પપ્પા... કેવો જોરદાર શબ્દ છે નહિં?..કેટલો વિશ્વાસ, ભાર,પ્રેમ,પોતીકાપણું,અને હક છે... અને એમાં પણ એક દીકરી માટે તો પપ્પા એટલે શું?પપ્પા એટલે વહાલ નો દરિયો,પપ્પા એટલે મારુ મોઢું જોઈ ને સમજી જાય મને શું જોઈ છે... કે શું ગમે છે...
પપ્પા એટલે એક એવા ટીચર જે પોતાની દીકરીને એમ સમજાવે કે" બેટા સહન કરવાની પણ હદ હોઈ છે,જે આપડે જ નક્કી કરવાની છે...."જ્યારે દીકરાને એ સમજાવે કે "બેટા મગજ શાંત રાખ થોડી સહનશક્તિ કેળવ"..ના ના આનો અર્થ એ નથી કે તે બાળકોમાં ભેદભાવ કરે છે....પણ એમને ખબર જ હોઈ છે,કે કયા બાળકને કઈ શિક્ષા આપવી....
અને કોઈ પણ વ્યક્તિના જીવન માં પિતાની છત્રછાયાના હોઈ તો એ પોતે કેટલો અધુરો હોઈ છે...એ કલ્પના જ અઘરી છે....
પપ્પા એ ફક્ત એક શબ્દ કે એક વ્યક્તિ નથી,પપ્પા એટલે એક આખી દુનિયા....જેમ" માં" એટલે લાગણી નો ધોધ,એમ પિતા એ વાત્સલય નો દરિયો છે.....આપડા બોલ્યા વગર આપડી વાત સમજે, માંગ્યા વગર બધું આપી દે,પણ લાખ વાર પૂછવા છતાં પોતાની તકલીફ ન વર્ણવે,અરે અણસાર પણ ના આવવા દે......
દીકરો હોઈ કે દીકરી પણ પેલી વાર દરેકે પા પા પગલી તો પિતાની આંગળી પકડી ને જ કરી હશે,અને સાયકલ પણ એમને જ શીખવી હશે,બરાબર ને.....તેમની ઈચ્છાઓ મારી આપડી ઈચ્છા પૂરી કરે....આપડા માટે ગમે તેની સાથે લડી જાય....
આખી દુનિયા માં એક પિતા જ એવી વ્યક્તિ છે, જે ઈચ્છે છે કે તેનું બાળક તેના કરતાં પણ આગળ વધે,અરે પોતાને હરાવે....
આજ સુધી "માં" વિશે તો ઘણું બધું લખાયું અને સાંભળ્યું, પણ પિતા વિશે?બહુ જ ઓછું...
એનું એક માત્ર કારણ એ કે પિતા ને જાહેર થવું ઓછું ગમે છે...તે પોતાની લાગણી ને શબ્દ માં નહિ પણ વ્યવહામા દર્શાવે છે...
"માં "પોતાની દરેક ક્રિયા દરેક વાતમાં બાળક પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.. જ્યારે પિતા દરેક વખતે યા તો મુક યાતો મનથી પ્રેમ આપે છે...ક્યારેક કોઈ નાની અમથી વાતમાં ખીજાય જનાર પપ્પા ,મોટી વાતો હસીને ઉડાવી દે છે... ત્યારે સમજમાં નથી આવતું કે પપ્પાનું ક્યુ રૂપ સાચું?દરેક દીકરી માટે એના પપ્પા એના હીરો હોઈ છે..અને એ જ પિતા દીકરા માટે એક આદર્શ હોઈ છે...
એક સ્ત્રી જ્યારે "માં" બનવાની હોઈ ત્યારે બાળકને રૂપ રંગ ને અનુરૂપ ખાનપાન કરે છે...
અને નવ મહિના બાદ તેને જન્મ આપી ને શારીરિક કષ્ટ માંથી મુક્ત થાય છે...જ્યારે પિતાને તો તે બાળકના જન્મ થવાની જાણ થાય,ત્યારથી તેના માટે સારા ડોક્ટર, સારા ટીચર,સારી સ્કૂલ, સારી નોકરી,અને અંતે સારો જીવનસાથી પણ બધું જ પિતા એ જ કરવાનું..
એટલે જ કહે છે,"કે બાળક નો અંશ એની માંના ઉદર માં થાય,અને પિતાના મગજ માં.....
દીકરાના લગ્નમાં સૌથી આગળ છાતી ફુલાવીને ,ખંભા પહોળા કરીને ચાલતો બાપ,કેમ દીકરીના લગ્નમાં સાવ શાંત દેખાય છે?કેમ ત્યારે એ જાહેર થયા વગર બધું કામ સંભાળી,ને છાને ખૂણે રોઈ લે છે.....
પણ ઘણીવાર બાળકો જાણતા અજાણતા જ પપ્પાનું મન દુભવે છે,તો પણ તેઓ મોટું મન રાખી બાળકોને માફ કરી દે છે....અને તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.....
એટલે જ જો "માં" થી વિશેષ આ દુનિયામાં કોઈ નથી તો પિતા નો પણ કોઈ વિકલ્પ નથી.....અને એટલે જ જો " માં" વિના માન નહીં તો પિતા વિના સુખી સંસાર નહીં.....
માં કે પિતાની ગેરહાજરી હોઈ તેમને પૂછો તેમની કિંમત.
એટલે જ ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહિ..
આ સાથે જ વિરમું છું.અસ્તુ...
આરતી ગેરીયા......
Happy father's day