ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
"ચાર્લી મારા, એટલે કે મારા માણસોના કબજામાં છે" દરવાજામાં પ્રવેશ કરી રહેલા એક અજાણ્યા યુવકે આમ કહ્યું અને જીતુભા અને સિન્થિયા એને જોતા જ રહી ગયા. વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરેલો એ મજબૂત બાંધો ધરાવતા યુવકની ઉંમર 35 આસપાસની લગતી હતી. ફ્રેન્ચ કટ દાઢી અને રીમલેશ આકર્ષક ચશ્મામાં એનો ચહેરો શોભી રહ્યો હતો. એકાદ મિનિટ એની સામે જોઈ ખિસ્સામાં હાથ નાખી ને જીતુભાએ પૂછ્યું "કોણ છે તું.?"
"રિલેક્સ જીતુભા ગનતો મારી પાસે પણ છે અને કદાજ તારી જ ઝડપે ચલાવી પણ શકું છું. માટે એને ખિસ્સામાં જ રહેવા દે. હવે મારી વાત, હું ભૂરો, ભૂરો જામનગરી, નિનાદનો ખાસ દોસ્ત, જર્મનીમાં રહું છું મારો પણ નિનાદ જેવો જ પણ થોડો નાનો ધંધો છે સિક્યુરિટી સર્વિસ નો.ગઈ કાલે હું અને નિનાદ સાથે હતા અને એને નાસા પરના હુમલાના ખબર મળ્યા. એને ઓસ્ટ્રેલિયામાં પણ કંઈક બીજી અર્જન્સી ઉભી થઈ છે. ત્યાં જવું પડે એમ હતું એટલે મને કહ્યું કે કે હું થોડા દિવસ નાસા સાંભળી લઉ. કેમ કે" કહી એણે સિન્થિયા સામે જોયું. અને ઉમેર્યું. "આ સિન્થિયા હમણાં હોસ્પિટલની ભાગદોડમાં રહેશે.અને તારે ઇન્ડિયા પાછું જવાનું છે. સોરી હું તને તૂંકારે બોલવું છું. મારાથી નાનો છે તું. એટલે. આમેય મારા હાથ પર કોઈ કેસ હતો નહીં તો મેં વિચાર્યું. કે ભલે ને દોસ્તની મદદ થશે ને કંઈક અઠવાડિયાનો ખર્ચ પણ નીકળી જશે,"
"પણ ભૂરા, ભાઈ તમને નિનાદ સરે જ મોકલ્યા છે એ હું શું કામ માનું? કંઈક તો પ્રુફ જોઈએને?"
"પ્રૂફ માં તો એવું છે ને કે કાલે રાત્રે ક્રિસ્ટોફરને પણ નિનાદે તને મેસેજ આપવા કહ્યું હતું. અને માઈકલ સ્વસ્થ હોત તો એ મને બે એક વાર મળ્યો છે. એ મને ઓળખી કાઢત. પણ મને ખાતરી હતી કે તું કંઈ શંકા કરીશ, એટલે જ મેં નિનાદને કહીને નાસાના હોટ મેઇલ પર ઈ મેઈલ કરાવ્યો છે. નિનાદની ઇમેઇલ આઈડી ને તો તમે ઓળખી શકશો. ઉપરાંત એક લેટર પણ મેં લખાવી લીધો છે. આ વાંચો આમાં નિનાદના હસ્તાક્ષર છે. સિન્થિયા એના હસ્તાક્ષર ઓળખે છે." કહી એક કવર એણે જીતુભાનાં હાથમાં આપ્યું એમાંથી કાઢીને એક કાગળ જીતુભા એ વાંચ્યો જેમાં લખ્યું હતું કે જીતુભા એના શિડ્યુલ પ્રમાણે પરમ દિવસે (આવતી કાલે) ફ્લાઈટમાં ઇન્ડિયા જાય. સિન્થિયા હોસ્પિટલ માંથી ફુરસદ પ્રમાણે નાસાની ઓફિસ આટો મારી જાય અને ભૂરો નાસાને માઈકલ સ્વસ્થ ન થાય અથવા કોઈ બીજો કેપેબલ માણસ એપોઇન્ટ ન થાય ત્યાં સુધી સંભાળે. આટલું લખાણ અંગ્રેજીમાં હતું અને છેલ્લે જીતુભા માટે ખાસ નોંધ ગુજરાતીમાં હતી. ‘જીતુભા તારું ઇન્ડિયામાં વધારે કામ છે. વળી તારી અને તારી બહેનની સગાઇ પણ નજદીક માં છે એટલે તુરંત ઇન્ડિયા પહોંચી જા.’ નીચે નિનાદની સહી હતી. જીતુભા એ એ કાગળ સિન્થિયાના હાથમાં મૂક્યો. કાગળ વાંચીને સિન્થિયાએ કહ્યું કે "અક્ષરતો નિનાદ સર નાજ છે." પછી જીતુભાને પૂછ્યું કે આ ગુજરાતી ભાષામાં શું લખ્યું છે."
