Padmarjun - 37 in Gujarati Fiction Stories by Pooja Bhindi books and stories PDF | પદમાર્જુન - (ભાગ-૩૭)

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

પદમાર્જુન - (ભાગ-૩૭)

આગળનાં ભાગમાં આપણે જોયું:


“મહારાજ, પદમાએ બે દિવસથી ભોજન નથી લીધું.”

“આ વાત તું મને હવે જણાવી રહી છો?”સારંગ દાસી પર તાડુક્યો અને તેનાં હાથમાંથી ભોજનની થાળી લઇ પદમાનાં કક્ષ તરફ ગયો.

પદમા પોતાનાં કક્ષમાં બારી પાસે શૂન્યમનસ્ક બેઠી હતી.

વો ઝુર્મ કિયા ના જો મૈને
કયું ઉસકી સજા યે પાઇ હૈ?
અબ મરના ભી આસાન નહીં
ઔર જીનેમેં રુસ્વાઈ હૈ
જીતે જી મુજકો માર દિયા…”

હવે આગળ :


પદમાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.એ જોઇને સારંગ તેની પાસે ગયો અને તેનાં આંસુ લૂછયાં.


“તારી હિંમત કેમ થઇ મને સ્પર્શ કરવાની?”પદમા ચિલ્લાઈ.


“ઠીક છે. તને પસંદ નથી તો હું તારાથી દુર રહીશ.”સારંગે તેના ચહેરા પરથી હાથ હતાવતા કહ્યું.


“સારંગ, તું શા માટે આવું કરે છે?તું શું ઈચ્છે છે?”


“તું.”સારંગે કહ્યું.


પદમાએ બે દિવસથી કઇ ખાધું ન હતું તેથી તેને ચક્કર આવ્યાં અને નીચે પડી ગઈ. સારંગે તેને ઉઠાવીને પલંગ પર સુવડાવી.તેણે પદમાનાં ચહેરા પર આવી ગયેલ લટને દુર કરવા પોતાનો હાથ લંબાવ્યો પરંતુ પદમાએ કહેલી વાત યાદ આવતાં તેનો હાથ રોકાઇ ગયો.તે એકીટશે પદમાને જોઇ રહ્યો.


“પદમા,તું બહુ જ સુંદર છો.”


“હું તને હાંસિલ કરવા માટે જે કરવું પડે એ કરીશ.પછી ભલે એ માટે મારે શાશ્વતને રસ્તામાંથી હટાવવો પણ કેમ ન પડે.”

સારંગ પલંગ પરથી ઉભો થયો અને કહ્યું,
“પદમા,આજે નહીં તો કાલે તારે મારુ બનવું જ પડશે.કારણકે તું મારી છો,ફક્ત મારી.”


બીજે દિવસે સવારે પદમા મન હળવું કરવાં માટે બગીચામાં બેઠી હતી. તે વિચારી રહી હતી કે આ મુસીબતથી કેવી રીતે છુટકારો મેળવવો.ત્યાં તેની રક્ષા કરવા માટે ઉભેલા સૈનિકો પૈકી એક સૈનિક પદમાને નીરખી રહ્યો હતો જે વાતથી પદમા બેખબર હતી.અચાનક એ સૈનિક તરફ બે તિર આવ્યાં અને એની આંખોમાં ખૂંચી ગયાં. એ સૈનિક દર્દથી ચિલ્લાઈ ઉઠ્યો.એ જોઇને પદમા તેનાં તરફ ભાગી.


“આમને ફટાફટ અંદર લઇ જાવ.શીઘ્રતિશીઘ્ર આમનો ઇલાજ કરવો જરૂરી છે.”


“કોઈ જરૂર નથી.”હાથમાં ધનુષ લઈને આવેલા સારંગે કહ્યું.


“અર્થાત તે આમનાં પર તિર ચલાવ્યું છે?”પદમાએ પૂછ્યું.


“હા.”


“સારંગ, તું આટલો ક્રુર કેવી રીતે હોઇ શકે?”


“તું જ્યારની બાગમાં આવી છો ત્યારથી એ તને નીરખી રહ્યો હતો જે મને માન્ય નથી.તને જોવાનો હક ફક્ત મારો છે.”સારંગે એ સૈનિકની આંખોમાંથી તિર ખેંચીને કહ્યું.


“હું તારાં જેવાં ક્રુર વ્યક્તિ સાથે વિવાહ ક્યારેય નહીં કરું.”પદમાએ ગુસ્સાથી કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ.


“આને મારી નજરોથી દુર લઇ જાવ.”સારંગ ચિલ્લાયો.અન્ય બે સૈનિકો ઘાયલ સૈનિકને વૈદ્ય પાસે લઇ ગયા.


“પદમા,તારે મારી સાથે વિવાહ કરવા જ પડશે.”



શાશ્વત સારંગગઢની સેના લઇને મલંગ ગયો એને હવે અઠવાડિયું થવા આવ્યું હતું. ત્યાંથી ખબર આવ્યા હતા કે ધીમે-ધીમે શાશ્વત અને સારંગગઢની સેના મલંગરાજ સામે નબળી પડી રહી છે.


રાત્રીનો સમય હતો.વિદ્યુતને પણ આ સમાચાર મળી ગયા હતા તેથી તે શાશ્વતને લઇને અત્યંત ચિંતિત હતો.


“મારે શાશ્વતની મદદે જવું જ પડશે.પરંતુ જ્યેષ્ઠને ખબર પડી તો નક્કી એ મને જવા નહીં દે.”


“નહીં, હું આમ બેસી ન શકું.મારે કંઇક તો કરવું જ પડશે.”થોડીવાર સુધી વિચાર્યા બાદ વિદ્યુતે નક્કી કર્યું કે,
“અત્યારે રાત્રીનો સમય છે. જો હું અત્યારે વેશ પલ્ટો કરીને નીકળી જઇશ તો કોઈને પણ ખબર નહીં પડે અને આવતી કાલે પ્રાતઃકાળ સુધીમાં તો હું મલંગ પહોંચી પણ જઈશ અને એકવાર જો હું મલંગ પહોંચી ગયો પછી જય કઇ જ નહીં કરી શકે.”વિદ્યુતે કહ્યું અને ફટાફટ વેશપલટો કરી મલંગ જવા માટે નીકળી ગયો.

...