હું હંમેશાથી માનતો આવ્યો છું કે જિંદગીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં બે રસ્તા માંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો હોય ત્યારે ભગવાન હંમેશા એક હિન્ટ આપતા હોય છે. તે આપણને બતાવે છે કે કયો રસ્તો સાIચો છે અને કયો ખોટો. ક્યારેક ઘટનાઓ દ્વારા તો ક્યારેક પ્રાર્થનાઓથી તો ક્યારેક કોઈની સલાહોથી તો ક્યારેક એવું કોઈ દ્રશ્ય દેખાડીને કે જે પોતાની પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં મદદ કરી શકે. પણ દિલની એ અવાજ આપણે ઘણીવાર સાંભળતા નથી. એવી જ એક ઘટના મારા કોલેજકાળની છે. લગભગ આંઠ વર્ષ પહેલાની.
બપોરના સમયે હું રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહમાં બેઠો હતો. સ્ટેશન પરના કોલાહાલની વચ્ચે હું દુંર થી આવતા એન્જિનને જોઈ રહ્યો હતો. ખભા પર એક બેગ હતી જેમાં થોડાક કપડાં અને બૂક્સ હતી.
" બેટા, આ શ્રવણકુમાર એક્સપ્રેસ છે ને?" એક વૃદ્ધ વ્યક્તિએ મને લથડતા અવાજમાં મને પૂછ્યું તો મેં પાછું ફરીને હાંમા માથું હલાવ્યું. મારી પહેલી નઝરમાં મેં નોંધ્યું કે તે કોઈ સામાન્ય માણસ નહોતા લાગી રહ્યા. ગાળામાં ભારીભરખમ સોનાનો ચેઈન, બ્રાન્ડેડ સફેદ કુર્તી, ચળકતી ચામડાની મોજડી, અને માથા ઉપર એ સોનેરી ટોપી હતી જે અક્સર સોની લોકો પહેરતા હોય.
પાછું વાળીને એ વૃધ્ધે પોતાની એમના પરિવારને કહ્યું, "હા, આ જ ટ્રેન છે આવી જાવ બધા. અરે નિહારિકા બેટા આ બેગ બરોબર પકડ એક બાજુ એથી નમી રહી છે."
",જી, પાપા" મેં એ અવાજ સાંભળ્યો તો એ અવાજ મારા કાનમાં શરબતની માફક ઘોળાઈ ગયો.
મેં મારા ખભા ઉપર લટકેલી બેગને સરખી કરવાના બહાને ફરીવાર પલટાઈને મેં જોયું. એ નાજુક ચેહરો એમની અવાજથી પણ વધારે ખૂબસૂરત લાગી રહ્યો હતો. મોટી મોટી કાજલભરેલી આંખો, નાજુક માથું, ખભા ઉપર વિખરાયેલા વાળ, અને હાથોમાં ઘેરા રંગની મહેંદી. મરૂન રંગની સાડીમાં એમને જોઈ ત્યારે લાગ્યું કે દુનિયામાં જયારે પણ સુંદરતાનીપરિભાષા આપવામાં આવશે ત્યારે આ જ છોકરી એટલે કે નિહારિકાની તસ્વીર ઉદાહરણ સવરૂપે આપવામાં આવશે. હું ફરી વાર પલટવા માંગતો હતો. પણ એમની નજીક ઉભેલો કાળા ટીશર્ટ પહેરેલા બોડીબિલ્ડર જેવા લાગતાં માણસને જોઈ મેં મન વાળી લીધું. તેં કદાચ એમનો પતિ હશે અને પેલા સોનાની ચેઈન વાળા વૃદ્ધ કાકાનો છોકરો.
સ્પીકરના એનાઉન્સમેન્ટ બાદ ગાડી સ્ટેશન ઉપર આવીને ઉભી રહી ગઈ. મારી સાથે સાથે એમનો પરિવાર પણ સેકેન્ડ એસી કમ્પાર્ટમેન્ટમાં ચડ્યો. એમના પરિવારમાં તે વૃદ્ધ કાકા, એમની ધર્મપત્ની, એમનો છોકરો અને ખુબસુરત મરૂન સાડી વાળી વહુ પણ હતી.
"આ બધું તારા કારણેજ થઇ રહ્યું છે વિકાસ" એક પીળી મોંઘી સૂટકેસ સીટ નીચે સરકાવતા માં બોલી.
" બે મહિનાથી કહી રહી હતી કે, એર ટિકિટ કરી લો કરી લો પછી સીટ અહીં મળે પણ કોઈ સાંભળે તો ને." માં એ હાથમાં લાગેલી વાળની રિંગથી પોતાના વાળ બાંધ્યા અને નીચે સરકાવેલી સુટકેસને એક સાંકળથી નીચે લાગેલા લોંખડના સળિયા સાથે બાંધી.
" હવે જો આ સેકેન્ડ એસીમાં ધક્કા ખાતા જવું પડે છે. અરે મારુ મોં શું જુવે છે નિહારિકા, તાળું લગાવ જલ્દીથી." નિહારિકાએ જલ્દીથી તાળું લગાવ્યું અને ચાવી પોતાના પર્સમાં રાખવા જતી હતી ત્યાં માએ ફટ દઈને ચાવી પોતાનીપાસે લઇ લીધી.
મિત્રો કેવી લાગી રહી છે તમને આ ટ્રેનની સફર એ કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે મને ફોલો પણ કરજો જેથી આવનાર નવો ભાગનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય.....આપનો પ્રતિભાવ દરેક લેખક માટે એક ફુલહાર સમાન હોય છે, તો જમી લીધા પછી હાથ ધોવા જરૂરી બને છે તેવી જ રીતે રચના વાંચ્યા બાદ પ્રતિભાવ પણ એટલો જ જરૂરી બને છે.