"સિન્થિયા એમાં લખ્યું છે કે જીતુભા આવતી કાલે સવારે 5 વાગ્યે ફ્લાઇટ પકડીને ઘર ભેગો થઈ જાય.એટલે કે ઇન્ડિયા ચાલ્યો જાય. કંપનીના ખર્ચે બહુ વિદેશમાં જલસા કર્યા. હવે ભારતમાં જઈ ને કંઈક નક્કર કામ કરે." ભૂરા એ કહ્યું. સાંભળીને સિન્થિયાની આંખો મોટી થઈ ગઈ એ કંઈક બોલવા જતી હતી કે ‘આ જીતુભા તો બિચારો અહીં ટ્રેનિંગ માટે આવ્યો છે અને ગઈ કાલથી દોડા કરે છે.’ પણ જીતુભાએ એને રોકતા કહ્યું કે "આ ભૂરા ભાઈ મજાક કરે છે. સિન્થિયા" આ સાંભળીને ભૂરો મુસ્કુરાયો અને સિન્થિયા અને જીતુભા પણ એ હાસ્યમાં જોડાયા. પણ જીતુભાને એ લેટર વાંચતા જ મનમાં કંઈક ખટકો ઉપડ્યો હતો.
xxx
જીતુભા ભૂરો અને સિન્થિયા લંડનમાં હોસ્પિટલમાં વાત કરી રહ્યા હતા એ વખતે મોહિની સોનલ ને કહી રહી હતી. "સોનુ તો શું એ આજેય?"
"હા હમણાં હું અહીં પાર્કિંગમાં આવી ત્યારે મેં એને ગેટ પર જોયો. એટલે જ હું અહીં આવતા ને બદલે ગેટ સુધી ગઈ. મને એકલીને ચાલતી બહાર આવતા જોઈ એટલે એ ખચકાયો અને થોડે દૂર ઉભે છે એ ભેળ પુરીની લારી એ નાસ્તો કરવાના બહાને ઉભો છે. લાલ શર્ટ અને જીન્સ પહેર્યું છે એની બાઇકનો નંબર xxxx છે. આ જીતુડો પરમ દિવસે વહેલી સવારે આવશે. પૃથ્વીજી પણ કોઈ કામે. બેલ્જીયમ ગયા છે. પણ હું કઈ કાચી પોચી નથી આજે જો એ આપણો પીછો પકડશે તો એને એવી મજા ચખાડીશ કે જિંદગીભર યાદ રાખશે. ચાલ આજે મને સ્કુટી ચલાવવા દે." કહી મોહિનીના હાથમાંથી ચાવી લઇ સ્કુટી ચાલુ કરી. કોલેજના ગેટ ની બહાર નીકળતા કહ્યું "મોહિની જો સામે હાથમાં પ્લેટ લઇ ને ઉભો છે. લાલ કલરના શર્ટ માં." મોહિનીએ જોયું તો લગભગ 22 વર્ષનો એક યુવક હાથમાં પ્લેટ લઈને તેમની સ્કૂટી ને તાકતો ઉભો હતો જેવી સ્કૂટી એની પાસેથી પસાર થઇ કે એણે પ્લેટ મૂકી દીધી મોહિની હજી પાછળ ફરીને એને જ જોતી હતી. ફટાકથી હાથ ત્યાં રહેલા નૅપ્કિનમાં લૂછી ખિસ્સામાંથી થોડા રૂપિયાનો ઘા કરી એ યુવાન પોતાની બાઈકમાં ગોઠવાયો. અને બાઈક શરૂ કરી. મોહિની ફરી ધ્રુજી ઉઠી, એણે સોનલને કહ્યું. "સોનુ એણે ખાવાનું મૂકી દીધું અને આપણો પીછો કરે છે."
"વાંધો નહીં. ભાભી જાન, આજ પછી એ કદી કોઈ નો પીછો નહીં કરે." બાજુ માંથી પસાર થતા પલ્સર વાળાને સાઈડ આપતા સોનલે કહ્યું.
"સોનુ, મહેરબાની કરી ને કઈ તમાશો ન કરતી જીતુ એ કાલે રાત્રે જ મને કહ્યું કે તારું ધ્યાન રાખું. એની નોકરીને કારણે આપણા બધાના ઘણા દુશ્મનો ઊભા થયા છે."
