An innocent love - Part 11 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 11

Featured Books
Categories
Share

An innocent love - Part 11

પાછળના ભાગમાં આપણે જોયું કે...

મમતા બહેને બધાના નાસ્તાના ડબ્બા પણ પેક કરી રાખ્યા હતા. પાછળ ભરાવેલી સ્કૂલબેગ, ગળે વોટરબેગ લટકાવેલ અને સાથે આજે એક નવા સદસ્યની સાથે આં ટોળકી ઉત્સાહથી સ્કૂલની વાટે નીકળી.


હવે આગળ........

ચારેયની ટોળકીને સ્કૂલે જવા નીકળતા જોઈ કાનજીભાઈ સુમનનો હાથ પકડી બોલ્યા, ચાલ હું તને સ્કૂલ મૂકી જાઉં દીકરી આજે તારો નવી સ્કૂલમાં પહેલો દિવસ છે ને એટલે આજેતો હું તને મારી સાઇકલ ઉપર બેસાડીને લઈ જઈશ. આ સાંભળતાજ રાઘવે તરત એમના હાથમાંથી સુમનનો હાથ ખેંચી પોતે પકડી લીધો.

"અરે મોટા કાકા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હો, હું છું ને, હું મારી સુમીનું ધ્યાન રાખીશ અને એને સ્કૂલમાં દરરોજ મારી સાથેજ લઈ જઈશ અને પાછી પણ લેતો આવીશ, અને તે પણ એકદમ સાજી સરવી હો. માટે તમે એની જરા પણ ચિંતા કરશો નહિ. અને કાનજી ભાઈ કંઈ કહે એની રાહ જોયા વગર જ રાઘવ સુમનને લઈ ને સ્કૂલ જવા માટે નીકળી ગયો. આગળ કિશોર, એની પાછળ મીરા અને એની પાછળ હાથમાં હાથ નાખીને ચાલતા રાઘવ અને સુમન, આં ચારેયના સરઘસ ને જતા જોવા આસપાસના લોકો ભેગા થઈ ગયા.

હસતી ખુશખુશાલ સ્કૂલે જતી સુમનને મમતા બહેન અમી ભરેલી આંખોથી જોતા રહ્યા.સમયને વીતતાં ક્યાં ખબર પડે છે, મા વિનાની નાજુક સુંદર પરીને જ્યારે એમણે પહેલી વાર પોતાના હાથોમાં ઝીલી હતી તે આજે ૬ વર્ષની થઈ ગઈ હતી અને સ્કૂલ પણ જવા લાગી. જાણે પોતાનું જ એક અંગ હોય એવી માયા એ નાનકડી છોકરી સાથે એમને બંધાઈ ગઈ હતી.

સમય પસાર થાય એની સાથે સાથે સમયે આપેલ ઘા પણ રૂઝાઇ જાય છે, પત્નીના ગયા બાદ સુમનમાં જ પોતાનું પૂરેપૂરું ધ્યાન પરોવી દીધેલ કાનજી ભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. પોતાની ઢીંગલી આજે આવડી મોટી થઈ ગઈ, સ્કૂલ જતા થઈ ગઈ, એમની આંખો જાણે તે માનવા તૈયાર નહોતી. એમની નજર જાણે સામે ફળિયામાં ઉભેલ મમતા બહેનનો આભાર માની રહી હતી જેમણે પોતાની દીકરીને સગ્ગી માનો પ્રેમ આપી સાચવી લીધી હતી. બાપ આખરે બાપ હોય છે તે ગમે એટલું કરે ક્યારેય એક માની જગ્યા લઇ નથી શકતો.

૧૫ મિનિટમાં ચાલીને સ્કૂલ પહોંચી શકાય એટલું અંતર ઘરથી સ્કૂલ સુધીનું હતું, વળી વચ્ચે લહેરાતા ખેતરો અને હરીભરી વનરાજી આવતી હોવાથી ગામના મોટાભાગના બાળકો ચાલીને જ જતા. એમને ઘૂમતા ફરતા સ્કૂલ જવાની ખૂબ મજા આવતી.

સ્કૂલ જવા માટે સમયસર નીકળતા બાળકો ઘરે ક્યારેય સમય પર પાછા નહોતા આવતાં. એતો બસ મન ભરીને રસ્તામાં રહેલ કુદરતના અદભુત નજારા ને આંખોમાં ભરી લેતા. ક્યારેક વનની ડાળીએ ઝૂલતા તો ક્યારેક નદીમાં કોણ સૌથી દૂર સુધી કાંકરી ફેંકી શકે છે તેની હોડ જામતી. ક્યારેક આંબાવાડીમાં હલ્લો બોલાતો તો ક્યારેક શેરડીના ખેતરે. આમજ ધીંગામસ્તી કરતા બધા બાળકો ગામની ભાગોળ ગજવતા ખૂબ મોડેથી ઘરે પહોંચતા.

સ્કૂલમાં પગ મૂકતા જ સુમનની આંખો ચકળવકળ ફરવા લાગી, ખૂબ વિશાળ એવા મેદાનમાં વિસ્તરેલી ચાર માળની, ખુબજ સુંદર બાળ ચિત્રોથી દીવાલ રંગાયેલ સ્કૂલ ખુબજ આકર્ષક લાગી રહી હતી. વળી વચ્ચોવચ એક મોટું રમત માટેનું ગાર્ડન પણ બનાવેલું હતું. આટલી મોટી, સુંદર અને સ્વચ્છ સ્કૂલ જોઈ સુમનની આંખોમાં એક અનેરી ખુશી છલકાઈ રહી હતી. રાઘવ અને મીરા પાસેથી હમેશા આ સ્કૂલ વિશે ઘણી મજાની વાતો એણે સંભાળી હતી, હવે ખુદ આ નવી સ્કૂલમાં ભણવાની હતી અને સાથે રાઘવ પણ રહેશે તે વાતથી સુમન વધારે ખુશ થઈ રહી હતી. સુમીને ખુશ જોઈ રાઘવની આંખો અને હૃદયને એક અનેરી ઠંડક મળી રહી હતી.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)