Mahi - 2 in Gujarati Short Stories by Dipti books and stories PDF | માહી - 2

The Author
Featured Books
Categories
Share

માહી - 2

પ્રણામ , આગળ ન ભાગ આપણે જોયું કે આપણી માહી પોતાની ઓફિસ પહોંચીને તેણી સહકર્મચારી છવિ પાસેથી અઠવાડિક મેગઝીન નો વિષય મુખ્ય જાણે છે, અને વિષય વાંચતાની સાથે ક્યાંક વિચારોમાં ખોવાઈ જાય છે.


********

# મુખ્ય વિષય :
વિષય - આજની આધુનિક સ્ત્રીઓના વિચાર. કેટલા હદે યોગ્ય/ અયોગ્ય ?


એજ પ્રશ્ન જ આજ સુધી દરેકના આંખોમા જોવા મળે છે.

એજ શબ્દ જે હંમેશાથી ગુંજતા આવ્યા છે.

હવે દુનિયાને જેનો જવાબ આપવો જરૂરી નથી લાગતું , એટલા માટે નહીં કે જવાબ નથી, પરંતુ આ શબ્દોની વ્યાખ્યા જ જયારે ખોટી આંકવામાં આવે ત્યારે ચૂપ રહેવું મુર્ખામી નહિ પરંતુ મજબૂરી બની જાય છે.


હવે પોતાના વિચારો અને પોતાને સાબીત કરવાની કોઈ જરુર નથી.

થોડી વાર વિચાર કર્યા બાદ માહી એ આર્ટિકલ તૈયાર નહિ થઈ શકે તેવો એક મેલ ઝડપથી ટાઈપ કરી લીધો.


એટલી વારમાં છવિ કોફી લઈ આવી ગઈ.

લેખકને કોફી-ચા સાથે અનેરો સબંધ, મૂક કલમને વાચા આપવા માટે ઘણા જરૂરી આ બન્ને....

આ ચા-કોફી ની ચુસ્કીઓ એ જાણે કેટલાય પાત્રો ને કે કાગળ પર મેળવ્યા છે,તો તેમના છુટ્ટા પડવાની વેદનામાં સાથ આપ્યો છે. કેટલાય રહસ્યમયી કથા ના ખજાના દરવાજાઓ છે ખુલ્યા છે ,તો કેટલીયવાર ડિટેક્ટિવ સ્ટોરી ના મહત્વના મુદ્દાઓ ની ખાસ નોંધ લીધી છે. કુદરતી દ્રશ્ય સાથે જયારે ચા ની નાની-નાની ચૂસકી મડે ત્યારે મહાન નવલકથાઓ મા પ્રાણ ફુકાતા હોય છે.


આજે માહીએ એક શ્વાસે કોફી ને ન્યાય આપ્યો પરંતુ બિચારી કોફી પણ માહીને સાથ આપવામાં નિષ્ફ્ળ રહી.


અંતે છવિએ જ ચુપ્પી તોડી અને કહ્યું, " તો મેડમ , દિમાગના ઘોડાપુર આજે કઈ દિશામાં દોડાવ્યા છે, હવે આર્ટીકલ ના આઈડિયા પર થોડો પ્રકાશ પાડો જેથી અમે પણ જાણી શકીએ અને કામ આગળ વધે."

માહી ફિક્કું હસી , તે છવિની આ ઢબ થી બોલવાની અદા ખુબ સમજતી હતી. તેની ગમતી પણ હતી.


વિષયમાં ખાસ વાત નથી અને વિનમ્રતા સાથે માફી તથા બીજો વિષય મોકલવા માટેની નમ્ર વિનંતી દર્શાવતો મેલ માહીએ છવિને બતાવ્યો.


છવિને ખાસ આશ્ચર્ય ના થયું. આવું કંઈક થવાની અપેક્ષા તેને સવારથી જ હતી. છતાં એક કોશિશના પ્રયાસ રૂપે તેણે માહી ને સમજાવતા વાત આગળ વધારવાનો પ્રયાસ જારી રાખ્યો.


" ન્યૂઝ અને સમાચાર પત્રો નું માન્યે તો આજ વિષય ચર્ચામાં છે, જેને ગમે ત્યારે પીરસી શકાય છે, " એવરગ્રીન ટોપિક " - આટલું કહી ને છવિ, માહી ના હાવભાવ જોવા રોકાઈ. માહીના મુખ પર હંમેશાની જેમ સ્થિરતા હતી.



