Prem - Nafrat - 34 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૩૪

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પ્રેમ - નફરત - ૩૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૪

કિરણ એ જાણવા ઉત્સુક હતો કે આરવના લગ્ન કોણ રોકી શકે છે? લખમલભાઇનો જવાબ મળી ગયો હતો. એમણે આરવના રચના સાથેના લગ્ન સામે કોઇ વાંધો- વિરોધ વ્યક્ત કર્યો ન હતો. આરવના લગ્ન કોઇ સામાન્ય છોકરી સાથે થાય એની સામે પોતાને અને ભાઇ હિરેનને વાંધો હતો. કેમકે જો કોઇ પૈસાદાર બાપની છોકરી સાથે લગ્ન થાય તો મિલકતમાં ભાગ વધુ પડી શકે નહીં. સામાન્ય ઘરની છોકરી હોવાથી એ કંઇ લઇને આવવાની નથી અને કંઇ આપવાની નથી.

હિરેન કંઇ જવાબ આપતો ન હતો એટલે કિરણ અકળાયો:'ભાઇ, તું કંઇ કહેતો હતો...ખરેખર એવું કોઇ છે જે આરવના રચના સાથેના લગ્ન અટકાવી શકે? કે અમસ્તું જ ગપ્પુ મારી રહ્યો છે? ખોટી આશા જગાવી રહ્યો છે ને તું?'

'ના ભાઇ ના! તમે થોડી શાંતિ રાખો. મને બધું વિચારી લેવા દો...' હિરેન વિચાર મુદ્રામાં જ બોલ્યો.

'જો જો તમે વિચાર કરતા ના રહી જાવ ક્યાંક...' કિરણ કટાક્ષ કરતો હોય એમ ચેતવતાં બોલ્યો.

'ભાઇ, મેં કાચી ગોટીઓ રમી નથી. એક દાવ કોકીલાફોઇ પર ખેલી જોવાનો વિચાર છે...' હિરેને રહસ્ય ખુલ્લુ કર્યું.

'કોકીલાફોઇ?! હા, એ જરૂર મદદ કરી શકે. તને બરાબર સમય પર એ યાદ આવ્યા છે. એમની વાત પપ્પા ટાળી શકતા નથી. પપ્પાને એ જેટલો પ્રેમ કરે છે એટલો જ પપ્પા એમનો આદર કરે છે. એમને આપણે વાત કરીશું તો એ જરૂર પપ્પાને હમણાં તો અટકાવશે જ. એમના વગર પપ્પા એક ડગલું આગળ વધતાં નથી. અને એમનો પ્રભાવ એવો છે કે મમ્મી કંઇ બોલી શકશે નહીં. હવે મોડું ના કરશો. અહીં બેઠાં બેઠાં જ એમને ફોન લગાવી દો....' કિરણ ખુશ થતાં બોલ્યો.

'હું વિચારું છું કે એમને ફોન કરીને અહીં જ બોલાવી લઉં. એમના રૂમમાં ખાનગીમાં વ્યવસ્થિત વાત થશે અને ત્યાં સુધીમાં આપણે એમને રચના વિરુધ્ધની બધી વાતો કરવા તૈયારી કરી લઇએ.' હિરેન ઉતાવળ કરવાના વિચારમાં ન હતો.

'ભાઇ, તમારી બધી વાત સાચી છે. રચના મને ઠીક લાગતી નથી. ન જાણે કેમ મને એના ઇરાદા સારા લાગતા નથી...' રચના લગ્ન કરીને આ ઘરમાં આવી જશે એ વાતથી કિરણ પણ ગભરાઇ રહ્યો હતો.

'તેં જોયું ને? પપ્પાએ રચનાને ડિરેક્ટર બોર્ડમાં લેવા સુધીની વાત કરી દીધી છે. અને આપણી પત્નીઓને ત્યાં સ્થાન આપવા ક્યારેય કહ્યું છે?' હિરેનના સ્વરમાં પિતા માટેની નારાજગી છલકાતી હતી.

'આપણી પત્નીઓ પણ ભણેલી- ગણેલી છે. એમને ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત કરી દીધી છે. બાળકો આવ્યા પછી કામમાં એટલી પરોવાયેલી રહે છે કે આપણાને પણ પૂરતો સમય આપી શકતી નથી. ભલે એ કંપનીમાં રોજ આવી ના શકે પણ ડિરેકટર બનાવી હોત તો મહિને એક વખત મીટીંગમાં આવી શકી હોત ને?' કિરણ પિતાની નિતી સામે અફસોસ વ્યક્ત કરતો બોલ્યો.

