I and A - Room 3 in Gujarati Fiction Stories by Bhavin books and stories PDF | હું અને એ - ખંડ ૨

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું અને એ - ખંડ ૨

જોકે સમય પસાર થાય ત્યારે કોઈને દેખાતો નથી. એવું મારી સાથે પણ થયું. જોતજોતાંમાં જ તે છોકરીની સગાઈ મારી સાથે કરવામાં આવી. તેના પિયર વાળા અમદાવાદમાં જ રહૈતા. અને સગાઈ પણ ત્યાં જ ગોઠવાઈ. અમારે રીવાજ એમ હોય છે કે સગાઈમાં માત્ર પરિવાર વાળા જ જઈ શકે. વર ના જાય. એટલે હું ઘરે બેસી રહ્યો. તે છોકરી માટે એક સસ્તો એવો પાંચ હજારનો ફોન અને એક સીમ કાર્ડ મોકલ્યું હતું.
સમય પસાર કરવા મેં ટીવીનો સહારો લીધેલો. પણ હોય એવું કે જ્યારે કોઈ નક્કી સમયની રાહ જોઈએ તો ગમે તે હોય પણ સમય, જે પસાર થતા કોઈને દેખાય નહીં એ જ સમય ખસે જ નહીં. માંડ માંડ સમય પસાર કર્યો. હું માત્ર એના કૉલની રાહ જોઈ રહ્યો હતો. મેં મારા ભાણિયાને ફોન કરીને પુછ્યું કે ફોન આપ્યો? ત્યારે તે બોલ્યો કે હમણાં જ પહોંચ્યા છે.
જેમ મેં પહેલા જણાવ્યું એમ તે છોકરીનાં માં બાપ નહતાં અને તેના મામાના ઘરે રહે છે. હવે તેના ભુતકાળની થોડી ચર્ચા કરી લઉં. તેની મમ્મી તેના પિયરમાં હતી. આને આ છોકરી દોઢ વર્ષની હતી. તેની મમ્મી બિમાર હોવાને લીધે દેવગતિ પામ્યાં. તેમના પતિ, એટલે આ છોકરીના પપ્પા અમદાવાદમાં રહેતા. તેઓએ દારૂના નશામાં આ છોકરીની મમ્મીને માર માર્યો હતો એટલે તેઓ તેમના પિયરે રિસાઈને બેઠાં હતાં.
મમ્મીનાં મૃત્યુ પછી એ છોકરી તેનાં મોસાળમાં જ રહી. ત્યાં તેની માસીએ જ તેનું ધ્યાન રાખ્યું જ્યાં સુધી તેની માસી પરણી નહીં. તેના પરણ્યાં પછી પણ બધાંએ એ છોકરીની સાર સંભાળ રાખી. અનેએ બધાંમાં મુખ્ય વ્યક્તિ કોઈ હોય જેને માટે એ છોકરીનું હ્રદય હંમેશા ધબકતું હોય તો એ હતા એના દાદા. એની મમ્મીનાં પપ્પા. તેમણે આ છોકરીને પોતાની ઓલાદ તરીકે પ્રેમ આપેલો. આ છોકરી ભણી ત્યાં ઘણી ત્યાં. એક વાર આ છોકરી બહારથી ઘરે આવી ત્યારે ત્યાં લોકોની ભીડ હતી.
એ લોકો તેના પિયરમાંથી આવ્યા હતા. જેમાં તેના પિતા નહતાં. કારણ કે મમ્મીના મૃત્યુના એક વર્ષ પછી તે પણ મરી ગયેલા. એ વાત અલગ છે કે કેમ મરી ગયા એ હજુ આ છોકરીને ખબર નથી. એને કોઈએ કહેલું કે ગળાફાંસો ખાધો હતો. આ છોકરી ભીડ જોઈને અચરજ પામી, એમાંથી એક વ્યક્તિ આવીને કહે છે કે તે તેના મોટા બાપા છે. આને તેને ઘરે લઈ જવા આવ્યા છે.
તેના દાદા જાણતા હતા કે આ લોકો કેમ આવ્યા છે. છોકરીના ગામમાં તેના પપ્પાની એક જમીન હતી, નાની મોટી મને ખ્યાલ નથી. પણ એ જમીન આ છોકરીની હતી. આ છોકરીના પપ્પા અમદાવાદમાં એક મકાનમાં રહેતા હતા એ મકાન પણ આ છોકરીનું જ થયું કહેવાય.
એને એ લોકો તેના ગામમાં લઈ ગયા. આ છોકરી ત્યાં કોઈને ઓળખતી નહોતી. તેના મોટા તેને ખુબ સારૂ રાખતા. એટલે કે માત્ર એના મોટા બાપા જ સારૂ રાખતા. બાકી બીજા દેખાવ કરતાં. એના મોટા બાપાએ આ છોકરી માટે ઘણું કર્યું. ત્યાં સુધી કે આના માટે સોનાનો નેકલેસ બનાવેલો. આમ તો એના મોટા બાપા પણ આ છોકરી તેમને દાદા કહેતી.
તેમનું રહેવાનું અમદાવાદમાં. મેઘાણીનગર વિસ્તારમાં રહેતા. તેઓ આ છોકરીને ત્યાં લઈ ગયેલા. આ છોકરીને તેના મોસાળની ખુબ યાદ આવવા લાગી. એ વિરહમાં એનું શરીર પણ સુકાઈ ગયું. અને બીજી બાજુ તેનો ભાઈ જે તેના મોટા બાપાનો દિકરો હતો તે અને બીજા કોઈ બાપાનો દિકરો એકવાર ઝઘડી પડેલા આ છોકરીનું નામ તેમના રાશન કાર્ડમાં લખાવવા. એ જોઈને આ છોકરી ચોંકી ગઈ હતી. કારણ કે તેના મામાના ઘરે આવું ક્યારેય તેણે જોયું નહતું.
