The Author અંશતઃ. ગોસાઇ ભરતવન Follow Current Read વાત એક રાતની - ભાગ ૨ By અંશતઃ. ગોસાઇ ભરતવન Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books King of Devas - 4 Garuda suppressed his anger, then opened and closed his eyes... DIL - CHAPTER 1 Anushri’s Pov"You’ve to marry Mr. Pednekar's son” I’m fr... DIL - CHAPTER 1 Anushri’s Pov"You’ve to marry Mr. Pednekar's son” I’m fr... Trembling Shadows - 21 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Painful Memories A cute man in shabby clothes is now in a quiet corner of the... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by અંશતઃ. ગોસાઇ ભરતવન in Gujarati Horror Stories Total Episodes : 10 Share વાત એક રાતની - ભાગ ૨ (18) 2.9k 5.3k 1 મારા મગજમાં એક વાત ઘૂમી રહી હતી " સેકન્ડ એસી માં ધક્કા ખાતા ખાતા." પોતાની થાળીની રોટી ત્યાં સુધી ખરાબ નહી લાગતી જ્યાં સુધી સામે વાળની થાળીમાં ઘી વાળા પરોઠા ન દેખાય. એમની વાત સાંભળીને હું પોતાની જાતને ગરીબ ટાઈપ ફીલ કરવા લાગ્યો. મારી જિંદગીમાં થર્ડ એસી થી ઉપર ક્યારેય સફર નથી કરી. આતો કઝીન સિસ્ટરના લગ્ન હતા અને ટિકિટ ખાલી સેકેન્ડ એસીમાં બાકી હતી એટલે પેહલી વખત સેકેન્ડ એસી કંપાર્ટમેન્ટમાં આવવાનો શુભ અવસર આવી પડ્યો.અને એક આ લોકો હતા જે સેકેન્ડ એસીને ધક્કા ખાવાની જગ્યા કહી રહ્યા હતા. બસ કાઈ નહીં બીજું શું હું મારી સાઈડ લૉવર સીટ ઉપર બેસી ગયો. એમની ફેમિલી આગળની સીટ ઉપર બેઠી હતી. હું બસ ટ્રેનની બારીથી બહારની બાજુએ જોઇજ રહ્યો હતો ત્યાં મારી નજર આગળ વાળી સામેની સીટ ઉપર પડી. નિહારિકા બેઠી હતી ત્યાં, એજ નિહારિકા જેમને મરૂન કલરની સાડી પહેરી હતી. ખૂબસૂરત ચેહરો, સંપ્રમાણ નાકનક્ષ, મરૂન સાડીમાં એમનો ચેહરો ખીલી ઉઠ્યો હતો.એમના હાથમાં એક ડાયરી જેવું એક પુસ્તક હતું જે તે ઘડીકે ઘડીકે ફેરવતી અને દરવખતે મારી સામે જોતી. મને કૈંક અટપટું લાગ્યું. એ કંઈક રહસ્યમય રીતે એમની નઝર ઘડીકે ઘડીકે મારી સામે નાખી રહી હતી. ડાયરીને પંપાળતા પંપાળતા એક નઝર બારીની બહાર નાખતી અને પછી મારા તરફ નાખી પોતાની નઝર હટાવી લેતી. હું ગભરાય ગયો હતો એવું કહેવું તો કૈંક વધારે જ કહેવાશે પણ હા, એમની એ કાતિલ નઝર મને અંકમ્ફર્ટેબલ તો કરી જ રહી હતી. મેં મારો મોબાઈલ કાઢ્યો અને એક નુમ્બર ડાયલ કર્યો . “હેલો , હાં આંચલ ટ્રેન નિકળી ગઈ છે, હા, હું તને ત્યાં પહોંચીને બતાવીશ.” મેં ફોન કાપી નઝર નાખી તો તે હજુ પણ મને જોઈ રહી હતી. પણ કેમ..? હું આંચલ સાથે વાત કરતો હતો પણ ન જાણે કેમ મારું ધ્યાન પેલી અજનબી છોકરી નિહરિકા ઉપર હતું. એક મિનિટ આંચલ ની પ્રસ્તાવના આપવાનું તો ભૂલી જ ગયો. આંચલ એક જરૂરી પાત્ર છે તો આગળ વધતા પહેલા આંચલ વિશે તમને કહી દઉં. ત્યાર પછી આપને કહાની ઉપર પાછા ફરીશું. એ દિવસોમાં હું B.Sc