An innocent love - Part 10 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 10

Featured Books
Categories
Share

An innocent love - Part 10

"અરે મારી ઢીંગલી આજેતો ખૂબ રૂપાળી લાગી રહી છે ને કંઈ", એમ બોલતી મીરા સુમનના ગાલ ખેંચવા લાગી, પોતાના વખાણ સાંભળીને ખીલ ખીલ હસતી સુમનના દાડમની હારમાળા રચાઈ હોય તેવા સફેદ દુધિયા દાંત ચમકી ઉઠયા.

"હાસ્તો મીરા દીદી આજેતો હું પણ તમારા બધાની સાથે મોટી બધી સ્કૂલમાં આવવાની એટલે જલ્દી ઊઠી તૈયાર થઈ ગઈ", આટલું બોલતા બોલતાં જ સુમનની આંખો જાણે ચમકી રહી.

સુમી બે ચોટલીવાળી, સુમી બે ચોટલી વાળી, બોલતો કિશોર પણ આજે સુમનને ખીજવવાના પૂરા મૂડમાં હતો. તે સુમનની બંને ચોટલીઓ પકડવા ગયો પણ તે પહેલાં જ સુમન ભાગવા લાગી અને સામેના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળતા રાઘવ સાથે અથડાઈ પડી અને બંને એકસાથે જમીન પર પડી ગયા.

"સુમી બે ચોટલીવાળી... સુમી પડી ગઈ...." બોલતો કિશોર જીભ બહાર નીકાળી પોતાનો અંગૂઠો બતાવવો સુમનને વધારે ચિડવી રહ્યો.

કિશોરના મોઢે "સુમી" નામ સંભાળતા જ રાઘવ ગુસ્સે ભરાયો.

"ભાઈ તે મારી સુમી છે, એને મારા સીવાય કોઈએ સુમી કહીને નઈ બોલાવવાની" બોલતા રાઘવ જમીન ઉપર પોતાના હાથ ટેકવી ઊભો થવા લાગ્યો અને સુમનને પણ ઊભી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એક ઘડી તે સુમી ને આમ સુંદર રીતે તૈયાર થયેલ જોઈ રહ્યો, આજે એની પરી સાચેજ જાદુઈ પરી જેવી લાગી રહી હતી જાણે.

"સુમી સુમી... " અમે તો એને હજાર વખત સુમી કહીશું જા તું શું કરી લેવાનો? રાઘવને પોતાના પર ઉશ્કેરાતા જોઈ કિશોર અને મીરાને વધારે મજા પડી અને એમ બોલતાં બંને મોટા ભાઈ બહેન નાનકડા રાઘવને હાથનો અંગૂઠો બતાવી એને વધુ ગુસ્સે થતો જોઈ મજા લઈ રહ્યા.

તંદ્રામાથી બહાર નીકળતો રાઘવ ઘડીકમાં મીરા તો ઘડીકમાં કિશોર પાછળ દોડી એમને પકડવાની કોશિશ કરી રહ્યો અને આમ રાઘવની પાછળ પાછળ સુમન ભાગતી રહી. સવાર સવારમાં બાળકોની મસ્તીભરી ધમાચકડીથી આખું ઘર ગાજી ઉઠ્યું. મનોહરભાઈ પણ વહેલી સવારમાં ઘરમાં મચેલ આ શોરબકોરથી જાગી ગયા હતા. એમના બહાર આવતજ બધા બાળકો એમની ગોળ ગોળ ફરવા લાગ્યા અને એકબીજાને પકડવા દોડા દોડી કરી રહ્યા.

આખરે રસોડામાંથી ગરમ ગરમ બટેકા પૌવાની મહેક આવતાં બધાનાં હાથ પેટ પર ફરવા લાગ્યા અને થોડીવાર પહેલા લડતા ઝગડતા સૌ ચૂપચાપ ડીશ અને ચમચી લઈને રસોડાની બહાર પંગત પાડીને બેસી ગયા, આં જોતાજ મનોહર ભાઈ અને મમતા બહેન એકબીજાની સામે જોઈ હસી પડ્યા. ગરમા ગરમ બટાકા પૌવા મળતાજ બધા ખાવાની કોમ્પીટીશન માં લાગી ગયા, અને હસતા હસતા નાસ્તો કરવા લાગ્યા. માના હાથોમાં જાણે જાદુ હોય છે, કેટલા પ્રેમથી પોતાના પરિવાર અને બાળકો માટે જમવાનું બનાવે, એમાં મળતો સ્વાદ ગમે એટલા પૈસા ખર્ચતા પણ ક્યાંય ન ચાખવા મળે.

બાળકોને એમ જ ભગવાનનું સ્વરૂપ નથી ગણવામાં આવતા. એમનું મન ખુબજ નિર્મળ અને માસૂમ હોય છે.તે ગમે એટલું લડે ઝગડે એકબીજા સાથે, પણ એક ક્ષણ પણ નથી લગાડતા બધું ભૂલીને પાછા એકસાથે થઈ જવામાં. સવારે એકબીજા સાથે લડતા હોય તો વળી પાછા સાંજના હળીમળીને રમતા હોય. આપણે પણ આ શીખ એમની પાસેથી જીવનમાં અપનાવવી જોઈએ, કોઈ એક બાબતને મનમાં લઈને પૂરી જિંદગી ન વિતાવવી જોઈએ.

મમતા બહેને બધાના નાસ્તાના ડબ્બા પણ પેક કરી રાખ્યા હતા. પાછળ ભરાવેલી સ્કૂલબેગ, ગળે વોટરબેગ લટકાવેલ અને સાથે આજે એક નવા સદસ્યની સાથે આં ટોળકી ઉત્સાહથી સ્કૂલની વાટે નીકળી.


🌺🌺હૈયાના હેતે બંધાતી સિંચાતી,
એવી ભાઈ બહેનની પ્રીત અનોખી....

માના પાલવડે લડતી મનાવતી,
એવી ભાઈ બહેનની નોક્ઝોક અનોખી....

ઘરના આંગણે ધડકતી ચહેક્તી,
એવી ભાઈ બહેનની જોડ અનોખી....🌺🌺


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)