Dariya nu mithu paani - 4 in Gujarati Classic Stories by Binal Jay Thumbar books and stories PDF | દરિયા નું મીઠું પાણી - 4 - શેઠ ચંદુલાલ

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

દરિયા નું મીઠું પાણી - 4 - શેઠ ચંદુલાલ

ચંદુલાલશેઠ સાંજે જમવા બેસતાં તેમની થાળીમાં બે હજારની ગુલાબી કલરની કડક નોટીની થોકડી, તેમજ દસના ચળકતા સીકકાનો ઢગલો, પાંચસોની કડક નોટોની થોકડી અને તેમની પત્ની અને દીકરીના સોનાના દાગીથી થાળી ભરેલી હતી. તેમજ દીપ્તી અને તેમની માતાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસેલું હતું.
તે બન્ને જમવા લાગ્યા.
આ જોઈને ચંદુલાલશેઠ ગુસ્સામાં બોલ્યા આ શું ?
આ કોઈ ખાવાની ચીજ છે. તેમની પત્ની એક શબ્દના બોલી, દીપ્તીએ કહ્યું, પપ્પા તમારી દોડ પણ આ માટેની જ છે . તમારી ભુખ પણ આ માટેની જ છે. સોરી... એક ચીજ તો ભુલાય ગઈ ! આટલું બોલતાં ચંદુલાલશેઠનો મોબાઈલ પણ થાળીમાં મુકતાં બોલી, દસ વર્ષથી તમે કહો છો કે, આવતાં વેકેશનમાં બે દિવસ માટે આપણે બહાર જશું. આમ જ મારુ દસમાંનું વેકેશન પણ પુરુ થવામાં દસ દિવસ બાકી છે. આમ પણ મને યાદ નથી કે, તમે કયારેય અમારી સાથે બેસીને શાંતિથી જમ્યું હોય ?

આજ તમે અમારી સાથે નથી જમતાં પપ્પા, પરંતુ અમે તમારી સાથે એટલે કે, રાતના બારને ત્રીસ થઈ છે. હું અને મમ્મી તમારી રાહ જોઈને એક ઉંઘ પણ પુરી કરી લીધી.
જો તમે એમ કહેવા માંગતા હોય કે, આ બધું તમે અમારા માટે જ કરો છો, તો મારી એક વાત ધ્યાનથી સાંભળજો. તમારી ઓફીસમાં કામ કરતા પટ્ટાવાળા અંકલ પણ વર્ષમાં એક વાર પાંચ દિવસની રજા મુકે છે, તેમના ફેમીલી સાથે સમય પસાર કરવા માટે.
આમ પણ તમારે તો દરેક કામ મેનેજર અંકલ જ સંભાળે છે. અઢીસો વર્કરો કામ કરે છે.
હું તમને વર્ષમાં એક વાર પાંચ દિવસની રજા મુકવાનું નથી કહેતી પરંતુ, સાંજે ઘરે આવીને ટીવી અને મોબાઈલને બદલે કયારેય કે તો પુછી શકો ને ? બેટા ભણવાનું કેમ ચાલે છે ? પરીક્ષામાં કેટલા માર્કસ આવ્યા ?
તમને ખબર પણ છે મમ્મીને છેલ્લા બે દિવસથી તાવ આવે છે. હું વોલીબોલમાં મેચ જીતી ગઈ તેની પાર્ટી પણ મમ્મીએ એકલાએ હેન્ડલ કરી. દાદાની તબીયત પણ કેટલી ખરાબ હતી.
મમ્મી તમારો મારો દાદીનો સમય સાચવતાં દિવસ-રાત દાદાની સેવા કરતી રહી.
તમે આ બધું અમારા માટે ભેગું કરો છો. પરંતુ અમારી સાથે જીવવાનો સમય તો બહુ આગળ નીકળતો જાય છે અને તમે બહુ પાછળ અને દુર થતાં જાવ છો. ચંદુલાલાશેઠ શાંતિથી સાંભળી રહ્યાં હતા. તેમની પત્ની સામે જોતા તેમની આંખો ભીની હતી.
દીપ્તી બોલી મમ્મીને કંઈ કહેવાની જરૂર નથી, તે હંમેશા મને સમજાવતી તારા પપ્પાને બહુ કામ હોય તેથી સમય આપી શકતા નથી. તે વારંવાર તમારી જ ફેવર લે છે. તમને ખબર છે તે આવું શા માટે કરે છે ? તે મારી મા હોવાની સાથે સાથે તમારી પત્ની પણ છે.
કયારેય ના બોલતી દીપ્તી આજ દાવાનળની જેમ ઉકળી ઉઠી હતી.
બે હાથ જોડી માફી માંગતા બોલી, પપ્પા, રૂપીયાની પાછળ એટલા બધાં પણ ના દોડો કે, એ પણ ભુલી જાવ કે, તમારું ફેમીલી પણ છે જે હંમેશા તમારી રાહ જોતું હોય છે. એક માં જે હંમેશા પોતાના દીકરા સાથે વાત કરવા તડપતી હોય છે, એક પિતા જે પોતાના પુત્રનો ચહેરો જોવા માટે તલપાપડ હોય છે, એક પત્ની જે હંમેશા એક આશા સાથે જીવી રહી છે કે, કયારેક તો તેમના પતિ તેમને સમજશે જ ? આટલું બોલી દીપ્તી જમવાની થાળીને પગે લાગી પોતાના રૂમમાં ચાલી ગઈ.

બીજા દિવસે સવારે પાંચ વાગ્યામાં ચંદુલાલશેઠે દીપ્તીને અને તેમના માતા-પિતાને ઉઠાડયા ઝડપથી બધાં તૈયાર થઈ જાવ સાત વાગ્યે બસ આવી જશે. પાંચ દિવસના કપડાં પેક કરી લેવાનું ભુલાય નહિ.
ચંદુલાલના પિતાજી બોલ્યા, બેટા તમે જાવ અમે આવા બુઢાપામાં...તેમની વાતને વચ્ચે જ કાપતાં ચંદુલાલ બોલ્યા, અરે બાપુજી તમે તૈયાર થઈ જાવ ! આટલું બોલતાં દીપ્તીને હગ કરતાં બોલ્યા, ફરી મારી આ દાદી ગુસ્સો કરશે... તમને ખબર બાપુજી જે કામ તમે ના કર્યું તે મારી આ લાડલીએ કરી બતાવ્યું, મારી આંખો ખોલી નાંખી આજ મને ખ્યાલ આવી ગયો, મારી દીકરી મોટી થઈ ગઈ છે. ચંદુલાલશેઠ તેમના પરિવાર સાથે વેકેશનની મજા માણવા નીકળી ગયા.

તમારા ઘરમાં પણ કોઈ ચંદુલાલશેઠ તો નથી ને?
(સત્ય ઘટના, બોમ્બે)
*એક વખત જરૂર વાંચજો*