે એની વ્યવસ્થા થાય.
સમગ્ર હવનયજ્ઞ સંપન્ન થયો એટલે નાનાજીએ અંતિમ અર્ધ્ય તરીકે શ્રીફળની આહુતિ આપી અને ઉચ્ચ સ્વરે સ્લોકો બોલવા શરુ કર્યા અને હવનઅગ્નિ એટલો પબળ રીતે પ્રકાશિત થયો અને બધાંનાં ખુબ આષ્ચર્ય વચ્ચે હવન અગ્નિમાં બધાં મૃત જીવોની આકૃતિઓ જોવા મળી રહી હતી હેમાલી, દિવાન, સેનાપતિ, ઝંખના, દાસીઓ, મિલીંદ, રામુ અન્ય વણ ઓળખાયેલ જીવો પણ હતાં બધાની સદ્દગતિ થઇ એની સાબિતી થઇ રહી હતી ધીમે ધીમે હવનયજ્ઞનો અગ્નિ શાંત થઇ રહેલો ત્યાં એ હવનયજ્ઞનાં અગ્નિમાંથી મોટી કાળી નાગ આકારની ધૂમસેર નીકળી જાણે સાક્ષાત નાગ હાજર હોય એમ બધાએ સ્પષ્ટ આકાર જોયો બધાનાં હાથ આપોઆપ જોડાઈ ગયાં. નાનાજીએ માથું નીચું કરી નમસ્કાર કર્યા ત્યાં એ નાગ નાનાજીનાં માથા પર સ્પર્શ કરીને અદ્રશ્ય થઇ ગયો.
વધુ આવતા અંકે અંતિમ પ્રકરણ 120