Unkaha Ishq - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | અનકહા ઇશ્ક - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

Featured Books
Categories
Share

અનકહા ઇશ્ક - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)


કહાની અબ તક: રીના ને રાકેશ કહે છે કે જો એ નહિ આવે તો પોતે પણ નહિ આવે, રીના એને કહે છે કે રીના પોતે રાકેશની નારાજગી થી બહુ જ ડરે છે! રાકેશ એક મીઠી અનુભૂતિ કરે છે, રીના આખરે એમના ઘરે આવે છે ત્યારે એ એની જોડે વાત જ નહિ કરતો, રાકેશની બહેન રાધા એકલતામાં એને પૂછે છે તો એ રીના ના કપડા વિશે કહેતા કહે છે કે એવા કપડા પહેરનાર સાથે એ વાત નહિ કરતો. એવું કહીને એ ચાલ્યો જાય છે. વધુમાં એ ત્રણેય ફરી થોડીવારમાં એ જ જગ્યા પર ભેગા થાય છે, રાકેશ રીના સામે જોઈને હશે છે તો રીનાં કહે છે કે એ એનું કારણ જાણે છે.

હવે આગળ: "શું સમજી તું?" રાકેશે એની તરફ જોયું.

"હું તારી ગુલામ નહી કે તું જેમ કહીશ હું એમ કરીશ..." રીના હવે ગુસ્સામાં હતી.

એણે એના હાથની એક રીંગ કાઢી અને રાકેશ નાં હાથમાં આપતા કહેવા જ જતી હતી કે - "આઇ જસ્ટ હેટ..." પણ પછી કોઈ વિચાર આવ્યો કે ત્યાંથી આગળ કહ્યાં વિના ચાલી ગઈ.

જેમ હમણાં સુધી રાકેશ રીના ને ઇગ્નોર કરી રહ્યો હતો એમ જ રીના પણ હવે રાકેશ ને ઇગ્નોર કરી રહી હતી.

રાકેશ ના ભાભી એમના સગમાં રાકેશ ના કાકાના છોકરો માટે લગ્નની વાત જોવા આજે બધા ભેગા થયા હતા. એમાં રાકેશની ભાભીની નાની બહેન રીના પણ હતી.

બધા એ ખાઈ લીધું હતું, તેમ છત્તા જ્યારે રીના ના જમી તો રાકેશ થી આખરે ના જ રહી શકાયુ.

કોઈ ની નજર ના હોય એમ, રાકેશે એક ઈશારામાં રીનાને ખાઈ લેવા કહ્યું તો રીના એ પણ એણે તું પણ તો નહી જમ્યો એમ કહ્યું!

રાકેશે બધા વચ્ચે જ રીનાનો હાથ પકડી ને એણે ઊભી કરી, "ચાલ, અમે વહેંચવા વાળા ઓએ પણ નહી ખાધું, તું અમારી સાથે જમી લે..." એ બોલી રહ્યો હતો.

બંને રસોડામાં એકમેકની બાજુ બાજુમાં જ બેઠા હતા. બંને ખાવાનું ઓછું અને એકમેક ની જોડે રહેવાના લીધે વધારે ધરાયા હતા!

"કેમ જમતી નહોતી તું?!" સાવ ધીમેથી રાકેશે રીનાને પૂછ્યું તો એણે પણ ધીમેથી કહી જ દીધું - "તું જમી લે તો જમું ને!"

આ સાંભળી ને રાકેશ ને જોર જોરથી ખાંસી આવવા લાગી... રીના એ તુરંત જ એણે પાણી આપી દીધું. રાકેશ એણે એકધારી નજરે બસ જોઈ જ રહ્યો હતો.

"જો મારે તને કઈક કહેવું છે..." રાકેશ એ રીનાના હાથને પકડી લીધો હતો.

"શું?!" રીના એ કહ્યું. બંને ફરી એ રૂમમાં હતા, પણ આ વખતે એમની સાથે રાધા નહોતી.

"જો, મેં જે કંઈ મજાક કર્યો, તું પ્લીઝ મને માફ કરી દે જે..." રાકેશે નજર જુકાવી દીધી હતી. જાણે કે કોઈ અપરાધી પશ્ચાતાપ ના કરી રહ્યો હોય!

"હમમ... કરી દીધો માફ... મને તો લગ્ગ્યું કે કઈક બીજું કહેવું હશે..." રીના બોલી તો એણે એના આંખોના ખૂણાના પાણીને આંગળીથી સાફ કર્યું કે એની કાજલ ખરાબ ના થઈ જાય.

"જા, રાગિણી વેટ કરતી હશે તારો!" રીના એ વધુમાં ઉમેર્યું તો આખરે રાકેશ થી ના જ રહી શકાયું!

"અરે, એ કેમ મારો વેટ કરે?!" રાકેશે પૂછ્યું.

"જોડે ને જોડે જ રહો છો ને તમે બંને એટલે..." રીના એ આખરે કહી જ દીધું.

"ઓ પાગલ! બહેન માનું છું મે તો એણે..." રાકેશે સફાઈ આપી.

"જૂઠ..." સાવ ધીમેથી રીના બોલી.

"અરે યાર, અમારી બંનેની વચ્ચે એવું કઈ જ નહી!" રાકેશે રડમસ રીતે જ કહ્યું.

"લવ કરે છે ને તું એણે..." રીના એ પૂછ્યું.

"ઓ..." રાકેશ બસ બોલી શક્યો.

"તું કહેતો હોય તો..." રાકેશે એણે દીવાલ ભેગી કરી દીધી અને એના હાથથી એના મોં ને દબાવી દીધું.

"કેવી પાગલ જેવી વાત કરે છે..." રાકેશે કહ્યું.

"પાગલ..." એક હળવી કિસ રીનાના માથે કરતા રાકેશે કહ્યું અને બસ ત્યાંથી નીકળી ગયો. અમુક વાર કંઈ કહેવાનું હોતું જ નહી. બસ સમજી જ જવાનું હોય છે. રીના પણ એ કિસ પછી રાજેશના પ્યાર ને સમજી રહી હતી. એની એક કિસ એ રીનાની બધી જ મુંઝવણો દૂર કરી દીધી હતી.

(સમાપ્ત)