કોલેજમાં હતો. આંચલ મારાથી એક વર્ષ જુનિયર હતી, બીજા વર્ષમાં હતી. વિખરાયેલા ઘૂંઘરૂં જેવા વાળ, નાની અને ઊંડી આંખો, એમની વચ્ચે એ એક બિંદી લગાવતી હતી. કાલા રંગનો સલવાર એમને બહુ શોભતો હતો. એમ તો મને પણ પસંદ હતો એટલે કાળા રંગનો જ કોઈ શેડ પહેરીને આવતી હતી. સાથેસાથે ઉપરથી નીચે લટકતો સફેદ દુપટ્ટો પણ પહેરતી હતી. એ જ્યારે હસતી તો બંને હથેળીયોથી પોતાનું મોં ઢાંકી લેતી. એ અદા બહુજ ગમતી મને , ન જાણે ક્યાં જન્મનું પુણ્ય કર્યું હશે કે આંચલને પ્રેમ થઈ ગયો મારી સાથે. બહુજ ઊંડો પ્રેમ પણ એક મુસીબત હતી, ખબર નહિ તમને એ મુસીબત લાગે કે નહિ પણ એ દિવસોમાં મારી જે પરિસ્થિતિ હતી એ આંચલને સંભાળી શકાય એવી નહોતી. આંચલ એક પૈસાદાર ખાનદાનમાં ઉછરેલી છોકરી હતી. એમના પિતા શહેરમાં ત્રણ લેધર ફેક્ટરીના મલિક હતા. અને ચોથી ફેક્ટરી થોડાજ સમયમાં ચાલુ થવાની હતી. એમની અને મારી હાલતમાં જમીન-આસમાનનો ફર્ક હતો અને એ જે ગાડી લઈને કોલેજ આવતી હતી તેનું એક પૈડું પણ મારી તૂટેલું ફૂટેલી બાઈકથી મોંઘુ હતું.હવે તમેજ કહો ક્યાં એ દર વર્ષે ઉનાળું વેકેશનમાં સ્વીટઝર્લેન્ડ, વયેતનામ ખબર નહિ ક્યાં ક્યાં ફરતી હતી અને ક્યાં હું જો એકાદ વાર મામાના ઘરે જવાય તોય બહુ કહેવાય. પાછળના ગાર્ડનમાં અમે હાથમાં હાથ નાખીને ફરતા ત્યારે હું એમને પૂછતો. "કેવી રહી આજની ક્લાસ.?" તો મને મોં મચકોડી અને જવાબ આપતી, " છોડને એ બધી વાતો, દરરોજ કલાસની વાતો પૂછ્યા કરે છે. લે આ પાસ્તા ખા." અમે ત્યાંજ ગુલાબોની ક્યારીઓ પાસે બેસી અને પાસ્તા ખાતા અને વાતો કરતા. એમની પાસે સેંકડો વાતો હતી કરવા માટે, માંની તબિયત કેમ છે? દીદીની એકઝામ કેમ જાય છે? પાપાની ખાંસીમાં યુંનાની દવા ફાયદો કરે છે કે કેમ? કૅમિસ્ટ્રીની એક્ઝામ માટે નોટ બનાવી કે નહિ? એ સવાલ પૂછતી જતી અને હું જવાબ આપતો જતો. પણ, એમના એક સવાલ ઉપર હું ખામોશ થઇ જતો. એ સવાલ હતો....." તું લગ્ન માટે પપ્પા સાથે વાત કરવા ઘરે ક્યારે આવીશ? બતાવ ને પ્લીઝ." આ સવાલનો મારી પાસે જવાબ નહોતો. હું બંને હોંઠ અંદર દબાવી, ખભા પર હાથ મૂકી પીઠ થબથબાવી કહેતો હજુ થોડો સમય આપ, તો એમની આંખોની પાંપણ ભીની થઇ જતી. તો ચાલો હવે કહાની ઉપર પાછા જઇયે. બસ આ એજ આંચલની ઉદાસી વાળા દિવસો હતા અને હું ટ્રેનની સફર કરી રહ્યો હતો. મિત્રો કેવી લાગી રહી છે તમને આ ટ્રેનની સફર એ કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે મને ફોલો પણ કરજો જેથી આવનાર નવો ભાગનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય.....આપનો પ્રતિભાવ દરેક લેખક માટે એક ફુલહાર સમાન હોય છે, તો જમી લીધા પછી હાથ ધોવા જરૂરી બને છે તેવી જ રીતે રચના વાંચ્યા બાદ પ્રતિભાવ પણ એટલો જ જરૂરી બને છે. 😊😊😊🌼🌼🌹🌹 આપનો પ્રતિભાવ મને 8780931156 પર પણ આપી શકો છો. ‹ Previous Chapterવાત એક રાતની - ભાગ ૧ › Next Chapter વાત એક રાતની - ભાગ ૩ Download Our App