'ચાલ હવે જે થઇ ગયું છે એને આપણે જલદી બદલી શકવાના. જે થવાનું છે એને થતાં અટકાવી શકીએ તોય ઘણું છે. હું ફોઇબાને ફોન લગાવું છું...' બોલતા હિરેને કોકિલાફોઇનો નંબર ડાયલ કરી જ દીધો. સ્પીકર પર રાખેલા ફોનમાં સામેથી કોલરટ્યુનમાં ભજન સંભળાઇ રહ્યું હતું.

'જયશ્રી કૃષ્ણ દીકરા!' ફોઇનો આનંદિત સ્વર સંભળાયો.

'કેમ છો ફોઇબા?' હિરેન પણ ખુશમિજાજજમાં બોલ્યો.

'હું મજામાં છું. અને તમારા તરફથી જે સમાચાર આવ્યા છે એનાથી વધારે ખુશ છું. હું કાલે આવું જ છું...' કોકિલાફોઇ ઉત્સાહમાં બોલી રહ્યા હતા.

'કયા સમાચારની વાત કરો છો?' હિરેનને નવાઇ લાગી.

'દીકરા, તારો ભાઇ આરવ ઘોડે ચઢવાનો છે એનાથી વધારે આનંદના સમાચાર કયા હોય શકે? એણે છોકરી પસંદ કરી લીધી એનો આનંદ છે. હું આવતીકાલે પેંડા ખાવા આવી રહી છું...' કોકિલાફોઇના સ્વરમાં આનંદ સમાતો ન હતો.

'હા ફોઇબા, જરૂર આવો...આવજો...જયશ્રીકૃષ્ણ' કહી ઉદાસ મનથી હિરેને ફોન મૂકી દીધો. અને બોલ્યો:'વાત કરવા જેવું કંઇ રહ્યું જ નહીં.'

'આપણે અહીં વાત કરતા રહી ગયા અને આરવની વાત તો ક્યાંની ક્યાં પહોંચી ગઇ છે. તમે તો કહેતા હતા કે કોકિલાફોઇ છે. એમને તમે હુકમનો એક્કો માનીને ચાલતા હતા...' કિરણ ફરી કટાક્ષ કરવા લાગ્યો.

'બાજી આટલી જલદી પલટાઇ જશે એનો મને ખ્યાલ જ ન હતો. મમ્મી-પપ્પાએ ફોઇબાને ફોન કરીને રાજી કરી લીધા એ વાત મને નવાઇ પમાડી રહી છે. ચાલ આપણે ઘરમાં જઇએ અને જાણીએ કે શું ચાલી રહ્યું છે...' કહેતો હિરેન ઉતાવળા પગલે બંગલા તરફ વધ્યો.

કિરણ અને હિરેનને આવેલા જોઇ લખમલભાઇ બોલ્યા:'આવો, કોકિલાબેન સાથે વાત થઇ ગઇ છે. એ કાલે આવીને લગનના મુર્હુત વિશે ચર્ચા કરશે....'

હિરેન અને કિરણ પોતાની પત્નીઓ સામે જોઇ રહ્યા. એમના ચહેરા પર હાસ્ય હતું. પણ એ પરાણે હસતી હતી એનો ખ્યાલ આવી ગયો.

'બેટા, તું હમણાં જ રચનાને ફોન લગાવ અને લગ્નની તારીખ નક્કી કરવા ચર્ચા કરી લે...' સુલોચનાબેન આરવના લગ્ન જલદી લેવા ઉત્સુક હતા.

'હા મા, હમણાં જ વાત કરું છું...' કહી આરવે બધાંની વચ્ચે જ ફોન લગાવી દીધો.

'હા, રચના કેમ છે? હા, મજામાં...હવે મમ્મી- પપ્પા કહે છે કે લગ્નની તારીખ નક્કી કરવાની છે. તારી મમ્મી સાથે આવતીકાલે સવારે તું અહીં આવી જજે...' આરવના સ્વરમાં ઉત્સાહ હતો.

પણ સામેથી રચનાનો જવાબ સાંભળીને એના ચહેરા પરની ખુશી ઉડવા લાગી હતી. તેનો ચહેરો ગંભીર અને ચિંતાગ્રસ્ત થઇ રહ્યો હતો. તેણે ફોન મૂકી દીધો અને આંચકો લાગ્યો હોય એમ બોલ્યો:'રચના કહે છે કે હમણાં લગ્ન કરવા નથી...'

ક્રમશ: