An innocent love - Part 5 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 5

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

An innocent love - Part 5

પાછળના ભાગમાં આપણે જોયું કે.......

રાઘવને આમ રડતા જોઈ ઘડી પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડતી નાનકડી સુમન ખીલ ખીલ હસવા લાગી અને તે રાઘવના આંસુ એટલાજ વ્હાલથી લૂછી રહી. પોતાની સુમીને હસતી જોઈ રાઘવ પણ હસી પડ્યો. અને સુમનના ગાલ પોતાના બંને હાથોથી પસવારતા બોલ્યો, ચાલ તને સરસ પટ્ટી લગાવી આપું અને તે સાથેજ રાઘવ સુમનને ખેંચતો એને ઘરે લઈ જવા ઊભો થયો. એક તરફ જાણે પરાણે ખેંચાતી જતી હોય એમ સુમન પોતાનો હાથ રાઘવના હાથોની પકડ છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ બંનેની આવી બાળસહજ મસ્તીને સૂરજ પોતાની આંખોમાં સમાવતાં જતો આથમી રહ્યો હતો.


હવે આગળ........

અરે રાઘવ આમ આખું ઘર કેમ ફેંદી રહ્યો છે? મમતા બહેન રાઘવને ઘરમાં અહી તહી ફરતા જોઈ રહ્યા.

પણ રાઘવ સાંભળે તો ને. એતો એક રૂમમાંથી બીજા રૂમમાં અને એક કબાટથી બીજું કબાટ ફમફોસી રહ્યો હતો.

પણ તારે શું જોઈએ છે મને કહે તો ખરો? મારો રાજા દીકરો, કેમ બધી વસ્તુઓ આમ વેર વિખેર કરી રહ્યો છે, જો આખું ઘર કેવું કરી મૂક્યું છે. મને બોલ, હું તને શોધીને આપીશ દીકરા. પણ રાજા દીકરો તો એની ધૂનમાં મસ્ત હતો, મા નું સાંભળે ખરો એ?

ક્યારેક કબાટની અંદર ઘુસીને તો ક્યારેક ટેબલ લઈને તિજોરીની ઉપર ચડી જતો, બાથરૂમની અંદર તો ક્યારેક બેડની ઉપર નીચે ચડતો ઉતરતો, તો વળી પલંગ નીચે નાના ગલૂડિયાંની જેમ ઘૂસીને જાણે કઈ સુંઘતો, રસોડું તો જાણે એણે માથે ઉપાડ્યું હતું, ઉંદરની જેમ રાઘવ આખા ઘરમાં દોડી રહ્યો હતો,ઘરની કોઈ એવી જગ્યા તેણે બાકી નહોતી છોડી. વંટોળની જેમ આખું ઘર માથે લેતો રાઘવ ધમાચકડી મચાવી બધાને ચકરાવે ચડાવી રહ્યો હતો અને મમતા બહેન એની પાછળ પાછળ ગભરાહટથી ફરી રહ્યા હતા. મા દીકરાની દોડ પકડ જોતી સુમન એક ખૂણામાં ખીલ ખીલ હસી રહી હતી.

કેવું નિર્દોષ અને સુંદર હોય છે આં બાળપણ, નાના નાના ભૂલકાઓને મસ્તી, કોઈ વસ્તુ લેવા મટે માતા પિતાને મનાવવા માટેના જાતજાતની નૌટંકીઓ, ક્યારેક હસતા તો ઘડીભરમાં રડી પડ્યા જાણે આંખે આંસુઓની તલાવડી. કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે હળીમળીને રમતા, નાના હોય કે મોટા, છોકરા હોય કે છોકરીઓ, કે કોઈ પણ નાત જાત, કોઈ જ ચિંતા નહિ, બસ નિસ્વાર્થ ભાવ અને આંખોમાં માસૂમિયતથી ભરેલ બાળપણ. એવું વિતાવેલ બાળપણ મોટે ભાગે આપણને યાદ નથી હોતું માટેજ આપણા બાળકોમાં ખુદનું બાળપણ માણી લેવું જોઈએ અને ઘડી બે ઘડી દુનિયાની પળોજણ થી મુક્ત થવું જોઈએ.

આખરે રાઘવના હાથમાં એક ફર્સ્ટ એડ બોક્સ આવ્યું, અને જાણે જંગ જીત્યો હોય એવું મોટું હાસ્ય એના હોઠો પર વિજય પતાકાની જેમ લહેરાઈ ઉઠ્યું. ખૂણામાં ભરાઈને ઊભેલી હસતી સુમીને ખેંચીને ત્યાં પડેલી ખુરશી ઉપર બેસાડી પોતે જમીન પર બેસી ગયો. અને ચાલુ થયું રાઘવનું સુમનની આંગળીનું પાટાપિંડી અભિયાન. ક્યારેક સુમનની આંગળી પરથી બાંધેલી પટ્ટી નીકળી જતી તો ક્યારેક પટ્ટીમાથી સુમનની આંગળી નીકળી જતી, તો ક્યારેક દોકતરગીરી કરી રહેલ રાઘવના હાથ ઉપરજ પટ્ટી બંધાઈ જતી, પણ તે અડિયલ પટ્ટી સીધી રીતે સુમનના ઘાવ પર લાગવાનું નામ જ લઈ રહી નહોતી.રાઘવની આ ધમાચકડીમાં આખું ઘર ભેગુ થયું હતું અને બધા લોકો રાઘવ સુમનની આ અનોખી પાટાપિંડી અભિયાનને જોઈ હાસ્યની છોળ મહા પરાણે રોકી રહ્યા હતા. બધા રાઘવની સુમન પ્રત્યેની કાળજી જાણતા હોવાથી એના વણ નોતર્યા ગુસ્સાથી બચવા માંગતા હતા.

*વાંચક મિત્રો, મારી આ નવી વાર્તા માટે તમારા પ્રતિભાવ જરૂર આપશો*


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)