આ છોકરીના મોટા બાપાએ એક વચન આપેલું કે આના લગન તેઓ જાતે કરાવશે. અને તેના મોસાળ વાળા દાદા માની લીધું હતું. પણ થયું એવું કે એકવાર બેસતા વર્ષના સમયે તેના મોટા બાપાને એટેક આવ્યો અને તેઓ ગુજરી ગયા. એ વાત પછી આ છોકરી ક્યારેય ત્યાં પાછી ગઈ નહીં.
હવે, તેના મોટા બાપાએ વચન આપેલું કે આના લગન કરાવશે. માટે તેના ભાઈઓ મને જોવા મારા ઘરે આવ્યા. હું કોઈને ઓળખું નહીં એટલે નાના સિવાય બધાને હું પગે લાગ્યો. મારૂં ઘર ગમ્યું. હું પણ ગમ્યો જ હોઇશ. જોકે મને એટલો આત્મવિશ્વાસ નહતો કારણ કે હું થોડો પાતળો હતો. જોકે બધું બરોબર રહ્યું. એમને પણ ગમ્યું.
*
આખો દિવસ ફોનની રાહ જોયા કરી. બધા સગાઈ કરી પાછા પણ આવી ગયા. પણ ફોન આવ્યો નહીં. એક ફોન આવ્યો. પણ એ મારા મોટા બાપાના છોકરાની છોકરીનો હતો. એટલે કે મારી ભત્રીજી. જોકે મારી ઉંમરમાં કોઈ એટલો ફર્ક નહીં એટલે અમારામાં તું તારી થાય. રાત્રે જમ્યા પછી હું ઉપર મારા રૂમમાં આવ્યો. ફોન ચાર્જીંગમાંથી કાઢીને મેં જોયું એમાં બે મિસ્ડ કૉલ હતા.
હું ખુશ થઈ ગયો, આખરે એનો ફોન આવી ગયો. મેં ફોન કર્યો.
"હેલ્લો..."
"હેલ્લો---" અરે આ તો મારી ભત્રીજીનો અવાજ હતો.
"બોલ કાંઈ કામ હતું? મિસ કોલ મારે છે?"
"અમે મિસ કોલ નથી મારતા, અમારામાં બેલેન્સ છે, ફોન જ કરીએ. પણ સામે વાળા નથી ઉપાડતાં તો અમે શું કરીએ?"
"હા બોલને શું કામ હતું?" પણ મને અચાનકથી આ નંબર યાદ આવ્યો. આ તો મેં પેલી છોકરીને મોકલેલો. મતલબ આ એનો જ ફોન હતો અને એનો જ અવાજ હતો. મારી ભત્રીજીનો અવાજ સમજી હું તું તારી કરવા લાગેલો. ચાલો એટલો ફાયદો થયો. વાહ! શું અવાજ હતો. વાત આગળ ચાલી.
" જમી લીધું?"
"હા..." આહા શું અવાજ છે, "તમે?"
"અબ્બીહાલ જમ્યો. જોયું તો તારા બે ફોન આયેલા. શું કરે છે?"
"કોઈ ના..."
"ફોન કેવો લાગ્યો?" જોકે મને પોતાને એ ફોન નહોતો ગમતો.
"સારો છે, મારે પેલે થી જ આવો ફોન જોઈતો હતો..."
"અને આટલું બધું મોડું કેમ થયું? જલ્દી ફોન કર્યો હોત તો..."
"ત્યાં ફોનમાં સિમ ક્યાં લગાઉ? ફોન કાઢીને મારી ભાણીયો ફોટા પાડવા લાગી. અને હું હમણાં જ મારા ઘરે પહોંચી છું. જમીને પછી અત્યારે જ સીમ કાર્ડ લગાવ્યું છે."
"એટલે અત્યારે પાછી જતી રહી એમ...બરોબર."
"હા...મને તો ત્યાં ના ફાવે."
"અરે મને તારૂં નામ યાદ નથી...શું હતું?"
"મોહિની!..." મેં પહેલીવાર તેનું નામ સાંભળ્યું. અમે મોડીરાત સુધી વાતો કરી.
હું નોકરીએ પહોંચ્યો. ત્યાં મને સાહેબે કહ્યું કે મારે આજે રજા છે. હું તો ખુશ થઈ ગયો. મેં પાર્કિંગમાં આવીને મોહિનીને ફોન લગાવ્યો.
"હા મોહિની, અત્યારે નોકરી આવેલો પણ ખબર પડી કે રજા છે એટલે ઘરે પાછો જાઉં છું."
"એવું છે એમ...સારૂ. પહોંચીને ફોન કરજો. જય માતાજી..."
"અરે દરવખતે ના હોય. ચલ પહોંચી ફોન કરૂં."
"સારું..." તેણે હસીને ફોન મુક્યો. હું બાઈક ચાલું કરીને નીકળ્યો. હું બાઈક ઘણી ઝડપથી જ ચલાવતો. પણ આ વખતે એક વળાંક આવ્યો હું આગળ વાળા ખટારાને ઓવરટેક કરવા ગયો પણ એ ખટારો મારી બાજુ દબાયો. બીકમાં ને બીકમાં મેં મારા હાથે બ્રેક દબાવી દીધી જેથી બાઈક વળાંકે લપસ્યું આને હું બાઈક લઈને પડ્યો. હેલ્મેટ હતું એટલે વાંધો ન આવ્યો. પણ મારૂં ઢીંચણ આને મારી કોણી ખુબ જ ઘસાયાં હતાં. પેંટ ફાટી ગયું હતું અને શર્ટ પણ ફાટી ગયો હતો.