"ઓ હો હો હો. શું પ્યાર છે બાકી તમારો. જીતુડાએ ઘરમાં એ પોતાના યુરોપના નંબર નથી આપ્યા. અને બાવીસ દિવસમાં માંડ એક વાર એની ઓફિસ માંથી ફોન ઘરે કરેલો બાકી બાપુ પાસે એની ઓફિસમાંથી મેસેજ મળતા રહે છે અને તારી સાથે ડાયરેક્ટ વાત."
'અરે સોનુ એમાં એવું થયું ને કે કાલે એ એક હોટેલમાં ગયો હશે અને મારા મામા- મામી ત્યાં ડિનર લેવા ગયા હતા તો મારા મામી એને ઓળખી ગયા કેમ કે મેં જીતુ નો ફોટો એમને ઈ મેઈલ કર્યો હતો. પછી મારા મામા એ એને પોતાના ટેબલ પર બોલાવ્યો અને મને અઢી વાગે ઉઠાડી ને વાત કરાવી."
"શું વાત છે તારા મામી એને ઓળખી ગયા તો પછી એને ડિનર કરાવ્યું કે નહીં. અમારામાં તો જમાઈ આમ અચાનક મળી જાય તો જમાડવાતો પડે જ તું. ય યાદ રાખજે પૃથ્વીજી અચાનક મળી જાય તો." કહી સોનલ હસી પડી અને મનોમન પૃથ્વીને યાદ કરી રોમાંચિત થઈ ગઈ. હવે એ લાલ શર્ટ વાળાને લગભગ ભૂલી જ ગઈ હતી.
"ના, જીતુ ડિનર માટે ન રોકાયો કોઈ યુરોપિયન યુવતી એની સાથે હતી અને બન્ને ને કોઈ અર્જન્ટ કામે જવું હતું. એટલે જીતુએ મારી સાથે માંડ એકાદ મિનિટ વાત કરી ખાસ તારું ધ્યાન રાખવાનું કહ્યું અને ફોન કટ કટી નાખ્યો. સોનુ તને ખબર છે એ યુરોપિયન છોકરી કોણ છે એ? શું એ એની ઓફિસમાં કામ કરે છે?" મોહિની કંઈક ઈર્ષ્યાથી પૂછી રહી હતી.
"ઓહ, મોહિની મને તો મામલો સિરિયસ લાગે છે રાત્રે અઢી વાગ્યે એ કોઈ યુરોપિયન છોકરી સાથે કોઈ હોટેલમાં રખડતો હતો. જોજે ક્યાંક તારું પત્તું ન કપાઈ જાય. હાહાહા." કહી સોનલ હસી પડી. મોહિની ઈર્ષાથી બળતો જોઈ ને ને એને મજા આવતી હતી.
"તો હવે? હું શું કરું. લંડન કઈ અહીં નજીક નથી કે એના પર નજર રાખવા ત્યાં જાઉં કે રાત્રે અઢી વાગ્યે એ ક્યાં રખડે છે." રડમસ આવજે મોહિનીએ કહ્યું.
"સોરી મોહુ. હું તો મજાક કરતી હતી. તું શું જીતુડાને નથી ઓળખતી. એ કોઈ છોકરી ની સામે પણ નથી જોતો. અને ડફર અહીં મુંબઈમાં રાતના અઢી વાગ્યા હતા. ત્યાં લંડનમાં તો માંડ સાડા આઠ વાગ્યા હશે. અને તને તો જીતુનું કામ કેવું છે એ ખબર જ હતી. પછી એને પ્રેમ કર્યો હતો તે. એમાં આ અનોપચંદની કંપનીમાં જોડાયા પછી એની જવાબદારી વધી ગઈ છે કંઈક કામ માટે એ પેલી યુરોપીયન સાથે નીકળ્યો હશે. હું તો મજાક કરતી હતી."
"તું સાચું કહે છે? સોનુ, તને મારા સમ છે. શું એ ખરેખર એની કલીગ હશે એ લોકો કોઈ કામ માટે નીકળ્યા હશે?. પ્લીઝ તું અંકલ ને પૂછજે ને એ શું કામ માટે ગયો હતો." મોહિની એ સહેજ સ્વસ્થ થતા કહ્યું.