પોતાની વાત સમજાવતા છવિ એ બોલવાનું ચાલુ રાખ્યું , " આપણે તો બસ આપણા કામ સાથે મતલબ છેને, પોતાના અંગત કારણોસર આમ ના ન પાડી શકીયે, be પ્રેકટીકલ માહી, જે ચર્ચામાં છે તેના વિશે લખવું એ આપણું કામ છે, તને વાંચવા માટે દરેક વાચક અઢવાડિયું રાહ જોવે છે. " - છવિ.


આ કોઈ ટી.વી. સીરીયલ નો નવો ભાગ છે? જે દરેકની પસંદ-નાપસંદ જોઈને લખવું પડે. - માહી એ છવિ સામે જોયા વગર એક ધારદાર ઉત્તર આપ્યો.

ક્યારેક વાર્તાને મસાલેદાર બનાવવા માટે તેમાં ચર્ચિત વાતો કે કાલ્પનિક વાતો ને ઉમેરી શકાય છે. જે એક વાર્તા ને બાંધી રાખવા માટે જરૂરી પણ છે, પરંતુ એક લેખ જેમાં રહેલ માહિતી વાચક ના મન, વિચાર પર અસર કરે છે, તેમણે શિક્ષિત કરે છે. તેવા લેખમાં યોગ્ય સંદેશ અને સાચા વિચાર તથા સંપૂર્ણ માહિતી આપવી તે આપણું કામ છે અને સાથે સાથે જવાબદારી પણ. - માહી જાણે પોતાની સાથે વાત કરતી હોય તેમ આગળ કહ્યું.


છવિ સમજી ગઈ અત્યારે વાત માટે કે સમજાવટ માટે સમય બરાબર નથી. બંનેની આ રીતે થોડાક માં ઘણુ સમજી જવાની આવડત તેઓને આજે અહીં સુધી જોડે લાવી હતી.

ટક ટક ટક ....

બંનેના મૌન વચ્ચે માત્ર ઘડિયાળ ને બોલવાનો અધિકાર હતો.

છવિ માહીને આત્મચિંતન કરવા માટે એકલી મૂકી બહાર આવી ગઈ. તે ભલીભાતી સમજતી હતી આવા વિષય ભલે ચર્ચિત અને નાના લાગતા હોય પરંતુ માહી માટે ઘણા સંવેદનશીલ હોય છે.


છવિના વાતની થોડી ઘણી અસર એ થઈ કે માહી મેઇલ ડ્રાફ્ટમાં છોડી દીધો અને બીજી અનુવાદ માટે આવેલી પુસ્તક તરફ ધ્યાન દોર્યું.


આજનો દિવસ માહી સાથે ચાડી ખાતો હોય એમ પુસ્તકના શિર્ષકને જોઈ તે રહસ્યમય ધીમુ હસી.


પુસ્તકનું શીર્ષક હતું "મધ્યબિંદુ " -એક એવી સ્ત્રીની વાર્તા જે અલગ અલગ દૃષ્ટિકોણથી જોતા કોઇને સાચી તો કોઈ ને ખોટી દેખાય પરંતુ ખરેખર એ શું હતી તેનો જવાબ નાયકા સાથે રાખ થઈ હવા માં ભળી ગયો હતો. તેના મૃત્યુ પછી દરેકે તેણી મજબૂરી સમજી હતી.


કેટલું અજીબ છે ને,

કોઈના જતા રહ્યા પછી આપણે તેના વિચારોને, નિર્ણય અને કાર્યોને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છે જોઈએ છે જેની જરૂર તો તેણે પહેલા હતી.

કારણ કે આપણ ને ખબર છે કે હવે એ વ્યક્તિ કોઈ પ્રશ્ન પૂછવા કે સાબિતી માંગવા માટે પાછી નથી આવવાની એટલે જ કોઈના મરણ પછી તેની પાછળ આપણે સારું બોલતા હોય છે. ખોટું કહીને પણ શું ફાયદો?

અનુવાદનું કામ પણ માહીએ અધૂરું છોડી દીધું.

એક ખુશનુમા સવાર ની બપોર થવા જઈ રહી હતી પરંતુ માહી સમયથી પાછળ ટુકડે ટુકડે ભૂતકાળને યાદ કરતી તો ક્યારેક વર્તમાન સમય સાથે કામ કરવાની કોશિશ કરી રહી હતી.

ત્યાં સેલફોન પર એક મેસેજ આવ્યો. સ્ક્રીન પર પોતાના પ્રિય લેખક કમ ગુરુ નું નામ જોઈને માહીની આંખોમાં ચમક આવી ગઈ.

પ્રશ્નો ની લાંબી યાદી સાથે માહી એ મિસ્ટર અરમાન ને એક ફોન જોડ્યો....

ક્રમશ

- દીપ્તિ