આ તરફ બીજે દિવસે સવારે વિદ્યુતને આ બનાવ વિશે જાણ થઈ. એ અને શાશ્વત બંને હમઉમ્ર હોવાથી સારા મિત્રો હતા અને પદમા શાશ્વતની વાગદત્તા હતી.તેથી જેવી તેને ખબર પડી કે તેનાં જ્યેષ્ઠે પદમાને કેદ કરી છે એટલે એ તરત જ ક્રોધિત થઈને સારંગના કક્ષ તરફ ગયો.ત્યાં પ્રવેશદ્વાર પાસે ઉભેલા ભાનુએ એને રોક્યો.
“મારે જ્યેષ્ઠ ભ્રાતાને મળવું છે.”
“સારંગ અત્યારે આરામ કરી રહ્યો છે.”
“મારે જયેષ્ઠને મળવાં માટે તારી પરવાનગી લેવાની કોઇ આવશ્યકતા નથી.”વિદ્યુતે કહ્યું અને સારંગના કક્ષ તરફ આગળ વધ્યો પરંતુ ભાનુએ તેને રોકી લીધો.
“ક્ષમા કરજો રાજકુમાર.મિત્રની આજ્ઞા છે તેથી હું તમને અંદર નહીં પ્રવેશવા દવ.”
“ઠીક છે. તો તમારાં મિત્રને કહી દેજો કે હું પદમાને મુક્ત કરવાં જાવ છું.”વિદ્યુતે કહ્યું અને પદમાનાં કક્ષ તરફ આગળ વધ્યો.
“મિત્ર, રાજકુમાર વિદ્યુત પદમાનાં કક્ષ તરફ જઇ રહ્યા છે.”ભાનુએ સારંગને કહ્યું.
વિદ્યુત જેવો પદમાનાં કક્ષ પાસે પહોંચ્યો કે તરત જ સારંગ તેની સામે તલવાર લઇને ઉભો રહી ગયો અને જોશથી કહ્યું, “પરિહાર.”
સારંગનો આદેશ સાંભળીને બધા સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા.
“જ્યેષ્ઠ, તો હવે તમે મારાં પર હુમલો કરશો?”વિદ્યુતે ઉદાસ સ્વરે પૂછ્યું.
સારંગે વિદ્યુત સામેથી તલવાર લઇ તેના હાથમાં આપી અને કહ્યું,
“જો તારે પદમાને મુક્ત કરવી હોય તો મને મારવો પડશે.”
“જ્યેષ્ઠ, તમે આ બધું શા માટે કરી રહ્યા છો?પદમા મારા મિત્ર શાશ્વતની વાગદત્તા છે.તેઓનાં બે માસ બાદ વિવાહ છે.”
“વિદ્યુત,હું પણ એ જ કહું છું. હજુ એમનાં વિવાહ થયા નથી.”
“જ્યેષ્ઠ,શાશ્વતની ગેરહાજરીમાં પદમાનું રક્ષણ કરવું એ મારી ફરજ છે.”
“હું પદમાને ખુબ પ્રેમ કરું છું. માટે હું તેને નહીં છોડી શકું.તારે તારી ફરજ પુરી કરવા જે કરવું હોય એ કરી શકે છે.”
“હું પદમાને મુક્ત કરવાં જઈ રહ્યો છે.”વિદ્યુતે કહ્યું અને પદમાનાં કક્ષ તરફ ગયો પરંતુ સારંગે તેનો હાથ પકડીને રોકી લીધો અને તેને પોતાનું ખંજર આપ્યું.
“તારે પદમાને મુક્ત કરવી હોય તો પહેલાં મને મૃત્યુ આપી મુક્ત કરી દે.”સારંગે કહ્યું.
વિદ્યુતને કઇ જ સમાજમાં નહોતું આવતું કે શુ કરવું.એક તરફ તેનો ભાઇ હતો તો બીજી તરફ પદમા.અંતે થોડું વિચાર્યા બાદ તેણે કહ્યું,
“જ્યેષ્ઠ,મને વચન આપો કે તમે પદમાની મંજૂરી વગર તેની સાથે વિવાહ નહીં કરો.”
“મને તારી વાત સ્વીકાર્ય છે.હું તને વચન આપું છું.”સારંગે કહ્યું.
સારંગની વાત સાંભળીને વિદ્યુત ત્યાંથી ચાલ્યો ગયો.
“મિત્ર, આ તે કેવું વચન આપી દીધું?તને લાગે છે કે પદમા તારો પ્રસ્તાવ સ્વીકારશે?”
“લાગણીઓ. ભાનુ લાગણીઓ મનુષ્ય પાસેથી કંઇ પણ કરાવી શકે છે. જેમ વિદ્યુત માની ગયો એમ પદમા પણ માની જશે.”
…
“તમે કંઇક તો ખાઇ લો.”અંજલિએ કલ્પને ભોજન પીરસતા કહ્યું,
“અંજલી, કેવી રીતે આ કોળિયો ગળે ઉતારું?મારી પુત્રી બે દિવસથી ત્યાં કેદમાં છે. તેણે અન્નનો એક દાણો પણ મોઢામાં નથી નાંખ્યો તો હું કેવી રીતે ભોજન કરી શકું?”
…
રાજમહેલ
સારંગ પોતાનાં કક્ષમાં હતો.
“ભાનુ, મલંગથી શુ સમાચાર છે?”
“મિત્ર, શાશ્વત મલંગરાજને ખુબ સારો જવાબ આપી રહ્યો છે. અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચિત મલંગરાજનો પરાજય થાય.”
“એ તો હું નહીં થવા દવ.બે દિવસ રાહ જોઈએ.નહીતો પછી આપણી યોજના અમલમાં મુકી દેજે.”સારંગે કહ્યું ત્યાં જ એક દાસી આવી અને કહ્યું,
“મહારાજ, પદમાએ બે દિવસથી ભોજન નથી લીધું.”
“આ વાત તું મને હવે જણાવી રહી છો?”સારંગ દાસી પર તાડુક્યો અને તેનાં હાથમાંથી ભોજનની થાળી લઇ પદમાનાં કક્ષ તરફ ગયો.
પદમા પોતાનાં કક્ષમાં બારી પાસે શૂન્યમનસ્ક બેઠી હતી.
“જો દિલને તુમસે જોડા થા
વો માન તુમ્હીને તોડ દિયા.
યુ મુજકો મેરી હી નજરો મેં
કયું રુસવા કરકે છોડ દિયા?
વો ઝુર્મ કિયા ના જો મૈને
કયું ઉસકી સજા યે પાઇ હૈ?
અબ મરના ભી આસાન નહીં
ઔર જીનેમેં રુસ્વાઈ હૈ
જીતે જી મુજકો માર દિયા…”
ક્રમશઃ
શું પદમા સારંગ સાથે વિવાહ કરશે?
(પંક્તિ - 'તુમ કોન પિયા'માંથી )
નમસ્તે વાચકમિત્રો, તમારો અમુલ્ય પ્રતિભાવ મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે. તો વાંચીને યોગ્ય પ્રતિભાવ જરૂર આપજો.