"અરે ડફર તું કહીશ તો હું બાપુને પૂછી લઈશ.પણ પરમ દિવસે સવાર માં.તો જીતુડો આવી જશે. સવારમાં તારા સાસરામાં ટપકી પડજે અને ફૈબા અને બાપુની સામે જ એનો કાંઠલો પકડીને પૂછ જે, કે તે દી કોની હારે હોટલમાં રખડતો હતો. ઝગડા જોવાની મજા આવશે." કહીને એણે સિગ્નલ બંધ જોયું એટલે સ્કૂટી રોકી એ જ વખતે લાલ શર્ટ વાળો પોતાની બાઇકમાં એની બરાબર પાછળ ઉભો રહ્યો. મોહિની એને જોઈને ધ્રુજી ઉઠી.
xxx
"ભૂરા ભાઈ, ..." જીતુભા કંઈક કહી રહ્યો હતો એને અટકાવીને ભૂરાએ કહ્યું. "જીતુભા તું મને માત્ર ભૂરો કહીશ તો ચાલશે."
"ઓ. કે. ભૂરા, મને એ કહે કે ચાર્લીને અમે શોધીએ છીએ એ તને કોને કહ્યું અને તે એને કેવી રીતે પકડ્યો? અને અત્યારે એ ક્યાં છે?" જીતુભાના મગજનો ખટકો હજી જતો ન હતો. નિનાદ સાથે એણે 3-4 વાર વાત કરી હતી. અને મનોમન નોંધ્યું હતું કે પોતાની કંપની વિશેએ કેટલો ડેડિકેટ છે. એમાંય એ અહીં આટલો મોટો હાદસો બન્યા પછી માત્ર 5-6 કલાકના અંતરે હોવા છતાં લંડન આવવાને બદલે ઓસ્ટ્રેલિયા જાય. તો 2 કારણ હોય, ઓસ્ટ્રેલિયામા અનોપચંદના હિતો એટલી હદે જોખમાયા હોય કે લંડનની પોતાની કંપનીની ખૂનામરકી ભૂલીને એને ઓસ્ટ્રેલિયા જવું પડે. અથવા અથવા તો આ ભૂરો ફ્રોડ હોય અને એની પાસે આ લેટર અને બીજા પ્રુફ છે તો નક્કી નિનાદ મુસીબતમાં હશે.
"તને ચાર્લી પર શંકા હતી એ તે અનોપચંદજીને કહ્યું હતું. એટલે નિનાદ પાસે એ સમાચાર પહોંચી ગયા હતા. અને અહીં લંડનમાં પણ મારા થોડા સોર્સ છે. મેં એમને કામે લગાડ્યા.3-4 કલાકમાં એ મારા હાથમાં આવી ગયો અને અત્યારે એ મારા માણસોના કબ્જામાં બ્રિસ્ટોલમાં છે. ત્યાંથી એ આયર્લેન્ડ ભાગી જવાનો હતો. મારા માણસો બાય રોડ એને લઈને નીકળી ગયા છે અડધો કલાકમાં અહીં પહોંચશે. પણ અહીં હોસ્પિટલમાં એને પૂછવાની મજા નહીં આવે,"
"અહીં લંડનમાં જ એક ઠેકાણું છે જ્યાં આપણે એ કામ આરામથી કરી શકીશું" કહી સિન્થીયા એ એક વેર હાઉસનું એડ્રેસ આપ્યું. જે ભૂરાએ એના માણસો ને ફોરવર્ડ કરી દીધું.
"હું જરા ઘરે એક ફોન કરી ને આવું." કહી જીતુભા થોડો દૂર થયો આમેય હવે એ લોકોને કલાક ટાઈમ પાસ જ કરવાનો હતો. થોડે દૂર જઇ એણે અનોપચંદને ફોન લગાવ્યો અને સીધું જ પૂછ્યું "શેઠ જી નિનાદ ભાઈ ક્યાં છે? અને તમારી એમની સાથે છેલ્લે ક્યારે વાત થઇ હતી."
"કાલે રાતે લગભગ દોઢ વાગ્યે એ જર્મનીમાં હતો અને મારી સામે નીતા સાથે વાત થઇ હતી.પણ તને નિનાદનું શું કામ પડ્યું છે?"
એજ વખતે ભૂરાએ પણ સિન્થિયાને કહ્યું મારે પણ એક અર્જન્ટ કોલ કરવાનો છે કહી એ માઈકલ ના રૂમની બહાર નીકળ્યો અને કોઈને કોલ જોડ્યો. સામે ઘંટડી વાગી પણ પછી કોલ કટ થયો એ મુસ્કુરાયો. ફરીથી એ જ નંબર ડાયલ કર્યો. ફરીથી ઘટાડી વાગી અને ફોન કટ કરવામાં આવ્યો. એ સહેજ હસ્યો અને મનોમન બોલ્યો. "કઈ વાંધો નહીં મિસિસ નીતા નિનાદ અગ્રવાલ, કેટલો વખત ફોન કાપીશ. તું કંટાળીને ફોન ન ઊંચકે ત્યાં સુધી હું રિંગ કરતો રહીશ. હું ભૂરો, ભૂરો જામનગરી.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.